28 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના 6000 કરોડનું ફુુલેકુ ફેરવનાર BZ ગ્રુપનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા 7 દિવસના રિમાન્ડ પર, કૌભાંડીના કાળાચિઠ્ઠાનો થશે પર્દાફાશ
આજે 28 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પાકિસ્તાન અને અફઘાનીસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવા એંધાણ છે. બંને દેશોએ બોર્ડર પર સૈન્ય કાફલો વધાર્યો છે. પંજાબના ભટિંડામાં ગોઝારો અકસ્માત થયો. નહેરમાં બસ ખાબકતા 8 લોકોના મોત થયા. ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત. 29 ડિસેમ્બરથી દિલ્લીમાં ચૂંટણી PM મોદી પ્રચાર કરશે. રોહિણીના જાપાની પાર્કમાં વિશાળ જનસભા સંબોધશે. દિલ્લીવાસીઓને વિકાસની ભેટ આપશે. 6 હજાર કરોડથી વધુના BZ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણાથી સકંજામાં આવ્યો છે. છેલ્લા એક મહિનાથી ફરાર હતો. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ 3 ઝડપાયા છે. મિલાપ પટેલ, PMJAY યોજનાના મેનેજર ડૉ.શૈલષ આનંદ અને નિખિલ પારેખ સકંજામાં આવ્યો છે. ત્રણેય 3 દિવસના રિમાન્ડ પર. તો આગામી 24 કલાક ગુજરાત પર આકાશી સંકટ રહેશે. તમામ જિલ્લાઓમાં માવઠાની આગાહી છે. 4 તાલુકાઓમાં ઓરેન્જ એલર્ટ છે. કરા સાથે વરસાદ પડી શકે છે.
LIVE NEWS & UPDATES
-
રાજકોટઃ જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર પકડાયો
- રાજકોટઃ જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર પકડાયો
- જસદણના વદોડ ગામના પરણિત યુવકે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
- મિત્રની મદદથી સગીરાને ભગાડી મિત્રના જ ઘરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
- રાહુલ નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો
- જસદણ પોલીસ દુષ્કર્મ, પોક્સો, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો
- જસદણ પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર રાહુલ નામના શખ્સની ધરપકડ કરી
- રાહુલને મદદ કરનાર તેના મિત્રની શોધખોળ શરૂ
- જસદણ પંથકમાં છેલ્લા 1 મહિના 5 જેટલી દુષ્કર્મની ફરિયાદ
-
સુરત: ગેસ લાઇન લીકેજ થતા લાગી આગ
- સુરત: ગેસ લાઇન લીકેજ થતા લાગી આગ
- વેસુ વિસ્તારની પોદ્દાર રેસીડેન્સીમાં બની ઘટના
- આગમાં ગુજરાત ગેસ લાઇનનો કર્મચારી ઇજાગ્રસ્ત
- રેસીડેન્સી પાસે મૂકેલી બાઇક પણ આગની ઝપેટમાં
- ફાયર વિભાગની 3 ટીમે આગ પર કાબૂ મેળવ્યો
- ઇજાગ્રસ્ત કર્મચારીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
-
-
પોરબંદરઃ વ્યાજખોરનો નીકળ્યો વરઘોડો
- પોરબંદરઃ વ્યાજખોરનો નીકળ્યો વરઘોડો
- 10 ટકા લેખે વ્યાજ લેનારા વ્યાજખોરનો નીકળ્યો વરઘોડો
- 30 હજારની રકમ સામે 10 ટકાની પેનલ્ટી લેખે એક લાખનું વ્યાજ ઉઘરાવ્યું હતુ
- બેફામ વ્યાજ ઉઘરાવી ફરિયાદીને માર માર્યો હતો
- ઉદ્યોગનગર પોલીસે બનાવવાળી જગ્યાએ લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન
-
લોથલમાં બનશે એશિયાનું સૌથી મોટુ મેરીટાઈમ હેરિટેડ મ્યુઝિયમ
