15 જુલાઈના મહત્વના સમાચાર: PM નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને UAEની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી પહોંચ્યા
આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 15 જુલાઈ મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો દેશ દુનિયા અને રાજ્યના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભાવનગર શહેરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારીની ઘટના, જુગાર રમવા બાબતે થઈ માથાકૂટ
ભાવનગર શહેરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારીની ઘટના સામે આવી છે. દિપક ચોકના આટોડીયા વાસ પાસે જૂથ અથડામણની ઘટના બની. અથડામણમાં કેટલાક લોકોને ઈજા પહોંચી. ઇજાગ્રસ્તોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયા છે. જુગાર રમવા બાબતે માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લ્ગવાઈ રહ્યું છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
-
દિલ્હી પહોંચીને પીએમ મોદીએ એલજી પાસેથી પૂર અંગે માહિતી મેળવી
સૂત્રોનું કહેવું છે કે વિદેશ પ્રવાસથી દિલ્હી પહોંચ્યા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે યમુના નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે વાત કરી હતી.
-
-
અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોએ મચાવ્યો હોબાળો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોને ભારે હાલાકી પડતી હોવાનું સામે આવ્યું છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ નિયત સમય કરતા બે કલાક મોડી હોવાને કારણે લોકો પરેશાન થયા. એર ઇન્ડિયાના કર્મચારીઓએ યોગ્ય જવાબ નહીં આપ્યો હોવાના આક્ષેપ કરાયા છે.
-
Israelના PM નેતન્યાહુની તબિયત બગડતાં સારવાર માટે ખસેડાયા
Israel PM Netanyahu taken to emergency room after reportedly not feeling well#Israel #BenjaminNetanyahu #TV9News pic.twitter.com/XltrXg0QxA
— Tv9 Gujarati (@tv9gujarati) July 15, 2023
-
રાજકોટના ઉપલેટામાં બસ સ્ટેન્ડ નજીક આવેલ નક્ષત્ર કોમ્પલેક્ષમાં યુવકની હત્યા
રાજકોટના ઉપલેટામાં બન્યો હત્યાનો બનાવ. બસ સ્ટેન્ડ નજીક આવેલ નક્ષત્ર કોમ્પલેક્ષમાં યુવકની હત્યા કરાઇ. આશિષ ભાદરકા નામના યુવાનની છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યારાને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. હત્યાને પગલે ઉપલેટામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
-
-
અમદાવાદ કેમિકલ માફિયા સામે કાર્યવાહી, 627 યુનિટના 40 ઇન્ડસ્ટ્રીયલ ડ્રેનેજ કનેક્શન કપાયા
અમદાવાદના કેમિકલ માફિયા સામે કાર્યવાહી કરાઇ છે. ઓઢવ, અમરાઈવાડી, ગોમતીપુર, વસ્ત્રાલ, ભાઈપુરા વિસ્તારમાં 627 યુનિટના 40 ઇન્ડસ્ટ્રીયલ ડ્રેનેજ કનેક્શન કપાયા છે. બહેરામપુરા વોર્ડ 88 યુનિટના 81 ઇન્ડસ્ટ્રીયલ ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા
-
ગીર સોમનાથમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો નકલી PA ઝડપાયો
ગીર સોમનાથમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો નકલી PA ઝડપાયો છે. હર્ષ સંઘવીના PA દત્તાજી તરીકે ઓળખ આપી હતી. આરોપીએ વેરાવળ અને જામનગર એસટી ડેપોના અધિકારીઓને ખોટી ઓળખ આપી હતી. પરિચિત ડ્રાઇવર અને કંડક્ટરોને સારો રૂટ અને એસી બસમાં ફરજ સોંપવા જણાવ્યું હતુ. મોબાઈલ ટ્રુ કોલર ડિસ્પ્લેમાં હર્ષ સંઘવીનો ફોટો રાખ્યો હતો.
