AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 ઓગસ્ટના મહત્વના સમાચાર : કૂવામાં પડી જતા ભાવનગરમાં ત્રણના મોત, વાડીમાં ચાલતા જુગાર પર પોલીસે પાડી હતી રેડ, પોલીસથી બચવા ભાગેલા 11માંથી ત્રણને મળ્યું મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2026 | 9:24 PM
Share

આજે 18 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 ઓગસ્ટના મહત્વના સમાચાર : કૂવામાં પડી જતા ભાવનગરમાં ત્રણના મોત, વાડીમાં ચાલતા જુગાર પર પોલીસે પાડી હતી રેડ, પોલીસથી બચવા ભાગેલા 11માંથી ત્રણને મળ્યું મોત

આજે 18 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Aug 2026 08:58 PM (IST)

    જુનાગઢ: નોકરીની લાલચ આપી કરી છેતરપિંડી, પિતા-પુત્રની ધરપકડ

    જૂનાગઢમાં દૂધ ડેરીમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવાના કેસમાં પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ નોકરી અપાવવાના બહાને અલગ-અલગ કારણો દર્શાવી ફરિયાદી પાસેથી કુલ રૂ.1.29 લાખ પડાવી લીધા હતા. બાદમાં નોકરી ન મળતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે છેતરપિંડી કરનાર પિતા-પુત્રને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કોરા ચેક, દૂધ ડેરીના ફોટોગ્રાફ, ડેરીના નામનો સ્ટેમ્પ તેમજ સરકારી રેવન્યુ ટિકિટોવાળું સાહિત્ય મળી આવ્યું છે. પોલીસે તમામ વસ્તુઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

  • 18 Aug 2026 08:43 PM (IST)

    જાફરાબાદમાં સગીરા સાથે દુષ્કર્મ, જાનથી મારી નાખવાની આપી ધમકી

    અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી. ફરિયાદ મુજબ આરોપીએ સગીર વયની દીકરીને પોતાની હવસનો ભોગ બનાવી. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ. એટલુ જ નહીં આરોપીએ સગીરાનું શોષણ કરીને ગર્ભપાત પણ કરાવ્યો હોવાનું સામે આવ્યું. ફરિયાદના આધારે પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથધરીને ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને દબોચી લીધો. પોલીસે આરોપી અલ્પેશ સામે POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો.

  • 18 Aug 2026 08:20 PM (IST)

    ભરૂચમાં પાવરગ્રીડ લાઈનના વિરોધમાં ટ્રેક્ટર રેલીનું આયોજન

    ભરૂચમાં પાવરગ્રીડ લાઈનના વિરોધમાં હાંસોટ, અંકલેશ્વર, જંબુસર, આમોદ અને વાગરા પંથકના ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. ટ્રેક્ટર રેલી કાઢી ભરૂચ કલેક્ટરને રજૂઆત માટે ખેડૂતો પહોંચવાના હતા. જો કે આ રેલીને વચ્ચે જ પોલીસે અટકાવતા ખેડૂતોમાં રોષનો માહોલ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે નવો પરિપત્ર કાઢીને માત્ર છેતરવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં “આ ખેડૂતો અને વીજ કંપની વચ્ચેનો મામલો છે. સરકાર શા માટે વચ્ચે પડી રહી છે” તે અંગે પણ ખેડૂતોએ સવાલ ઊઠાવ્યા છે. અને વિવિધ માગ તેમજ પોતાના હક્કને લઈને વિરોધ પ્રદર્શિત કર્યો છે

  • 18 Aug 2026 07:59 PM (IST)

    ચોક બજારમાં વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

    સુરત શહેરના ચોક બજારમાં વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો.પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને ઝડપી પાડ્યા. 16 ઓગસ્ટના રોજ આરોપીઓએ છરી વડે હુમલો કરીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી.જેની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી. ત્રણ આરોપીમાંથી બે આરોપીનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો. મૃતક કલ્પેશ પારધી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો.

