19 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ભારત બાદ જાપાનને મળી સફળતા, મૂન સ્નાઈપરે ચંદ્ર પર કર્યું લેન્ડિંગ
આજ 19 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

ગુજરાતના વડોદરામાં હરણી તળાવમાં પ્રવાસે આવેલ વિદ્યાર્થીઓ ભરેલ બોટ ઊંધી પડી હતી. અમિત શાહે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસેથી ફોન પર બોટ દુર્ઘટના અંગે માહિતી લીધી હતી. વડોદરા બોટ અકસ્માતમાં FIR નોંધાઈ, પાંચ લોકોને આરોપી બનાવાયા.
TMC નેતા મહુઆ મોઇત્રાને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે મહુઆ મોઈત્રાની કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા બંગલામાંથી ખાલી કરાવવા પર રોક લગાવવા માટેની વચગાળાની અરજીને ફગાવી દીધી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં અને સારા માર્કસ અથવા રેન્કની ગેરંટી જેવા ભ્રામક વચનો આપી શકશે નહીં. દેશને લગતા દરેક મોટા સમાચાર મેળવો અને વિશ્વ અહીં. અપડેટ વાંચો…
LIVE NEWS & UPDATES
-
ભારત બાદ જાપાનને મળી સફળતા
જાપાનના મૂન મિશન સ્નેપરનું લક્ષ્ય ચંદ્રના શિઓલી ક્રેટરની તપાસ કરવાનું છે. તે ચંદ્રના સી ઓફ નેક્ટર છે. આ ભાગમાં, ચંદ્રની રચના કેવી રીતે થઈ સ્નાઈપર તેની તપાસ કરશે. અહીંના ખનિજોની તપાસ કરીને આપણે ચંદ્રની રચના અને તેના આંતરિક ભાગો વિશે માહિતી મેળવશે.
-
પહેલીવાર 11 મહિલાઓને સુપ્રીમ કોર્ટમાં મળશે મોટી જવાબદારી
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં નવો ઈતિહાસ સર્જાયો હતો. પહેલીવાર સુપ્રીમ કોર્ટે એક સાથે 11 મહિલા વકીલોને સિનિયર એડવોકેટનો દરજ્જો આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં કુલ 56 વકીલોને વરિષ્ઠ વકીલોનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જેમાં 11 મહિલાઓનો સમાવેશ થાય છે.
-
-
શિક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે શિડ્યુલ 8માં સમાવિષ્ટ ભાષાઓમાં અભ્યાસ સામગ્રી મળશે
શિક્ષણ વિભાગે શુક્રવારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, શાળા અને ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમોની અભ્યાસ સામગ્રી બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ ભારતીય ભાષાઓમાં ડિજિટલી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
-
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી
અયોધ્યા રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહને ધ્યાનમાં રાખીને, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દેશભરમાં તેની તમામ ઓફિસોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે.
-
દિલ્હી યુનિવર્સિટી 22 જાન્યુઆરીએ બંધ રહેશે
દિલ્હી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને ડીયુમાં 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યે રજા રહેશે. જામિયા પણ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે.
-
-
વડોદરા બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 6 આરોપીઓ સકંજામાં, 18 લોકો સામે ગુનો નોંધાયો
વડોદરાની હરણી નદીમાં 2 શિક્ષકો અને બાળકો સહિત 14 લોકોના મોતની ઘટનાએ હૈયા હચમચાવી દીધા છે, ત્યારે હવે તંત્રએ જવાબદારો સામે કડક પગલાં લેવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના સૂત્રો મુજબ, અત્યાર સુધી કુલ 6 આરોપીને ઝડપી લેવાયા છે. જેમાંથી અગાઉ લેક ઝોનના મેનેજર, બોટ ચલાવનાર અને બોટ સેફ્ટી સંબંધિત 3 લોકો પકડાયા હતા. તો, હવે કોન્ટ્રાક્ટ કંપનીના 3 ડાયરેક્ટરોને ઝડપી લેવાયા છે.