-
અમરનાથ યાત્રાએ વધુ એક ગુજરાતીનું મોત, ભૂસ્ખલન થતાં માથાના ભાગે પથ્થર વાગતા ઘટનાસ્થળે મોત
અમરનાથ યાત્રાએ વધુ એક ગુજરાતીનું મોત થયું છે. સુરતના કામરેજની મહિલા ઊર્મિલા મોદીનું મોત થયું છે. ભૂસ્ખલન થતાં માથાના ભાગે પથ્થર વાગતા ઘટનાસ્થળે મોત થયું. થોડા સમય પહેલા જ વિદેશથી ભારત આવ્યા હતા. કામરેજથી ટુર ટ્રાવેલ્સ થકી અમરનાથ યાત્રા ગયા હતા.
-
પીએમ મોદી દિલ્હી પહોંચ્યા
PM નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને UAEની મુલાકાત પૂરી કરીને નવી દિલ્હી પહોંચ્યા છે.
-
દિલ્હી એરપોર્ટ પરથી 1.16 કરોડ રૂપિયાનું સોનું જપ્ત
દિલ્હી એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઝડપાયું છે. કસ્ટમ વિભાગે શુક્રવારે આ સોનું રિકવર કર્યું છે. આ સાથે તાશ્કંદથી આવેલા તાજિકિસ્તાનના નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 1 કરોડ 16 લાખથી વધુની કિંમતનું સોનું અને સોનાના ઘરેણા મળી આવ્યા છે.
-
સરદાર સરોવરની સપાટી 125.57 મીટર નોંધાઇ, સવારથી જ સતત નવી આવક થઈ
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેવાને લઈ જળજથ્થામાં વધારો થયો છે. ડેમની જળ સપાટીમાં પણ આશીંક વધારો નવી આવકને લઈ થયો છે. શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીની સ્થિતી જોવામાં આવે તો. અંતિમ 24 કલાકમાં જળ સ્તર 43 સેન્ટીમીટર વધ્યુ છે. આ દરમિયાન પાણીની આવક 68,923 ક્યુસેક નોંધાઈ હતી. સાંજે પાંચ કલાકે જળસપાટી 125.57 મીટર નોંધાઈ હતી. જ્યારે પાણીનો જથ્થો 5927 એમસીએમ નોંધાયો હતો. આમ સરદાર સરોવર ડેમમાં કુલ જળસંગ્રહ હાલમાં 62.65 ટકા થયો છે.
-
વેરાવળ ખાતે ભાનુબેન બાબરીયાએ 7 કરોડના ખર્ચે કન્યા કુમાર છાત્રાલયનું કર્યુ લોકાર્પણ, ઉનામાં કન્યા છાત્રાલયનું કર્યુ વર્ચ્યુઅલ લોકાર્પણ
વેરાવળમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ 11 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરકારી કન્યા-કુમાર છાત્રાલયનું લોકાર્પણ કર્યુ. ઉનામાં પણ 4 કરોડના ખર્ચે તૈયાર થયેલ કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યુ.
-
સીએમ ભૂપેન્દ્ર પટેલે જન્મદિવસે શ્રી સોમનાથ મહાદેવનું વર્ચ્યુઅલ પૂજન કર્યું
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી પુજારિ ઓ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું. પૂજારીગણ દ્વારા મુખ્યમંત્રીને સ્વસ્થ દીર્ઘાયુષ્ય અને એમના નેતૃત્વમાં જનકલ્યાણના કાર્યો અવિરત રહે તેવા શુભાશિષ આપવામાં આવ્યા હતા.
-
ઝઘડિયા તાલુકાના આંબા ખાડી નજીક ધોધમાં નાહવા પડેલ અંકલેશ્વરના બે યુવાનો ડૂબ્યા
ઝઘડિયા તાલુકાના આંબા ખાડી નજીક ધોધમાં નાહવા પડેલ અંકલેશ્વરના બે યુવાનો ડૂબ્યા, ડૂબતા યુવાનોને જોઈ અન્ય યુવાને બુમરાણ મચાવતા સ્થાનિકો દોડી આવ્યા,ઊંડા પાણીમાં ગરક થયેલ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા
-
મણિપુર હિંસાઃ ઈન્ટરનેટ પ્રતિબંધ 20 જુલાઈ સુધી ચાલુ રહેશે
મણિપુરમાં સતત તણાવ વચ્ચે, મણિપુર સરકારે 20 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યા સુધી વધુ પાંચ દિવસ માટે રાજ્યમાં મોબાઈલ ડેટા સેવાઓ અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
-
રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેણે સજા અને દોષિત ઠેરવવા પર રોક લગાવવાની માંગ કરી છે. હાઈકોર્ટે આ મહિનાના પહેલા સપ્તાહમાં રાહુલ ગાંધીની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો આદેશ સાચો છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી કાઢી નાખવામાં આવે છે.
