Gujarat News update : સીબીઆઈની વિશેષ અદાલત આવતીકાલે અતીક અહેમદના પુત્ર ઉમર અંગે ચુકાદો સંભળાવશે
Gujarat Live Updates : આજ 20 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 20 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
સીબીઆઈની વિશેષ અદાલત આવતીકાલે અતીક અહેમદના પુત્ર ઉમર અંગે ચુકાદો સંભળાવશે
સીબીઆઈની વિશેષ અદાલત આવતીકાલે અપહરણ કેસમાં અતીક અહેમદના પુત્ર ઉમર પર ચુકાદો આપશે. ઉમરને સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ વિક્રમ સિંહની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લખનઉના પ્રોપર્ટી ડીલર મોહિત જયસ્વાલના અપહરણ કેસમાં ઉમર અતીકને શુક્રવારે સજા સંભળાવવામાં આવશે.
-
ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં બે નવા ટ્રસ્ટી તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ક્રિષ્ના કુલકર્ણીની સર્વાનુમતે વરણી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષપદે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક યોજાઈ હતી. ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં સામાજિક સમરસતાના હિમાયતી, કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા અને આઈ.આઈ.એમ. કોલકત્તાના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, અને પૂજ્ય ગાંધીજીના પૌત્રી સુમિત્રાબેન કુલકર્ણીના પુત્ર ક્રિષ્ના કુલકર્ણીની ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી
-
-
દિલ્હીમાં કોરોનાને લઈ ચિંતામાં વધારો, એક દિવસમાં 1603 કેસ આવ્યા, 3ના મોત
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણની ઝડપે તણાવમાં વધારો કર્યો છે. દરરોજ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં કોરોનાના 1603 નવા કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ દિલ્હીમાં કોરોનાનો ચેપ દર વધીને 26.75% થઈ ગયો છે.
-
NIAની ટીમ પૂંચ આતંકી હુમલાની તપાસ માટે જમ્મુ જશે
જમ્મુ આતંકી હુમલાને લઈને કેન્દ્રીય તપાસ એજન્સી સક્રિય થઈ ગઈ છે. પુંછમાં સેનાના વાહન પર થયેલા આતંકી હુમલાની તપાસ માટે NIAની ટીમ જમ્મુ જશે. આ ટીમમાં 3 થી 4 સભ્યો હશે, જેઓ આવતીકાલે સવારે ઘટનાસ્થળે પહોંચી પોતાના સ્તરે ઘટનાની તપાસ કરશે. મોટા આતંકવાદી હુમલા પછી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા હેઠળ, કેન્દ્રીય તપાસ એજન્સી તેના સ્તરે ઘટનાની તપાસ કરે છે.
-
કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેની પુત્રી રોડ અકસ્માતનો ભોગ બની, કાર ઝાડ સાથે અથડાઈ
કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેની પુત્રી વંદના કુલસ્તે રોડ અકસ્માતનો શિકાર બની છે. સમાચાર છે કે જબલપુરના ડુમના રોડ પર વંદનાની કાર એક ઝાડ સાથે અથડાઈ છે. વંદના ડુમના એરપોર્ટ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ટાયર ફાટવાને કારણે કાર ઝાડ સાથે અથડાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અકસ્માતમાં વંદના કુલસ્તે સહિત ચાર લોકો ઘાયલ થયા હતા.
-
-
પૂંછમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, એક ઘાયલ
જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં આતંકવાદીઓએ બપોરે સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા જ્યારે એક જવાન ઘાયલ થયો હતો.
-
વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ લોન્ચ થયાના 4 મિનિટમાં જ આકાશમાં ફાટી ગયુ
દુનિયાની સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ વિશે મોટી માહિતી સામે આવી રહી છે. અહેવાલ છે કે સ્પેસ રિસર્ચ કંપની સ્પેસ એક્સ દ્વારા તૈયાર કરાયેલ સ્ટારશિપ રોકેટ તેના લોન્ચિંગ પછી તરત જ વિસ્ફોટ થયો હતો. એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે લોન્ચ થયાના 4 મિનિટ બાદ જ રોકેટમાં વિસ્ફોટ થયો હતો.
