15 જૂનના મહત્વના સમાચાર : 23 પશુઓના મોત, 22 લોકો ઈજાગ્રસ્ત અને કોઈ માનવ મૃત્યુ નહીં, રાહત કમિશનર આલોક પાંડેની જાહેરાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 12:28 AM

Biparjoy Cyclone Highlights : બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

15 જૂનના મહત્વના સમાચાર : 23 પશુઓના મોત, 22 લોકો ઈજાગ્રસ્ત અને કોઈ માનવ મૃત્યુ નહીં, રાહત કમિશનર આલોક પાંડેની જાહેરાત

આજે 15 જુન ગુરૂવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Jun 2023 12:14 AM (IST)

    Cyclone Biporjoy Live Updates : બિપરજોય વાવાઝોડાને પગલે વધુ 12 ટ્રેન સહિત 88 ટ્રેન કરાઈ રદ્દ વધુ 3 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ

    અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાની તીવ્રતાથી ત્રાટકે તેવી સંભાવનાને જોતા પશ્ચિમ રેલવેએ વધુ 12 ટ્રેન કેન્સલ કરી છે. જ્યારે 3 ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 7 ટ્રેન નજીકના અન્ય સ્ટેશનથી શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને રાજસ્થાન જનારી ટ્રેન પર અસર થઈ છે. વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. ત્યારે રેલ મંત્રાલય પણ વાવાઝોડાને લઇને સતર્કતા દાખવી રહ્યું છે.

    પશ્ચિમ રેલવેએ અસરગ્રસ્ત વિસ્તારમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક વધુ ટ્રેનોના સંચાલનને રદ કરવાનો અને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત મુસાફરો માટે વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. જેમાં પ્રવર્તમાન નિયમો મુજબ રિફંડ સ્વીકાર્ય રહેશે. રેલવે દ્વારા 7 ટ્રેનો રદ કરવામાં આવી છે તથા 3 ટ્રેનો ટૂંકા સમય માટે અને 4 ટ્રેનોની મુસાફરી ટૂંકી કરાઇ છે.

  • 16 Jun 2023 12:02 AM (IST)

    Cyclone Biporjoy Live Updates : હજૂ સુધી કોઈ માનવ મૃત્યુના સમાચાર નહીં

    • ગુજરાતમાં હજૂ સુધી કોઈ માનવ મૃત્યુના સમાચાર નહીં
    • 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા
    • કચ્છમાં 3 ઈંચ વરસાદ પડયો
    • વાવાઝોડાથી 23 પશુઓના મોત
    • 940 ગામમાં વીજપોલ થયા ધરાશાયી
    • 524 વૃક્ષો થયા ધરાશાયી

    રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેની જાહેરાત, બિપરજોય વાવાઝોડાના પગલે કોઈ પણ જાનહાની નહી, સરકારના ઝીરો કેઝ્યુલ્ટીના પ્રયાસને મળી સફળતા. 23 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા.

  • 15 Jun 2023 11:26 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : બિપરજોય પર PM એ CM સાથે કરી વાતચીત

    ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી એ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. વડાપ્રધાન એ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી.

  • 15 Jun 2023 11:25 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ સ્થિતિની સમીક્ષા કરી

    • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની સમીક્ષા કરી
    • મંત્રીઓએ કચ્છ કલેકટર ઓફિસના કંટ્રોલ કમાન્ડર સેન્ટરના અધિકારીઓ‌ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી
    • સ્થાનિક વહીવટી તંત્ર અને કેન્દ્રીય બચાવ એજન્સીઓના શીર્ષ અધિકારીઓ સાથે બિપરજોય વાવાઝોડાની પ્રવર્તમાન પરીસ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવ્યુ
    • એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ, પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ, બી.એસ.એફ, એરફોર્સ તેમજ હવામાન ખાતાના અધિકારીઓ પાસેથી મંત્રીઓએ વિગતવાર જાણકારી મેળવી હતી
    • બેઠકમા પુર્વ કલેકટર મહેન્દ્ર પટેલ, કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુ પટેલ અને પ્રભારી સચિવ હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા
  • 15 Jun 2023 11:14 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : મોરબી જિલ્લામાં ભારે પવનથી નુકશાન

    • મોરબી જિલ્લામાં ભારે પવનથી નુકશાન
    • જિલ્લામાં 153 જેટલા વીજપોલ ધરાશાયી થયા
    • 34 જેટલા વીજપોલને ફરી કાર્યરત કરવામાં આવ્યા
    • 32 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો
  • 15 Jun 2023 10:50 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : પવનની ઝડપ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે

    હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલમાં પવનની ગતિ 115 થી 125 કિમી પ્રતિ કલાકની વચ્ચે છે અને તે 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જો કે મધ્યરાત્રિ સુધીમાં પવનની ગતિ ઘટી શકે છે.  

