AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 નવેમ્બરના મહત્વના સમાચાર : દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે 31834 આરોપીનું કર્યુ વેરિફિકેશન, 3744 આરોપીએ ઘર બદલી નાખ્યા, 4506 આરોપી પરપ્રાંતમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2025 | 9:47 PM
Share

આજે 24 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 નવેમ્બરના મહત્વના સમાચાર : દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે 31834 આરોપીનું કર્યુ વેરિફિકેશન, 3744 આરોપીએ ઘર બદલી નાખ્યા, 4506 આરોપી પરપ્રાંતમાં

આજે 24 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Nov 2025 09:40 PM (IST)

    માતાજીના માંડવામાં પશુની બલી ચડાવવાના કેસમાં, માંડવાનું આયોજન કરનારા સામે પોલીસ ફરિયાદ

    રાજકોટમાં માતાજીના માંડવામાં પશુઓની બલી ચડાવવાનો મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માતાજીના માંડવાનું આયોજન કરનાર રાહુલ ચૌહાણ , અરવિંદ ચૌહાણ અને પ્રતાપ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમન (સુધારો) 2017 ની કલમ 8 (1) 10 તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ નોંધાયો ગુનો. ધાર્મિક વિધિના નામે અંધશ્રદ્ધા ફેલાવી છરા વડે 6 પશુઓની બલી ચડાવવા મામલે નોંધાઈ ફરિયાદ. થોરાળા પોલીસે ગુનો નોંધી માતાજીના માંડવાનું આયોજન કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી.

  • 24 Nov 2025 09:27 PM (IST)

    દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે 31834 આરોપીનું કર્યુ વેરિફિકેશન, 3744 આરોપીએ ઘર બદલી નાખ્યા, 4506 આરોપી પરપ્રાંતમાં

    દિલ્હીમાં કાર બોમ્બ બ્લાસ્ટ બાદ, ગુજરાતના ડીજીપી દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોનું લિસ્ટ તૈયાર કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસને 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોની યાદી તૈયાર કરવા આદેશ કરાયો હતો. છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વોની યાદી તૈયાર કરાઈ. રાજ્યમાં 31834 આરોપીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જેમાં TADA, NDPS, આર્મ્સ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું પણ વેરિફિકેશન કરાયું. 30 વર્ષનો ડેટાબેસ તપાસી હાલની પ્રવૃત્તિનો વિગતો વેરિફિકેશન કરાઈ. 3744 આરોપીઓ પોતાના સરનામા બદલી નવા સરનામે રહેવા લાગ્યા છે. 4506 આરોપીઓ અન્ય રાજ્યોના હોવાનું સામે આવ્યું છે. બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું વેરિફિકેશન કરવામાં આવશે. આરોપીઓનું ડોઝિયર તૈયાર કરી માહિતી તૈયાર કરવામાં આવી.

  • 24 Nov 2025 07:34 PM (IST)

    પોલીસના પટ્ટા ઉતરાવી લેવાના MLA જીગ્નેશ મેવાણીના નિવેદનનો પોલીસ પરિવારે કર્યો ભારે વિરોધ

    સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ પરિવારજનોએ આક્રોશ રેલી યોજી હતી. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતારવા વાળા નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય મેવાણી દ્વારા પોલીસનુ મોરલ ડાઉન કરવાના પ્રયાસ સમાન નિવેદનનો પોલીસ પરિવારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ માટે કરેલ નિવેદનોને લઈ મહિલા અને બાળકોએ રોષ ઠાલવ્યો હતો. હિંમતનગરના અહિંસા સર્કલ સુધી રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસ પરિવારજનોએ ધારાસભ્યના વાણી-વર્તન સામે રોષ ઠાલવ્યો છે.

  • 24 Nov 2025 06:54 PM (IST)

    રેલવે કન્ટેનર મારફતે ગુજરાતમાં લવાતો હતો દારુ, કચ્છ પોલીસ ઊંધતી રહી ને SMC એ અઢી કરોડનો દારુ ઝડપ્યો

    કચ્છમાં દારૂની હેરાફેરી હવે રેલવે ટ્રાન્સપોર્ટથી કરતા હોવાનો પર્દાફાશ SMC ટીમે કર્યો છે.  કચ્છથી દારૂના બે કન્ટેનર પકડ્યા છે. દોઢ કરોડનો દારૂ રેલવે મારફતે કન્ટેનરમાં મગાવ્યો હતો. મુદ્રા પોર્ટ નજીક કન્ટેનર આવ્યા બાદ એ કન્ટેન્ટ બુટલેગર અલગ અલગ વિસ્તારમાં મંગાવતા. નામચીન બુટલેગર અનુપસિંહ દારૂ મગાવ્યો હતો. અગાઉ બે દિવસ પહેલા જ એક કરોડનો દારૂ જથ્થો કન્ટેન્ટમાં આવીને ઉતરી ગયો હતો. SMC બે અલગ અલગ ગુના દાખલા કરીને અઢી કરોડથી વધુનો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કચ્છ પોલીસની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો.

