AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વડોદરા હોડી દુર્ઘટના મામલે ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, મેનેજર ને પૂછપરછ માટે રાઉન્ડ અપ કરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2024 | 11:41 PM

આજ 18 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

18 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વડોદરા હોડી દુર્ઘટના મામલે ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, મેનેજર ને પૂછપરછ માટે રાઉન્ડ અપ કરાયા

રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બીજી T20 મેચમાં ભારતે બીજી સુપર ઓવરમાં 11 રને જીત મેળવી છે. રામલલ્લાની મૂર્તિ રામ મંદિર પરિસરમાં પહોંચી હતી. પાકિસ્તાનમાં ઈરાનના મિસાઈલ હુમલા પર ભારતે કહ્યું કે અમે સ્વરક્ષણમાં લેવાયેલી કાર્યવાહીને સમજીએ છીએ. ED દ્વારા ઉદ્ધવ જૂથના નેતા સૂરજ ચવ્હાણની ધરપકડ કરાઈ છે. મુંબઈમાં રનવે પર મુસાફરોએ ભોજન ખાવા બદલ, ઈન્ડિગોને 1.5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારના અપડેટ્સ અહીં વાંચો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Jan 2024 11:33 PM (IST)

    18 જાન્યુઆરીના મહત્વના સમાચાર

    • હરણી તળાવ દુર્ઘટના માટે બોટ સંચાલક જ જવાબદાર. ક્ષમતા કરતા વધુને બેસાડાયા. તપાસ માટે 9 ટીમો બનાવાઇ. 10 દિવસમાં રિપોર્ટ આપવા સરકારના આદેશ.
    • વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટનાનો મૃત્યુઆંક પહોંચ્યો 14. 2 શિક્ષકો અને 12 વિદ્યાર્થીઓના મોત..મુખ્યપ્રધાને સ્થળ પર જઇ મેળવી જાતમાહિતી
    • દુર્ઘટના બાદ CMએ મૃતકોના પરિવારજનો માટે 4 લાખની સહાયની કરી જાહેરાત.. PMએ 2 લાખની જાહેરાત કરી.. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય..
    • કોંગ્રેસે કહ્યું આ દુર્ઘટના નહીં, પરંતુ માનવવધ જેવો ગુનો. સરકાર નૈતિક જવાબદારી સ્વીકારે તેવી શક્તિસિંહ ગોહિલની માગ. કહ્યું, “દુર્ઘટના નહીં, માનવવધ”
    • બોટના કોન્ટ્રાક્ટરની દેખીતી બેદરકારી હોવાના પ્રાથમિક અહેવાલ. કોન્ટ્રાક્ટર ફરાર, તો શાળાના સંચાલકો પણ ઘટના બાદ થયા ફરાર.
    • મહીસાગરની સુજલામ-સુફલામ કેનાલમાં ડૂબ્યા બે વિદ્યાર્થીઓ…શાળાએથી અભ્સાસ કરી પરત ફરતા બની દુર્ઘટના. કેનાલમાં બે વિદ્યાર્થીઓ ડૂબ્યા
  • 18 Jan 2024 11:26 PM (IST)

    પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાતમાં અડધા દિવસની રજા જાહેર

    ગાંધીનગરમાં અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાતમાં પણ ખુશીનો માહોલ છે. રાજ્ય સરકારે અડધા દિવસની રજા જાહેર કરી તમામ સરકારી તથા અર્ધ સરકારી કચેરીઓ બપોરે 2:30 સુધી બંધ રહેશે

  • 18 Jan 2024 11:12 PM (IST)

    વડોદરાઃ હરણી તળાવ દુર્ઘટનાના સીસીટીવી આવ્યા સામે

    • હરણી લેક ઝોનમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો વીડિયો આવ્યો સામે
    • હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ દેખાયા
    • દુર્ઘટનામાં કુલ 14ના થયા છે મોત
  • 18 Jan 2024 10:48 PM (IST)