  • 18 Aug 2026 07:20 PM (IST)

    જુનાગઢઃ વાઇલ્ડ વાડી કોટેજમાં દારૂની મહેફિલ ઝડપાઈ

    જુનાગઢના મેંદરડા નજીક નતાડિયા ગામ પાસે આવેલા વાઇલ્ડ વાડી કોટેજમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે કોટેજના રૂમ નંબર 402માં દરોડો પાડી દારૂની પાર્ટી માણતા 10 સ્ત્રી-પુરુષોને ઝડપી પાડ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દ્વારકાના 8 પુરુષો તેમજ બે મહિલાઓ ઝડપાઈ હતી. તપાસ દરમિયાન કોટેજમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની મહેફિલમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ.1.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
  • 18 Aug 2026 07:06 PM (IST)

    સુરત: પાંડેસરામાં પૈસાની ઉઘરાણી મામલે ધમકી

    સુરતના પાંડેસરા વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મામલે યુવકને તીક્ષ્ણ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ધમકી આપનાર આરોપી મનોજ મૌર્યને પાંડેસરા પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ દરમિયાન તેની પાસેથી તીક્ષ્ણ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. પૈસાની ઉઘરાણી મામલે ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પાંડેસરા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

  • 18 Aug 2026 06:52 PM (IST)

    સુરત: પલસાણાના મલેકપોર ગામે મીંઢોળા નદીમાં યુવક તણાયો

    સુરતના પલસાણા તાલુકાના મલેકપોર ગામે મીંઢોળા નદીમાં 20 વર્ષીય યુવક તણાઈ જતાં ચકચાર મચી છે. મળતી વિગતો મુજબ, શિવશંકર શ્રીવાસ્તવ નદીના કોઝવે પાસે પાણીમાં પગ ધોવા ગયો હતો. આ દરમિયાન તેની ચપ્પલ પાણીમાં તણાઈ જતા તેને લેવા જતા યુવકનો પગ લપસી ગયો હતો અને તે નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. યુવકના મિત્રએ બૂમાબૂમ કરતા સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં બારડોલી અને કડોદરા PEPL ફાયરની ટીમે શોધખોળ શરૂ કરી હતી. જોકે, કલાકો સુધી શોધખોળ છતાં યુવકની કોઈ ભાળ મળી નથી. પલસાણા પોલીસ અને સરપંચ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. યુવકની શોધખોળ યથાવત છે.

  • 18 Aug 2026 06:30 PM (IST)

    અમદાવાદ: હેલ્થ વિભાગના અમદાવાદમાં TPC મુદ્દે ચેકીંગ

    અમદાવાદમાં હેલ્થ વિભાગ દ્વારા TPCના પ્રમાણને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઇસનપુર વિસ્તારમાં આવેલા જલારામ ખમણ હાઉસમાં તપાસ દરમિયાન સ્વાસ્થ્ય માટે હાનિકારક તેલનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા સ્થળને સીલ કરવામાં આવ્યું છે. એકના એક તેલમાં વારંવાર તળેલી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે પણ હેલ્થ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. નિયમ મુજબ ખાદ્ય તેલમાં TPCનું પ્રમાણ 24થી વધુ ન હોવું જોઈએ. જોકે, જલારામ ખમણ હાઉસમાં તપાસ દરમિયાન TPCનું પ્રમાણ 38 સુધી નોંધાયું હતું. TPCનું વધુ પ્રમાણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી હેલ્થ વિભાગે સ્થળને સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

  • 18 Aug 2026 06:25 PM (IST)

    વડોદરાઃ ગંભીરા બ્રીજને લઈને મોટા સમાચાર

    વડોદરાના ગંભીરા બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગંભીરા બ્રિજ પર લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માર્ગ-મકાન વિભાગ અને ડેવલોપર્સ કંપનીના અધિકારીઓની હાજરીમાં બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા એક વર્ષમાં અંદાજે રૂ.212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. હવે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં બ્રિજને મોટા વાહનો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે. બ્રિજ પર ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લગતા બેનરો લગાવ્યા બાદ તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી શક્યતા છે. બ્રિજ શરૂ થતાં વાહનચાલકોને મોટી રાહત મળશે અને આ માર્ગ પરની અવરજવર વધુ સરળ બનશે.

