AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 નવેમ્બરના મહત્વના સમાચાર : જૂનાગઢમાં SOGએ ગાંજાનો મોટો જથ્થો ઝડપ્યો, કારમાં ગાંજાની હેરાફેરી કરતા 3 શખ્સ ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2026 | 8:06 AM
Share

આજે 17 નવેમ્બર મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 નવેમ્બરના મહત્વના સમાચાર : જૂનાગઢમાં SOGએ ગાંજાનો મોટો જથ્થો ઝડપ્યો, કારમાં ગાંજાની હેરાફેરી કરતા 3 શખ્સ ઝડપાયા

LIVE NEWS & UPDATES

  • 17 Nov 2026 08:06 AM (IST)

    પાટણના હાંસાપુર ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભૂવાનું મોત, ધૂણતા ધૂણતા અચાનક ઢળી પડ્યો

    પાટણના હાંસાપુર ગામે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. કાર્યક્રમમાં ધૂણતા ધૂણતા અચાનક એક ભૂવો જમીન પર ઢળી પડ્યો હતો. ચાલુ કાર્યક્રમમાં ભૂવો અચાનક ઢળી પડતાં ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે ભૂવાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • 17 Nov 2026 07:59 AM (IST)

    જૂનાગઢમાં SOGએ 14.81 લાખનો ગાંજાનો જથ્થો ઝડપ્યો, 3 આરોપી ઝડપાયા

    જૂનાગઢમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ગાંજાની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે કારમાં ગાંજાની હેરાફેરી કરી રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કુલ 29.634 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 14.81 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે કાર અને મોબાઈલ સહિત કુલ 16.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં ગાંજાની હેરાફેરીમાં કુલ છ શખ્સોની સંડોવણી સામે આવી છે. જેમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ફરાર અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ અને કવાયત હાથ ધરી છે.

આજે 17 નવેમ્બર મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Nov 17,2026 7:56 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">