  • 15 Jun 2023 10:34 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : ગુજરાતમાં જમીન પર પ્રવેશી વાવાઝોડાની આંખ

    • બિપરજોયને લઇ મોટા સમાચાર
    • વાવાઝોડાની આંખનો ભાગ જખૌ પોર્ટ થી 20 km દૂર
    • પવનની ગતિ 140 km
    • આશરે બે વાગે સુધી વાવાઝોડાની લેન્ડફોલ ની પ્રોસેસ ચાલશે
    • 11 વાગે સુધી વાવાઝોડાની આંખ સંપૂર્ણ પણે ગુજરાતમાં પ્રવેશ લેશે
    • આંખની આસપાસ અતિભારે પવન, વરસાદ રહેશે
    • પણ આંખની અંદર નો 50 km નો વિસ્તાર અંદર શાંત હોય છે
    • આંખની પાછળનો ભાગ ઘણો જોખમી હોય છે
    • એટલે વાવાઝોડું પૂર્ણ થઇ ગયું છે એવું ન સમજવું જોઈએ
    • આઈ આગળ નીકળ્યા બાદ ભારે વરસાદ અને ભારે પવન રહેશે
  • 15 Jun 2023 10:12 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યો, ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા

    ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ફાયર બ્રિગેડના જવાનો અને જવાનો સાથે ખભે ખભા મિલાવીને જમીની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને સતત મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમણે દ્વારકાના ચક્રવાત પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી.  

  • 15 Jun 2023 10:10 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : શુક્રવાર બપોર સુધીમાં ચક્રવાત નબળું પડી શકે છે

    ચક્રવાતી તોફાન બિપરજોય શુક્રવાર બપોર સુધીમાં નબળું પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાતની ઝડપ ઘટીને 40 કિમી પ્રતિ કલાકથી ઓછી થઈ શકે છે.

  • 15 Jun 2023 09:37 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : ગુજરાત પ્રદેશ કોગ્રેસના બે નેતાઓ કચ્છ આવશે

    • ગુજરાત પ્રદેશ કોગ્રેસના બે નેતાઓ કચ્છ આવશે
    • સંભવત વાવાઝોડાની સ્થિતી વચ્ચે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા કચ્છ આવશે
    • આજે રાત્રે અથવા આવતીકાલ સવાર સુધી પહોંચશે કચ્છ
    • અસરગ્રસ્ત વિસ્તારોમા મુલાકાત માટે જશે
    • પ્રદેશ કોગ્રેસ ના અન્ય આગેવાનો રહેશે હાજર
  • 15 Jun 2023 09:09 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : જખૌ પોર્ટથી લગભગ 40 કિમી દૂર છે બિપરજોય

    ચક્રવાતી તોફાન બિપરજોય જાખાઉ બંદરથી લગભગ 40 કિમી દૂર છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

  • 15 Jun 2023 09:06 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : 20 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

    • નવલખીના લુટાવદર ગામ પાસે વીજ પોલ ધરાશાયી
    • અનેક વીજપોલ ધરાશાયી થવાની તૈયારીમાં
    • જેસીબી મશીન દ્વારા વીજપોલ ઉપાડવાની કામગીરી કરાઈ
    • વીજપોલ દ્વારા આસપાસના ગામડાઓમાં વિંજ કનેક્શન પહોંચી રહ્યું હતું
    • અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો
  • 15 Jun 2023 08:57 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : આગામી એક કલાકમાં વરસાદની આગાહી

    • આગામી એક કલાકમાં વરસાદની આગાહી
    • કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી
    • પવનની ગતિ 80-100 km/h રહેવાની આગાહી
    • છૂટો છવાયા વરસાદની આગાહી
    • જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં ગાજવીજ સાથે છૂટો છવાયા વરસાદની આગાહી
    • 10 km ની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું
  • 15 Jun 2023 08:55 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : નખત્રાણામાં વૃક્ષ જમીનદોસ્ત

    • નખત્રાણામાં ભારે પવનની સાથે વૃક્ષ જમીનદોસ્ત થયું
    • વૃક્ષની સાથે વીજતાર પણ નીચે પડ્યા
    • કોઇ જાનહાની નહિ
  • 15 Jun 2023 08:52 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : લેન્ડફોલી પ્રક્રિયા કેટલા સમય સુધી ચાલશે ?

