17 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : સુરતમાં નવરાત્રિ દરમિયાન સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર નરાધમોને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, ગુનો સાબિત કરવા લેવાઈ 47 સાક્ષીઓની જુબાની, પીડિતાને 10 લાખની સહાય કરવા હુકમ
આજે 17 ફેબુઆરી શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Gujarat local body elections 2025 : રાજ્યમાં યોજાયલી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિરસ મતદાન જોવા મળ્યુ છે. જો કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા તંત્રને હાંશકારો થયો છે. રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન થયુ છે, વર્ષ 2018ની સરખામણીએ મતદાનમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. જુનાગઢ મનપામાં સરેરાશ 44 ટકા મતદાન થયુ છે. આ સાથે રાજ્યની 66 નગરપાલિકાની 1677 બેઠકો પર યોજાયેલી ચૂંટણીના 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયુ છે. જેમના ભાવિનો ફેંસલો 18 ફેબ્રુઆરીએ થશે.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ: જમાલપુરની સના એપાર્ટમેન્ટ-7 ને AMCની નોટિસ
- અમદાવાદ: જમાલપુરની સના એપાર્ટમેન્ટ-7 ને AMCની નોટિસ
- નોટિસમાં ઇમારત ગેરકાયદે હોવાનું કારણ દર્શાવાયું
- 9 માળની 210 મકાન વાળી ઇમારત ખાલી કરવા નોટિસ
- 7 દિવસમાં ઇમારત ખાલી કરવાની અપાઇ મુદત
- ઇમારત બન્યાનાં 4 વર્ષે મનપાને થઇ જાણ
- પાણી અને ડ્રેનેજનું જોડાણ કાપવા પણ AMC કરશે કાર્યવાહી
-
સ્ટાફ નર્સ પરીક્ષામાં કથિત ગોટાળા મામલે કોંગ્રેસે તપાસની માગ કરી
સ્ટાફ નર્સ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકાર પર કર્યા સવાલ…ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્ટાફ નર્સ પરીક્ષાની તપાસ હાઇકોર્ટના જજની કમિટી કરે એવી માગણી કરી છે. સાથે પરીક્ષાની SOP અમલીકરણના મુલ્યાંકન, ABCD પેટર્ન અને સીસીટીવી ચકાસવા કરી રજૂઆત. સરકાર પર પ્રહાર કરતા મનિષ દોષીએ કહ્યું કે.સરકારી ભરતીમાં ગેરરીતિ અગાઉ પણ ઘટી છે. સાથે મનિષ દોષીએ પ્રોવિઝનલ આન્સર કીમાં ABCDની સીકવેન્સ ગોઠવણ સામે પણ સવાલ ઉઠાવ્યા.
-
-
ભૂતકાળની સરકાર મહેમાનોને સીદી સૈયની જાળીની ભેટ આપતી- નીતિન પટેલ
નીતિન પટેલે આ વખતે કોંગ્રેસને આડે હાથ લેતા, ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર વખતે મહેમાનોને અપાતી સીદી સૈયદની જાળીની ભેટ પર સવાલ ઉઠાવ્યો છે. નીતિન પટેલે મહેસાણાના એક કાર્યક્રમમાં જણાવ્યું કે કોંગ્રેસના સમયમાં બહારથી આવેલા મહેમાનોને સીદી સૈયદની જાળી આપતી, આ જાળી સાથે ગુજરાતની સંસ્કૃતિ અને સનાતન ધર્મનો કોઇ સંબંધ નથી. જ્યારે મોદી સરકાર આવ્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભેટ અપાય છે. તો આ તરફ કોંગ્રેસ પ્રવક્તાએ નીતિન પટેલ સામે નિશાન સાધતા કહ્યું કે ચર્ચામાં રહેવા માટે નીતિનભાઇ આવા નિવેદનો કરે છે. જેમાં કોઇ તથ્ય હોતું નથી.