    વડોદરા બોટમાં સવાર માસૂમોના નામની યાદી

    • મનસુરી હસનૈન – ધો. 1
    • વાલોરવાલા અલી – ધો. 1
    • સાદુવાલા મો. તૌકીર – ધો. 1
    • મનસુરી અકીલ – ધો. 2
    • શેખ મુઆવીયા – ધો.2
    • મનસુરી મો. અરહાન – ધો. 2
    • ખલીફા જુનૈદ – ધો. 2
    • દુધવાલા હસીમ – ધો. 2
    • ખલીફા રૈયાન – ધો. 2
    • માછી નેન્સી – ધો. 2
    • ખલીફા આશીયા – ધો. 3
    • શેખ સકીના – ધો. 3
    • પઠાણ અરકાન – ધો. 3
    • મેમન ગુલામ – ધો. 3
    • ખેરૂવાલા અનાયા – ધો. 4
    • સુબેદાર ઝહાબીયા – ધો. 4
    • શાહ રૂતવી – ધો. 4
    • કોઠારીવાલા અલીશા – ધો. 4
    • નિઝામા વિશ્વકુમાર – ધો. 4
    • સાન્દી અરમાનાલી – ધો. 6
    • શેખ સુફીયા – ધો. 6
    • વોરા જીશાન – ધો. 6
    • પઠાણ આલીયા – ધો. 6
    • ગાંધી મો. અયાન – ધો. 6
    • શેખ જૈનુલ – ધો. – 1
  • 18 Jan 2024 10:32 PM (IST)

    વડોદરા: હરણી તળાવમાં દુર્ઘટના મુદ્દે ગૃહરાજ્ય પ્રધાનનું નિવેદન

    • હરણી તળાવમાં બનેલ દુર્ઘટના અત્યંત દુ:ખદ: હર્ષ સંઘવી
    • “બોટ ચાલક અને સંચાલકની બેદરકારીથી દુર્ઘટના ઘટી”
    • “12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયું”
    • 18 બાળકો અને 2 શિક્ષિકાઓનો બચાવ થયો

    “તપાસ માટે 9 ટીમો બનાવાઈ છે” “જિલ્લા કલેક્ટરને તપાસનો રિપોર્ટ 10 દિવસમાં સરકારને સોંપવા આદેશ” “બોટ ચાલક અને મેનેજરને પકડી પૂછપરછ કરાઈ” “બોટમાં 14ની ક્ષમતાને બદલે વધુ લોકોને બેસાડ્યા હતા” “NDRFની 2 ટીમોના 60 જવાનોને તાત્કાલિક કામે લગાવાયા” “IPC 304,308 અને 114 મુજબ FIR દાખલ કરી” જવાબદારોને છોડવામાં નહીં આવે: હર્ષ સંઘવી

  • 18 Jan 2024 10:18 PM (IST)

    વડોદરા હરણી તળાવમાં દુર્ધટનાને લઈ 7 સવાલ

    • શું શાળાના પ્રવાસ માટે DEOની મંજૂરી લેવાઈ હતી ?
    • બોટિંગ પહેલા વિદ્યાર્થીઓને કેમ ન પહેરાવાયા લાઈફ જેકેટ ?
    • શાળાની બેદરકારી કે બોટ ઓપરેટરોની ?
    • શું ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા ?
    • વિદ્યાર્થીઓને બેસાડવામાં કેમ ન રખાઈ તકેદારી ?
    • સેફ્ટીના સાધનો વગર વિદ્યાર્થીઓને બેટમાં કેમ બેસાડાયા ?
    • દુર્ઘટના પાછળ જવાબદાર કોણ ?
  • 18 Jan 2024 09:52 PM (IST)

    હરણી તળાવ દુર્ઘટનાનો મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

    • દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોપવાનો નિર્ણય
    • તપાસ અહેલા 10 દિવસમાં આપવા મુખ્યપ્રધાનનો આદેશ
    • હરણી દુર્ઘટના સ્થળની મુખ્યપ્રધાને લીધી મુલાકાત
    • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ લીધી સ્થળ મુલાકાત
    • મુખ્યપ્રધાને દુર્ઘટનાને લઇને મેળવી જાત માહિતી
  • 18 Jan 2024 09:51 PM (IST)

    હરણી તળાવ બોટ દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો આદેશ

    વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના ની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ ને તપાસ સોંપવાનો મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલનો નિર્ણય.. વિગત વાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવા નો રહેશે.

