21 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સીએમ યોગીએ અયોધ્યામાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું
આજ 21 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના ધનુષકોડી સ્થિત કોથંદરમાસ્વામી મંદિરની મુલાકાત લેશે અને પૂજા-અર્ચના કરશે. પીએમઓએ કહ્યું કે વડા પ્રધાન ધનુષકોડીની નજીક આવેલ અરિચલ મુનાઈની પણ મુલાકાત લેશે, એવુ કહેવાય છે કે આ સ્થળેથી રામ સેતુનું નિર્માણ થયું હતું. અયોધ્યામાં અભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. હવે માત્ર થોડા જ કલાકો બાકી છે જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થશે. બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઈટાનગરથી હોલોંગી થઈને રવાના થશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
LIVE NEWS & UPDATES
-
સીએમ યોગીએ અયોધ્યામાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લીધી હતી અને આવતીકાલના અભિષેક સમારોહ પહેલાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
-
અયોધ્યામાં શરૂ થઈ હસ્તીઓના આગમનની પ્રક્રિયા, અનેક મોટી હસ્તીઓ પહોંચી અયોધ્યા
અયોધ્યામાં શરૂ થઈ હસ્તીઓના આગમનની પ્રક્રિયા, અનેક મોટી હસ્તીઓ પહોંચી અયોધ્યા
-
-
પીએમ મોદી એરપોર્ટથી હેલિકોપ્ટરથી નહીં પણ કાર દ્વારા રામ મંદિર પહોંચશે
પીએમ મોદીની અયોધ્યા મુલાકાતને લઈને નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. નવા શિડ્યુલ મુજબ પીએમ મોદી હવે એરપોર્ટથી રોડ માર્ગે મંદિર પહોંચશે. પહેલા તેમણે એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા મંદિર પહોંચવાનું હતું.
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ મોદીને પત્ર લખ્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. રાષ્ટ્રપતિએ પીએમ દ્વારા કરવામાં આવતી વિધિને ભગવાનને સંપૂર્ણ સમર્પણનું ઉદાહરણ ગણાવ્યું છે.
-
અમિત શાહ અયોધ્યા નહીં જાય, દિલ્હીના બિરલા મંદિરમાં હાજરી આપશે
અયોધ્યામાં યોજાનાર અભિષેક કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના બિરલા મંદિરમાં હાજર રહેશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઝંડેવાલાન મંદિરમાં હાજર રહેશે અને પ્રાર્થના કરશે.
-
-
શાહનવાઝ હુસૈન પહોંચ્યા લખનઉ, કહ્યું- સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ
અયોધ્યા જવા માટે રવિવારે લખનૌ પહોંચેલા બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે. સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
-
ભગવાન રામ દરેકના છે, જમ્મુ-કાશ્મીર સહિત દરેક જગ્યાએ મંદિરો છેઃ ફારૂક અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે શું રામ માત્ર હિન્દુઓ, આરએસએસ અને બીજેપીના ભગવાન છે? શું રામ માત્ર અયોધ્યામાં જ છે? અને શું તમને ત્યાં જવા માટે આમંત્રણની જરૂર છે? ભગવાન રામ દરેકના છે. જમ્મુ-કાશ્મીર સહિત દરેક જગ્યાએ રામ મંદિરો છે. ભગવાન રામ આપણા હૃદયના દરેક કણમાં વસે છે, પરંતુ આપણે તેમને ઓળખી શકતા નથી.
-
ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં હાટડીયા રામની શોભાયાત્રા પર પથ્થર મારો થયાની ઘટના સામે આવી છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કરાઈ રહેલી ઉજવણીને લઈ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન ખેરાલુ શહેરમાં બેલીમ વાસ વિસ્તારમાં પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા છે.
