18 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : બ્રિટનમાં બોલ્યા ટ્રમ્પ, ભારત અને પીએમ મોદી મારી ખૂબ જ નજીક છે, અમારી વચ્ચે સારી મિત્રતા છે
આજે 18 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 18 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
બ્રિટનમાં બોલ્યા ટ્રમ્પ, ભારત અને પીએમ મોદી મારી ખૂબ જ નજીક છે, અમારી વચ્ચે સારી મિત્રતા છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પીએમ મોદી અંગે વધુ એકવાર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “ભારત અને પીએમ મોદી મારી ખૂબ જ નજીક છે. અમારી વચ્ચે સારી મિત્રતા છે.” તેમણે બ્રિટનમાં પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી.
-
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનિજ વહન કરતા 11 ડમ્પર ઝડપાયા
સુરેન્દ્રનગર ગેરકાયદે ખનિજ વહન કરતા 11 ડમ્પર ઝડપાયા છે. લીંબડી-રાજકોટ હાઇવે પર ફ્લાઇંગ સ્કોડની ટીમના દરોડા દરમિયાન આ ડમ્પરો ઝડપાયા હતા. ડમ્પરના માલિકોને ફ્લાઇંગ સ્કોડ રૂપિયા 22 લાખનો દંડ ફટકાર્યો છે.
-
-
અનિરુદ્ધસિંહને પોપટ સોરઠિયા હત્યા કેસમાં હાજર થવા એક સપ્તાહનો સુપ્રીમ કોર્ટે આપ્યો સમય
અનિરુધ્ધસિંહને સુપ્રીમ કોર્ટે આપી રાહત. આજે અનિરુધ્ધ સિંહ થવાના હતા હાજર. પોપટ સોરઠિયા કેસમાં આજે સરેન્ડર થવાના હતા. સુપ્રીમ કોર્ટે એક સપ્તાહનો આપ્યો સ્ટે ઓર્ડર
-
દેવાયત ખવડને અમદાવાદ – સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં પ્રવેશવાની શરતે મળ્યા જામીન
દેવાયત ખવડના જામીન મંજૂર થયા. વેરાવળ કોર્ટ આપ્યા શરતી જામીન. દેવાયત ખવડને 1 લાખનાં બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અન્ય આરોપીને 25 હજારના બોન્ડ પર જામીન મળ્યાં છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ 2 જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.
-
ડીસા APMCના પૂર્વ ચેરમેન ગોવા રબારી સામે 4 કરોડના ભ્રષ્ટાચારનો કેસ ચાલુ રહેશે
બનાસકાંઠાના ડીસા APMCના પૂર્વ ચેરમેન ગોવા રબારીને હાઈકોર્ટનો ઝટકો. વર્ષ 2015માં થયેલા 4 કરોડથી વધુના ભ્રષ્ટાચાર કેસ ફરીથી ચાલુ રહેશે. સરકાર દાવો પરત ખેંચવા માગતી હતી, પરંતુ હાઈકોર્ટએ દાવો યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ બાદ હવે હાઈકોર્ટનો આદેશ ગોવા રબારીની મુશ્કેલીમાં વધારો કરશે.
-
-
લાંબા વિરામ બાદ વડોદરાના શિનોરમાં વરસ્યો વરસાદ
લાંબા વિરામ બાદ વડોદરાના શિનોરમાં વરસાદ વરસ્યો છે. શિનોર સહિત તાલુકા પંથકના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. શિનોરમાં ગાજવીઝ સાથે વરસાદ વરસ્યો હતો. શિનોર, સાધલી, તેરસા, કુક્સ, અવાખલ સહિત ગામડાઓમાં વરસાદ નોંધાયો છે. શિનોરમાં વર્તમાન ચોમાસાનો કુલ 40.70 ઇંચ વરસાદ નોંધાયો છે.