    હવામાન વિભાગ અનુસાર, લેન્ટફોલની પ્રકિયા મધરાત સુધી ચાલી રહેશે. શુક્રવારની સવાર સુધીમાં લેન્ડફોનની પ્રકિયા પૂર્ણ થશે. લેન્ડ ફોલ એરિયા સૌરાષ્ટ્ર - કચ્છ અને પાકિસ્તાન કોસ્ટ. લેન્ડફોલ પોઇન્ટ જખૌ પોર્ટ પાસે માંડવી અને કરાચી વચ્ચે થશે.

  • 15 Jun 2023 08:50 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : હમણા સુધી ક્યાં કેટલો પવન ફૂંકાયો ?

    • દ્વારકા 34 km
    • ઓખા 43 km
    • દીવ 47 km
    • નલિયા 52 km
    • વેરાવળ 45 km
    • ભુજ 15 km
    • પોરબંદર 37 km
    • કંડલા 26 km
  • 15 Jun 2023 08:49 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : હમણા સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો ?

    • દ્વારકા 29 mm
    • ઓખા 20 mm
    • નલિયા 42 mm
    • ભુજ 74 mm
    • પોરબંદર 28 mm
    • કંડલા 30 mm
  • 15 Jun 2023 08:47 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાથી લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ

    • ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ
    • સાંજે 6.30 વાગ્યા આસપાસ થયું હતું લેન્ડફોલ શરૂ
    • 10 kmની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું
    • વાવાઝોડું જખૌ પોર્ટથી 40 કિમી દૂર
    • વાવાઝોડું કચ્છના નલિયાથી 60 કિમી દૂર
    • વાવાઝોડું દ્વારકાથી 110 કિમી દૂર
    • હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે
    • 140 ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે
    • મિડ નાઈટ સુધી લેન્ડફોલ ની પ્રક્રિયા ચાલશે
  • 15 Jun 2023 08:45 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : 16 જૂનના રોજ અમદાવાદમાં શાળાઓ બંધ

    • આવતી કાલે અમદાવાદ શહેર અને જિલ્લાની શાળાઓ બંધ રહેશે
    • વાવાઝોડાની અસરને કારણે લેવાયો નિર્ણય
    • DEOએ પરિપત્ર બહાર પાડ્યો
  • 15 Jun 2023 08:43 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : વાવઝોડાના પગલે કચ્છમાં વીજ પુરવઠો ખોરવાયો

    • વાવઝોડાના પગલે કચ્છમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
    • અનેક રહેણાંક તથા કોર્મસીયલ વિસ્તારોમાં વીજળી બંધ
    • ગામડાઓમાં પણ અંધારપટ છવાયો
  • 15 Jun 2023 08:24 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : કચ્છમાં નુકસાનીનો આંકડો આવ્યો સામે

    • કચ્છમાં પ્રાથમીક રીતે નુકસાનીનો આંકડો આવ્યો સામે
    • કચ્છમાં વાવાઝોડા પહેલાની અસરમા મોટુ નુકશાન
    • કચ્છમાં 7 પશુઓના મોત, ભુજમાં 2 પશુઓના મૃત્યુ
    • ગાંધીધામમાં કરંટ લાગાવાથી 2 પશુઓના મોત
    • કચ્છના દરિયાઇ વિસ્તાર નજીક 118 વૃક્ષ ધરાશાઇ
    • કચ્છના ભુજ,નખત્રાણા,અબડાસા વિસ્તાર સહિત કુલ 157 વીજપોલ ધરાશાયી
    • કચ્છમા વાવાઝોડા બાદ બંધ થયેલ બે રસ્તાઓ ફરી પુર્વવત કરાયા
    • નખત્રાણા-ભુજ અને નલિયા-ભુજ વચ્ચે ઝાડ પડતા રસ્તો અવરોધાયો હતો
  • 15 Jun 2023 08:22 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : શુક્રવારે પણ બંધ રહેશે નવસારીની સ્કૂલો

    ચક્રવાત બિપરજોયને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા કલેક્ટરે 16 જૂને તમામ શાળાઓમાં રજા જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.  