  • 24 Nov 2025 06:09 PM (IST)

    મોરબીમાં બે સીરામીક એકમો પર GSTના દરોડા

    મોરબીમાં બે સીરામીક એકમો પર GST વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પ્લેટીનિયમ સિરામિક અને આર્ટ ટાઈલ નામની ફેક્ટરીમાં GSTના દરોડા પડ્યા છે. GSTની ટીમ દ્વારા સિરામિક એકમમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દસ્તાવેજી પુરાવા અને ડિજિટલ સાધનોની ચકાસણી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે.

  • 24 Nov 2025 05:41 PM (IST)

    સાઇબર ફ્રોડ આચરતી ગેંગના ત્રણ ઝડપાયા, નવા સીમકાર્ડ કઢાવવા આવતા ગ્રાહકોની જાણ બહાર સીમકાર્ડ કાઢીને કંબોડિયા-દુબઈ મોકલતા

    અમદાવાદ સાઇબર ફ્રોડ આચરતી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રાહકોની જાણ બહાર તેમના નામના સીમકાર્ડ કઢાવવામાં આવતા હતા. સીમકાર્ડને કંબોડિયા અને દુબઈ મોકલી કમિશન મેળવવામાં આવતું હતું. નવા સીમકાર્ડ કઢાવવા ગયેલા ગ્રાહકોના પુરાવાઓ અને ફિંગરપ્રિન્ટ લઈ લેતા હતા. સર્વર ડાઉન હોવાનું કહી ફરીવાર એન્ટ્રી કરી બીજું સીમકાર્ડ કઢાવી લેતા હતા. સાયબર ગઠિયા સીમકાર્ડના બદલામાં કમિશન આપતા હતા. આરોપી પાસેથી 6 મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો. આરોપી વિજય રાવલ, શુભમ પારાડિયા અને કિરણ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે.

  • 24 Nov 2025 05:33 PM (IST)

    થરાદમાંથી પીધેલા BLO ઝડપાયા

    થરાદ પોલીસે થરાદના શિવ નગરમાંથી દારૂ પીધેલા ઈસમોને ઝડપી પાડ્યા છે. દારૂ પીધેલા સાત શખ્સોની પોલીસે અટકાયત કરી છે. સાતમાંથી એક શિક્ષક હોવાનું સામે આવ્યું છે. થરાદના લેડાઉ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે ઝપાયેલ પીધેલા શિક્ષક. પોલીસે પીધેલા પકડેલા શિક્ષક BLO તરીકે પણ કામગીરી કરી રહ્યો હતો. ઝડપાયેલ શિક્ષક નટવર પરમાર મુળ તરસંગ તા – શહેરા જીલ્લા પંચાયતનો વતની છે. શિક્ષક ગઈકાલે સાંજના સમયે શિવનગર નજીક થી દારૂ પીધેલ હાલતમા બાઇક ચલાવતા ઝડપાયો હતો. થરાદ પોલીસે શિક્ષક નટવર પરમાર વિરુદ્ધ પ્રોહીબીન એક્ટ 66(1)B તેમજ મોટર વ્હીકલ્સ એક્ટ 185, 3, 181 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • 24 Nov 2025 05:00 PM (IST)

    ગીર સોમનાથના વેરાવળમાંથી હત્યારો ઝડપાયો, એનેસ્થેસિયા-મોરર્ફિનથી કરતો હતો હત્યા

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી પોલીસે સીરીયલ કિલરને ઝડપી પાડ્યો. બે બે લોકોની સાઇલેન્ટ હત્યા કરી ફરી રહેલા સીરિયલ કિલરને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે.  એનેસ્થેસિયા અને મોરર્ફિન દ્વારા હત્યાઓને અંજામ આપતો હતો સીરિયલ કિલર. ખાનગી હોસ્પિટલોમાં પુરુષ નર્સ તરીકે ફરજ બજાવતો શ્યામ ચૌહાણ નામનો શખ્સ પોલીસ સકંજામાં આવ્યો છે. જેનો કાંડ જાણી પોલીસ પણ ચોકી ઉઠી હતી. જે એક સાઇલેન્ટ હત્યા કરતો હોવાનું બહાર આવ્યું છે.