  • 18 Aug 2026 06:24 PM (IST)

    જુનાગઢ: ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારનો મહત્વનો નિર્ણય

    જુનાગઢમાં ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગિરનારના ત્રણેય યાત્રામાર્ગો પર આજથી 25 પ્રશિક્ષિત ટ્રેકર્સને તૈનાત કરવામાં આવ્યા છે. નવી સીડી, જૂની સીડી અને દાતાર સીડી પર ટ્રેકર્સ સતત ફરજ બજાવશે. યાત્રાળુઓની સુરક્ષા માટે 25 ટ્રેકર્સને વિશેષ તાલીમ આપવામાં આવી છે. તાલીમ દરમિયાન વન્યજીવોની હિલચાલ, સંભવિત જોખમોની ઓળખ અને જોખમોનું આગોતરું આકલન કરવાની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ટ્રેકર્સ યાત્રામાર્ગો પર સતત નજર રાખશે અને કોઈપણ સંભવિત જોખમની જાણ તંત્રને કરશે. વન્યજીવ સંરક્ષણ સાથે શ્રદ્ધાળુઓની સુરક્ષા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગિરનારની યાત્રાને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે.

  • 18 Aug 2026 06:19 PM (IST)

    સુરતમાં નકલી ડિમોલિશન મામલે મોટા સમાચાર

    સુરતમાં નકલી ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં મહત્વની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોર્ટમાં એડવોકેટ જનરલે 29 ઘર સંપૂર્ણ રીતે અને 35 ઘર આંશિક રીતે તોડવામાં આવ્યા હોવાનો સ્વીકાર કર્યો છે. આંશિક રીતે તૂટેલા 35 ઘરના સમારકામ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જ્યારે સંપૂર્ણ રીતે તૂટેલા 29 ઘરના પરિવારોને હાલ અન્ય સ્થળે રાખવામાં આવ્યા છે. AGએ કોર્ટમાં જણાવ્યું હતું કે, મનપા 29 અસરગ્રસ્ત પરિવારોને અન્ય સ્થળે ઘર આપી શકે છે. દરમિયાન અરજદાર તરફે વકીલ હાજર ન રહેતા ડિમોલિશન મામલે કોર્ટની આગામી કાર્યવાહી પર સૌની નજર છે.

  • 18 Aug 2026 06:03 PM (IST)

    અમદાવાદ: રિવરફ્રન્ટમાં આપઘાત કરવા ગયેલા આધેડનો બચાવ

    અમદાવાદના રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચેલા આધેડનો પોલીસે સમયસર બચાવ કર્યો હતો. સવારે મોર્નિંગ વોક વે પર આ બનાવ બન્યો હતો. માધુપુરા વિસ્તારમાં રહેતા આધેડ આપઘાતના ઈરાદે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. દરમિયાન પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે આધેડની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તાત્કાલિક તેમની પાસે પહોંચી સમજાવટ કરી અને તેમને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. પોલીસની સતર્કતાના કારણે આધેડનો જીવ બચ્યો હતો. બનાવને પગલે પોલીસ દ્વારા આધેડને જરૂરી સમજ આપી પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાને કારણે રિવરફ્રન્ટ વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર મચી હતી.

  • 18 Aug 2026 05:47 PM (IST)

    ગોંડલ-જામવાડી, ખાડિયા GIDCમાં વીજ સમસ્યાથી ઉદ્યોગકારોને હાલાકી

    ગોંડલના જામવાડી અને ખાડિયા GIDC સહિત તુલસી તથા ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ત્રિપિંગ અને લો-વોલ્ટેજની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અનિયમિત વીજ પુરવઠાને કારણે ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ઉદ્યોગકારોએ PGVCL અને GETCO કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. ઉદ્યોગકારોના આક્ષેપ મુજબ બંને વિભાગના અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળતા જોવા મળ્યા હતા. વીજ સમસ્યાના કારણે GIDCના ઉદ્યોગકારોને દૈનિક અંદાજે રૂ. 1 કરોડનું નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો છે. આગામી ત્રણ દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉદ્યોગકારોએ ઉચ્ચારી છે.

