AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મોટા ન્યૂઝ, 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ

Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સ્વૈચ્છિક કરવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મોટા ન્યૂઝ, 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 2:55 PM
Share

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજભવનમાં રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ટ્રસ્ટીમંડળની બેઠક મળી હતી. જેમા આગામી શૈક્ષણિક વર્ષથી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેવાનો નિયમ રદ કરવાનો અને હોસ્ટેલ મરજિયાત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિદ્યાપીઠના કુલપતિ બન્યા બાદ તેમના અધ્યક્ષસ્થાને મંડળની બીજી બેઠક મળી હતી. કુલપતિ અને કુલનાયક ઉપરાંત 14 ટ્રસ્ટી સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાપીઠના અમદાવાદ સહિતના ત્રણેય કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ મરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ષ 2007માં વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાનુ ફરજિયાત કરાયુ

વિદ્યાપીઠ દ્વારા વર્ષ 2007માં વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાનું ફરજિયાત કરાયુ હતુ. આ નિયમને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ પણ ઉઠ્યો હતો અને સમયાંતરે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી. હોસ્ટેલને લઈને અનેક પ્રશ્નો પણ વારંવાર સામે આવતા હતા. અંતે 16 વર્ષ બાદ વિદ્યાપીઠે છાત્રાવાસ સ્વૈચ્છિક રાખવાનો ઠરાવ કર્યો છે. હાલ વિદ્યાપીઠની હોસ્ટેલોમાં 2700 વિદ્યાર્થી છે. મંડળની વિવિધ કામગીરી તથા વ્યવસ્થાકીય બાબતો માટે સમીક્ષા સમિતિની રચના કરી તેના ચેરમેન તરીકે ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલને મુકાયા છે અને સરકાર સમર્થિત અન્ય સભ્ય દિલીપ ઠાકર તથા મંડળના બે જૂના સભ્યોને કમિટીમાં મુકાયા છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠ ગાનનું કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું લોકાર્પણ

સ્થાનિક વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ

ફરજિયાત હોસ્ટેલના નિયમને કારણે અમદાવાદમાં જ રહેતા હોય અને વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ. જેના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડતી હતી. આ નિયમને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને વિના કારણ હોસ્ટેલની ફી ભરી હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ. હવે ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ થતા સ્થાનિક વિદ્યાર્થીઓને મોટી રાહત થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">