  • 24 Nov 2025 03:53 PM (IST)

    ગાંધીનગર સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં મહિલાએ વખ ઘોળ્યું, સમસ્યાને લઈને અંક્લેશ્વરથી રજૂઆત માટે આવી હતી

    ગાંધીનગરમાં આવેલ સચિવાલયમાં મહિલાએ ઝેર ગટગટાવ્યું. સ્વર્ણિમ સંકુલ-1માં મહિલાએ ઝેર ગટગટાવ્યું હતું. મહિલાને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ છે. અંકલેશ્વરની મહિલા પતિ સાથે સચિવાલય આવી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, આ મહિલા અનાજના પ્રશ્નને લઈ રજૂઆત કરવા આવ્યા હતા.

  • 24 Nov 2025 02:55 PM (IST)

    પીએમ મોદીએ હી-મેનને શ્રદ્ધાંજલિ આપી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી. તેમણે X પર ટ્વીટ કરીને લખ્યું, “ધર્મેન્દ્રજીના નિધનથી ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવ્યો. તેઓ એક પ્રતિષ્ઠિત ફિલ્મ વ્યક્તિત્વ હતા, એક પ્રબળ અભિનેતા હતા જેમણે ભજવેલી દરેક ભૂમિકામાં આકર્ષણ અને ઊંડાણ લાવ્યું. તેમણે વિવિધ ભૂમિકાઓ ભજવવાની રીત અસંખ્ય લોકોના હૃદયને સ્પર્શી ગઈ. ધર્મેન્દ્રજી તેમની સાદગી, નમ્રતા અને પ્રેમ માટે પણ એટલા જ જાણીતા હતા. આ દુઃખની ઘડીમાં, મારી પ્રાર્થના તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો સાથે છે. ઓમ શાંતિ.”

  • 24 Nov 2025 02:28 PM (IST)

    સલમાન ખાનના પિતા સલીમ ખાન સ્મશાનગૃહ પહોંચ્યા

    ધર્મેન્દ્ર સલમાન ખાનને પોતાનો ત્રીજો પુત્ર કહેતા હતા. સલમાન ખાન પણ અભિનેતા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. જ્યારે અભિનેતાની તબિયત બગડી ત્યારે સલમાન ખાન તેમને હોસ્પિટલમાં મળવા પણ ગયા હતા. હવે, આ હી-મેન હવે રહ્યા નથી. સલમાન ખાનના પિતા સલીમ ખાન સ્મશાનગૃહ પહોંચ્યા.

  • 24 Nov 2025 02:26 PM (IST)

    વડોદરા: મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું

    વડોદરાના વારસીયા વિસ્તારમાં મહિલાઓ દ્વારા સંચાલિત જુગારધામ ઝડપાયું હોવાનું બહાર આવ્યું છે. સિંધુ પાર્ક સોસાયટીમાં આવેલી નિકી મનવાનીના ઘર પર વારસીયા પોલીસે રેડ કરી હતી. પોલીસે છાપો માર્યો ત્યારે ત્યાં લગભગ 15 જેટલી મહિલાઓ અને યુવતીઓ જુગાર રમતી જોવા મળી હતી, જેને તાત્કાલિક અટકાયત કરવામાં આવી. ઘટનાસ્થળેથી 13 મોબાઇલ ફોન સહિત કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને પણ આશ્ચર્ય થયું કે જુગારધામ કોઈ સામાન્ય જગ્યાએ નહીં પરંતુ સારા ઘરની મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. હાલમાં પોલીસ સમગ્ર કેસની વધુ તપાસ કરી રહી છે અને આ ગેરકાયદે પ્રવૃત્તિ પાછળ બીજાં કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તેની પણ જાણકારી એકત્રિત કરી રહી છે.

  • 24 Nov 2025 02:23 PM (IST)

    અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો

    અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. MMCJમાં આવતીકાલનું પેપર આજે પૂછી નાખ્યું. મીડિયા રિસર્ચનું આવતીકાલનું પેપર આજે પૂછી લેવાયું. પરીક્ષા વિભાગના ધ્યાને આવતા પેપર તરત જ પરત લેવાયું. આજનું પેપર વિદ્યાર્થીઓને આપી એક કલાકનો વધુ સમય આપવામાં આવ્યો.
  • 24 Nov 2025 02:20 PM (IST)

    શાહરૂખ ખાનની પત્ની ગૌરી સ્મશાનગૃહમાં પહોંચી

    હંમેશા એવા અહેવાલો આવ્યા છે કે શાહરૂખ ખાન અને સની દેઓલ વચ્ચે કંઈ સારું નથી. તેમ છતાં, ધર્મેન્દ્ર અને શાહરૂખ ખાને એક અદ્ભુત સંબંધ જાળવી રાખ્યો છે. તેમણે શાહરૂખની ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા પણ ભજવી હતી. હવે, અભિનેતાના અવસાન પછી, શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન તેમના અંતિમ દર્શન કરવા પહોંચી છે. તે સ્મશાનની બહાર જોવા મળી હતી.