  • 15 Jun 2023 08:11 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : કંટ્રોલરૂમમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ, 25થી વધુ ફરિયાદો મળી

     

    વિક્રમ વારુએ જણાવ્યું કે કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કામ કરી રહ્યો છે. ત્યાં વધારાના સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. આજે કંટ્રોલરૂમમાં 25 થી વધુ ફરિયાદો મળી હતી, પરંતુ તે વૃક્ષો ધરાશાયી થવાની, વીજપોલ તૂટી જવાની અને કચ્છના ઘરોને નુકસાન થવાની ફરિયાદો હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાની કે જાનહાનિ થઈ નથી.

  • 15 Jun 2023 08:08 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : વાવાઝોડાને કારણે ભારે વરસાદ શરુ

    • કચ્છ વાવાઝોડાની અસર ભૂજ સુધી
    • ભુજમા બે કલાકમા દોઢ ઇંચથી વધુ વરસાદ
    • આજે સવારથી કચ્છમા પડી રહ્યો છે વરસાદ
    • સૌથી વધુ ભુજ,માંડવીમા વરસાદ
    • કચ્છના 10 એ તાલુકામા વરસાદ નોંધાયો
  • 15 Jun 2023 08:04 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : નવલખી પોર્ટ વિસ્તારમાં ભારે પવન ફુંકાયો

    • નવલખી પોર્ટ વિસ્તારમાં ભારે પવન ફુંકાયો
    • પોર્ટની આસપાસના તમામ ગામડાઓમાં કરફ્યુ જેવો માહોલ
    • દરેક રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • 15 Jun 2023 07:55 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : દ્રારકાધીશનું મંદિર આવતીકાલે પણ રહેશે બંધ

    Cyclone Biporjoy : દ્રારિકામાં જગત મંદિર દ્રારકાધીશનું મંદિર આવતીકાલે એટલે કે 16 જૂનના દિવસે પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.વાવાઝોડાંની સ્થિતિને જોતા વહિવટી તંત્ર અને મંદિર પ્રશાસન દ્રારા લેવાયો નિર્ણય.

  • 15 Jun 2023 07:46 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : મોરબી નવલખી પોર્ટ પર દીવાલ ધરાશાઈ

    • મોરબી નવલખી પોર્ટ પર દીવાલ ધરાશાયી
    • નવલખી પોર્ટ પર ચીમનીના કમ્પાઉન્ડની દીવાલ ધરાશાયી
    • પવનના કારણે ચીમનીના પતરા પણ જર્જરિત
    • તમામ લોકોને નવલખી બંદર પર નહી આવવા તંત્રની સૂચના
  • 15 Jun 2023 07:17 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : જાણો બિપરજોય અંગેની લેટેસ્ટ અપડેટ

     

  • 15 Jun 2023 07:13 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : 12 km ની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું

    • ગુજરાતમાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ
    • 12 km ની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું
    • હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે
    • 140 ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે
    • મિડ નાઈટ સુધી લેન્ડફોલ ની પ્રક્રિયા ચાલશે
    • આગામી 4 કલાકમાં વાવાઝોડું પૂરું લેન્ડફોલ થાય તેવી શકયતા
    • ભારે વરસાદ રહેશે, નુકશાન થઈ શકે છે
    • કચ્છ સૌરાષ્ટ્ર વધુ ઇફેક્ટ રહેશે
    • આજે કાલે અને પરમદિવસે વરસાદ રહેશે
  • 15 Jun 2023 07:08 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : ઈમરજન્સી કંટ્રોલ સેન્ટર પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચક્રવાત બિપરજોયના પગલે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

  • 15 Jun 2023 06:48 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : ગુજરાતમાં આફતનું આગમન

    Cyclone Biporjoy : ભારતીય હવામાન વિભાગના IMD DG મૃત્યુંજય મહાપાત્રા અનુસાર,  વાવાઝોડું ધીમે ધીમે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે, ભારે વરસાદ ચાલુ, લેન્ડફોલ પ્રક્રિયા શરૂ, ચક્રવાતની ગતિ 15 કિમી પ્રતિ કલાકથી વધુ વધી રહી છે.  ચક્રવાતની ઝડપ 115-125 કિમી, દરિયાકાંઠે પવનની ઝડપ 60-80 કિમી પ્રતિ કલાક, તે 115-125ની ઝડપે દરિયાકાંઠાને પાર કરશે, ક્યાંક ચક્રવાતની ઝડપ 140 સુધી જશે, આ સમગ્ર પ્રક્રિયા મધરાત સુધી ચાલશે.

