Gujarat Weather Forecast : આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના છે. જ્યારે બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
15-07-2023
Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના છે. જ્યારે બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તો અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 17 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, જુઓ Video
રાજ્યમાં કેટલા ડિગ્રી રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, જુનાગઢ, ખેડા, મોરબી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બનાસકાંઠા, ભરુચ, ગાંધીનગર, ગીર સોમનાથ,મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, તાપી જેવા જિલ્લાઓમાં 30ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ વલસાડ, વડોદરા, સુરત, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અરવલ્લી, છોટાઉદેપુર,પંચમહાલ અને પોરબંદરમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
