24 નવેમ્બરના મહત્વના સમાચાર : ધંધુકા ફેદરા રોડ પર અકસ્માત, 12 ઈજાગ્રસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2024 | 10:15 AM

Gujarat Live Updates : આજ 24 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 નવેમ્બરના મહત્વના સમાચાર : ધંધુકા ફેદરા રોડ પર અકસ્માત, 12 ઈજાગ્રસ્ત

LIVE NEWS & UPDATES

  • 24 Nov 2024 10:15 AM (IST)

    ધંધુકા ફેદરા રોડ પર અકસ્માત, 12 ઈજાગ્રસ્ત

    વહેલી સવારે ધંધુકા ફેદરા રોડ પર દ્વારકાધીશ હોટલ પાસે કાર પલટી ગઈ હતી. મધ્ય પ્રદેશથી શ્રમિકો ભરી જુનાગઢ જતા કારનાં ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત. કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં એક બાળક સહિત ત્રણ જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

  • 24 Nov 2024 09:46 AM (IST)

    યશસ્વી જયસ્વાલ – કેએલ રાહુલ વચ્ચે ઓપનિંગ રનની રેકોર્ડ ભાગીદારી

    યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગમાં સૌથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો છે. બંનેએ 201 રનની ભાગીદારી કરી હતી, જે રાહુલની વિકેટ પડવાની સાથે તૂટી ગઈ હતી. સ્ટાર્કે કેએલ રાહુલની વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારત તરફથી સૌથી વધુ ઓપનિંગ ભાગીદારી 191 રનની હતી. જે 1986માં રમાયેલી સિડની ટેસ્ટમાં ગાવસ્કર-શ્રીકાંતે બનાવી હતી. આ ઓપનિંગ રનની ભાગીદીરીને આજે યશસ્વી- રાહુલે તોડી નાખી હતી.

  • 24 Nov 2024 09:19 AM (IST)

    મુંબઈના બે માઈભક્તે અંબાજી મંદિરમાં મા અંબાના ચરણે અર્પણ કર્યુ સવા કરોડનું સોનુ

    અંબાજી મંદિરમાં એક કરોડ એકવીસ લાખની કિંમતના સોનાની ભેટ મળી છે. મુંબઈના બે અલગ અલગ માઈભક્ત દ્વારા માતાજીના ચરણોમાં સોનાની ભેટ ધરી છે. બે ભકતોએ 1.520 ગ્રામ સોનું અર્પણ કર્યું છે. જે પૈકી 1 કિલો સોનાની લગડી માતાજીના ચરણોમાં મૂકાઈ છે, જેની  અંદાજે કિંમત 80 લાખ છે. તો મુંબઈના બીજા એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી અર્પણ કરાઈ છે. જેની અંદાજે કિંમત રૂ. 41,34,000 છે. મુંબઈના બે અલગ અલગ માઈભક્તો દ્વારા ભૈરવ જયંતિના દિવસે અંબાજી મંદિરમાં સોનાની ભેટ ચડાવાઈ છે.

  • 24 Nov 2024 07:32 AM (IST)

    અમદાવાદમાં હાઈકોર્ટ ઓવરબ્રિજ પર બની હીટ એન્ડ રનની ઘટના

    અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. મહિલા સાયક્લિસ્ટને SUV કાર ચાલકે ટક્કર મારી હતી. ટક્કર મારીને કારચાલક ફરાર થયો છે. એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.

  • 24 Nov 2024 07:27 AM (IST)

    કલોલ કોર્ટ રોડ ઉપર હિટ એન્ડ રન, 1નુ મોત, 3 ઈજાગ્રસ્ત

    ગાંધીનગર કલોલ કોર્ટ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમા 1નુ મોત થયુ છે તો 3 ઈજાગ્રસ્ત થયા છે. હિટ એન્ડ રનની ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે.

આજે આઈપીએલ 2025 માટે ખેલાડીઓની હરાજી થશે. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચક્રો ગતીમાન થશે. મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં આનંદ દિઘેની પ્રતિમા પર શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. નાંદેડ લોકસભા સીટ પર મોટો અપસેટ સર્જાયો છે, પેટાચૂંટણીના છેલ્લા રાઉન્ડની મતગણતરીમાં કોંગ્રેસનો વિજય થયો છે. મહારાષ્ટ્રના પરિણામો પર પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ પોતે તો ડૂબે છે, બીજાને પણ ડૂબાડે છે. જો કોઈ સારું હોય તો દેશનો મહાન મંત્ર છે, આજે ભત્રીજાવાદનો પરાજય થયો છે.

આજે 24 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

Published On - Nov 24,2024 7:25 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">