Gujarati Video : વડોદરામાં રિલ્સ બનાવવાની ઘેલછામાં નબીરાઓએ રસ્તા પર કર્યા જોખમી સ્ટંટ, પોલીસે ex.MLAનાં લખાણ વાળી કાર જપ્ત કરી, 5ની અટકાયત

Gujarati Video : વડોદરામાં રિલ્સ બનાવવાની ઘેલછામાં નબીરાઓએ રસ્તા પર કર્યા જોખમી સ્ટંટ, પોલીસે ex.MLAનાં લખાણ વાળી કાર જપ્ત કરી, 5ની અટકાયત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 1:32 PM

જીવ જોખમમાં મૂકી રિલ્સ બનાવી ફેસમ થવાનું જાણે હવે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ અનેક જોખમી રીતે સ્ટંટ કરતા વાયરલ વીડિયો સામે આવે છે. ત્યારે વડોદરામાં ફરી આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

Vadodara : જીવ જોખમમાં મૂકી રિલ્સ બનાવી ફેસમ થવાનું જાણે હવે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ અનેક જોખમી રીતે સ્ટંટ કરતા વાયરલ વીડિયો સામે આવે છે. ત્યારે વડોદરામાં ફરી આવો જ એક વીડિયો સામે આવ્યો છે. પ્રથમ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નબીરાઓએ પોતાનો જીવ તો જોખમમાં મૂક્યો જ, સાથે સાથે અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો છે.

આ પણ વાંચો : Vadodara: વિદ્યાર્થીનીઓને અશ્લિલ વીડિયો બતાવનાર પાદરાની પ્રાથમિક શાળાનો આચાર્ય સસ્પેન્ડ, શિક્ષણાધીકારીની કાર્યવાહી

સ્વતંત્રતા દિવસના રોજ 5થી 6 કાર ચાલકોએ રિંગ રોડ પર જોખમી સ્ટંટ કર્યાં હતા. નબીરાઓએ જોખમી રીતે વાહનોને ઓવરટેક કર્યા હતા. તેમજ કારની બહાર નીકળી સીનસપાટા કર્યા હતા. રીલ્સની ઘેલછામાં રોડ પર જોખમી સ્ટંટ કરનારા પોલીસના સકંજામાં આવી ગયા છે. તો પોલીસે ex.MLAનું લખાણ લખેલી એક કારને પણ કબ્જે કરી છે.

TV9એ આ અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર દોડતું થયું હતું. અને બાપોદ પોલીસે રફતારબાજો સામે IPC 279, 184 કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે 5 લોકોની અટકાયત કરી જેમાં 3 સગીરનો પણ સમાવેશ છે. પોલીસે જપ્ત કરેલી કારમાં ex.MLAનાં લખાણ મુદ્દે જણાવ્યું કે આ પ્લેટ માત્ર સ્ટેટસ ઉભું કરવા ખોટી રીતે લગાવાઈ હતી.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">