-
ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો, આજે નવા 331 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરી ગુજરાતમાં એક દિવસમાં 300થી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 20 એપ્રિલના રોજ ગુજરાતમાં 331 કોરોના કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ મૃત્યુ થયું નથી. આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2042 પર પહોંચ્યો છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2036 દર્દીઓ સ્ટેબલ છે. આજે 380 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે.
-
શાઇસ્તાથી મારો જીવ જોખમમાં છેઃ ઉમેશ પાલની પત્ની
ઉમેશ પાલની પત્નીએ કહ્યું છે કે હવે પણ મારા જીવને શાઇસ્તાથી ખતરો છે. અતીક અહેમદની પત્ની ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી છે અને તે ફરાર છે. તેણે કહ્યું કે મને હજુ પણ ડર લાગે છે. શાઇસ્તા આજે બહાર છે. ક્યાંક ને ક્યાંક તેમનો ડર પણ છે. અતીક જેલમાં હતો ત્યારે તેની પત્ની તમામ કામ કરતી હતી. આજે મારા પતિની હત્યામાં તેનો હાથ હોવો જોઈએ. આજે જો આ આરોપી ત્યાં ન હોત તો તે ભાગી ન શકત. વહીવટીતંત્ર તેનું કામ કરી રહ્યું છે, હું કાર્યવાહીથી સંતુષ્ટ છું.
-
નાસિકમાં આવકવેરાના દરોડા, 50 જગ્યાએ એક સાથે દરોડા
નાસિકમાં આવકવેરાના મોટા દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીના સમાચારો અનુસાર, નાસિકમાં 50 જગ્યાએ આ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાની ઝપેટમાં શહેરના જાણીતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ આવી ગયા છે. કરચોરીના આરોપો.
-
Breaking News : નરોડા ગામ હત્યાકાંડ કેસ 21 વર્ષે આવ્યો ચુકાદો, કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
ગુજરાતમાં વર્ષ 2002માં સર્જાયેલા ગોધરાકાંડ બાદ અમદાવાદમાં થયેલા નરોડા ગામ હત્યાકાંડ મુદ્દે વિશેષ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 28 ફેબ્રુઆરીએ એટલે કે ગોધરાકાંડ બાદના બીજા દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન અમદાવાદના નરોડા ગામ વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનોમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ખાસ SIT કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
-
આવેલા નિર્ણયથી ગાંધી પરિવારનું ગૌરવ તૂટી ગયું – સંબિત પાત્રા
રાહુલ ગાંધીની અરજી ફગાવી દેવાના સુરત કોર્ટના નિર્ણય પર ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીએ OBC સમુદાયનું અપમાન કર્યું છે. આ નિર્ણયથી OBC સમુદાયના લોકો ખુશ છે. ચુકાદાથી ગાંધી પરિવારનું ગૌરવ ચકનાચૂર થઈ ગયું છે.
-
મોદી સરનેમ માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટના ચુકાદાને ભાજપના પૂર્ણેશ મોદીએ આવકાર્યો કહ્યુ- આ સામાજિક અપમાનનો મુદ્દો
મોદી સરનેમને લઈને માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત સેશન્સ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીને સંભળાવાયેલી બે વર્ષની સજા પર સ્ટેની અરજીને સેશન્સ કોર્ટે ફગાવી છે. ત્યારે ફરિયાદી પૂર્ણેશ મોદીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે આ સામાજિક અપમાનનો મુદ્દો છે. ન્યાયપાલિકાની કાર્યવાહીને આવકારીએ છીએ. જે કંઈ કેસ હતો તે મેરિટ પર અમે સાબિત કર્યો છે. આ સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા છે અને તે કોર્ટમાં થઈ રહી છે.