-
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા સીએમ યોગી આદિત્યનાથે સંતો સાથે મુલાકાત કરી
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગેસ્ટ હાઉસમાં સંતો સાથે મુલાકાત કરી હતી. અયોધ્યામાં અભિષેક સમારોહની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
-
અશોક ગેહલોત ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા છે. ગેહલોત ઈન્ડિયા એલાયન્સની સંકલન સમિતિના સભ્ય પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે બેઠકોને લઈને પણ વાતચીત થઈ શકે છે.
-
અયોધ્યા રામલલાની પહેલી સંપૂર્ણ તસવીર આવી સામે
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાના અભિષેક પહેલા ભગવાન રામનો અલૌકિક ચહેરો પ્રકાશમાં આવ્યો છે. આ પહેલા, રામ મંદિરમાં આવતા અઠવાડિયે 22 જાન્યુઆરીએ યોજાનાર અભિષેક સમારોહ પહેલા, ગુરુવારે બપોરે રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની નવી મૂર્તિ મૂકવામાં આવી હતી.
-
હરણી હોનારતને મુદ્દે વડોદરા વકીલ બાર એસોસિએશનનો મોટો નિર્ણય, આરોપી ફેવરમાં કોઈ કેસ નહિ લડે
વડોદરા શહેરના હરણી લેકની ગોજારી ઘટનામાં 12 માસુમ બાળકો સહિત બે શિક્ષકોના મોત થયા છે. જે બાદ આજે વડોદરા વકીલ બાર એસોસિએશન દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે કોઈપણ વકીલ આરોપી ફેવરમાં કેસ નહિ લડે તેમજ આરોપી સાથે જો કોઈ વકીલ કેસ લડશે તો તેની સામે એક્શન લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે .
-
વડોદરામાં બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં, DEOએ શાળા પાસે મંગાવી પ્રવાસની વિગતો
વડોદરામાં બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યો છે. DEOએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે પ્રવાસની વિગતો મંગાવી છે. શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે પિકનિકની મંજૂરી મેળવી હોય તો તે કાગળ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે. સ્કૂલ પાસેથી પ્રવાસ માટે ક્યા શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની પણ માહિતી માગી હતી. તેમજ DEOએ કહ્યુ કે સ્કૂલના શિક્ષકો સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે.
-
ગાંધીનગર કોર્પોરેશનનું વર્ષ 2024 – 25 માટે 1247 કરોડ નું રજુ થયું ડ્રાફ્ટ બજેટ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આજે નાણાંકીય વર્ષ 2024-25 માટે રૂપિયા 1247 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર કર્યું છે. કોઈ વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો નથી. મહાનગરપાલિકાની કામગીરી કેસ લેશ બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો. ગાંધીનગરના વિવિધ રોડને આઇકોનીક સુવિધાઓ સાથે બનાવવા આવશે. મુખ્ય માર્ગો સહિત સર્વિસ રોડની સુવિધાઓ વધારવામા આવશે. ફાટક મુક્ત ગાંધીનગર માટે ઝુંડાલ ,ખોરજથી સરખેજ ગાંધીનગર હાઇવે જોડતો રેલવે બ્રિજ મંજુર કરવામાં આવ્યો છે.
-
હરણી હોનારતના આરોપીઓ માટે વડોદરાના કોઈ વકીલ કેસ નહી લડેઃ બાર એસો.
વડોદરા શહેરના હરણી તળાવની દુર્ઘટનામાં 12 માસુમ બાળકો સહિત બે શિક્ષકોના મોતની ઘટનાને લઈને વડોદરા બાર એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે. આજે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોઈપણ વકીલ આરોપી ફેવરમાં કેસ નહિ લડે તેવી જાહેરાત કરાઈ છે. માત્ર વડોદરા જ નહીં પરંતુ વડોદરાની બહારના પણ કોઈ પણ વકીલ આરોપીઓ સામે કેસ લડશે તો શાખી નહીં લેવાય તેમ પણ જણાવાયું છે. હોનારતમાં ભોગ બનેલા નાના ભૂલકાને સ્મરણાંજલી આપવા માટે આવતીકાલ શનિવારે બપોરે 2:00 વાગ્યે શોક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
-
ન્યૂ સનરાઈઝ સ્કૂલે, પ્રવાસ બાબતે DEO કચેરીમાંથી નહોતી મેળવી મંજૂરી !