  • 18 Aug 2026 05:31 PM (IST)

    આરોપીને જાહેરમાં માર અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

    આરોપીઓને જાહેરમાં માર મારવા અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઈ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્યોને નોટિસ ફટકારી છે. ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન હોવા છતાં આરોપીઓને જાહેરમાં માર મારવા અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાના મુદ્દે કોર્ટે જવાબ માંગ્યો છે. અરજદારે ગુજરાત સહિત દેશભરમાં આવી ઘટનાઓનો આક્ષેપ કરી જાહેરહિતની અરજી કરી છે. તેમજ આરોપીઓ અંગે પોલીસ દ્વારા કરવામાં આવતી મીડિયા બ્રિફિંગ કેટલી યોગ્ય છે તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. વિવાદિત કન્ટેન્ટ દૂર કરવા અંગે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે. અરજીમાં Facebook, X અને Meta સહિતની કંપનીઓ પક્ષકાર છે.

  • 18 Aug 2026 05:13 PM (IST)

    નવસારી : મધદરિયે બોટમાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યૂ

    નવસારીમાં મધદરિયે બોટમાં ફસાયેલા 9 માછીમારોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પાણીનો પંપ બંધ થઈ જતાં બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને બોટ ડૂબવાની સ્થિતિમાં આવી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા તંત્રએ તાત્કાલિક કોસ્ટ ગાર્ડ સાથે સંકલન કર્યું હતું. ત્યારબાદ કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ 9 માછીમારોને સહીસલામત બહાર કાઢ્યા હતા. સમયસર મળેલી મદદના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

  • 18 Aug 2026 04:53 PM (IST)

    રાજકોટમાં ગાંજાની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ, 1 કરોડનો ગાંજો જપ્ત

    અમદાવાદ હાઇવે પરથી SOGએ મોટી કાર્યવાહી કરી 204 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ગાંજાનો જથ્થો ઓડિશાથી ટ્રક મારફતે સૌરાષ્ટ્રમાં લાવ્યાની કબૂલાત કરી છે. બામણબોર નજીક વોચ ગોઠવી પોલીસે ટ્રકને ઝડપી લીધી હતી. ટ્રકમાં લોખંડની પ્લેટોની વચ્ચે ગાંજો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે મહમદ ઉર્ફે કાળો અને અરબાઝ સંધિની ધરપકડ કરી છે. ગાંજો વિવિધ સ્થળોએ સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી હતી. ગાંજા અને ટ્રક સહિત કુલ રૂ.1.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે ગાંજો મોકલનાર અમિત ઉર્ફે ગુરખો સહિત સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી છે.

  • 18 Aug 2026 04:27 PM (IST)

    સાબરકાંઠામાં લઘુમતી મોરચાએ કોંગ્રેસ સામે માંડ્યો મોરચો

    કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. સાબરકાંઠામાં અગાઉ પૂર્વ પ્રમુખના જૂથે બે જિલ્લા પ્રમુખોના નાકે દમ લાવી દીધો હતો. ત્યારે હવે લઘુમતી મોરચાએ કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે. લઘુમતી મોરચાએ ધાર્મિક સહિતના મુદ્દે વિરોધ દર્શાવી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો… અમિત ચાવડાના આગમન પહેલા જ સોશિયલ મીડિયામાં વિરોધના સૂર તેજ બન્યા હતા. કોંગ્રેસના કાર્યક્રમનો બહિષ્કાર કરતા ગ્રાફિક્સ અને પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી કરવામાં આવી હતી. ધાર્મિક શબ્દના ઉપયોગ ઉપરાંત કોંગ્રેસની નેતાગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા. જેને લઈને કોંગ્રેસના સ્થાનિક મુસ્લિમ નેતાઓ અને કાર્યકરો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જો કે સમગ્ર મામલે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસમાં જે કોઇને પણ અસંતોષ કે વિરોધ હોય તે રજૂઆત કરી શકે છે. નાની-મોટી કંઇ તકલીફ હશે તો તેનું સમાધાન કરી લઇશું.

