રાજ્યના મુખ્ય સચિવ બની શકે છે પંકજ જોષી. ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થશે. વર્તમાન મુખ્ય સચિવ રાજકુમારની 31 જાન્યુઆરીએ ટર્મ પૂર્ણ થશે. ત્યારબાદ પંકજ જોષી ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.
મહાકુંભમાં ગુજરાતથી વિશેષ બસ દોડાવવામાં આવશે. વ્યાજબી ભાવમાં ST બસ દોડાવાશે. પ્રયાગરાજ સુધી વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. મહાકુંભમાં વિશેષ એસટી બસ દોડાવવાનું આયોજન છે.
વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી. વડોદરામાં ત્રણ જગ્યાએ નવરચના સ્કૂલ આવેલી છે. ધમકી મળતાની સાથે પોલીસ સ્કૂલ પર પહોંચી છે અને ત્રણેય સ્કૂલ પોલીસની વિવિધ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધમકીને કારણે સ્કૂલમાં આજે રજા જાહેર કરવામાં આવી. વિદ્યાર્થી, વાલી અને સ્ટાફને સ્કૂલમાં ન આવવા સૂચના અપાઈ.
અમદાવાદ: GST કૌભાંડના આરોપી મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. ખોટા આર્ટિકલ છપાવી બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવ્યાનો આરોપ છે. જમીનનાં કેસનો નિકાલ કરવાનું જણાવી નાણાં પડાવ્યાની ફરિયાદ છે. ટુકડે-ટુકડે રૂ. 20 લાખ પડાવ્યાનો આક્ષેપ છે. ખેતી અને જમીન દલાલી કરતા ઇસમે ફરિયાદ નોંધાવી છે.
સુરત: ગોડાદરા વિસ્તારમાં તબીબ પર હુમલો થયો. યુવકે ડોક્ટર પર જ્વલનશીલ રસાયણ ફેંક્યું. સારવાર હેઠળનાં ડોક્ટરની હાલત ગંભીર છે. ઘટનાનાં CCTV સામે આવ્યા છે.
અમરેલી લેટર કાંડ મામલે હવે કેન્દ્રીય માનવાધિકાર આયોગ મેદાને છે, DGPને નોટિસ ફટકારી 2 સપ્તાહમાં જવાબ માગ્યો. ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો મામલો. ખ્યાતિ કાંડની માસ્ટરમાઈન્ડ ત્રિપુટીની પૂછપરછ શરૂ. ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણેયને સાથે રાખીને પૂછપરછ શરૂ કરવામાં આવી. કચ્છના ભીમાસરમાં સગીરાના આપઘાતમાં મોટો ખુલાસો. 4 દિવસ બાદ સુસાઈડ નોટ મળતા આચાર્યના માનસિક ત્રાસથી કિશોરીએ આપઘાત કર્યાનો ખુલાસો થયો. આચાર્ય સામે ફરિયાદ દાખલ. પોરબંદરના ભાણવડમાં માનવ કંકાલ મળવા મામલે 2 અજાણી વ્યક્તિઓએ સજોડે આપઘાત કર્યો હોવાની આશંકા છે, પોલીસે તપાસ હાથ ધરી. સુરતના ઓલપાડમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. સુરક્ષાકર્મી ફાર્મહાઉસમાં જવા રોકતા સુરક્ષાકર્મી અને તેની પત્ની પર હુમલો. 3 આરોપીની ધરપકડ. મહાકુંભમાં ગુજરાતથી વિશેષ એસટી બસ દોડશે. હર્ષ સંઘવીએ કરી જાહેરાત. વ્યાજબી ભાવમાં પ્રયાગરાજ સુધી વોલ્વો બસ દોડાવવાનું આયોજન છે.
Published On - 7:38 am, Fri, 24 January 25