-
ઓડિશામાં કોંગ્રેસના ધારાસભ્ય સહિત 2 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
મોટી કાર્યવાહી કરતા, કોંગ્રેસે આજે તેના એક ધારાસભ્ય અને ઓડિશા રાજ્યના ભૂતપૂર્વ ધારાસભ્યને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ સસ્પેન્ડ કર્યા છે. પાર્ટીના જનરલ સેક્રેટરી અને ડિસિપ્લિનરી એક્શન કમિટીના સભ્ય તારિક અનવરે પાર્ટી વતી ધારાસભ્ય મોહમ્મદ મુકિમ અને પૂર્વ ધારાસભ્ય ચિરંજીવ બિસ્વાલને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો છે.
-
રાજકોટ- આવતવેરા વિભાગ એક્ટીવ મોડમાં, જ્વેલર્સ બાદ લેન્ડ ડેવલોપર્સ પર દરોડા
સતત પાંચ દિવસથી ચાલતા ઇન્કમ ટેક્સ વિભાગનો સર્વે આજે રાત સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા. 5 કરોડથી વધારેની રોકડ,કરોડો રૂપિયાના સોનાના દાગીના ઇન્કમ ટેક્સ વિભાગે કબજે કર્યા. અનેક બેનામી વ્યવહારોના દસ્તાવેજ કબજે કર્યા. જ્વેલર્સ પૂરતી કાર્યવાહી મર્યાદિત ન રહેતા લેન્ડ ડેવલોપર્સ અને ફાયનાન્સરોને પણ તપાસ હાથ ધરાઇ. આજે 10 થી વધારે લોકરો ખોલવામાં આવ્યા. ૨૫ પૈકી 12 જેટલી જગ્યાએ કામગીરી પૂર્ણ બાકી રહેતી જગ્યાએ રાત સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરાશે.. નાણાંકીય વર્ષની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.
-
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ
- અમદાવાદમાં એક સપ્તાહના અસહ્ય બફારા બાદ આજે બપોરે ત્રણના ટકોરે વરસાદ શરુ થયો
- નારોલ થી નરોડાના પુવઁ પટ્ટા સહિત અમદાવાદમાં વરસાદ શરુ થતા બફારાથી મળી રાહત
- ખોખરા-હાટકેસવર-મણિનગર-Ctm -ઘોડાસર-ઈશનપુર -વટવા-વસ્ત્રાલ-નારોલ-ઓઢવ-રખિયાલ સહિતના વિસ્તારોમાં વરસાદ
-
અમદાવાદ AMCની ભરતી પ્રક્રિયામાં ગેરરીતી થયાનો કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદ એએમસીની ભરતી પ્રક્રિયામાં ગેરરીતી થયાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની ભરતી અંગે સવાલો ઉઠાવતા કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ગેરરીતીનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે આ અંગે જણાવ્યું હતુ કે હોલ ટીકીટ નંબર પ્રશ્ન પત્ર નંબર અને ઉત્તરવહીનો નંબર અલગ છે તેમજ પરીક્ષા ઉત્તરવહી આપ્યા બાદ 40 મિનિટ બાદ લેવાઈ અને એક હોલમાં ત્રણ બ્લોક ફાળવામાં આવ્યા હતા.
-
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મળતી માહિતી મુજબ તારીખ 15,16 અને 17 ભારે વરસાદની આગાહી અને 18,19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
હેટ સ્પીચ મામલે રામપુર કોર્ટે આઝમ ખાનને 2 વર્ષની ફટકારી સજા, સાથે 1000નો દંડ
ઉશ્કેરણી જનક ભાષણ મામલે રામપુર કોર્ટે આઝમ ખાનને સજા સંભળાવી છે. ત્યારે આજે આઝમ ખાનને 2 વર્ષની સજાને સાથે 1000નો દંડ પણ ફટકાર્યો છે.