  • 18 Aug 2026 04:16 PM (IST)

    અમદાવાદ : સાણંદ નજીક ફરી વાર દીપડા ફુટ માર્ક જોવા મળ્યા

    અમદાવાદના સાણંદ નજીક ફરી એકવાર દીપડાની હાજરીના પુરાવા મળતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. સવારે ખેતરે પહોંચેલા ખેડૂતને દીપડાના પંજાના નિશાન જોવા મળતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. અગાઉ જ્યાં પંજાના નિશાન મળ્યા હતા, ત્યાંથી થોડે દૂર ફરી પંજા મળી આવ્યા છે. વન વિભાગે તકેદારીના ભાગરૂપે સ્થળ પર પાંજરું ગોઠવ્યું છે. સાથે જ ખેડૂતોને ખેતરમાં એકલા ન જવા અને દીપડાના પંજાના નિશાન કે અન્ય પુરાવા દેખાય તો તરત વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. આજે રાત્રે વન વિભાગની ટીમ થર્મલ ડ્રોનની મદદથી સાણંદ અને આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સ કરશે.

  • 18 Aug 2026 04:10 PM (IST)

    સુરત: CNGના ભાવમાં સીધો 3 રૂપિયાનો વધારો

    સુરતમાં CNGના ભાવમાં અચાનક પ્રતિ કિલો ₹3નો વધારો કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા CNGનો ભાવ ₹85 પ્રતિ કિલો હતો, જે હવે વધીને ₹88 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. ગેસ સપ્લાય ક્ષેત્રે અછત સર્જાતા ભાવમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. CNGના ભાવ વધારાની સીધી અસર ઓટો રિક્ષા, કેબ સહિત CNG વાહનો ચલાવતા લોકોને થશે. પહેલેથી જ વધતા ખર્ચ વચ્ચે CNGના ભાવમાં વધારો થતાં વાહનચાલકો પર વધુ આર્થિક બોજ પડશે. ભાવ વધારાથી ખાસ કરીને રોજિંદા મુસાફરો અને વ્યાવસાયિક વાહનચાલકોના બજેટ પર અસર થવાની શક્યતા છે.

  • 18 Aug 2026 03:56 PM (IST)

    રાજકોટ: 2995 કિલો અખાદ્ય તેલનો જથ્થો જપ્ત

    રાજકોટમાં રૂરલ SOGએ મોટી કાર્યવાહી કરી 2,995 કિલો અખાદ્ય અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે. મુરલીધર પ્રોટીન્સ નામના ગોડાઉનમાંથી સનફ્લાવર, કપાસિયા અને સોયાબીન તેલનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સોયાબીન તેલમાંથી જ સનફ્લાવર તેલ, સિંગતેલ, કપાસિયા તેલ તેમજ મકાઈનું તેલ તૈયાર કરવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. ફૂડ શાખાએ સ્થળ પરથી તેલના નમૂના લઈ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે જયદેવ ડાંગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નમૂનાના રિપોર્ટ બાદ ભેળસેળ અંગે વધુ વિગતો સામે આવશે. ઘટનાને પગલે ખાદ્યતેલની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે.