  • 15 Jun 2023 06:34 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : ગુજરાત સાથે ટકરાઈ 'આફત'

    Cyclone Biporjoy  : છેલ્લા ઘણા સમયથી ગુજરાતને હચમચાવી રહેલા બિપરજોય વાવાઝોડાની ટક્કર ગુજરાતના દરિયાકાંઠા સાથે થઈ છે. હાલમાં 120 થી 130 કિમીની ઝડપથી પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 3 કલાક કચ્છ માટે ભારે સાબિત થશે. કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

  • 15 Jun 2023 06:13 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : બિપરજોયની અસરને કારણે વન સંરક્ષકની મુખ્ય પરીક્ષા મૌકૂફ

    Cyclone Biporjoy : તારીખ 19, 21 અને 23 જૂનના રોજ ગુજરાતમા મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની મુખ્ય લેખિત પરીક્ષા યોજાઈ હતી. બિપરજોયને કારણે 19 જૂનની પરીક્ષા મૌકૂફ રાખવામાં આવી છે. જ્યારે 21 અને 23 જૂનની પરીક્ષા યથાવત્ રહેશે.

  • 15 Jun 2023 06:08 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : બિપરજોયની આફત વચ્ચે શિલ્પા શેટ્ટીના ઘરે થઈ ચોરી

    Cyclone Biporjoy : મુંબઈમાં જુહૂ પર સ્થિત શિલ્પા શેટ્ટીના ઘરે 24 કલાક સિક્યોરિટી જોવા મળે છે. પણ વાવાઝોડાની અસર વચ્ચે 2 ચોર દરિયાના રસ્તાથી આવીને 25 ફીટની દીવાલ કૂદીને લાખોની ચોરી કરી ગયા બતા. હાલમાં બે આરોપીની જૂહૂ પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવી છે.

  • 15 Jun 2023 05:58 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : માંડવી બીચ પર તોફાનને કારણે દરિયાના મોજા ફૂડ સ્ટોલ સુધી પહોંચ્યા

    Cyclone Biporjoy: માંડવી બીચ પર દરિયામાં તોફાન જોવા મળ્યા છે. બીપરજોય વાવાઝોડાની વિનાશક અસર વચ્ચે દરિયાની સપાટી બમણી થઈ છે. દરિયાના મોજા કિનારા નજીક ફૂડ સ્ટોલ સુધી પહોંચ્યા છે. બીચ પર સ્ટોલ અને શેડ સહિત અન્ય વસ્તુઓને નુકસાન થયું છે. પોલીસે માંડવી બીચ તમામ માટે બંધ કરી દીધો છે. પોલીસ સુરક્ષા અને મીડિયા કર્મચારીઓને પણ હાલ માટે બીચ પરથી રોકી દેવામાં આવ્યા છે.

  • 15 Jun 2023 05:52 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : એશિયાટિક સિંહના ઝોનમાં 184 ટીમ એક્શનમાં, 58 કન્ટ્રોલ રૂમ દ્વારા મોનિટરીંગ

    Cyclone Biporjoy : જૂનાગઢના વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝન અંતર્ગત કુલ 184 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ વન્ય પ્રાણીઓના બચાવ, રેપિડ એક્શન, ઝાડ હટાવવા સહિતની વિવિધ કામગીરી કરશે. વન્ય પ્રાણીઓ માટેના ઇમરજન્સી SOS મેસેજ મેળવવા માટે 58 કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. જૂનાગઢ વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝનમાં જૂનાગઢ ફોરેસ્ટ સહિત ગીર પૂર્વ, ગીર પશ્વિમ, સાસણ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે.

  • 15 Jun 2023 05:51 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : વન્યપ્રાણી સૃષ્ટિને સંભવિત વાવાઝોડાથી સુરક્ષિત રાખવાનું સુદ્રઢ આયોજન

    Cyclone Biporjoy : સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.માનવજીવ સાથોસાથ પશુઓ અને વન્યપ્રાણી સૃષ્ટિને પણ ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે આ સંભવિત વાવાઝોડાથી સુરક્ષિત રાખવાનું સુદ્રઢ આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વન વિભાગે હાથ ધર્યું છે.

