AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 ઓકટોબરના મહત્વના સમાચાર : રાજ્યકક્ષાના પ્રધાનો જ્યાં બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-2 માં બંધ રાખેલા 6 કાર્યાલય મંત્રી માટે તૈયાર કરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2025 | 9:56 PM
Share

આજે 16 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

16 ઓકટોબરના મહત્વના સમાચાર : રાજ્યકક્ષાના પ્રધાનો જ્યાં બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-2 માં બંધ રાખેલા 6 કાર્યાલય મંત્રી માટે તૈયાર કરાયા

આજે 16 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Oct 2025 09:33 PM (IST)

    રાજ્યકક્ષાના પ્રધાનો જ્યાં બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-2 માં બંધ રાખેલા 6 કાર્યાલય મંત્રી માટે તૈયાર કરાયા

    સચિવાલયમાં મંત્રીઓના રાજીનામા બાદ પણ રાજકીય હલચલ તેજ રહેવા પામી છે. મંત્રીઓના કાર્યાલય અને કેબિન ખાલી કરવા સાથે બંધ કેબીનો પણ ખોલવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ 2 માં બીજા માળે બંધ 2 ઓફિસ ખોલવામાં આવી છે. બંધ પડેલી ઓફિસ ખોલીને તેમાં કલર કામ અને સાફ સફાઈ સહિતનું કામ હાથ ધરાયુ છે. નવા મંત્રીને નવી કેબિન મળે તે અંગે માર્ગ અને મકાન તેમજ પાટનગર યોજના ભવનના તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કુલ 6 કેબિનનું કામ સોંપવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. બે કેબિનમાં કલરકામ બાદ આવતીકાલે અન્ય 4 કેબિનમાં ફણ કલર કામ હાથ ધરાશે.

  • 16 Oct 2025 08:42 PM (IST)

    ભાવનગરમાં સસરાએ જમાઈને છરીના ઘા મારીને મારી નાખ્યો

    ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં સસરાએ તેના જમાઈ પર છરી વડે હુમલો કરી મોત નિપજાવી ફરાર થઈ ગયા હતા. આ ધટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી.  લઈ પોલીસ ગણતરીની કલાકોમાં સસરા અને પત્નીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

  • 16 Oct 2025 08:30 PM (IST)

    રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આ ધારાસભ્યોને લાલ લાઈટની શુભેચ્છા પાઠવી

    રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેટલાક ધારાસભ્યને લાલ લાઈટની શુભેચ્છા પાઠવી છે.  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રામ ભાઈ મોકરિયાએ કહ્યું કે, ડો. દર્શીતા શાહ, ઉદય કાનગડ અને રમેશ ટીલારા નવી જવાબદારીઓ માટે ગાંધીનગર ગયા છે. લાલ લાઈટ સાથે રાજકોટ પાછા આવે તેવી શુભેચ્છાઓ પાઠવુ છું.

  • 16 Oct 2025 07:47 PM (IST)

    ગુજરાત હાઈકોર્ટે, ભદ્ર પરિસરના રસ્તાઓ અને ફૂટપાથ પર વેપારી અને હોકર પર લગાવ્યો પ્રતિબંધ

    કોમનવેલ્થ ગેમ્સના આયોજન પહેલા અમદાવાદ શહેરના ઐતિહાસિક વારસા અને પ્રવાસન અંગે હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ભદ્ર પરિસરમાં રસ્તાઓ અને ફૂટપાથ પર વેપારી અને હોકર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ચુકાદા બાદ,  ભદ્ર પરિસરની સાફસફાઈ અને પુનર્વિકાસ યોજના આવશે અમલી. ભદ્ર આસપાસ હેરિટેજ ઝોન અને મહત્વપૂર્ણ જાહેરમાર્ગ હોવાની AMC એ કરી હતી દલીલ. 1500 થી વધુ વેપારીઓએ ગેરકાયદે કબજો કરી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હોવાની સરકાર પક્ષે રજૂઆત થઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ પહેલા ભદ્ર કિલ્લો, ત્રણ દરવાજા અને જૂના શહેરનો વિકાસ એ સરકારની પ્રાથમિકતા હોવાની કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર, AMC ની તમામ દલીલો હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી એન રાયની બેન્ચે 2 દિવસની દલીલ  બાદ આપ્યો મહત્વનો ચુકાદો.