-
અમૃતપાલની પત્ની કિરણદીપ પોલીસ કસ્ટડીમાં, લંડન જવા પર રોક લગાવવામાં આવી
ભાગેડુ અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરને કસ્ટડીમાં લેવામાં આવી છે. કિરણને લંડન જવા પર રોક લગાવવામાં આવી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. અમૃતપાલની પત્ની કિરણદીપ કૌર આજે લંડન જઈ રહી હતી. પોલીસ કિરણપાલને નજરકેદમાં રાખી શકે છે.
-
2014 અને 2109ની જેમ 2024માં પણ જીતીશું: અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ચેન્નાઈમાં કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો 2014 અને 2019ના પરિણામો જેવા જ હશે અને અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની ચૂંટણી જીતીશું જ નહીં, પરંતુ અમારી બેઠકો પણ વધારશું.
-
Gujarat News Live: મોદી સરનેમ માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટના ચુકાદાને ભાજપના પૂર્ણેશ મોદીએ આવકાર્યો કહ્યુ- આ સામાજિક અપમાનનો મુદ્દો
મોદી સરનેમને લઈને માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત સેશન્સ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીને સંભળાવાયેલી બે વર્ષની સજા પર સ્ટેની અરજીને સેશન્સ કોર્ટે ફગાવી છે. ત્યારે ફરિયાદી પૂર્ણેશ મોદીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે આ સામાજિક અપમાનનો મુદ્દો છે. ન્યાયપાલિકાની કાર્યવાહીને આવકારીએ છીએ. જે કંઈ કેસ હતો તે મેરિટ પર અમે સાબિત કર્યો છે. આ સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા છે અને તે કોર્ટમાં થઈ રહી છે.
-
Gujarat News Live: દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવાની વિપક્ષી પાર્ટીઓની માગ, જાણો કારણ
દેશના રાજકારણમાં જાતિ ગણતરીનો મુદ્દો છવાયેલો છે. કોંગ્રેસ, JDU, RJD, NCP, DMK અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માગ કરી છે. કોવિડ – 19 રોગચાળાના કારણે નિયમિત વસ્તી ગણતરીમાં વિલંબને કારણે, જાતિની વસ્તી ગણતરીની નવેસરથી માગ ઉઠી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની કર્ણાટક રેલીઓમાં બે દિવસમાં બીજી વખત જાતિ ગણતરીની માગ કરી છે. કેન્દ્ર સરકારનો આ બાબતે અલગ અભિપ્રાય છે.
-
Gujarat News Live: સિંહની પજવણી કરનાર વ્યક્તિને વન વિભાગે ઝડપ્યો, આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
ગીર સોમનાથમાં વધુ એકવાર મરઘીની લાલચ આપી સિંહની પજવણી થઈ છે. ગીર ગઢડાના બાબરીયા રેન્જ વિસ્તારમાં મૃત મરઘીની લાલચ આપી એક શખ્સ સિંહ દર્શન કરાવતો પકડાયો છે. જો કે આ સિંહ દર્શન કરાવનાર ઇલ્યાસ સહિત સાજીદ નામના શખ્સને વન વિભાગે ઝડપી પાડયા હતા. આ બંન્ને આરોપીને ગીર ગઢડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં કોર્ટેં આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ઈલ્યાસ અગાઉ પણ મરઘી દ્વારા સિંહ દર્શન કરાવતો પકડાયો હતો. ઉલ્લેખનીય છે કે, અનેકવાર મરઘીની લાલચ આપી સિંહ દર્શન કરાવતા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે.
-
Gujarat News Live: ગ્રેડ-પે મુદ્દે કોર્ટમાં કેસ કરવાના નામે 400 શિક્ષકો પાસે 7-7 હજાર ઉઘરાવાનો કેસ, શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા
સુરતમાં ગ્રેડ-પે મુદ્દે કોર્ટમાં કેસ કરવાના નામે 400 શિક્ષકો પાસેથી રૂપિયા 7-7 હજાર ઉઘરાવવાના પ્રકરણમાં શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ સમિતિના અધ્યક્ષે આ મામલે તપાસ કરવાની ખાતરી આપી છે. શિક્ષણ સમિતિમાં 4 હજારથી વધુ શિક્ષકો છે. જેમાંથી 1500થી વધુ શિક્ષકોને ગ્રેડ-પેનો લાભ મળ્યો નથી. જેના કારણે શિક્ષકોને 8થી 12 લાખના એરિયર્સનું નુક્સાન થયું છે.