-
અભિનેતા રજનીકાંત પહોંચ્યા લખનઉ, આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે
અભિનેતા રજનીકાંત શ્રી રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં ભાગ લેવા લખનૌ એરપોર્ટ પહોંચ્યા છે. અહીં તેઓ આવતીકાલે અયોધ્યા કાર્યક્રમ માટે રવાના થશે.
-
અમદાવાદમાં સાયબર ક્રાઈમે, એપ્લિકેશનથી ઓનલાઈન લાઈવ જુગારની નવી એમ ઓ પકડી પાડી
એપ્લિકેશન થકી ઓનલાઈન લાઈવ જુગાર રમાડવાની નવી મોડસ ઓપરેન્ડીને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે. જુગાર રમવા અને રમાડવા સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. ઓનલાઇન લાઈવ જુગાર રમવા માટે GENESIS GAME નામની ખાસ એપ્લિકેશન ડેવલોપ કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય સૂત્રધાર ઉસ્માન ગની લઘાણી વિરુદ્ધ સંખ્યાબંધ કેસ નોંધાયેલા છે. જુગરધારા ના 70 આર્મ્સ એક્ટનો 1, મારામારી રાયોટિંગના પણ અનેક ગુનાઓ ઉસ્માન ગની લઘાણી સામે નોંધાયેલા છે. સાઈબર ક્રાઈમે, એપ્લિકેશનના મુખ્ય ડેવલોપરને પકડવા તજવીજ હાથ ધરી છે.
-
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને હિમાચલ પ્રદેશમાં જાહેર કરાઈ રજા
હિમાચલ પ્રદેશ સરકારે, અયોધ્યામાં ભગવાન રામના અભિષેક સમારોહના અવસર પર 22 જાન્યુઆરીએ રાજ્યમાં જાહેર રજા જાહેર કરી છે.
-
અફઘાનિસ્તાન: બદખ્શાન પ્રાંતમાં એક વિમાન થયું ક્રેશ
અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં એક મુસાફર વિમાન તુટી પડ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો. આ મામલે વધુ માહિતી આવવાની બાકી છે. જો કે કેટલાક અહેવાલો ભારતીય વિમાન હોવાનું જણાવે છે પરંતુ ડીજીસીઆઈએ સ્પષ્ટતા કરી છે કે, અફઘાનિસ્તાનમાં તુટી પડેલ વિમાન ભારતીય એરલાઈન્સનું વિમાન નથી.
DGCA official confirms this is not an Indian plane. A plane that crashed in the mountains of Topkhana alongside the districts of Kuran-Munjan and Zibak of Badakhshan province, was Moroccan registered DF 10 aircraft, as per senior Directorate General of Civil Aviation (DGCA)…
— Tv9 Gujarati (@tv9gujarati) January 21, 2024
-
જમ્મુ-કાશ્મીરમાં પણ આવતીકાલ 22મીએ અડધા દિવસની રજા જાહેર
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના કારણે જમ્મુ-કાશ્મીરમાં અડધા દિવસની સરકારી રજા જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તેમની તમામ કચેરીઓમાં આવતીકાલ 22મી જાન્યુઆરીના રોજ બપોરના 2.30 સુધી રજા જાહેર કરી છે. જેના પગલે, અનેક રાજ્ય સરકારોએ પણ તેમના રાજ્યોમાં સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે.
-
ચોટીલા લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માત, બે લોકોના મોત
ચોટીલા લીંબડી નેશનલ હાઇવે પર ત્રણ ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બલદાણા ગામના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત થતા ઘટના સ્થળે બે લોકોના મોત થયા છે. એક ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
-
ભાજપના ધારાસભ્ય અમિત શાહે SVP હોસ્પિટલ સામે કર્યાં ગંભીર આક્ષેપ
અમદાવાદની SVP હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો ભાજપના જ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિની 50,000 સુધીની સારવાર નિશુલ્ક કરવાની હોય છે, પરંતુ અમદાવાદમાં SVP અને VS હોસ્પિટલમાં આ પ્રકારની સારવાર માટે પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદ ભાજપનાં શહેર પ્રમુખે અમિત શાહે કરી છે.