-
સુરતના સરોલીમાં ગળાફાંસો ખાઈ લેનાર મોડલના પ્રેમીની પોલીસે કરી ધરપકડ
સુરતના સરોલીમાં મોડેલે આત્મહત્યા કરી લીધી હતી. જેના ચાર મહિના બાદ, પોલીસે મૃતક મોડલના પ્રેમી મહેન્દ્ર રાજપૂતને ઝડપી પાડ્યો છે. 19 વર્ષીય મોડેલ સુખપ્રિત કૌરે પ્રેમી મહેન્દ્રના ત્રાસથી આત્મહત્યા કરી હતી. પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પ્રેમીના ત્રાસ વિશે ઉલ્લેખ કરાયો હતો. સુખપ્રિતે સબંધ તોડી નાખ્યા બાદ પ્રેમી મહેન્દ્ર ત્રાસ આપતો હતો. જેથી મોડેલ સુખપ્રિતે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
-
દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાઈને પાંચ દિવસના મળ્યા શરતી જામીન
બળાત્કાર કેસમાં સુરત જેલમાં બંધ નારાયણ સાંઈને હાઇકોર્ટની વચગાળાની રાહત આપી છે. નારાયણ સાઈના વકીલે 45 દિવસના હંગામી જામીન માટે કરી હતી અરજી. ગુજરાત હાઇકોર્ટ નારાયણ સાઈના પાંચ દિવસના હંગામી જામીન કર્યા મંજૂર. હૃદય બીમારીથી પોતાની માતા બીમાર હોવાની રજૂઆતને લઈને માંગ્યા હતા જામીન. બીમાર માતા સિવાય અન્ય કોઈ વ્યક્તિને ના મળવાની શરતે હાઇકોર્ટે આપ્યા જામીન. આસારામના સમર્થક અને આશ્રમના કોઈ વ્યક્તિની મુલાકાત નહીં કરી શકે નારાયણ સાંઈ.
-
જૂનાગઢના શેરયાજ દરિયાકાંઠે હોડીમાંથી મળ્યો વિદેશી દારુનો જથ્થો
જૂનાગઢના શેરયાજ દરિયાકાંઠે હોડીમાંથી દારૂનો જથ્થો મળ્યો. હોડીમાંથી દારૂનો જથ્થો મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ પોલીસની ટીમો એક્શનમાં આવી ગઈ છે. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે તપાસ શરૂ કરી છે. બીનવારસી હાલતમાં મળેલા દારૂ મુદ્દે તપાસ શરૂ કરાઈ છે.
-
ઈડર માર્કેટ યાર્ડમાં 12 કર્મચારીઓની ભરતી રદ કરવાનો ખેતી નિયામકે કર્યો આદેશ
સાબરકાંઠાના ઈડર માર્કેટ યાર્ડમાં ભરતીનો વિવાદ સર્જાતા ખેતબજાર નિયામકે ભરતી રદ કરતો હુકમ કર્યો છે. ઈડર માર્કેટ યાર્ડમાં 12 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. ભરતીમાં સગાવાદ ચલાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. ભરતીની પ્રક્રિયા વિવાદમાં આવતા સહકાર રજીસ્ટ્રારે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ હવે રાજ્ય નિયામકે ભરતી અને તેને લગતા કરાયેલ ઠરાવ રદ કરવા હુકમ કર્યો છે.
-
અમદાવાદના દસક્રોઈ મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો
અમદાવાદના દસક્રોઈ મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો. 15 હજારની લાંચ લેતા પરાગ બારોટ ઝડપ્યો છે. ઉંદરેલ ગામની જમીનમાં ભાઈનો હક્ક કમી કરવા અરજદારે કરી હતી અરજી. હક્ક કમીની કાચી નોંધ પ્રમાણિત કરવા માટે ગયા હતા અરજદાર. પરાગ બારોટે કામ માટે 25 હજાર માંગી અંતે 15 હજાર લેવાનું નક્કી કર્યું. ACB માં અરજી થતા ટ્રેપ ગોઠવી દસક્રોઈ મામલતદાર કચેરીમાંથી પરાગ બારોટને ઝડપ્યો હતો.
-
ઔડાના હદમાંથી બોળ ગામને દૂર કરવા ગ્રામ્યજનોની રજૂઆત
સાણંદના બોળ ગામના લોકોએ ઔડાના ચેરમેનને બોળ ગામ ઔડાની હદમાંથી કાઢી નાખવા રજૂઆત કરી છે. ગ્રામ લોકો એ 400 મીટર જગ્યાનો ભાવ નક્કી કર્યો હતો. જેમાં કોઈપણ હસ્ત ક્ષેપ ના કરવા અને ગામ ના લોકો માટે જગ્યા છોડવાનું નક્કી કર્યું હતું. જે બાદ ઔડા 400 આપવાની ના પાડી. બોળ ગામ ઔડામાં છેલ્લા 17 વર્ષથી હોવા અંગે ગ્રામજનો પણ અજાણ છે. લીગલ જગ્યામાં ગામના સર્વે નબર ઉપર ઔડા એ સીલ માર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. હાલ 500 કરતા વધુ ઘરોના લોકો બેઘર થતા રોડ ઉપર આવ્યા છે. જો ન્યાય નહી મળે કલેક્ટર અને સી એમ રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે.