  • 18 Jan 2024 09:33 PM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા

    વડોદરાના હરણી તળાવમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. વડોદરાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હરણી તળાવ પ્રવાસમાં આવ્યા હતા. ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. બોટમાં 16 લોકોની ક્ષમતા સામે 31 લોકોને બેસાડવામાં આવતા બોટ પલટી ગઈ હતી અને આ કરૂણાંતિકા સર્જાઈ હતી. આ ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા, બોટ દુર્ઘટના સ્થળની તેમણે મુલાકાત લીધી છે.

  • 18 Jan 2024 08:45 PM (IST)

    સચિન તેંડુલકર બાદ સોનુ સૂદ બન્યો ડીપ ફેકનો શિકાર, જાતે જ શેર કર્યો વીડિયો

    થોડા સમયમાં એક્ટ્રેસ રશ્મિકા મંદાનાથી લઈને કાજોલ સુધીના ઘણા સ્ટાર્સ ડીપ ફેકનો શિકાર બન્યા છે. આ સ્ટાર્સમાં સચિન તેંડુલકર પણ સામેલ હતો. હવે વધુ એક નવો મામલો સામે આવ્યો છે, જે બોલિવુડ એક્ટર સોનુ સૂદ સાથે જોડાયેલો છે. તેના ડીપ ફેક વીડિયો દ્વારા એક પરિવાર પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

  • 18 Jan 2024 07:58 PM (IST)

    હરણી દુર્ઘટના પર ગુજરાત સીએમએ કરી સહાયની જાહેરાત

    હરણી દુર્ઘટના મામલે અગાઉ પીએમઓ દ્વારા સહાયની જાહેરાત બાદ હવે ગુજરાત સરકારે દુર્ઘટના પર સહાયની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે મૃતકોના પરિવાર માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે તેમજ ઈજાગ્રસ્તો માટે 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

  • 18 Jan 2024 07:43 PM (IST)

    હરણી ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત, 2 લાખ મૃતકોને 50 હજાર ઈજાગ્રસ્તોને

    વડોદરાના હરણી તળાવ ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતકોને 2 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે આ સાથે ઘટના પર પીએમઓએ ટ્વીટ કરી કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.

  • 18 Jan 2024 07:28 PM (IST)

    સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના

    વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 10થી વધુ વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના થયા છે

  • 18 Jan 2024 07:23 PM (IST)

    વડોદરાના હરણી તળાવ ઘટનાના બેદરકારો વિરુદ્ધ સરકાર કડક પગલા લેશે- ઋષિકેશ પટેલ

    વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.

    ત્યારે હરણી હોનારતના બેદરકારો વિરુદ્ધ સરકાર કડક પગલા લેશેનું ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

  • 18 Jan 2024 07:21 PM (IST)

    શિક્ષકો અને આચાર્યની બેદરકારી જવાબદાર- કુબેર ડિંડોર

    હરણીમાં સર્જાયેલ હોનારતમાં 13 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે 27થી વધુ લોકો સવાર હતા ત્યારે આ અંગે કુબેર ડિંડોરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શિક્ષકો અને આચાર્ય આ સમગ્ર ઘટના બદલ જવાબદાર છે

  • 18 Jan 2024 07:05 PM (IST)

    વડોદરાના હરણી તળાવ ઘટનાને લઈને હર્ષ સંઘવીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

    વડોદરા હરણી તળાવમાં ડૂબી જવાથી 11 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકોના મોત થયા છે. આ ઘટનાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે

    વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.

    આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું તથા તેમના પરિવારોને સાંત્વના પાઠવું છું.…

    — Harsh Sanghavi (@sanghaviharsh) January 18, 2024

  • 18 Jan 2024 06:54 PM (IST)

    વડોદરા હરણી તળાવ ઘટનામાં મોતનો આંકડો 13 પર પહોંચ્યો, હજુ પણ વધવાની શક્યતા

    વડોદરા હરણી તળાવમાં ડૂબી જવાની ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે અગાઉ 12 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ જે બાદ હવે આંકડો વધીને 13 થયો છે. મળતી માહિતી મુજબ બોટમાં 31 લોકો સવાર હતા . 23 બાળકો, 4 શિક્ષકો અને 4 બોટનો સ્ટાફ.  હાલ ડુબેલા લોકોને બચાવવાની કાંમગીરીમાં NDRFની ટીમ લાગેલી છે.

  • 18 Jan 2024 06:42 PM (IST)

    વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકો ડૂબ્યા, જુઓ લેટેસ્ટ અપડેટ

    વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 3 વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા હોવાનો ધારાસભ્ય યોગેશ પટેલનો દાવો છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

  • 18 Jan 2024 06:19 PM (IST)

    વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ બાળકો ડૂબી જવાની ઘટના પર સીએમએ દુ:ખ વ્યક્ત કર્યું

    વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 3 વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા હોવાનો ધારાસભ્ય યોગેશ પટેલનો દાવો છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે.  ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતી સીએમએ દુખ વ્યક્ત કર્યું છે

  • 18 Jan 2024 05:45 PM (IST)

    વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, 3 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત

    વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 વિધાર્થી અને 2 શિક્ષકનું મોત થયું છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.

  • 18 Jan 2024 05:20 PM (IST)

    હુતી આતંકવાદી ‘ગ્લોબલ ટેરેરિસ્ટ’ જાહેર, આ રીતે અમેરિકા યમનના વિદ્રોહીઓને લગાવશે લગામ

    અમેરિકાએ યમનના હુતી બળવાખોરોને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા છે. લાલ સમુદ્રમાં હુતીઓના સતત હુમલાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. નવેમ્બરથી ચાલી રહેલા આ હુમલાઓને કારણે એશિયા અને યુરોપ વચ્ચેનો દરિયાઈ વેપાર ખોરવાઈ ગયો છે. બદલો લેવા માટે, અમેરિકા અને બ્રિટને યમનમાં હુતીના સ્થાનો પર ઘણા હુમલાઓ કર્યા.

  • 18 Jan 2024 05:19 PM (IST)

    હરિયાણામાં AAPને મોટો ઝટકો, અશોક તંવરે કેજરીવાલને રાજીનામું મોકલ્યું

    હરિયાણામાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીથી નારાજ હરિયાણાની આમ આદમી પાર્ટીની પ્રચાર સમિતિના અધ્યક્ષ પૂર્વ સાંસદ અશોક તંવરે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. તંવર રાજ્યસભાની બેઠક ન મળવાથી નારાજ હતા.

  • 18 Jan 2024 05:13 PM (IST)

    દેહગામમાં કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો થયો પર્દાફાશ

    અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા 25 કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં DRIને સૌથી મોટી સફળતા મળી છે. પાટનગર ગાંધીનગરના દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો છે. DRIની તપાસમાં ડ્રગ્સનું દહેગામ કનેક્શન સામે આવ્યું છે.

  • 18 Jan 2024 04:55 PM (IST)

    ઉજ્જૈનમાં 40 દિવસીય વિક્રમોત્સવનું આયોજન

    ધાર્મિક નગરી ઉજ્જૈનમાં 40 દિવસીય વિક્રમોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ફેસ્ટિવલમાં મોટા કલાકારો ભાગ લેશે. આ મહોત્સવમાં ફિલ્મ અભિનેત્રી હેમા માલિની શિવને કેન્દ્રમાં રાખીને નૃત્ય નાટક રજૂ કરશે. કાર્યક્રમના સમાપન સમારોહમાં બોલિવૂડ ગાયક જુબીન નૌટીયાલ ભાગ લેશે.