  • 18 Aug 2026 03:54 PM (IST)

    એક હજાર ઈકોત્તેર કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

    ગુજરાત સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સે રૂપિયા એક હજાર ઈકોત્તેર કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વેશપલટો કરીને સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર રફીકુલ આલમને આસામથી દબોચી લીધો છે. આરોપી અને તેની ગેંગના સભ્યો પોલીસ, CBI, ED અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી બની પીડિતોનો સંપર્ક કરતા. ખાસ તો ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ટેરર ફંડિંગ, ડ્રગ્સ ફંડિંગ કે અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવણી હોવાનું કહી પીડિતોને ડરાવાતા. અને પછી તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા.

    હકીકતમાં એક વ્યક્તિને નાસિક પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટનું સમન્સ પાઠવી ડિજિટલ એરેસ્ટ કરાઈ હતી. જેણે હકીકત શું છે તે જાણવા પોલીસનો સંપર્ક કર્યો. ડિજિટલ એરેસ્ટ હોવાનો ખુલાસો થતાં ક્રાઈમ બ્રાન્ચે ભોગ બનનારનું કાઉન્સિલિંગ કર્યું. અને તેને આરોપીઓ સાથે વાત ચાલુ રાખવા પરંતુ, પેમેન્ટ ન કરવા સમજાવ્યું. ત્યારબાદ મળેલા એકાઉન્ટની વિગતો તપાસતા બીજા 10 જેટલાં ચાલુ ડિજિટલ એરેસ્ટ પણ રોકવામાં આવ્યા. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને જામનગર ઉપરાંત અન્ય પાંચ રાજ્યોમાં પણ લોકોને ઠગાઈનો ભોગ બનતા અટકાવાયા.

  • 18 Aug 2026 03:34 PM (IST)

    અમદાવાદ: રામોલમાં લક્ઝરી બસમાંથી 14 આઈફોનની ચોરી

    અમદાવાદના રામોલ વિસ્તારમાં લક્ઝરી બસમાં મુસાફર બનીને બેઠેલા એક ગઠિયાએ ₹10.70 લાખની કિંમતના 14 આઈફોનનું પાર્સલ ચોરી લીધું. મહારાષ્ટ્રના એક વેપારીએ આ આઈફોન અમદાવાદના વેપારીને મોકલ્યા હતા અને પાર્સલ પુણેથી શ્રી પટેલ ટ્રાવેલ્સ મારફતે મોકલાયું હતું. માહિતી મુજબ, આરોપીએ ખોટા નામે સીટ બુક કરાવી હતી. તેણે બસમાંથી આઈફોનનું પાર્સલ ચોરી લીધા બાદ થોડા સમય પછી પાર્સલ પરત મૂકી દીધું અને ફરાર થઈ ગયો. સમગ્ર મામલે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપીની ઓળખ અને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

  • 18 Aug 2026 02:56 PM (IST)

    માધવપુરના દરિયામાં પગ ધોવા ગયેલી મહિલાનું મોત

    પોરબંદરના માધવપુર દરિયાકિનારે પગ ધોવા ગયેલી એક મહિલાનું અચાનક પાણીના વહેણમાં વહી જતાં મોત નીપજ્યું હતું. મહિલાને બચાવવા માટે દરિયામાં પડેલા એક વ્યક્તિની હાલત પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

  • 18 Aug 2026 02:56 PM (IST)

    ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડ લાઈનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી, ચક્કાજામ

    ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડ લાઈન માટે જમીન સંપાદનના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજતા પોલીસે રેલીને અટકાવી હતી, જેના વિરોધમાં ખેડૂતોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામને કારણે આશરે 2થી 3 કિમી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. સરકારની જાહેરાત બાદ પણ યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોમાં આક્રોશ યથાવત રહેતા વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.

  • 18 Aug 2026 02:08 PM (IST)

    નવસારીમાં મધદરિયે માછીમારોની બોટ ફસાઈ, 9 માછીમારો મુશ્કેલીમાં

    નવસારીના ધોલાઈ બંદરેથી આશરે બે નોટિકલ માઈલ અંદર મધદરિયે માછીમારોની બોટ ફસાઈ જતાં 9 માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે. દરિયાનું પાણી છીછરું હોવાથી કોસ્ટ ગાર્ડની બોટ ઘટનાસ્થળે પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી સ્થાનિક બોટ અને NDRFની મદદથી રેસ્ક્યૂ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જલાલપોર મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસની ટીમ ધોલાઈ બંદર તરફ રવાના થઈ છે. હાલ ફસાયેલા તમામ માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.