-
હત્યા અને ખંડણી કેસમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને 21 વર્ષ અને 3 મહિનાની સજા
વર્ષ 2015નાં હત્યા અને ખંડણીનો કેસ ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી દોષિત જાહેર થયા બાદ હવે વિશાલ ગોસ્વામીને કોર્ટે 21 વર્ષ અને 3 મહિનાની સજા સંભળાવી છે.
-
જામનગરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો
જામનગરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો છે. ત્યારે શરદી-ઉધરસ અને તાવના કેસમાં ઉછાળો જોવા મળ્યો. જેને લઈને જી.જી હોસ્પિટલમાં એક મહિનામાં જ 15 હજારથી વધુ ઓપીડીના કેસ નોંધાયા છે. તો હાલ 15 દિવસમાં 9 હજારથી વધુ કેસ નોંધાયા છે.
-
રાહુલ ગાંધીએ ફ્રાન્સ સાથેની નવી રાફેલ ડીલ અંગે ટ્વિટ કરીને પીએમ પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ ફ્રાન્સ સાથેની નવી રાફેલ ડીલ અંગે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે એક તરફ મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે જેની ચર્ચા વિદેશમાં પણ થઈ રહી છે પરંતુ વડાપ્રધાન ફ્રાન્સની ‘બેસ્ટીલ ડે’ પરેડમાં વ્યસ્ત છે અને રાફેલ ડીલ કરી રહ્યા છે.
-
CM Bhupendra Patel Birthday : જન્મદિવસે CM ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના મંદિરમાં શિશ ઝુકાવી મેળવ્યા આશીર્વાદ
સાદગીને વરેલા ભૂપેન્દ્ર પટેલે જન્મદિવસે દાદા ભગવાનના મંદિરમાં શિશ ઝુકાવ્યા અને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
-
ચંદ્રયાન-3ના લોન્ચિંગ બાદ સફળતાપૂર્વક ઉતરાણ માટે USA માં સ્વામિનારાયણ સંતોએ કરી પ્રાર્થના
ચંદ્રયાન-3 મિશન 24 અથવા 25 ઓગસ્ટના રોજ ચંદ્રના ભાગ પર ઉતરાણ કરશે. ત્યારે ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ થાય તે માટે અમેરિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પ્રાર્થના કરી હતી. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
-
ભાજપ સાથે ગઠબંધનને લઈને સુભાપા ચિફની વાતચીત શરુ
સુભાપા ચીફ ઓમ પ્રકાશ રાજભર દિલ્હીમાં છે. મહાગઠબંધનને લઈને ભાજપ નેતૃત્વ સાથે તેમની વાતચીત શરૂ થઈ ગઈ છે. રાજભરે કહ્યું કે અત્યાર સુધીની વાતચીત સાર્થક દિશામાં છે.
-
હેટ સ્પીચ મામલે આઝમ ખાન દોષિત જાહેર, ટૂંક સમયમાં સંભળાવાશે સજા
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. MP MLA કોર્ટ થોડીવારમાં સજા સંભળાવશે.
-
વર્ષ 2015નાં હત્યા અને ખંડણીનો કેસમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી દોષિત જાહેર
- વર્ષ 2015નાં હત્યા અને ખંડણીનો કેસ
- ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી દોષિત જાહેર
- વર્ષ 2015માં શહેરના જવેલર્સ પર હત્યાનો પ્રયાસ અને ખંડણી નો છે આરોપ
- વિશાલ ગૌસ્વામીની ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશ થી કરી હતી ધરપકડ
- કેસમાં 50 જેટલા સાક્ષીઓનાં લેવાયા છે નિવેદન
-
ITR ફાઇલ કરતી વખતે આ માહિતી છુપાવશો તો 10 લાખનો દંડ ભરવો પડશે, વાંચો વિગતવાર માહિતી
ITR Filing Deadline: ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ(ITR Last Date) નજીક આવી રહી છે. 31મી જુલાઈ પહેલા ITR File કરવું ખૂબ જ જરૂરી છે. હાલમાં આ સમયમર્યાદા આગળ વધવાની અપેક્ષા નથી. જો તમે છેલ્લી તારીખ પહેલા ITR ફાઈલ ન કરો અથવા માહતી છુપાવો તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. એવા ઘણા લોકો છે જે પોતાની નોકરી સિવાય અન્ય વેપાર અને વ્યાજ સહિતના માર્ગે પણ પૈસા કમાય છે.