  • 24 Nov 2025 02:06 PM (IST)

    અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્મશાનગૃહ પહોંચ્યા

    દેઓલ પરિવારના સ્મશાનગૃહ પહોંચ્યા બાદ, બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને આમિર ખાન પણ સ્મશાનગૃહ પહોંચ્યા. દેઓલ પરિવારના ઘર અને સ્મશાનગૃહમાં અનેક સેલિબ્રિટી સતત પહોંચી રહ્યા છે. જોકે, પોલીસનું કહેવું છે કે મૃત્યુ અંગે પરિવાર પોતાનો અભિપ્રાય આપશે.

  • 24 Nov 2025 01:57 PM (IST)

    આખો દેઓલ પરિવાર સ્મશાનગૃહમાં પહોંચ્યો

    ધર્મેન્દ્રની તબિયત અચાનક બગડતા સની વિલામાં ભારે દોડધામ મચી ગઈ. એક એમ્બ્યુલન્સ પરિસરમાં પ્રવેશતી જોવા મળી. આ દરમિયાન, આખો દેઓલ પરિવાર સ્મશાનગૃહમાં જોવા મળ્યો, જ્યાં સની અને બોબી દેઓલની કાર પણ અંદર હતી

  • 24 Nov 2025 01:46 PM (IST)

    પૂર્વ CM સ્વ. વિજય રૂપાણીના ઘરે બી.એલ.સંતોષે કરી બેઠક

    રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પૂર્વ CM સ્વ.વિજય રૂપાણીના નિવાસ્થાને બેઠક યોજાઈ..બી.એલ.સંતોષે અંજલીબેન રૂપાણી અને ઋષભ રૂપાણી સાથે બેઠક કરી. જેમાં પ્રદેશ ભાજપના હોદ્દોદારો તો ઉપસ્થિત હતા પરંતુ બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને દૂર રખાયા હતા. બેઠક વખતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બહાર બેઠેલા જોવા મળ્યા હતા. માધવ દવેને બેઠકથી દૂર રાખતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે..સ્વ.વિજય રૂપાણીની અંતિમ યાત્રાના ખર્ચને લઇને શહેર સંગઠન અને રૂપાણી પરિવાર વચ્ચે વિવાદ થયો હતો ત્યારે હવે શહેર ભાજપ પ્રમુખને બેઠકથી દૂર રખાયા છે..રાજકોટ ભાજપમાં જૂથવાદની આશંકા વચ્ચે માધવ દવેની બેઠકથી દૂર રખાયા હતા.

  • 24 Nov 2025 12:36 PM (IST)

    સુરત શહેરમાં ચોરીની ઘટના

    સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે અને પર્વત પાટિયામાં આવેલી ભાવના જ્વેલર્સ દુકાનમાંથી ચોરી કરાઇ છે. તસ્કરો દુકાનમાં પ્રવેશવા માટે દિવાલને તોડ્યા હતા અને લાખો રૂપિયાના દાગીના ચોરી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. CCTV કેમેરામાં તસ્કરોના ક્રિયાકલાપ કેદ થયા છે. પોલીસને મળેલી માહિતી મુજબ, તસ્કરોએ લોકર તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ દુકાનમાંથી મોટી ચોરી કરવા પહેલા ઝડપી લેવાયા કે કેમ તે અંગે તપાસ ચાલુ છે.

  • 24 Nov 2025 11:45 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે

    CM ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે છે. જામનગરને 622 કરોડથી વધુના 69 વિકાસ પ્રકલ્પોની ભેટ મળશે.  એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરશે.

  • 24 Nov 2025 11:14 AM (IST)

    વડોદરાઃ કાઉન્સિલર દ્વારા આયોજિત મહિલા ક્રિકેટ મેચમાં દંગલ

    વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં કાઉન્સિલર દ્વારા આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલદિલી ભૂલાઈ ગઈ અને મેદાનમાં ખિલાડીઓ વચ્ચે મારામારી થઇ ગઈ. ખેલ દરમિયાન કેટલાક ખેલાડીઓએ એકબીજાના વાળ ખેંચ્યા અને હારેલી ટીમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ થયા. વિજેતા ટીમના સમર્થકોએ ચિચિયારીઓ પાડતા હારેલી ટીમે હોબાળો મચાવ્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયાએ ઝડપથી વાયરલ થયો. ઘટના શાંત કરવા માટે પોલીસે હસ્તક્ષેપ કર્યો અને મામલો કાબૂમાં લીધો.