-
અમદાવાદ: ગ્રાહકને વેજ ને બદલે પધરાવી દેવાઇ નોનવેજ બિરીયાની
- અમદાવાદ: ગ્રાહકને વેજ ને બદલે પધરાવી દેવાઇ નોનવેજ બિરીયાની
- ગ્રાહકે આપ્યો હતો ઓનલાઇન ઓર્ડર
- ગ્રાહકે AMCનાં ફૂડ વિભાગમાં કરી ફરિયાદ
- ગ્રાહકે સાઉથ બોપલનાં એકમમાંથી મંગાવી હતી બિરીયાની
- ગ્રાહકે ઓર્ડર મોકલનાર એકમને ફરિયાદ કરતા તેમણે પણ ભુલ સ્વિકારી
- થોડી બિરીયાની આરોગ્યા બાદ ગ્રાહકને થઇ જાણ
- બિરીયાની આરોગ્યા બાદ યુવકની લથડી તબિયત
- શાકાહારી યુવકનો ધાર્મિક લાગણી દુભાયાનો આરોપ
-
વિકૃત માનસિકતાએ મહિલાઓની ગરિમા લજવી
- વિકૃત માનસિકતાએ મહિલાઓની ગરિમા લજવી
- મહિલાઓના મેડિકલ ચેકઅપના અનેક વીડિયો લીક
- વીડિયો લીકથી મેડિકલ જગતમાં મચ્યો ખળભળાટ
- મહિલા દર્દીઓને ઈન્જેક્શન લગાવતા સમયના દ્રશ્યો લીક
- ટેસ્ટ, ચેકઅપ સમયના CCTV ફૂટેજને કર્યા વાયરલ
- વીડિયો ક્યાંના છે તેને લઈને હજુ કોઈ જાણકારી નહીં
- કેટલાક વીડિયોમાં ગુજરાતી ભાષામાં થઈ રહ્યો છે સંવાદ
- ભાષાના કારણે ગુજરાતના વીડિયો હોવાની પ્રબળ શક્યતા
- દક્ષિણ ભારતના સૌથી વધુ વીડિયો હોવાનું આવ્યું સામે
-
-
ડિપોર્ટ કરાયેલા વધુ 33 ગુજરાતીઓની ઘર વાપસી
- અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની વતન વાપસી
- ડિપોર્ટ કરાયેલા વધુ 33 ગુજરાતીઓની ઘર વાપસી
- 10 વર્ષથી નાના 8 બાળકો સહિત 33 ગુજરાતીઓ પરત ફર્યા
- પરત ફરનારમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના સૌથી વધુ લોકો
- નરોડા, નારણપુરા, કલોલ અને ડિંગુચાના પરિવારો પણ સામેલ
- એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, સ્ટેટ આઈબી, જિલ્લા પોલીસ હાજર
- તમામને પોલીસ સલામતી હેઠળ નિવાસસ્થાને પહોંચાડવાની વ્યવસ્થા
- ગત મોડી રાત્રે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 112 ભારતીયો પહોંચ્યા હતા અમૃતસર
-
સુરત: નવરાત્રીમા સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમોને આજીવન કેદ
- સુરતઃ માંગરોળના સામૂહિક દુષ્કર્મમાં આરોપીઓને આજીવન કેદની સજા
- દોષિત મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદ
- કોર્ટે બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા સંભળાવી
- નવરાત્રિમાં ત્રણ નરાધમોએ સગીરા પર કર્યું હતું સામૂહિક દુષ્કર્મ
- અગાઉ એક આરોપી શિવશંકરનું શ્વાસની તકલીફ બાદ થયું હતું મોત
- પીડિતાને 10 લાખની સહાય કરવા કોર્ટે કર્યો હુકમ
- પોક્સો અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ કોર્ટે સંભળાવી સજા
-
જામનગર: દ્વારકા જતા પદયાત્રીઓ સાથે હીટ એન્ડ રનની ઘટના
- જામનગર: દ્વારકા જતા પદયાત્રીઓ સાથે હીટ એન્ડ રનની ઘટના
- જોડીયાના બાલંભા નજીક અજાણ્યા વાહને પદયાત્રીઓને લીધા અડફેટે
- અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત, અન્ય ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત
- 13થી 14 મહિલા પદયાત્રીઓ જઈ રહ્યા હતા દ્વારકા
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જોડિયા સરકારી હોસ્પિટલ ખસેડાયા
- અકસ્માત સર્જી ભાગી છૂટેલા ચાલકને પકડવા માગ
- પોલીસે ફરાર વાહન ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા
-
ઉત્તર પ્રદેશ: લગ્નના વરઘોડામાં ફાયરિંગમાં બાળકનું મોત
- ઉત્તર પ્રદેશ: લગ્નના વરઘોડામાં ફાયરિંગમાં બાળકનું મોત
- વરઘોડો જોઈ રહેલ અઢી વર્ષના બાળકનું ગોળી વાગતા મોત
- અગાપુરમાં લગ્નના વરઘોડામાં ઉજવણી દરમિયાન બની ઘટના
- બિલ્ડિંગના 5માં માળેથી પિતા સાથે બાળક જોઈ રહ્યો હતો વરઘોડો
- વરઘોડામાં વરરાજાની બગી પર ચઢેલા યુવકે કર્યું હતું ફાયરિંગ
- ફાયરિંગમાં બાળકને માથામાં ગોળી વાગતા સારવાર દરમિયાન મોત
- ઘટના બાદ ફાયરિંગ કરનાર આરોપી ફરાર
- પોલીસે ગુનો નોંધી વરરાજા અને અન્ય સગાસંબંધીઓને કર્યા જેલહવાલે
- વરઘોડામાં ફાયરિંગ કરનાર આરોપીની શોધખોળ ચાલુ
-
વડોદરાઃ શિવરાત્રીએ નીકળનારી શિવજી કી સવારી પર ગરમાઈ રાજનીતિ
- વડોદરાઃ શિવરાત્રીએ નીકળનારી શિવજી કી સવારી પર ગરમાઈ રાજનીતિ
- ધારાસભ્ય યોગેશ પટેલે કાઢ્યો બળાપો
- વડોદરા મનપાએ બિલ મંજૂર ન કરતા બગડ્યા યોગેશ પટેલ
- શિવજી કી સવારીની જવાબદારી કોર્પોરેશનને નહીં કલેક્ટરને સોંપવાની રજૂઆત
- યોગેશ પટેલે CM ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત
- મહાનગરપાલિકા પર યોગેશ પટેલે કર્યા પ્રહાર
- “જેની દાનત ખોરી હોય તે ન જ આપી શકે રૂપિયા”
-
ભાવનગરઃ જાનૈયાઓની બસ સળગતા નાસભાગ
- ભાવનગરઃ જાનૈયાઓની બસ સળગતા નાસભાગ
- ખાનગી ટ્રાવેલ્સની બસ ભડકે બળતા જાનૈયાઓ બસમાંથી કૂદયા
- તમામ જાનૈયાઓએ ઈમરજન્સી બારીમાંથી કૂદી જીવ બચાવ્યો
- ભાવનગરના નારી ગામથી ગારીયાધારના ઘોબા ગામે જતી બસ સળગી
- સિહોરના તાલુકાના બજુડના પાટીયા પાસે બસમાં લાગી આગ
- આગમાં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને ખાખ
-
ભાવનગરઃ લીમડી ચોક વિસ્તારમાં ટ્રક નીચે 4 મજૂર દબાયા
- ભાવનગરઃ લીમડી ચોક વિસ્તારમાં ટ્રક નીચે 4 મજૂર દબાયા
- કન્સ્ટ્રક્શન સાઈટ પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી
- ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી તમામ મજૂરોનુ કર્યુ રેસ્ક્યૂ
- દુર્ઘટામાં બે મજૂરોને પહોંચી ગંભીર ઈજા
- ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
-
મહાકુંભઃ અત્યાર સુધીમાં 52 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અત્યાર સુધીમાં 52 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. 26મી ફેબ્રુઆરી સુધી મહાકુંભનું આયોજન કરવામાં આવશે.