-
સુરતમાં પાંડેસરા પોલીસે લૂંટના આરોપીઓની શાન ઠેકાણે લાવવા જાહેરમાં સરઘસ કાઢયું
Surat : સુરતમાં પાંડેસરા પોલીસે લૂંટના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢયું હતુ. લૂંટના આરોપીઓ અવધેશ સહા અને રણજીત કાલીયાની શાન ઠેકાણે લેવા માટે પોલીસે આ સરઘસ કાઢ્યુ હતુ. સુરતની પાંડેસરા પોલીસે જાહેરમાં સરઘસ કાઢી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આરોપીઓએ પાંડેસરામાં (Pandesara) યુવકના ઘરમાં ઘુસી લૂંટ ચલાવી હતી.જેથી પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. આરોપીઓ સામે લૂંટ, મારામારી અને ધમકી જેવા ગંભીર ગુના નોંધાયા છે.
-
વિશ્વનું સૌથી મોટું સુરતનું બિઝનેસ બિલ્ડિંગ ‘ડાયમંડ બુર્સ’ થશે કાર્યરત, PM મોદીના હસ્તે મુકાઇ શકે છે ખુલ્લુ
Surat : વિશ્વનું સૌથી મોટું સુરતનું બિઝનેસ બિલ્ડિંગ ‘ડાયમંડ બુર્સ’ (Diamond Burs)નજીકના સમયમાં કાર્યરત થવા જઇ રહ્યુ છે. ડાયમંડ બુર્સમાં હીરાનો કારોબાર (Diamond business) શરૂ કરવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. આગામી 21 નવેમ્બર 2023થી ડાયમંડ બુર્સમાં શુભારંભ થશે. PM નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે ડાયમંડ બુર્સ બિલ્ડિંગને ખુલ્લું મુકાઇ શકે છે.
-
Weather Updates: હિમાચલ-ઉત્તરાખંડ સહિત આ રાજ્યોમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, જાણો કેવું રહેશે આજનું હવામાન
Rain Alert: દેશભરમાં ભારે વરસાદે જોવા મળી રહ્યો છે. જેમાંથી દિલ્હી એનસીઆરમાં આજે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે જેને લઈને IMD એ આજે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. આ સિવાય હવામાન વિભાગે કહ્યું છે કે હિમાચલ-ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે.
-
Panchmahal : ભારે વરસાદના કારણે પાવાગઢમાં પગથિયાં પર નદી વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા
Panchmahal : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે (Rain) વિરામ લીધો હતો, પરંતુ શુક્રવારે મોડી સાંજે પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો. મોડી સાંજે પડેલા વરસાદના કારણે પાવાગઢમાં માતાજીના મંદિર સુધી જવાના પગથિયા પર જાણે નદી વહેતી હોવાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા
-
Commodity Market Today : ભારતીય ભોજનમાં વિદેશી સ્વાદનો ચટાકો ઉમેરાશે,ઓસ્ટ્રેલિયા-બ્રાઝિલ જેવા દેશે કરી આ પહેલ
Commodity Market Today : ભારતના દેશી ભોજનમાં વિદેશી સ્વાદ ઉમેરાશે. એકમાં બટર સ્પેશિયલ ‘દાલ તડકા’ કોને ન ગમે? બીજી તરફ જો તમને નાસ્તામાં ‘સંભાર’ સાથે ઈડલી જેવી વાનગીઓ મળે તો તમારે તમારા સ્વાદના ચટાકા અને સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી. હવે ભારતીયોનો આ ‘દાલ તડકા’ અને ‘સંભાર’ ઓસ્ટ્રેલિયા(Australia) અને બ્રાઝિલના ઉત્પાદનથી સ્વાદિષ્ટ થવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા ભારતીયોની આ ખાસ પસંદગી માટે મોટા પાયે ફેરફારો કરવા જઈ રહ્યું છે ત્યારે બ્રાઝિલમાં કંઈક એવું થવાનું છે જે પહેલાં ક્યારેય બન્યું નથી?