હરણી હોનારતમાં વડોદરાના શિક્ષણાધિકારીએ મોટો ખુલાસો કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે કે, ન્યૂ સનરાઈઝ સ્કૂલે બાળકોના પ્રવાસ અંગે DEO કચેરી પાસે કોઈ મંજૂરી મેળવી નહોતી. પ્રવાસની મંજૂરી મેળવી હોય તો, જરુરી કાગળ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સ્કૂલના શિક્ષકો સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરાશે. જો કે સ્કુલની માન્યતા રદ કરવા બાબતે જિલ્લા શિક્ષણાધિકારીએ ઈન્કાર કર્યો હતો.
-
હુતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં અમેરિકાના વધુ એક જહાજ પર કર્યો હુમલો
હુતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં વધુ એક જહાજ પર હુમલો કર્યો છે. ત્રણ દિવસમાં આ ત્રીજા જહાજ ઉપર હુતી બળવાખોરોએ હુમલો કર્યો છે. CHEM RANGR નામનું અમેરિકન જહાજ માર્શલ ટાપુઓનો ધ્વજ લઈને જઈ રહ્યું હતું. હુતી બળવાખોરોએ જહાજ પર બે બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો.
-
બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોત તો… PM મોદી ભાવુક થયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે હતા, જ્યાં તેમણે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આજે પીએમ આવાસ યોજના હેઠળ સૌથી મોટી સોસાયટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ જોઈને હું ઈચ્છું છું કે મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોત…
આટલું કહીને પીએમની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ થોડીક સેકન્ડ માટે મૌન રહી ગયા. આ પછી પીએમ મોદીએ ગૂંગળાવતા સ્વરે વધુમાં કહ્યું કે જ્યારે હું આ વસ્તુઓ જોઉં છું ત્યારે મને એટલો સંતોષ થાય છે કે હજારો પરિવારોના સપના સાકાર થઈ રહ્યા છે. આ તેમની સૌથી મોટી સંપત્તિ છે.
-
હવે ગોમતીઘાટ-શિવરાજપુરમાં લાઈફ જેકેટ વિના બોટ ચલાવવા ફરમાવાઈ મનાઈ
વડોદરાની ઘટના બાદ દ્વારકાનું પોલીસ તંત્ર જાગ્યું છે. દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ તથા શિવરાજ પુર બીચ પર પોલીસે સ્પીડ બોટ ચાલકોને સૂચનાઓ આપી છે. જેમાં જણાવ્યું છે કે, લાઇફ જેકેટ વગર બોટ ચલાવવા મનાઈ ફરમાવાઈ છે. વડોદરાના હરણી તળાવની દુર્ઘટના બાદ, પોલીસ વિભાગ હરકત મા આવ્યું પણ અન્ય જવાબદાર તંત્ર મૌન છે. ગોમતી ઘાટ તથા શિવરાજ પુર બીચ પર સ્પીડ બોટ ચાલકોને બોલાવી સૂચનાઓ આપવામાં આવી છે.
-
સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો
સુરતની કોર્ટે, વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના લડાયક નેતા હાર્દિક પટેલને નિર્દોષ ઠરાવ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં રેલીમાં ઉગ્ર ભાષણ આપવા અને રેલીની પરવાનગી અંગેના કેસમાં કોર્ટે નિર્દોષ ઠરાવ્યો છે.
-
બોટ સંચાલકની મનમાની એ લીધો શિક્ષકો અને બાળકોનો ભોગ – શાળા સંચાલકે કર્યો દાવો
વડોદરામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ મોટો દાવો કરતા કહ્યું છે કે, હરણી હોનારત માટે બોટ સંચાલક જવાબદાર છે. શિક્ષકોએ વધુ વિદ્યાર્થીઓને બેસાડવા માટે ના પાડી હોવા છતા, બોટ સંચાલકોએ વધુ વિદ્યાર્થીઓને બોટમાં બેસાડયા હતા. બોટ સંચાલકની મનમાની એ લીધો શિક્ષકો અને બાળકોનો ભોગ. બોટ સંચાલકોની સામે સ્કૂલ સંચાલકો પણ અલગથી કરશે કાર્યવાહી. પ્રવાસ પહેલા શાળા સંચાલકોએ ફન ટાઇમ એરેના પ્રોજેક્ટ મેનેજર સાથે કરી હતી બેઠક.