લોથલ શબ્દ કાને પડે એટલે હડપ્પન સંસ્કૃતિ યાદ આવી જાય. માત્ર ગુજરાત કે ભારત જ નહીં, વિશ્વપટલ પર પણ લોથલની નામના છે. હવે આ લોથલમાં એશિયાનું સૌથી મોટું મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ બની રહ્યું છે. 400 એકરના આ પ્રોજેક્ટમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી કરતાં દોઢ ગણો એટલે કે 4500 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના આ ડ્રીમ પ્રોજેક્ટનું 2019માં ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રોજેક્ટનું મોટાભાગનું કામ પ્રગતિમાં છે. જેની સમિક્ષા કરવા ખૂદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી. આ મ્યુઝિયમ બનીને તૈયાર થશે તો દેશ-વિદેશની ઘણી પર્યટન સાઇટ્સને ઝાંખી પાડી દેશે
-
કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના કુલ 29 મુદ્દાઓને આધારે સરકારી વકીલે માંગ્યા રિમાન્ડ
- 6 હજાર કરોડથી વધુના BZ કૌભાંડનો કેસ
- કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા 7 દિવસના રિમાન્ડ પર
- સ્પેશિયલ કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ કર્યા મંજૂર
- કુલ 29 મુદ્દાઓને આધારે સરકારી વકીલે માંગ્યા રિમાન્ડ
- ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે 18 જેટલી મિલકતો ટાંચમાં લેવાઇ
- ભુપેન્દ્ર ઝાલા પર જીપીઆઇડી એક્ટ અંતર્ગત નોંધાયો છે ગુનો
- ગુનામાં આરોપી પાસેથી પકડાયેલી મિલકત વેચવાની જોગવાઈ
- રિમાન્ડ દરમિયાન કૌભાંડીના ખુલશે કારનામા
-
-
ભૂપેન્દ્ર ઝાલાની જ્યાંથી ધરપકડ થઈ તે ફાર્મ હાઉસ પાસે ખાલી દારૂની બોટલ પડેલી જોવા મળી
- ભૂપેન્દ્ર ઝાલાની જ્યાંથી ધરપકડ થઈ તે ફાર્મ હાઉસના દ્રશ્યો આવ્યા સામે
- ફાર્મ હાઉસ પાસે ખાલી દારૂની બોટલ પડેલી જોવા મળી
- ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવ્યાની શક્યતા
- ટીવી, ઈન્ટરનેટ, સુવા માટે ખાસ વ્યવસ્થા અને બહાર નવાબી બેઠક જોવા મળી
- ફાર્મ પર વાઈફાઈની સુવિધા, નવું ટીવી, નવું ફ્રીજ, બે બેડ સહિતની વસ્તુઓ જોવા મળી
-
સુરતઃ તબીબની બેદરકારીથી બાળકીના મોતનો આરોપ
- સુરતઃ તબીબની બેદરકારીથી બાળકીના મોતનો આરોપ
- ડિંડોલીમાં બાળકીના માતા-પિતાનો તબીબ પર આક્ષેપ
- બાળકીને ગેસ થતા ઓમ સાઈ ક્લિનિકમાં સારવાર માટે લઈ ગયા હતા
- તબીબે દવા આપ્યા બાદ વહેલી સવારે મોત થયાનો પરિવારનો દાવો
- પોલીસે ચાર લાખ રૂપિયા લઈ તબીબને છોડી દીધાનો બાળકીની માતાનો દાવો
- બે દિવસ પહેલા ચાર વર્ષની બાળકીનું મોત થયું છે
-
બનાસકાંઠાઃ ધાનેરા નેનાવા હાઈવે પર અકસ્માત
- બનાસકાંઠાઃ ધાનેરા નેનાવા હાઈવે પર અકસ્માત
- બાઈક અને પીક અપ ડાલા વચ્ચે અકસ્માત
- બાઈક પર પરીક્ષા આપીને પરત ફરતા વિદ્યાર્થીનું મોત
- 19 વર્ષીય હિતેશનું અકસ્માતમાં મોત થતા અરેરાટી
-
6000 કરોડના BZ ગૃપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર
બનાસકાંઠા સહિત રાજ્યભરમાં 6000 કરોડનું ફુલેક ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. CIDની ટીમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. રિમાન્ડ દરમિયાન કૌભાંડીના કારનામાનો થશે ખૂલાસો
-
જગતમંદિર દ્વારકાધીશમાં ભક્તોની ભીડ ઉમટી
જગતમંદિર દ્વારકાધીશમાં ભક્તોની ભીડ ઉમટી. ભગવાન દ્વારકાધીશના દર્શને બાળકોથી લઈને વૃદ્ધો અને મહિલાઓ ઉમટી. દ્વારકાધીશના દર્શન માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગી હતી. જગત મંદિર નજીકના તમામ રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટ્યું. છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 6 લાખથી વધુ પ્રવાસીઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા.