  • 16 Oct 2025 07:43 PM (IST)

    મંત્રીમંડળના સભ્યોની શપથવિધિમાં પ્રમુખ સાધુ, સંતો, મહંતો પણ આપશે હાજરી

    ગાંધીનગર ખાતે આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાશે. ગુજરાત સ્થિત વિવિધ ધર્મ, સંપ્રદાય, તબકાના પ્રમુખ સાધુ, સંતો, મહંતો શપથવિધિમાં વિશેષ હાજરી આપશે. ભાજપ નેતા અને સંત આગેવાન ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ શરૂ કરાયેલી પ્રથાને સતત આગળ વધારવામાં આવશે. “ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે”  આવતીકાલે જે પણ થશે તે ગુજરાત માટે થશે.

  • 16 Oct 2025 07:00 PM (IST)

    CM નિવાસસ્થાને જે પી નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય મહામંત્રી, પ્રદેશ મહામંત્રીની યોજાશે બેઠક

    રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા  ગાંધીનગર પહોંચ્યા છે. મોડી રાત્રે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ પહોંચશે ગાંધીનગર. વહીવટી કારણોસર તમામ મંત્રીઓના રાજીનામાં લેવાયા હોવાની ચર્ચા. જો કે 6 કે વધુ પ્રધાનોને કરાશે રિપીટ. રાત્રે 8 વાગે સીએમ નિવાસ સ્થાને બેઠક યોજાશે. જે પી નડ્ડાની સી એમ સાથે બેઠક છે. જેમા સંગઠન મહામંત્રી, રાષ્ટ્રીય મહામંત્રી પ્રદેશ પ્રમુખ રહેશે હાજર. બેઠકમાં નવા મંત્રીઓના નામ પર લાગશે મહોર. બેઠક બાદ રાજ્યપાલને રાજીનામાનું લિસ્ટ સોંપશે. પદનામીત મંત્રીઓનું પણ અપાશે લિસ્ટ.

  • 16 Oct 2025 06:26 PM (IST)

    કૃષિ મંત્રી રાઘવજી પટેલે, સ્વર્ણિમ સંકુલ ખાતેના કાર્યાલયને ખાલી કર્યું

    ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આવેલ કૃષિ મંત્રી રાઘવજી પટેલના કાર્યાલયને ખાલી કરાયું છે. કાર્યાલયમાંથી તમામ દસ્તાવેજો સહિતની વસ્તુઓ દૂર કરાઈ છે. કૃષિ મંત્રીના અંગત મદદનીશ સહિતના સ્ટાફને સૂચના અપાઈ છે.

  • 16 Oct 2025 06:24 PM (IST)

    આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા – પ્રવીણ રામની બોટાદ પોલીસે કરી અટકાયત

    બોટાદ તાલુકાના હડદડ ગામે, ગત 12 ઓક્ટોબરના રોજ થયેલ ઘર્ષણ મુદ્દે બોટાદ પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજૂ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદથી અટકાયત કરીને બોટાદ એસપી ઓફિસે લઈ જવાયા છે. હડદડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત ખેડૂત મહાસંમેલનમાં, પોલીસ પર પથ્થર મારો થયો હતો. જે બાદ પોલીસ દ્રારા ટીયર ગેસના સેલ છોડી પ્રદર્શનકારી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. બોટાદ પોલીસ દ્રારા 85 લોકો વિરુદ્ધ 307 તેમજ રાયોટિંગનો ગુનો  નોંધ્યો હતો.

  • 16 Oct 2025 05:17 PM (IST)

    વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, ધરમપુર કપરાડા સહિત આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ

    વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધરમપુર કપરાડા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં  ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે પણ વરસાદની કરી હતી આગાહી. વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતી સેવાઈ છે. ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે.

  • 16 Oct 2025 05:11 PM (IST)

    જામનનગર હાપા માર્કેટયાર્ડમા મગફળીના ભાવમાં બોલાયો કડાકો, 1600ના થયા 950

    જામનગર હાપા યાર્ડમાં મગફળીની મબલખ આવક થવા પામી છે. અન્ય યાર્ડની સરખામણીએ જામનગર યાર્ડમાં ભાવ વધુ મળતા હોવાનું સેક્રેટરીએ જણાવ્યું છે. યાર્ડમાં દરરોજ 4500થી પાંચ હજાર ગુણીની મગફળીની આવક થઈ રહી છે. 66 નંબરની મગફળીમાં એક જ દિવસમાં 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. મગફળીના નીચા ભાવને લઈને ખેડૂતોમાં આક્રોશ વ્યાપો છે. ધરતીપુત્રો સાથે રીતસરની છેતરપિંડી થઈ રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ગઈકાલે જે મગફળીનો 1600 રૂપિયાથી વધુ ભાવ બોલાયો એ જ મગફળી આજે 950 રૂપિયાનો ભાવ, ખેડૂતોનો સવાલ આમ કેમ થયું ? યાર્ડ નથી આ કતલખાનું છે, દલાલો અને વેપારીઓ મળીને ખેડૂતોની કતલ કરે છે તેમ ખેડૂતોનું કહેવું છે.