-
અમરેલીના બાબરાના ચમારડી ગામે નદીના પટમાં કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પડાયુ
અમરેલીના બાબરાના ચમારડી ગામે ડિમોલેશન હાથ ધરાયુ છે. ચમારડી ગામમાં નદીના વહેણમાં બાંધકામ થતા 5 મહિનાઓથી થતી હતી ફરિયાદો. મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદનું આવ્યું નિરાકરણ. ચમારડી ગામની નદીના વહેણમાં થયેલ બાંધકામ દૂર કરાયું. જેસીબી વડે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત તળે ડિમોલેશન હાથ ધરાયું.
-
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ફરતે 48 કિલોમીટરનો બનશે રિંગરોડ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાજ્ય સરકારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની અમલવારી કરી છે. આ માટે નક્શા પણ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હિંમતનગર શહેરના ફરતે 48 કિલોમીટર લાંબો રિંગરોડ નિર્માણ કરવા સાથે અનેક સુવિધાઓ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન હવે કેટલાક લોકો દ્વારા વિરોધના સુર વ્યક્ત કરવા ખોટા ભ્રમ ફેલાવતા હોવાને લઈ જિલ્લા પ્રશાસન દ્વારા સ્પષ્ટતાઓ જાહેર કરવામાં આવી છે.
-
ધારાસભ્ય ગુલાબસિંહે ખેતીવાડી કચેરીની લીધી આકસ્મિક મુલાકાત, જાત તપાસમાં બિયારણનો જથ્થો ખેડૂતોને વિતરણ કર્યા વિના પડ્યો રહ્યાનું જણાયું
મહીસાગર જિલ્લાના લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે લુણાવાડા ખેતીવાડી કચેરીની આકસ્મિક મુલાકાત લઈને જાત તપાસ કરી હતી. ધારાભ્યની તપાસમાં ખેડૂતોને બિયારણ તરીકે આપવાનો તુવેરનો જથ્થો મળી આવ્યો છે. લાલ તુવેરનો જથ્થો એપ્રિલ મહિનામાં ખેડૂતોને આપવાનો હતો. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે જથ્થો ઝડપી અધિકારીઓની કરી ઉલટ તપાસ. સરકાર દ્વારા ખેડુતોને આપવામાં આવતો બિયાંરણનો જથ્થો ખેડૂતોને આપ્યા વગર ખેતીવાડી કચેરીમાં વિતરણ કર્યા વગર પડી રહ્યાનો ધારાસભ્યે આક્ષેપ કર્યો છે. સરકાર એક બાજુ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે અને અહીંયા અધિકારીઓ ખેડૂતોને જાણ પણ નથી કરતા, જેના કારણે જે ખેડૂતોને મળવા પાત્ર જથ્થો છે તે તેમને મળતો નથી.
-
કિંજલ દવે આ નવરાત્રીમાં નહી ગાઈ શકે ચાર ચાર બંગડી વાળુ ગીત
ચાર ચાર બંગડીવાળા ગીતના કોપી રાઇટ વિવાદનો મામલે હાઈકોર્ટે આદેશ આપ્યો છે. સિંગર કિંજલ દવે આ નવરાત્રિમાં નહીં ગાઈ શકે ચાર ચાર બંગડીવાળું ગીત. ગુજરાત હાઈકોર્ટે ચાર ચાર બંગડીવાળું ગીત ગાવા પર 8 અઠવાડિયા સુધીનો સ્ટે. આપ્યો છે. કોપીરાઇટનો કેસ કરનાર કંપની રેડ રિબને ઉપલી કોર્ટમાં અપીલમાં જવાની રજૂઆત કરતા હાઈકોર્ટે આપ્યો છે સ્ટે. વર્ષ 2019માં રેડ રિબન એન્ટરટેનમેન્ટ દ્વારા સિવિલ કોર્ટમાં કરાયો હતો દાવો.