  • 18 Jan 2024 03:59 PM (IST)

    ખુશખબર ! કેન્દ્રીય કર્મચારીઓને 22 તારીખે અડધા દિવસની રજા જાહેર

    કેન્દ્રના કર્મચારીઓ માટે 22 જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. અયોધ્યામાં રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 કો સમગ્ર ભારત માં મનાવામાં આવશે.

  • 18 Jan 2024 03:59 PM (IST)

    દરિયામાં ભારતીયોને લઈ જઈ રહેલા જહાજ પર ડ્રોન હુમલો, નેવીએ આપ્યો જડબાતોડ જવાબ

    ભારતીય નૌસેનાએ કહ્યું કે IANS વિશાખાપટ્ટનમ એડનની ખાડીમાં મિશન પર તૈનાત છે. બુધવારે રાત્રે લગભગ 11.11 વાગ્યે લૂટારાઓ દ્વારા હુમલો અને ડ્રોન દ્વારા નિશાન બનાવવાના સમાચાર મળ્યા હતા. માર્શલ આઇલેન્ડ્સ- ઝંડાવાળા આ વેપારી જહાજ એમવી જેન્કો પિકાર્ડીએ મદદ માંગી ત્યારે નૌકાદળે યોગ્ય જવાબ આપ્યો હતો. નેવીએ કહ્યું કે INS વિશાખાપટ્ટનમમાં મિસાઈલને નષ્ટ કરવાની ક્ષમતા છે.

  • 18 Jan 2024 02:59 PM (IST)

    ઉધયનિધિ સ્ટાલિનનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, “મસ્જિદ તોડીને બનેલ મંદિરને કોઈ સમર્થન નથી”

    ઉધયનિધિ સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને યુવા બાબતોના મંત્રી છે. અગાઉ તેમણે સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પરંતુ હવે તેમણે અયોધ્યામાં અભિષેક સમારોહ પહેલા રામ મંદિરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સનાતન ધર્મ અંગેના તેમના નિવેદનને કારણે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે.

  • 18 Jan 2024 01:42 PM (IST)

    જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં લેન્ડમાઈન બ્લાસ્ટ, ત્રણ જવાન ઘાયલ

    જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં એલઓસી પર એક લેન્ડમાઈનમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ભારતીય સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે.

  • 18 Jan 2024 01:30 PM (IST)

    માંડલ અંધાપા કાંડ : હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં નિયમોનું પાલન નહોતુ કરાયું – સૂત્ર

    માંડલમા અંધાપા કાંડને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારના આરોગ્ય વિભાગની તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. જેમાં હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં જરૂરી નિયમોનું પાલન નહિ થયું હોવાનું સામે આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે. માંડલમા ટ્રસ્ટની રામાનંદ આંખની હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની અછત હોવાનું પણ સૂત્રએ જણાવ્યું હતું.

  • 18 Jan 2024 01:21 PM (IST)

    સીએમ કેજરીવાલે EDને મોકલ્યો જવાબ, ભાજપ પર લગાવ્યો આ આરોપ

    દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે EDને જવાબ મોકલ્યો છે. સાથે જ આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરવાનો છે. કેજરીવાલને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરતા અટકાવનાનો છે. EDને લખ્યું છે કે કેજરીવાલ આરોપી નથી, તો પછી સમન્સ અને ધરપકડ શા માટે?

  • 18 Jan 2024 11:55 AM (IST)

    બિલકિસ બાનો કેસના 3 દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં કરી આ માંગ, આવતીકાલે થશે સુનાવણી

    બિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિતોની અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટ પાસે સરેન્ડરની મુદત વધારવાની માંગ કરી છે.