  • 24 Nov 2025 10:15 AM (IST)

    પાકિસ્તાનઃ પેશાવરમાં મોટો હુમલો

    પાકિસ્તાનના પેશાવરમાં ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલય અર્ધલશ્કરી દળોનું મુખ્યાલય છે. સોમવારે સવારે પાકિસ્તાની અર્ધલશ્કરી દળોના આ મુખ્યાલય પર હુમલો થયો હતો. ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલયમાંથી બે વિસ્ફોટો સંભળાયા હતા. પાકિસ્તાની સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને કાર્યવાહી શરૂ કરી છે.

  • 24 Nov 2025 09:11 AM (IST)

    જામનગર: રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપાયો નકલી SMC કોન્સ્ટેબલ

    જામનગરમાં રેલ્વે સ્ટેશન નજીક નકલી SMC કોન્સ્ટેબલ ઝડપાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી પોતે SMCનો કોન્સ્ટેબલ હોવાનું જણાવી રિક્ષાચાલકો પર રોફ જમાવતો હતો અને પૈસા વસૂલવાનો પણ પ્રયાસ કરતો હતો. બાતમીના આધારે રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જ્યારે તેનું ઓળખપત્ર ચકાસવામાં આવ્યું ત્યારે તે ભેજાબાજ હોવાનું ખુલ્યું. તરત જ રેલવે પોલીસે તેને કાબૂમાં લઇ વધુ તપાસ શરૂ કરી છે.

  • 24 Nov 2025 09:11 AM (IST)

    અમદાવાદઃ ચંડોળા બાદ AMCની બીજી સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ

    અમદાવાદમાં ચંડોળા બાદ AMCએ બીજી સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી છે. શહેરના ઇસનપુર તળાવ પર છેલ્લા 50 વર્ષથી ચાલતા ગેરકાયદેસર કાચા–પાકા મકાનોને દૂર કરવા માટે મનપાની ‘દબાણ હટાવો ઝુંબેશ’ ચાલી રહી છે. આ ઝુંબેશ હેઠળ કુલ 918 પાકા મકાનો દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. કાર્યવાહી દરમિયાન સુરક્ષા માટે 15થી વધુ JCB મશીનો અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કર્યો છે. બુલડોઝર ફરે તે પહેલાં જ ઘણા લોકોએ પોતાના મકાનો સ્વેચ્છાએ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. AMCનું કહેવું છે કે તળાવનું મૂળ સ્વરૂપ પુનઃસ્થાપિત કરવા માટે અને શહેરના પાણી પ્રબંધનને સુધારવા આ કાર્યવાહી અનિવાર્ય બની હતી.

  • 24 Nov 2025 08:31 AM (IST)

    જસ્ટિસ સૂર્યકાંત આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે

    જસ્ટિસ સૂર્યકાંત આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ સૂર્યકાંતને પદના શપથ લેવડાવશે.

  • 24 Nov 2025 07:58 AM (IST)

    કોઈપણ બીએલઓ પર પ્રેશર ન કરવું : ઋષિકેશ પટેલ

    મહેસાણા: SIRની કામગીરી અંગે ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યુ છે. BLO શિક્ષકો પર કામગીરીનું ભારણ ન રહે તે માટે સૂચનાઓ અપાઈ. ઋષિકેશ પટેલે જણાવ્યુ કે કોઈપણ બીએલઓ પર પ્રેશર ન કરવું. અધિકારીઓને ફરિયાદો સાંભળી તરત જ નિરાકરણ લાવવા સૂચના અપાઇ. સરળતાથી કામગીરી પૂર્ણ કરવા રાજ્ય સરકારની કવાયત છે.

  • 24 Nov 2025 07:35 AM (IST)

    અમદાવાદના ચાંદખેડામાં મહિલાએ લગાવી મોતની છલાંગ

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મહિલાએ મોતની છલાંગ લગાવી. ચાંદખેડામાં આવેલા એક ફ્લેટના ત્રીજા માળેથી નીચે પડતા મહિલાનું મોત થયુ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. મહિલાના આપઘાત અંગે પોલીસે તપાસ શરૂ કરી. ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી.

Published On - Nov 24,2025 7:34 AM

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">