  • 18 Aug 2026 01:58 PM (IST)

    જૂનાગઢમાં 6 વર્ષની બાળકી સાથે બર્બરતા, માતા સામે કાર્યવાહી

    જૂનાગઢમાં 6 વર્ષની બાળકી સાથે તેની માતાએ બેરહેમીથી મારપીટ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકીના શરીર પર મારના નિશાન મળી આવ્યા હતા અને બાળકીના આક્ષેપ મુજબ માતા વેલણ તથા વાયર વડે તેને મારતી હતી. પાડોશીઓએ માતાને સમજાવવાનો પ્રયાસ કરતાં ઉદ્ધતાઈભર્યો જવાબ મળતા તેમણે C ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જાણ થતાં પોલીસ, 108 અને શિશુમંગલ સંસ્થાની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકીનો કબજો લઈ તેને શિશુમંગલ સંસ્થામાં રાખી હતી. પોલીસે માતા-પિતા અને બાળકીના નિવેદન લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 18 Aug 2026 11:47 AM (IST)

    ભાવનગરમાં કૂવામાં પડી ત્રણ યુવકોના મોત, રેડ મામલે ઉઠ્યા સવાલ

    ભાવનગરના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં ત્રણ યુવકો કૂવામાં પડી જતા મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસ દરોડો પાડવા પહોંચી હોવાનો દાવો છે. પોલીસની રેડની જાણ થતાં તમામ લોકો નાસી છૂટ્યા હોવાની માહિતી વચ્ચે ભાગવાના પ્રયાસમાં ત્રણ યુવકો કૂવામાં પડી ગયા હતા, જેના કારણે ત્રણેયના મોત થયા હતા. જોકે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વરતેજ પોલીસે દરોડો પાડ્યો હોવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ પોલીસની રેડ દરમિયાન જ આ ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે, જેને પગલે સમગ્ર મામલે સવાલો ઉઠ્યા છે.

  • 18 Aug 2026 11:41 AM (IST)

    સુરતમાં ભેળસેળિયા વેપારીઓ સામે આરોગ્ય વિભાગના દરોડા

    સુરતમાં તહેવારને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે ફરાળી સામગ્રી વેચતા વેપારીઓના ત્યાં તપાસ હાથ ધરી છે. હલકી ગુણવત્તાના ફરાળી લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો અંગે ચેકિંગ કરી ટીમે સાબુદાણા, સામો સહિત વિવિધ ફરાળી લોટના સેમ્પલ લીધા છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ છે કે નહીં તે અંગે સેમ્પલની તપાસ કરવામાં આવશે અને રિપોર્ટના આધારે વેપારીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરાશે.

  • 18 Aug 2026 11:41 AM (IST)

    આરોપીને જાહેરમાં માર અને સોશિયલ મીડિયા પોસ્ટ મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણી

    આરોપીઓને જાહેરમાં માર મારવા અને સોશિયલ મીડિયા પર વિવાદિત કન્ટેન્ટ પોસ્ટ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની સુનાવણી હાથ ધરી છે. કોર્ટે કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્યોને નોટિસ ફટકારી ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન હોવા છતાં આરોપીઓને જાહેરમાં માર મારવાના મુદ્દે જવાબ માંગ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર મુકાતા વિવાદિત કન્ટેન્ટને દૂર કરવા માટેની વ્યવસ્થા અને યોજના અંગે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે.