સુરત શિક્ષણ સમિતિના આ શિક્ષકો કોર્ટમાં કેસ કરવાના હતા. જેના માટે શિક્ષક દીઠ 7 હજાર વસૂલવામાં આવ્યા હતા. કુલ 28 લાખ રૂપિયા એકઠા થયા હતા. આ મામલે શિક્ષકોના જ બે ગ્રૂપમાં ફાંટા પડતાં હવે શિક્ષણ સમિતિના અધ્યક્ષે શાસનાધિકારીને તેની નોંધ મૂકી છે. સાથે જ શિક્ષકોને આ રીતે પૈસા ન ચૂકવવાની અપીલ કરી છે.
-
Gujarat News Live: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કોરોના સંક્રમિત થયા
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કોરોના સંક્રમિત થયા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ડોક્ટરોની ટીમે તેમને આરામ કરવાની સલાહ આપી છે. તેઓ ગુરુવારે દિલ્હીમાં ભારતીય વાયુસેનાના કમાન્ડરોની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા, પરંતુ સંક્રમિત થવાને કારણે તેઓ તેમ કરી શકશે નહીં.
-
Gujarat News Live : માનહાનિ કેસમાં નીચલી કોર્ટે ફટાકારેલી બે વર્ષની સજાને યથાવત રાખતી સેશન્સ કોર્ટ
રાહુલ ગાંધી માનહાનિ કેસમાં નીચલી કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા યથાવત રાખવાનો ચુકાદો સુરતની સેશન્સ કોર્ટે આપ્યો છે. રાહુલ ગાંધી ના વકીલ હાઇકોર્ટ માં અપીલ કરશે.
રાહુલ ગાંધીને લગતા અન્ય સમાચાર વાંચવા ક્લિક કરો.
-
Gujarat News Live : મુંબઈમાં યો યો હની સિંહ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
જાણીતા પોપસિંગર યો યો હની સિંહ અને અન્ય લોકો વિરુદ્ધ અપહરણ કરવા, બંધક બનાવવા અને શારીરિક હુમલો કરવા અંગે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક ઇવેન્ટ કંપનીના માલિક વિવેક રમણે મુંબઈના BKC પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે.
-
Gujarat News Live : રાહુલ ગાંધીએ પડકારેલી બે વર્ષની સજા અંગેના કેસમાં આજે સુરત કોર્ટ સંભળાવી શકે છે ચુકાદો
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત 23 માર્ચે સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસનો આજે ચુકાદો આવી શકે છે.
Modi surname remark: #Surat Court to pronounce verdict today on #RahulGandhi‘s plea against conviction
(File Image) #TV9News pic.twitter.com/XYRQqhsZOl
— Tv9 Gujarati (@tv9gujarati) April 20, 2023
-
Gujarat News Live : 21 વર્ષ બાદ આજે આવી શકે છે નરોડા ગામ હત્યાકેસનો ચુકાદો
ગુજરાતમાં 2002માં ફાટી નિકળેલા રમખાણ દરમિયાન અમદાવાદના નરોડા ગામ ખાતે લઘુમતિ સમુદાયના અગિયાર લોકો માર્યા ગયા હતા. આ કેસમાં અમદાવાદની વિશેષ અદાલત આજે ગુરુવારે ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માયાબેન કોડનાની, બજરંગ દળના અગ્રણી બાબુ બજરંગી, જયદીપ પટેલ એ 86 આરોપીઓમાં સામેલ છે, જેમની સામે આ કેસની સુનાવણી ચાલી રહી છે. નરોડા ગામ હત્યાકાંડ કેસના 86 આરોપીઓમાંથી 18 આરોપીના મૃત્યુ થયા હતા.
2002 Gujarat riots: Special Court to pronounce verdict today in Naroda Gam case#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) April 20, 2023
Published On - Apr 20,2023 7:42 AM