શનિવારે મળેલી સંકલન સમિતિની બેઠકમાં શહેર પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહે રજૂઆત કરી હતી કે થોડા દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ થયેલ એક વ્યક્તિને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેઓને પહેલા પૈસા ભરવા જણાવ્યું હતું. 45 મિનિટની રકઝક બાદ દર્દી તરફથી 17,000 રૂપિયા ભર્યા હતા. આ કેસમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ આગામી દિવસોમાં આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટે હોસ્પિટલમાં અકસ્માતનાં કેસમાં 50,000 સુધીની સારવાર નિશુલ્ક થાય છે તેવું બોર્ડ લગાવવા તાકીદ કરી હતી.
-
AIIMSમાં આવતીકાલે ઓપીડી સેવાઓ ચાલુ રહેશે
AIIMSમાં આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરીએ OPD સેવાઓ ચાલુ રહેશે. અયોધ્યામાં અભિષેક કાર્યક્રમને કારણે AIIMS એ અડધા દિવસની રજા જાહેર કરી હતી.
-
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ ન્યૂ સનરાઈઝ સ્કૂલને ફટકારી નોટીસ
હરણી તળાવ દુર્ઘટના મામલે DEO દ્વારા ન્યુ સનરાઈઝ સ્કૂલને નોટીસ ફટકારવામાં આવી છે. નોટીસમાં પ્રવાસની મંજૂરી અંગે ખુલાસો પૂછ્યો છે. પ્રવાસ માટે કેમ પરવાનગી ન લીધી તેનો જવાબ આપો તેમ નોટીસમાં જણાવ્યું છે. એક સપ્તાહમાં જવાબ આપવા આદેશ કરાયો છે. પ્રવાસ અંગે DEO કચેરીને અંધારામાં રાખનાર સામે હાથ ધરાશે કાર્યવાહી.
-
22 જાન્યુઆરીએ રજા જાહેર કરવા સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને, આવતીકાલ 22 જાન્યુઆરીને જાહેર રજા જાહેર કરવા બદલ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. આ PILની સુનાવણી આજે થવાની છે. કાયદાનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓએ આ PIL અરજી દાખલ કરી છે.
-
દક્ષિણ પશ્ચિમ ભારતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ
ભારતના દક્ષિણ-પશ્ચિમ પર્વતમાળામાં ભૂકંપના આંચકા આવ્યા છે. આ વિસ્તારમાં 6.2ની તીવ્રતા સાથે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપને લઈને હાલમાં વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
An earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Southwest Indian Ridge today at 3.39 am: National Centre for Seismology
— ANI (@ANI) January 21, 2024
-
ઈંગ્લેન્ડમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની ઉજવણી, ભારતીયોમાં અનેરો ઉત્સાહ
ઈંગ્લેન્ડ ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની ઉજવણી માટે તૈયાર છે. ભારતીય ડાયસ્પોરાના સભ્યો દ્વારા લાડુ તૈયાર કરવામાં આવ્યા છે અને ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહના દિવસે આ લાડુ ભાવિક ભક્તોમાં વહેંચવામાં આવશે. અક્ષત પણ અયોધ્યાથી અહીં પહોંચી ચૂક્યા છે. ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની મૂર્તિઓને ભારતથી લાવવામાં આવેલા નવા વસ્ત્રોથી શણગારવામાં આવી છે. ટુંકમાં સાત સિમાડા પાર પણ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે.
#WATCH | UK: Slough Hindu Temple, England is all set to celebrate the ‘Pran Pratishtha’ ceremony. Laddoos are being prepared by the members of the Indian diaspora and brought to the temple to distribute amongst the devotees on the day of the ‘Pran Pratishtha’ ceremony.
The… pic.twitter.com/BqOqy4kLe9
— ANI (@ANI) January 20, 2024
Published On - Jan 21,2024 7:12 AM