-
યમુનાનું જળસ્તર ઘટ્યું, જૂના રેલ બ્રિજ પર પાણીનું સ્તર 207.98 મીટર
યમુના નદીનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. જૂના રેલ બ્રિજ પર પાણીનું સ્તર 207.98 મીટર છે. આમ છતાં દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દિલ્હીના ITOનું આ દૃશ્ય છે. અહીંના રસ્તાઓ પર હજુ પણ પાણી છે. વાહનો અડધા પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
-
હવે દિલ્હીમાં પૂર વચ્ચે વરસાદ પડશે, મુશ્કેલી વધશે
દિલ્હીમાં પૂરના ભય વચ્ચે હવે વરસાદ પડી શકે છે. આગામી 4-5 દિવસ સુધી વરસાદની આગાહી છે. IMDએ કહ્યું કે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરમિયાન 17-18 જુલાઈના રોજ ભારે વરસાદની સંભાવના છે. નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયા છે. હવે વરસાદના કારણે મુશ્કેલી વધી શકે છે.
-
Indian Economy : દેશની અર્થવ્યવસ્થા અદભૂત તેજી, જૂનમાં સર્વિસ સેક્ટરની નિકાસમાં વધારો થયો
વિશ્વના મોટાભાગના દેશમાં પડકારોના કારણે અર્થવ્યવસ્થાઓ આર્થિક મંદી(Economic recession)નો સામનો કરી રહી છે. તે જ સમયે ભારતની અર્થવ્યવસ્થા(Indian economy) સારી ગતિએ આગળ વધી રહી છે. મે મહિનાની સરખામણીએ જૂનમાં દેશના સર્વિસ સેક્ટરની નિકાસમાં લગભગ 2 બિલિયન ડોલરનો વધારો થયો છે. દેશની વેપાર ખાધ જે મે મહિનામાં 5 મહિનાની ઊંચાઈએ હતી તે જૂનમાં ઘટી ગઈ છે. જૂન 2023માં દેશના સર્વિસ સેક્ટરની નિકાસ 27.12 બિલિયન ડોલર રહી છે. મે મહિનામાં તે 25.30 બિલિયન ડોલર હતી. જો કે, દેશમાં સર્વિસ સેક્ટરની આયાત પણ જૂનમાં વધીને 15.88 બિલિયન ડોલર થઈ ગઈ છે જ્યારે મે 2023માં તે 13.53 બિલિયન ડોલર હતી. આ રીતે સેવા ક્ષેત્રની નિકાસ-આયાતમાં વેપારનું સંતુલન ભારતની તરફેણમાં રહ્યું છે.
-
શરદ પવાર કેમ્પના વડા એ અજીત જૂથના 12 ધારાસભ્યોને કારણ બતાવો નોટિસ મોકલી
એનસીપીમાં ભાગલા પડી ગયા છે. એક અજિત પવારનો કેમ્પ છે, બીજી પાર્ટી ચીફ શરદ પવારનો કેમ્પ છે. અજિત કેમ્પના ધારાસભ્યોને પણ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. અજિત પવારને ખુદ નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. દરમિયાન, શરદ પવાર કેમ્પના વડા જિતેન્દ્ર આહવાડે અજિત જૂથના 11 ધારાસભ્યોને કારણ બતાવો નોટિસ ફટકારી છે. ધારાસભ્યોએ 48 કલાકમાં જવાબ આપવાનો રહેશે.
-
PM મોદીએ ફ્રાન્સમાં કહ્યું- સરહદ પારના આતંકવાદ પર કડક કાર્યવાહીની જરૂર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સ્થાયી શાંતિની પુનઃસ્થાપના માટે યોગદાન આપવા તૈયાર છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને ફ્રાન્સ હંમેશા સાથે રહ્યા છે. અમે માનીએ છીએ કે સરહદ પારના આતંકવાદને ખતમ કરવા માટે નક્કર કાર્યવાહીની જરૂર છે, બંને દેશો આ દિશામાં સહમત છે.
Published On - Jul 15,2023 6:30 AM