-
મહિસાગરમાં રોબોટિક રમકડાની બેટરી ફાટતા બાળકે ગુમાવી આંખ
- મહીસાગરમાં વાલીઓએ ચેતવા જેવો કિસ્સો
- સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ થતાં બાળકની આંખ ગઈ
- વીરપુરના કોયડેમના ધોરણ 2માં ભણતા બાળકને ઈજાઓ
- રમકડું રમતાં લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો
- ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને અપાયું હતું રમકડું
- બીજા ધોરણમાં ભણતા વીરેન્દ્રસિંહ ઠાકોરને ગંભીર ઈજાઓ
- બાળકને આંખ તેમજ શરીરના ભાગોમાં થઈ ઈજા
- બે દિવસ પહેલાના બનાવવામાં બાળકે આંખ ગુમાવી
-
બનાસકાંઠાઃ ધાણધા રોડ પર કારમાં વ્યક્તિ સળગી જવા મામલે તપાસ
- બનાસકાંઠાઃ ધાણધા રોડ પર કારમાં વ્યક્તિ સળગી જવા મામલે તપાસ
- વડગામ પોલીસે બે શકમંદની કરી છે અટકાયત
- કારમાં ભડથું થઈ ગયેલી વ્યક્તિના સેમ્પલ DNA અને FSLમાં મોકલાયા
- કારના માલિકનો મોબાઇલ નંબર બંધ આવે છે, અને તેની તપાસ ચાલુ
- DNA અને FSLના રિપોર્ટ બાદ ઉકેલાઈ શકે છે કોકડું
- અથવા કારનો માલિક સામે આવે તો ઉકેલાઈ શકે છે ઘટના
-
ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડીની તપાસ માટે CIDના ઉધામા
- ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડીની તપાસ માટે CIDના ઉધામા
- અત્યાર સુધી અલગ અલગ 260 લોકોના લેવાયા છે નિવેદન
- ભોગ બનનારા લોકો પણ આપી રહ્યા છે નિવેદન
- ફરિયાદમાં ભોગ બનનારા લોકોના નિવેદનો પણ ઉમેરાયા
-
અમરેલી ભાજપ નેતાઓમાં રાજકીય વર્ચસ્વની લડાઈ ચરમસીમાએ
- અમરેલી ભાજપ નેતાઓમાં રાજકીય વર્ચસ્વની લડાઈ ચરમસીમાએ
- ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરતા ડુપ્લીકેટ પત્રથી મામલો ગરમાયો
- પત્રને લઈને પોલીસે કરી શકે છે મોટો ઘટસ્ફોટ
- સિનિયર નેતાઓના કાર્યકરો, સમર્થકોના નામ પણ ખુલે તેવી શક્યતા
- સંગઠન પર્વ સમયે જ જાણી જોઈને જૂથવાદનું કાવતરું રચ્યાની માહિતી: સૂત્રો
- લોકસભાની ચૂંટણી સમયે પણ ભાજપના નેતાઓ વચ્ચે વિવાદ વકર્યો હતો
- સિનિયર નેતા અને કાર્યકરો વચ્ચે મારામારી સુધીની પણ થઈ હતી ઘટના
- ડુપ્લીકેટ લેટર પેડ અંગે SP સહિત પોલીસની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ
-
ગીર સોમનાથ: ગીર ગઢડામાં સરકારી વાન ‘ખિલખિલાટ’માં ખાતરની હેરફેર
- ગીર સોમનાથ: સરકારી વાહનમાં ખાતર લઈ જવાતો વીડિયો વાયરલ
- ગીર ગઢડામાં સરકારી વાન ‘ખિલખિલાટ’માં ખાતરની હેરફેર
- પ્રસૂતા અને નવજાત બાળક માટેના વાહનમાં ખાતરની હેરફેર
- ‘ખિલખિલાટ’ દર્દીઓ માટે કે પછી ખાતર લઈ જવા?