    આ સંભવિત વાવાઝોડાની જે વિસ્તારોમાં અસર થવાની છે, તેવા જૂનાગઢના ગીર જંગલના એશિયાટિક લાયન ઉપરાંત કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય અને માતાના મઢ, બરડા તથા નારાયણ સરોવર ખાતે પણ રેસ્ક્યુ ટીમ વ્યૂહાત્મક રીતે પોઝિશન્ડ કરી દેવામાં આવી છે.

  • 15 Jun 2023 05:46 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : ભાવનગરમાં ધોધમાર વરસાદ

    • વાવાઝોડાના અસરથી ભાવનગરનું વાતાવરણ બદલાતા ધોધમાર વરસાદ શરૂ થયો
    • શહેરમાં અનરાધાર વરસાદ શરૂ થતા વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે
    • બિપરજોય વાવાઝોડાનું કાઈન્ડ ડાઉન શરૂ થતા ભાવનગરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે
    • નારી, ચિત્રા, બોરતળાવ, ફુલસર સહિતનાં વિસ્તારમાં અનરાધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે
  • 15 Jun 2023 05:44 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : 60 વીજપોલ અને 20 ઝાડ ધરાશાયી

    Cyclone Biporjoy : દરિયા કિનારા આસપાસના ગામોમા ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. નલિયામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભારે પવનની શરૂઆત થતા 60 વીજપોલ અને 20 ઝાડ ધરાશાયી થયા છે.  હાલ વાવાઝોડુ જખૌથી 80 કિમી દુર છે.

  • 15 Jun 2023 05:40 PM (IST)

    Cyclone Biporjoy Live Updates : વન્ય પ્રાણીઓને સુરક્ષિત સલામત રાખવાનું રાજ્ય સરકારનું આગોતરું આયોજન

    • એશિયાટિક સિંહોના ઝોનમાં રેસ્ક્યુ, રેપિડ એક્શન અને પડી ગયેલા ઝાડ હટાવવા માટે કુલ 184 ટીમ વ્યૂહાત્મક રીતે પોઝીશનમાં
    • માલધારી લોકોના સ્થળાંતર માટે ગીરમાં 46 અને બરડામાં 45 સેફ શેલ્ટરની વ્યવસ્થા
    • કચ્છના અભ્યારણ્ય વિસ્તારમાં 13 ઓપરેશનલ ટીમો
    • તેમજ જરૂરી સાધનો સહિત ખાસ 6 વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમ ખડેપગે
    • વન વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ
    • વાવાઝોડા દરમિયાન સક્કરબાગ ઝૂ બંધ
  • 15 Jun 2023 05:37 PM (IST)

    cyclone biporjoy live updates : અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર, રિવર ફ્રન્ટનો વોક -વે અને અટલ બ્રિજ બંધ કરાયો

    Cyclone Biparjoy : અમદાવાદ સાબરમતી નદી ગાંડીતુર બની છે. તેમજ દરિયાના મોજાની જેમ સાબરમતીમાં પાણી ઉછળ્યા છે. જેના પગલે રિવરફ્રન્ટનો લોઅર વોક વે બંધ કરાયો છે. જયારે અટલ ઓવરબ્રીજ પર પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે 24 કલાક માટે પ્રવેશ અપાશે નહી તેમજ 24 કલાક બાદ સ્થિતી જોઈને પ્રવેશ અંગે નિર્ણય લેવામાં આવશે.  

  • 15 Jun 2023 05:28 PM (IST)

    cyclone biporjoy live updates : જખૌ પોર્ટથી બિપરજોય માત્ર 80 km દૂર

    Cyclone Biporjoy : ભારતીય હવામાન વિભાગ એ ટ્વિટ કરીને જાણકારી આપે છે કે, બિપરજોય વાવાઝોડું હવે જખૌ પોર્ટથી 80 કિમી દૂર છે. બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 130 કિમી દૂર છે.