  • 16 Oct 2025 04:33 PM (IST)

    વડોદરામાં નિવૃત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરીને 64.41 લાખ રૂપિયા પડાવ્યા

    વડોદરા શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત બેંક કર્મચારીને ડિજિટલ અરેસ્ટ રાખી 64 લાખ પડાવ્યા છે. સીમકાર્ડ મની લોન્ડરીંગમાં વપરાયું હોવાનું કહી સાયબર માફિયાઓએ CBI-RBIના નામે બ્લેકમેઈલ કર્યા હતા. સમગ્ર મામલે સિનિયર સિટીઝને વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. માફિયાઓએ 23 મેથી 18 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને તેમની પાસેથી 64.41 લાખ રૂપિયા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે.

  • 16 Oct 2025 04:21 PM (IST)

    તમામ પ્રધાનો CM ભૂપેન્દ્ર પટેલને, આજે સોંપી દેશે રાજીનામા

    વર્તમાન સરકારના તમામ મંત્રીઓ સીએમ ભૂપેન્દ્ર પટેલને સોંપશે રાજીનામુ. નવા મંત્રી મંડળ માટેનો માર્ગ  મોકળો કરાશે. જો કે જે મંત્રીઓને ડ્રોપ કરવાના છે એમના જ રાજીનામાં સી એમ મોડી રાત્રે રાજ્યપાલને સુપરત કરશે. સાથે જ નવા મંત્રીઓના નામ સાથેનું list પણ રાજ્યપાલને સોંપવામાં આવશે.

  • 16 Oct 2025 04:19 PM (IST)

    પંચમહાલના હાલોલના ચન્દ્રપુરા રોડ પર પ્લાયવુડના ગોડાઉનમાં લાગી આગ

    પંચમહાલના હાલોલના ચન્દ્રપુરા રોડ પર સ્કેપના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં ભરેલા લાકડાના જથ્થામાં લાગી આગ લાગી છે. હાલોલ, કાલોલ નગરપાલિકા સહિત 6 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચ્યા છે. હાલોલ મામલતદાર પોલીસ સહિતની ટિમો ઘટના સ્થળે પહોચી છે. આગને પગલે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાયો છે. આગમાં લાખોનો લાકડાં પ્લાયવુડનો જથ્થો બળીને ખાક થયો છે. ઘટના સમયે ગોડાઉનમાં 20 થી 25 લોકો કામ કરી રહ્યા હતા આગની ઘટનામાં તમામનો બચાવ થયો છે.

  • 16 Oct 2025 03:42 PM (IST)

    મંત્રીમંડળ વિસ્તરણના આગલા દિવસે જ ડાંગ ભાજપમાં પડ્યુ ગાબડુ, પૂર્વ ધારાસભ્ય સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા

    ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પડ્યું, પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંગળ ગાવીતે કોંગ્રેસમાં આવતા જ મનરેગમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતા ટકાવારીના ગંભીર આક્ષેપ કર્યા હતા.

  • 16 Oct 2025 02:43 PM (IST)

    પ્રધાનમંડળના વિસ્તરણ વચ્ચે ડાંગ જિલ્લા ભાજપમાં ભંગાણ

    પ્રધાનમંડળના વિસ્તરણ વચ્ચે ડાંગ જિલ્લા ભાજપમાં ભંગાણ પડ્યુ છે. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા. મંગળ ગાવીત મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. ભાજપના સક્રિય કાર્યકર દિપક પીપળે, અને લાલભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા છે. દિપક પીપળેએ તાલુકા પંચાયત આહવાના સભ્ય છે. લાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય, અને અગ્રણી વસંતભાઈ કોંગ્રેસમાં જોડાયા. મંગળ ગાવીત કોંગ્રેસમાં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ છે.