- વાનમાં ખાતર ભરાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- વાયરલ વીડિયો ગીર ગઢડાનો હોવાની શકયતા
-
મહિસાગર: સ્કૂલમાં રોબોટિક રમકડાની બેટરી ફાટતા બાળકને આંખમાં આવી ગંભીર ઈજા
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ધોરણ 2માં ભણતા બાળકને રમકડું રમતા લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો. માહિતી અનુસાર વીરપુર તાલુકાના લાલસર ચોકડી પાસે મા ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોબોટિક રમકડું આપવામાં આવ્યું હતું. જેમાં વિરેન્દ્રસિંહ ઠાકોર નામનો એક વિદ્યાર્થી ઘરે આ રમકડું રમી રહ્યો હતો. એ દરમિયાન રોબોટિક રમકડામાં રહેલી લિથિયમ બેટરી ફાટી.. જેના કારણે વિરેન્દ્રસિંહની આંખ તેમજ શરીરના ભાગ પહોંચી હતી. આ ઘટના બનતા જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયો. બાળકને સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને સવાલ ઉઠે છે કે આ પ્રકારની કીટ ધોરણ 2માં વિદ્યાર્થીઓને કેવી રીતે અપાય? કદાચ મોટો અણબનાવ બની ગયો હોત તો જવાબદાર કોણ? હાલ બાળક હોસ્પિટલમાં દાખલ છે અને આવી કીટ આપવાનું કારણ શું? સ્કૂલના ટ્રસ્ટીઓને આ બાબતે કોઈ મંજૂરી લીધી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે.
-
ભાવનગર: પાનવાડી નજીક અકસ્માતના CCTV આવ્યા સામે
- ભાવનગર: પાનવાડી નજીક અકસ્માતના CCTV આવ્યા સામે
- CCTVમાં મોપેડ વગર ચાલકે ચાલતું નજરે પડ્યું
- કેટલાક અંતર સુધી મોપેડ ચાલક વગર જતું દેખાયું
- 2 દિવસ પહેલા કાર અને મોપેડ વચ્ચે સર્જાયો હતો અકસ્માત
- ચાલક વગર ચાલતા મોપેડનો CCTVનો વીડિયો વાયરલ
- ડ્રાઈવર વગર જ મોપેડ રોડ પર દોડ્યું
-
કચ્છ : ભુજમાં હિટ એન્ડ રનમાં 2 વ્યક્તિનાં મોત
- કચ્છ : ભુજમાં હિટ એન્ડ રનમાં 2 વ્યક્તિનાં મોત
- કોડકી રોડ પર બાઇક અને કાર વચ્ચે ટક્કર
- અકસ્માતના વીડિયોના સીસીટીવી આવ્યા સામે
- અકસ્માતમાં વધુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત
- અકસ્માત બાદ કાર ચલાક ઘટના સ્થળેથી ફરાર
-
બોટાદ: ઓઈલ મિલના માલિકનો અપહરણ બાદ હેમખેમ છૂટકારો
બોટાદ: ઓઈલ મિલના માલિકનો અપહરણ બાદ હેમખેમ છૂટકારો થયો. સવારે મિલ પર જતાં સમયે મિલ માલિકનું અપહરણ થયું હતુ. ભદ્રાવડી ગામ નજીકથી અપહરણકારો મિલ માલિકનું અપહરણ કરી લઈ ગયા હતા. ગણતરીના સમયમાં જ અપહરણકર્તાઓએ મિલ માલિકને છોડી દીધા. વીંછીયા નજીક છોડી આરોપીઓ નાસી છૂટ્યા. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.
-
મોરબીઃ રસ્તા પર બેફામ થઈ સ્ટન્ટ કરવો ભારે પડ્યો
મોરબીઃ રસ્તા પર બેફામ થઈ સ્ટન્ટ કરવો ભારે પડ્યો છે. બાઈક પર સ્ટન્ટ કરનારની પોલીસે ધરપકડ કરી છે. બાઈક સ્ટન્ટનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. સ્ટંટ કર્યા હતા તે જ વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું.
-
મહીસાગર : રમકડાંમાં બ્લાસ્ટ થતાં બાળકે આંખ ગુમાવી
મહીસાગરમાં વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ થતાં બાળકે આંખ ગુમાવી છે. વીરપુરના કોયડેમના ધોરણ 2માં ભણતા બાળકને ઈજાઓ પહોંચી છે. રમકડું રમતાં લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે. ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રમકડું અપાયું હતું. બીજા ધોરણમાં ભણતા વીરેન્દ્રસિંહ ઠાકોરને ગંભીર ઈજાઓ થતા બાળકને આંખ તેમજ શરીરના ભાગોમાં ઈજા થઈ છે. બે દિવસ પહેલાના બનાવવામાં બાળકે આંખ ગુમાવી છે.