-
દૂધધારા ડેરીની ચૂંટણી લડનારાઓમાં જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે- સાંસદ મનસુખ વસાવા
દૂધધારા ડેરીની ચૂંટણી બાબતે સાંસદ મનસુખ વસાવાનું ફરી એક વાર ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું છે કે, જેની પાસે સૌથી વધારે પૈસા હશે તે જીતશે. દુધધારા ડેરીની ચૂંટણી ધારાસભ્ય અરુણસિંહ રણા અને નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વચ્ચે અસ્તિત્વના જંગ સમાન છે ચૂંટણી. આવતીકાલે ડેરીની મેનેજિંગ કમિટીની ચૂંટણી માટે મતદાન યોજાશે.
-
પોપટ સોરઠિયા હત્યા કેસના ગુનેગાર અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર કરે તેવી સંભાવના
જુનાગઢ સેન્ટ્રલ જેલ બહાર પોલીસનો ખડકલો ખડકાયો છે. પોપટ સોરઠિયા હત્યા કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર કરે તેવી શક્યતા રહેલી છે. જુનાગઢ જિલ્લા જેલમાં સરેન્ડર કરે તેવી શક્યતાને પગલે, જિલ્લા જેલ બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
-
નરેન્દ્ર મોદી 20મીએ ભાવનગરની મુલાકાતે
નરેન્દ્ર મોદી 20મીએ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. રાજ્યમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20મી સપ્ટેમ્બરના રોજ ભાવનગરની મુલાકાત લેવાના છે. જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન ભાવનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેનાથી સમગ્ર જિલ્લા અને રાજ્યને લાભ થશે.
-
વરસાદી આફતથી સુઈગામના નેસડા ગોલપ ગામની ગૌશાળામાં 40 ગાયના મોત
બનાસકાંઠાના સુઈગામ તાલુકા વરસાદી આફત બાદ ગૌશાળાઓની હાલત દયનીય બની છે. નેસડા ગોલપ ગામમા આવેલ ગૌશાળાના સંચાલકોએ સરકારને અપીલ કરી છે. વરસાદી આફતમાં ગૌશાળામાં 40 થી વધુ ગાયોના મૃત્યુ થયાં છે. 400 થી વધુ ગાયો ગૌશાળામાં હોવાથી નિભાવ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. સરકાર ગૌશાળાઓને સહાય રૂપી મદદ કરે તેવી ગૌશાળાનાં સંચાલકોની માંગ છે.
-
રાહુલ ગાંધીનો ગુજરાતનો કાર્યક્રમ થયો રદ
રાહુલ ગાંધીનો ગુજરાતનો કાર્યક્રમ રદ થયો છે. જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરનો કાર્યક્રમ રદ થયો છે. દિલ્લીમાં ખરાબ વાતાવરણના કારણે ઉડાન શક્ય ન બની. રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવાની હતા.
-
રાહુલ ગાંધીએ વોટ ચોરીના પુરાવા રજૂ કર્યા
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર મત ચોરીના મુદ્દા પર સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અનેક આરોપો લગાવ્યા. તેમણે મત કેવી રીતે કાઢી નાખવામાં આવ્યા તેની વિગતવાર રજૂઆત કરી. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના મતદારો કાઢી નાખવામાં આવી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ભારતીય લોકશાહીનો નાશ કરનારાઓનું રક્ષણ કરી રહ્યા હતા. રાહુલે મત કાઢી નાખવાના પુરાવા પણ રજૂ કર્યા.
-
સુરત: લાજપોર જેલમાં આરોપીનો આપઘાત
સુરત: લાજપોર જેલમાં આરોપીએ આપઘાત કર્યો છે. હત્યાનાં આરોપીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું. જેલમાં હાઈ સિક્યુરિટી ઝોનમાં આરોપીને રખાયો હતો. 2017થી હત્યાનાં ગુનામાં આરોપી જેલમાં બંધ હતો. આરોપીનાં પરિજનોએ આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની તપાસ કરવા અને CCTV જાહેર કરવા પરિજનોની માગ છે.