  • 16 Oct 2025 02:40 PM (IST)

    વડોદરાઃ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સરનો નાશ કરાયો

    વડોદરામાં પોલીસે અવાજનું પ્રદૂષણ ફેલવાતા 108 મોડીફાય સાયલેન્સરનો નાશ કર્યો છે. ઘણા બાઈકસવારો સીન-સપાટા કરવા માટે બાઈકના ઓરિજનલ સાયલેન્સરને મોડીફાય કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલવાતા સાયલેન્સર લગાવતા હોય છે. આવા વાહનચાલકો પાસેથી જપ્ત કરાયેલા સાયલેન્સર પર પોલીસે બુલડોઝર ફેરવીને નાશ કર્યો છે..શહેરના પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધી પકડાયેલા સાયલેન્સરનો નાશ કરાયો છે.

  • 16 Oct 2025 02:37 PM (IST)

    મહેસાણા: મોબાઈલ ટાવર પર ચડ્યો અજાણ્યો યુવક

    મહેસાણા: વડનગરના અર્જુન બારી વિસ્તારમાં મોબાઈલ ટાવર પર અજાણ્યો યુવક ચડ્યો. યુવકે મોબાઈલ ટાવર પર ચડી જીવ જોખમમાં મૂક્યો. વડનગરમાં ટાવર પર ચડવાની આ બીજી ઘટના છે. તંત્રએ ટાવર પરથી યુવકને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી.

  • 16 Oct 2025 01:58 PM (IST)

    મંત્રીમંડળ વિસ્તરણને લઈને મહત્વના સમાચાર

    મંત્રીમંડળ વિસ્તરણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાંજે 5 વાગ્યા સુધીમાં મંત્રીમંડળમાં કોણ હશે તે સ્પષ્ટ થશે. CM નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં મોટી કાર્યવાહી થશે. જે પ્રધાનોને ડ્રોપ કરવામાં આવશે તેમની પાસેથી રાજીનામા લેવાશે. જે ધારાસભ્યો પ્રધાન તરીકે શપથ લેશે તેમને મોડી રાતે જાણ કરાશે. 3થી 4 કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને સ્થાન મળશે. મોટા ભાગમાં નવા પ્રધાનો મૂળ ભાજપના જ હશે. તમામ વર્ગ સમાજને ધ્યાનમાં રાખી જાતિ સમીકરણ જોવા મળશે. યુવા અને અનુભવી ચહેરાઓનું નવા પ્રધાનમંડળમાં મિશ્રણ હશે.

  • 16 Oct 2025 01:57 PM (IST)

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદની આગાહી

    શુક્રવારથી દિવાળીની તહેવારની શરૂઆત થઇ જશે. ત્યારે હવામાન વિભાગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે. કમોસમી આફતના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. ગુજરાતમાંથી વરસાદે લગભગ વિરામ લીધો છે. પરંતુ હજુ પણ સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઇ નથી. ત્યારે મેઘરાજા છેલ્લે છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ કરી શકે છે. રાજ્યમાં શુક્રવારે જિલ્લાઓ જેવા કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, ભરુચ. ડાંગ,નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ સુધી 17 તારીખે હળવો વરસાદ પડી શકે છે. મુંબઈમાં પણ આ દિવસોમાં વરસાદ થવાની શક્યતા છે.

  • 16 Oct 2025 01:24 PM (IST)

    સુરતના કાપોદ્રામાં ખૂની ખેલ ખેલાયો

    સુરતના કાપોદ્રામાં ખૂની ખેલ ખેલાયો છે. કાપોદ્રાના હિંમતનગરમાં 40 વર્ષીય રત્નકલાકાર હીરાના કારખાનામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલો આરોપી કાળ બનીને રત્નકલાકાર પર તૂટી પડ્યા હતો. આરોપીએ રત્નકલાકાર પર ચપ્પુ વડે હુમલો કર્યો. આ જીવલેણ હુમલાથી રત્નકલાકાર રસ્તા પર ઢળી પડ્યો હતો અને બાઇક પર આવેલા બે આરોપી ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

  • 16 Oct 2025 11:35 AM (IST)

    સુરત : ખાનગી બસોમાં વતન જવા માટે લોકોનો ધસારો

    સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના અનેક લોકોએ સુરતને કર્મભૂમિ બનાવી છે. તેઓ દિવાળીનો તહેવાર ઉજવવા પોતાના વતન જવા નીકળતા દિવસ અને રાત બંને સમય જાણે સુરત ખાલી થઈ રહ્યું છે.  અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની સાથે ખાનગી બસોના સ્ટેન્ડ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે..