-
વડોદરા: 31 ડિસેમ્બર પહેલા ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો
વડોદરા: 31 ડિસેમ્બર પહેલા ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ભંગાર ફર્નિચરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ગોત્રી પોલીસ મથક હદ વિસ્તારમાંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો કબજે કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
-
BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાની ફરીથી પૂછપરછ શરૂ
ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછનો દોર યથાવત છે. રાતે 3 કલાક પૂછપરછ બાદ ફરી તપાસ શરૂ કરી છે. CID ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓ ઓફિસ પહોંચ્યા છે. મુદ્દાઓ તૈયાર કરીને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે. બપોરે ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરાશે. અત્યાર સુધી અલગ અલગ 260 લોકોના નિવેદન લેવાયા છે. ભોગ બનનારા લોકો પણ નિવેદન આપી રહ્યા છે. ફરિયાદમાં ભોગ બનનારા લોકોના નિવેદનો પણ ઉમેરાયા છે.
-
મનમોહન સિંહના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ પર સલામી
નિગમ બોધ ઘાટ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને સલામી આપવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમના પાર્થિવ દેહ નિગમ બાગ ઘાટમાં દાખલ થયા છે. રાષ્ટ્રપતિ- PM મોદી પણ નિગમ બોધ ઘાટ આવશે. તેના આગમનની રાહ જોવાઈ રહી છે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સરકારી સન્માન સાથે કરવામાં આવશે.
-
અમદાવાદઃ ભાટ ગામ બદરખા કાસીન્દ્રા રોડ પર અકસ્માત
અમદાવાદઃ ભાટ ગામ બદરખા કાસીન્દ્રા રોડ પર અકસ્માત થયો છે. ઇનોવા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. એક વ્યક્તિનું મૃત્યુ અને અન્ય બે વ્યક્તિ ઘાયલ થયા છે. કાર સગીર ચલાવતો હોવાનો ગામજનોનો આરોપ છે.
-
મહેસાણા: ફાર્મ હાઉસમાંથી ઝાલા સાથે કિરણસિંહની ધરપકડ
BZ ગ્રૂપના ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણાના દવાડાના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરાઈ હતી. જેનું ફાર્મ હાઉસ છે તે કિરણસિંહની પણ અટકાયત કરાવામાં આવી છે. CID ક્રાઇમ કિરણસિંહનું પણ ઈન્ટ્રોગેશન કરી રહી છે. ફાર્મ હાઉસમાં ક્યારથી ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનારાની પણ સઘન તપાસ હાથ ધરાશે. કિરણસિંહ ચૌહાણને તેના જ ફાર્મ હાઉસ ઉપરથી રાત્રે જ લઈ જવાયો. કિરણસિંહ ભૂપેન્દ્ર ઝાલા સાથે કેટલા સમયથી સંકળાયેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
-
ઠંડી અને માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
ઠંડી અને માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે 28 ડિસેમ્બર સુધી રાજ્યનાં કેટલાક ભાગોમાં માવઠું થશે. 29 ડિસેમ્બરથી 12 દિવસ હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. સાબરકાંઠા અને પંચમહાલમાં લઘુત્તમ તાપમાન 10 ડિ.ગ્રી. સેલ્સિયસ થવાની સંભાવના છે. 15 જાન્યુઆરીએ પવનની ગતિ પતંગ રસિયાઓ માટે સાનુકૂળ રહેશે. 14 અને 15 જાન્યુઆરીની રાત્રે પવનની ગતિ મધ્યમ થશે.
-
કચ્છઃ માંડવીના દરિયા કિનારાનો વીડિયો વાયરલ થવાનો મામલો
કચ્છઃ માંડવીના દરિયા કિનારાનો વીડિયો વાયરલ થવા મામલે ભૂજ પોલીસે વીડિયો બનાવનાર શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે મોહનીશ ઉદાશી નામના શખ્સની ધરપકડ કરી છે. પાર્ટી કરવા માટે બીચ પર આવ્યા બાદ વીડિયો બનાવ્યાનો ખુલાસો થયો છે. 2 મહિના પહેલા મિત્ર સાથે વીડિયો બનાવ્યો હોવાનું શખ્સની કબૂલાત છે.
-
પૂર્વ PM મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર થશે
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે શનિવારે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સવારે 11.45 કલાકે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. આ પહેલા, તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન 3, મોતીલાલ નહેરુ રોડ, નવી દિલ્હીથી સવારે 8 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલયમાં લાવવામાં આવશે. સવારે 8.30 થી 9.30 સુધી સામાન્ય જનતા અને કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમની અંતિમ વિદાયની તૈયારી 9:30 પછી શરૂ થશે.
Published On - Dec 28,2024 7:50 AM