  • 18 Jan 2024 11:51 AM (IST)

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આસામમાં પ્રવેશી

    ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે આસામના શિવસાગરથી શરૂ થઈ હતી અને યાત્રાના પાંચમા દિવસે આસામમાં પ્રવેશી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ મણિપુરના થોબલથી પોતાની યાત્રા શરૂ કરી હતી.

  • 18 Jan 2024 11:06 AM (IST)

    શિકાર પાછળ દોડતી સિંહણ કૂવામાં ખાબકી

    ગીર સોમનાથના તાલાલા નજીક આવેલા હડમતીયા ગામે ખેડૂતના ખુલ્લા કૂવામાં એક સિંહણ ખાબકી હતી. શિકારની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કૂવામાં પડતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી. બે કલાકના જહેમતભર્યા રેસક્યૂ બાદ વન વિભાગે સિંહણને સલામત રીતે બહાર કાઢીને સારવાર માટે સકકરબાગ ઝૂ ખાતે મોકલી આપી હતી.

  • 18 Jan 2024 10:09 AM (IST)

    સચિન તેંડુલકરના ડીપફેક વીડિયો કેસમાં નોંધાઈ FIR

    સચિન તેંડુલકર ડીપફેક વીડિયો કેસમાં FIR નોંધવામાં આવી છે. મુંબઈ સાયબર પોલીસે કેસ નોંધ્યો છે. આરોપ છે કે સચિન તેંડુલકરને નકલી વીડિયોમાં એક ગેમનો પ્રચાર કરતા બતાવવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, તેની પુત્રી પણ આ ગેમ રમે છે. સચિન તેંડુલકરે ખુદ સોશિયલ મીડિયા દ્વારા તેને નકલી ગણાવી ચિંતા વ્યક્ત કરી હતી.

  • 18 Jan 2024 09:19 AM (IST)

    અમેરિકાની સેનાએ યમનમાં હુતી વિદ્રોહીઓના સ્થાનો પર છોડી મિસાઇલો

    અમેરિકાની સેનાએ યમનમાં હુતી વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારો પર મિસાઇલો છોડી હતી. અમેરિકન અધિકારીઓએ આ માહિતી આપી. પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યમનના હુતી વિદ્રોહીઓ પર અમેરિકાની સેના દ્વારા આ પ્રકારનો ચોથો હુમલો છે. સાથોસાથ ઈરાને પાકિસ્તાન પર પણ હવાઈ હુમલો કરીને આતંકી સંગઠનના અડ્ડાઓને નષ્ટ કર્યા હતા. જેના જવાબરૂપે આજે પાકિસ્તાને પણ ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો.

  • 18 Jan 2024 08:05 AM (IST)

    પાકિસ્તાને લીધો બદલો, ઈરાન પર કર્યો હવાઈ હુમલો

    મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને ઈરાન સ્થિત આતંકી સંગઠનોના અડ્ડા પર હવાઈ હુમલો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈરાને ગઈકાલે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. ઈરાનની એર સ્ટ્રાઈકમાં બે બાળકીઓના મોત થયા હતા અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

  • 18 Jan 2024 07:38 AM (IST)

    મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને EDનું ચોથું સમન્સ

    દિલ્હી શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કૌભાંડમાં EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ પાઠવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અરવિંદ કેજરીવાલને આજે 18 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના હેડક્વાર્ટરમાં હાજર થવા જણાવ્યું છે.

  • 18 Jan 2024 07:12 AM (IST)

    ઉતરપ્રદેશના અલીગઢમાંથી ISISનો આતંકી પકડાયો

    UP ATSએ બુધવારે ISISના એક આતંકીની ધરપકડ કરી છે. ઝડપાયેલો આતંકી ઘણી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. ગયા વર્ષે 3 નવેમ્બરે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પકડાયેલા આતંકીનું નામ ફૈઝાન છે. તેની ઉંમર 24 વર્ષની છે. આ પહેલા અબ્દુલ્લા અરસલાન, માજ બિન તારિક, બજીહુદ્દીન સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Published On - Jan 18,2024 7:11 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">