  • 16 Oct 2025 11:20 AM (IST)

    સુરત: સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારો ઝડપાયો

    સુરત: સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારો ઝડપાયો છે્. અમરોલી પોલીસે નરાધમની ધરપકડ કરી છે. સગીરાને લગ્નની લાલચ આપીને આરોપી ભગાડી ગયો હતો. અલગ-અલગ સ્થળે લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી.

  • 16 Oct 2025 10:59 AM (IST)

    ભરૂચ: એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત

    ભરૂચ: એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરાતી હતી. માંડવા ટોલ પ્લાઝા પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો મળ્યો છે. નેશનલ હાઈવે-48 પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી. ટ્રક સહિત કુલ 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો.

  • 16 Oct 2025 10:57 AM (IST)

    સુરત: નકલી પોલીસ બનીને હીરા પડાવનારો ઝડપાયો

    સુરત: નકલી પોલીસ બનીને હીરા પડાવનારો ઝડપાયો છે. આરોપીએ હીરા દલાલ પાસેથી અઢી લાખના હીરા પડાવ્યા. નકલી પોલીસની ઓળખ આપીને છેતરપિંડી આચરી હતી. ગોડાદરા પોલીસે આરોપી પાસેથી હીરા પણ જપ્ત કર્યા. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી.

  • 16 Oct 2025 10:09 AM (IST)

    વલસાડ: ગાડરિયા ગામે અસામાજિક તત્વોનો આતંક

    વલસાડ: ગાડરિયા ગામે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. પૈસાની લેવડ દેવડ મામલે યુવકને ઢોર માર માર્યો. યુવકે ઉછીના લીધેલા પૈસા પરત ન આપતા પથ્થરથી હુમલો કરવામાં આવ્યો. સ્થાનિકો તાત્કાલિક દોડી આવી યુવકને હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 16 Oct 2025 09:13 AM (IST)

    જામનગરઃ 100 કરોડથી વધુની કરચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધારની ધરપકડ

    જામનગરના 100 કરોડથી વધુની કરચોરી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ગણાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયાને કોર્ટ દ્વારા કડક શરતો સાથે આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટના આદેશ મુજબ, પેઢડીયાને 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન GSTના અમદાવાદ હેડક્વાર્ટરમાં હાજર રહેવું પડશે અને તમામ પુરાવાઓ સાથે તપાસમાં પૂરું સહકાર આપવો પડશે. નોંધનીય છે કે, GST વિભાગની તપાસમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો પ્રકાશમાં આવ્યા છે.

  • 16 Oct 2025 09:07 AM (IST)

    શ્રીલંકાના પ્રધાનમંત્રી આજથી ભારતની મુલાકાતે આવશે

    શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસૂર્યા આજે ત્રણ દિવસની મુલાકાત માટે ભારત આવી રહ્યા છે. ટોચનું પદ સંભાળ્યા પછી અમરાસૂર્યાની આ પહેલી ભારત મુલાકાત છે.

  • 16 Oct 2025 09:04 AM (IST)

    મધ્યપ્રદેશના ઇન્દોરમાં 28 કિન્નરોનો આપઘાતનો પ્રયાસ

    મધ્યપ્રદેશના ઇન્દોરમાં 28 કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. કિન્નર સાથે દુષ્કર્મ અને નાણાંની વસૂલાત મામલે કિન્નોરોએ આપઘાતનો પ્રયાસ કર્યાની માહિતી છે. બે કથિત પત્રકારો સામે કિન્નર પર દુષ્કર્મ બાદ પૈસા પડાવવાનો આરોપ છે. પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાની કિન્નરોનો આક્ષેપ છે. 28 કિન્નરે ફીનાઈલ ગટગટાવતા ભારે અફરાતફરીનો માહોલ છે. પોલીસે તાત્કાલિક પહોંચી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મોટી સંખ્યામાં કિન્નરોનો પઢરીનાથ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો. આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની કિન્નરોની માગ છે.

  • 16 Oct 2025 07:48 AM (IST)

    પાકિસ્તાનનો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હુમલો

    પાકિસ્તાનનો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હુમલો કર્યો. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર પાકિસ્તાનની એર સ્ટ્રાઇક કરી. એર સ્ટ્રાઇકમાં કાબુલમાં અનેક ઇમારતોને મોટું નુકસાન થયુ છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનના પેશાવરમાં વળતો પ્રહાર કર્યો. સંભવત યુદ્ધની સ્થિતિ વચ્ચે બંને દેશો વચ્ચે 48 કલાકનો સિઝફાયર છે.

Published On - Oct 16,2025 7:46 AM

g clip-path="url(#clip0_868_265)">