  • 18 Aug 2026 11:37 AM (IST)

    પ્રાંતિજમાં આધેડનું આપઘાત, સારવાર દરમિયાન મોત

    સાબરકાંઠાના પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં દૂધ ડેરી નજીક આધેડે આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક મદદે આવી તેમને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ એકલવાયા જીવન અને ગંભીર બીમારીથી કંટાળીને આધેડે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 18 Aug 2026 10:25 AM (IST)

    સિઝનમાં પ્રથમવાર 135.21 મીટરે પહોંચ્યો નર્મદા ડેમ

    સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 135.21 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 12 સેમીનો વધારો થયો છે, જ્યારે ઉપરવાસમાંથી 10,200 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી હવે માત્ર 3.47 મીટર દૂર છે. અત્યાર સુધીમાં ડેમ 88.80 ટકા ભરાઈ ગયો છે.

  • 18 Aug 2026 09:44 AM (IST)

    ગણદેવી તાલુકામાં ધોળા દિવસે દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ

    નવસારીના ગણદેવી તાલુકામાં ધોળા દિવસે દીપડો દેખાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કછોલી અને અંચેલી ગામ વચ્ચે આવેલી વાડીમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. ચીકુ અને આંબાની વાડીઓમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર દીપડો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી દીપડાની સતત અવરજવરથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. દીપડાની લટાર અંગે ખેડૂતોએ વન વિભાગને જાણ કરી દીધી છે અને દીપડાને પકડવા જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

  • 18 Aug 2026 08:50 AM (IST)

    ઋષિકેશમાં ધસમસતા પાણી વચ્ચે જીપ ફસાઈ, બે વ્યક્તિઓનું રેસ્ક્યૂ

    ઉત્તરાખંડના ઋષિકેશમાં બીન નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એક જીપ ફસાઈ જતા તેમાં સવાર બે વ્યક્તિઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં SDRFના જવાનો ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પાણીના તેજ પ્રવાહ વચ્ચે જવાનોને જીવના જોખમે દોરડા સહિતના રેસ્ક્યૂ સાધનોની મદદથી બંને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ભારે જહેમત બાદ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

  • 18 Aug 2026 08:41 AM (IST)

    ગાંધીનગરમાં વરસાદ બાદ આરોગ્ય ટીમ એક્શનમાં, 32 એકમોને નોટિસ

    ગાંધીનગરમાં વરસાદ બાદ ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગે કાર્યવાહી તેજ કરી છે. વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, જ્યારે 32 જેટલા એકમોમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતા નોટિસ ફટકારવામાં આવી છે. બાંધકામ સાઇટ ઉપરાંત દિલ્લી પબ્લિક સ્કૂલ, પી.આર. પટેલ સ્કૂલ અને ભંગારના ગોડાઉન સહિતના એકમો સામે પણ બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે. નોટિસ પાઠવાયેલા એકમો પાસેથી 15 હજારથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે, જેમાં સરગાસણ, કોબા અને કુડાસણના એકમોનો સમાવેશ થાય છે.

  • 18 Aug 2026 08:40 AM (IST)

    વિદ્યાર્થીઓ સામે ઝૂકી સોરેન સરકાર, JSSC-CGL પરીક્ષા રદ

    ઝારખંડમાં આંદોલનકારી વિદ્યાર્થીઓની માગણીઓ સામે સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની ચાર કલાકની બેઠક બાદ JPSC બાદ હવે JSSC-CGLની પરીક્ષા પણ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આઉટસોર્સિંગ એજન્સી TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ કરાશે, જ્યારે 2014થી લેવાયેલી દરેક પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરાઈ છે. સરકારના આ નિર્ણય બાદ આંદોલનકારી વિદ્યાર્થીઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો.

  • 18 Aug 2026 08:07 AM (IST)

    રાજ્યમાં વરસાદની 5 સિસ્ટમ સક્રિય, અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

    રાજ્યમાં હાલ વરસાદની 5 સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સક્રિય થતાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

  • 18 Aug 2026 07:52 AM (IST)

    23 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, 6 વિસ્તારોમાં યલો એલર્ટ

    આગામી દિવસોમાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 23 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

Published On - Aug 18,2026 7:51 AM

Follow Us
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
g clip-path="url(#clip0_868_265)">