-
હરણી હોનારતના પગલે, બેટ દ્વારકા જતી બોટમાં યાત્રિકોને ફરજિયાત લાઇફ જેકેટ પહેરાવાયા
વડોદરાની ગોઝારી હરણી હોનારતના પગલે, બેટ દ્વારકા જતી બોટમાં યાત્રિકોને ફરજિયાત લાઇફ જેકેટ પહેરાવાયા છે. યાત્રાધામ બેટ જતી ફેરી બોટ સર્વિસ મા યાત્રિકોને ફરજિયાત લાઇફ જેકેટ પહેરાવાયા. આજ દિવસ સુધી લાઇફ જેકેટ પહેરાવવા નિયમોનો થતો હતો સરેઆમ ઉલ્લઘન. થોડા દિવસો પહેલા 19 જેટલી બોટ ચાલકોનાં લાયસન્સ રદ કરી ગુજરાત મેરીટાઈમ બોર્ડે કરી હતી કાર્યવાહી. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ અને ફેરી બોટનાં ચાલકો રહી રહી ને જાગ્યા.
-
ધારાસભ્ય હાર્દિક પટેલ સુરત કોર્ટમાં થશે હાજર, આજે આવી શકે છે ચુકાદો
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ, આજે સુરત કોર્ટમાં હાજર થશે. સરથાણા પોલીસ દ્વારા રેલીની પરમિશનના ભંગ બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ હતો કેસ. ગુના સંબંધિત કોર્ટ દ્વારા પુરાવો તથા બંને પક્ષોની દલીલો પૂર્ણ કરાઈ છે. આજે સંભવિત ચુકાદો આવી શકે છે.
-
હરણી હોનારતમાં મૃત્યું પામેલા 14માંથી 11 મૃતકના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયા
હરણી તળાવમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોના મોતની ઘટના ઘટી હતી. જેમાં કુલ 14 મૃતકનું પીએમ કરવામાં આવ્યું છે. આખી રાત મૃતકના પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 11 મૃતકના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. હજી 3 મૃતકોના મૃતદેહ પીએમ રૂમમાં રહ્યાં છે. એક મહિલા શિક્ષક અને બે વિદ્યાર્થીના મૃતદેહ પીએમ રૂમમાં છે. ટૂંક સમયમાં આ ત્રણેય મૃતકના મૃતદેહ પણ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
-
રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ગુજરાતના વિવિધ સંતો આજથી પહોંચશે અયોધ્યા
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના 80થી વધુ વિવિધ સાધુ, સંત, મહંતને આમંત્રણ મળ્યું છે. આજથી ગુજરાતના વિવિધ સાધુ, સંત, મહંત પહોચશે અયોધ્યા. સવારે 10 કલાકે પ્રથમ ફ્લાઇટથી સંતો થશે રવાના.
-
ઉતર ગુજરાતના કોંગ્રેસના એક ધારાસભ્ય આજે આપી શકે છે રાજીનામું
લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે, ગુજરાતમાં આયારામ ગયારામ ચાલુ છે. ગુજરાત રાજકારણના મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. કોંગ્રેસમાં ફરી એક વાર ભંગાણ સર્જાશે. કોંગ્રેસના એક સિનિયર ધારાસભ્ય આજે આપી શકે છે રાજીનામું. ઉત્તર ગુજરાતના એક ધારાસભ્ય કોંગ્રેસ સાથે છેડો ફાડશે.
-
વડોદરા હરણી તળાવ હોનારત અંગે 18 સામે ગુનો દાખલ
વડોદરાના હરણી તળાવ હોનારત અંગે પોલીસે કુલ 18 લોકો સામે ગુનો નોધ્યો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો હરણી પોલીસ મથકે દાખલ કરાયો છે. આરોપીઓ સામે ઇ.પી.કો.કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો દાખલ કરાયો છે. આ દુર્ઘટનામાં 12 બાળકો, બે શિક્ષિકાઓના મોત થયા છે.
Published On - Jan 19,2024 7:21 AM