-
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા 4.0
દિલ્હી-NCRમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સવારે 5.36 કલાકે ધરતી જોરદાર આંચકા સાથે ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર નીચે હતું.
-
તાપી: શ્રમિકનાં મોતથી પરિજનોમાં આક્રોશ
- તાપી: શ્રમિકનાં મોતથી પરિજનોમાં આક્રોશ
- પરિજનોએ કર્યો રસ્તા પર ચક્કાજામ
- વાલોડના બુહારી પાસે ભેખડ ધસી પડતા મજૂરનું મોત
- પાણી પુરવઠા વિભાગની કામગીરી દરમિયાન બની ઘટના
- વ્યારાના બોજપૂર ગામનાં 25 વર્ષીય શ્રમિકનું મોત
- શ્રમિકનાં મોતને કારણે પરિજનોમાં આક્રોશ
- કોન્ટ્રાક્ટર પર બેદરકારીનો આરોપ
- કોન્ટ્રાક્ટર સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકારવાની માગ
- પોલીસ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે
-
ભરૂચ: અંકલેશ્વરના ગડખોલમાં પાણીની ટાંકીને તોડી પડાઇ
- ભરૂચ: અંકલેશ્વરના ગડખોલમાં પાણીની ટાંકીને તોડી પડાઇ
- જર્જરીત પાણીની ટાંકીમાં થોડા દિવસ અગાઉ યુવાન ગબડી પડ્યો હતો
- ભારે જહેમત બાદ યુવાનને 12કલાકે બહાર કાઢાયો હતો
- સાવચેતીના ભાગરૂપે ટાંકીને તોડી પાડવાનો નિર્ણય
- સુરક્ષિત રીતે ટાંકીને તોડી પડાઇ
-
સુરતમાં યુવકને અપાઈ તાલિબાની સજા
સુરતમાં યુવક પર અમાનુષી અત્યાચારનો વીડિયો વાયરલ થયો. યુવકને બાંધી પટ્ટાથી ઢોરમાર માર્યો માર્યો. યુવકને તાલિબાની સજા અપાઈ હોવાની સૂત્રો દ્વારા માહિતી. વીડિયો સુરતના ડીંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.
-
આજથી કત્તારના અમીર શેખ બે દિવસની ભારત મુલાકાતે
આજથી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની બે દિવસીય ભારત પ્રવાસે આવવાના છે. દરમિયાન એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે રહેશે. કતારના અમીર શેખ અલ થાની વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ મળશે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના માનમાં ડિનરનું આયોજન કરશે.
-
ખેડાઃ નશાબાજ પ્રિસાઇડિંગ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ
- ખેડાઃ નશાબાજ પ્રિસાઇડિંગ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ
- મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
- મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં હતો ફરજ પર
- મતદાન કેન્દ્ર પર પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં હતો
- પ્રિસાઈડિંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક
- ઝોનલ અધિકારી દિપક પરમારે પીધેલા પ્રિસાઇડિંગ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
-
મહેસાણા: ખેરાલુના મોટી હિરવાણીમાં મતદાન મથકે બબાલ મામલે ફરિયાદ
- મહેસાણા: ખેરાલુના મોટી હિરવાણીમાં મતદાન મથકે બબાલ મામલે ફરિયાદ
- પેટા ચૂંટણીના બુથ પર બબાલ મામલે કોંગ્રેસે કરી અરજી
- ભાજપના કાર્યકર્તા સામે કોંગ્રેસના તાલુકા પ્રમુખે નોંધાવી ફરિયાદ
- ભાજપ કાર્યકર્તાઓએ મારામારી કર્યાનો કોંગ્રેસનો આરોપ
- કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ રાજપૂતને આપી પોલીસને લેખિત ફરિયાદ
- હિરવાણી ગામના બુથ પર બોગસ મતદાનનો કોંગ્રેસનો આક્ષેપ
Published On - Feb 17,2025 7:00 AM