-
બોટાદઃ ઝોલાછાપ ડૉક્ટરનો પર્દાફાશ
દર્દ ગમે તેટલું કઠિન હોય પરંતુ દર્દી પાસે એક આશ્વાસન હોય કે હોસ્પિટલ પહોંચીશું એટલે સારવાર થશે અને રાહત મળશે. પરંતુ તમારી સારવાર કરનાર ડૉક્ટર જ બોગસ હોય તો શું થાય ? બોટાદ જિલ્લામાં આવા જ બોગસ ડૉક્ટરનો પર્દાફાશ થયો છે. SOGના દરોડામાં ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયો છે. રાણપુર તાલુકાના વેજળકા ગામનો રહેવાસી બોગસ તબીબ પાસેથી દવાઓ, તબીબી સાધનો સહિત કુલ 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
-
અમદાવાદ: ફ્લેટની છત પડતા બે લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ: ફ્લેટની છત પડતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે ઘટના બની. ઉદય એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની છતનો ભાગ તૂટ્યો. બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર વિભાગને ટીમે મકાનને બંધ કર્યું.
-
દાહોદમાં ઈન્દૌર અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત
દાહોદમાં ઈન્દૌર અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો. રસ્તામાં બગડેલી ટ્રક અને મદદ માટે ઉભેલી ટ્રકને ટક્કર મારી. પાછળથી પૂરપાટ ઝડપે આવતી અન્ય ટ્રકે ટક્કર મારી. જોરદાર ટકકરના કારણે એક ટ્રક પલ્ટી મારી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ચાલક ક્લીનરને નાની મોટી ઇજાઓ પહોંચી છે.
-
ગાંધીનગરમાં વહેલી સવારથી તંત્રનું ડિમોલિશન, 70થી વધુ ગેરકાયદે દબાણો હટાવાશે
ગાંધીનગર જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે. 500થી વધુના પોલીસ કાફલા સાથે દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાબરમતી નદીકાંઠા વિસ્તારમાં દબાણો દૂર કરાશે. પેથાપુર, ચરેડી સહિતના સ્થળોએ દબાણો જમીનદોસ્ત કરાશે. સરકારી જમીન પરના 700થી વધુ દબાણો હટાવાશે.
-
મોરબી : લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડા
મોરબીમાં લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ઇન્ટેલિજન્સ વિભાગ (IT) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન, બંને ગ્રુપની સિક્રેટ ઓફિસોનો પણ ખુલાસો થયો છે, જ્યાં તપાસ કરવામાં આવી રહી છે. સિક્રેટ ઓફિસમાંથી મળેલા ડિજિટલ પુરાવાઓને આધારે તેમની એનાલિસિસ શરૂ કરવામાં આવ્યુ છે. આ મામલે આજથી 12 બેંક લોકરની તપાસ શરૂ કરવામાં આવશે. મંગળવારથી શરૂ થયેલા સર્ચ ઓપરેશનને શુક્રવાર રાત સુધી ચાલવાની સંભાવના છે. અત્યાર સુધીમાં 3 કરોડ રૂપિયાની રોકડ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે, અને સમર્થના અનુમાન મુજબ વધુ બેનામી રોકડ અને જ્વેલરીની શોધીબૂઝ કરવામાં આવશે.
-
ઉત્તરાખંડ: ચમોલીના નંદનગરમાં વાદળ ફાટવાથી 5 લોકો ગુમ, 6 ઘરોને નુકસાન
ચમોલીના નંદનગરમાં વાદળ ફાટવાની ઘટના બની. નંદનગરની નગર પંચાયતમાં ભારે વરસાદને કારણે કાટમાળ પડતાં પાંચ લોકો ગુમ થયા છે. બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. છ ઘરોને નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
-
રાહુલ ગાંધી આજે આવશે જુનાગઢ
રાહુલ ગાંધી આજે જુનાગઢની મુલાકાતે આવશે, જે એક સપ્તાહમાં તેમની બીજી મુલાકાત છે. તેઓ ભવનાથ તળેટીમાં આવેલ પ્રેરણા ધામ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ શિબિર ‘સંગઠન સર્જન અભિયાન’ના ભાગરૂપે યોજાઈ છે, જેમાં જિલ્લા કક્ષાના કોંગ્રેસના પ્રમુખોને રાજકીય અને સંગઠનાત્મક તાલીમ આપવામાં આવી રહી છે. શિબિરના અંતિમ દિવસે રાહુલ ગાંધીના માર્ગદર્શનથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને દિશા મેળવવાનું અનુમાન છે.
Published On - Sep 18,2025 7:26 AM