  • 15 Jun 2023 05:25 PM (IST)

    cyclone biporjoy live updates : કચ્છમાં વાવાડોઝાથી નુકશાનની થઈ શરુઆત

    Cyclone Biporjoy  : વાવાઝોડુ લેન્ડ ફોલ થાય તે પહેલા નુકશાનીના દ્રશ્ર્યો આવ્યા સામે, વાવાઝોડાની અસરના પગલે જિલ્લામાં ઠેર ઠેર વીજપોલ ધરાશાઈ. કચ્છમાં જિલ્લામાં 22 જેટલા પોલ થયા ધરાશાયી, તો 2 જેટલા ટ્રાન્સફોર્મરમાં થયું નુકસાન. ભારે પવનના કારણે વૃક્ષો વાયર પર પડતાં પોલ થઈ રહ્યા છે ધરાશાઈ: સુપ્રિટેનડેન્ટ એન્જિનિયર

  • 15 Jun 2023 05:17 PM (IST)

    cyclone biporjoy live updates : કચ્છનું જખૌ બંદર બંધ કરી દેવામાં આવ્યું, જુઓ Video

    Biporjoy Cyclone :  કચ્છના દરિયાકિનારે ગણતરીના કલાકોમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકી શકે છે. જેની અસર માંડવીના દરિયામાં સ્પષ્ટ જોવા મળી રહી છે. જો કે આ દરમ્યાન કચ્છનું જખૌ બંદર બંધ કરી દેવામાં આવ્યું છે. જખૌ મરીન પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જખૌ પોર્ટ ખાતે પણ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ તરફ કચ્છના માંડવીના દરિયામાં તોતિંગ મોજા ઉછળી રહ્યા છે..તો પિંગ્લેશ્વર ખાતે પણ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.. ભારે પવન અને વરસાદની આગાહીને પગલે માંડવીમાં આવેલા રૂકમણી નદી પરના પુલને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

  • 15 Jun 2023 05:03 PM (IST)

    cyclone biporjoy live updates : પવનની ક્યાં કેટલી સ્પીડ ?

    • દ્વારકા 48 km
    • ઓખા 32 km
    • દીવ 56 km
    • નલિયા 34 km
    • વેરાવળ 39 km
    • ભૂજ 24 km
    • કંડલા 33 km
    • પોરબંદર 37 km
    • અમદાવાદમાં 38 km
  • 15 Jun 2023 05:02 PM (IST)

    cyclone biporjoy live updates : વાવાઝોડાને કારણે ક્યાં કેટલો વરસાદ પડ્યો ?

    • પોરબંદર 17 mm વરસાદ
    • નલિયા 17 mm વરસાદ
    • ભૂજ 12 mm વરસાદ
    • કંડલા 12 mm વરસાદ
  • 15 Jun 2023 05:00 PM (IST)

    cyclone biporjoy live updates : વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું નિવેદન

    વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું નિવેદન (ડો. મનોરમાં મોહંતી, ડાયરેકટર, હવામાન વિભાગ), વાવાઝોડું 6 km પ્રતિ કલાક ની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું હાલ જખૌ થી 110 km દૂર, જખૌથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ દૂર, હાલ 122 - 130 km પવન ઝડપ છે. જખૌ પોર્ટ તરફ 115 થી 125 km પવન સાથે સાંજે ટરકાશે.

    • દ્વારકા થી 160 km દુર
    • નલિયા થી 140 km દુર
    • કરાચી થી 240 km દુર
  • 15 Jun 2023 04:51 PM (IST)

    cyclone biporjoy live updates : બિપરજોપ માટે ગુજરાત સજ્જ

    કચ્છના ભૂકંપથી માંડીને રાજ્યના દરિયાકિનારે ત્રાટકતાં વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિઓ સમયે સર્જાતી ભીષણ પરિસ્થિતિઓમાં ગુજરાતે હંમેશાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યારે બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ટકરાવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુદ્રઢ નેતૃત્વમાં રાજ્ય સરકારે વાવાઝોડા સામે પહોંચી વળવા અને જનતાને સુરક્ષિત રાખવા માટેની તમામ પૂર્વતૈયારીઓ કરી લીધી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

  • 15 Jun 2023 04:48 PM (IST)

    cyclone biporjoy live updates : બિપરજોય વાવાઝોડાની અસરોને પહોંચી વળવા માટે ગુજરાત સજ્જ

    • સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે 19 NDRF અને 12 SDRF ટીમો તૈનાત
    • રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા
    • સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં લોકોની મદદ માટે 21 હજારથી વધુ હોડીઓની વ્યવસ્થા કરવામાં આવી
    • વાવાઝોડાની અસરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તૂટી ગયેલા વીજળીના થાંભલાઓ રિપેર કરવાની અને ઉખડી ગયેલાં વૃક્ષો રસ્તા પરથી હટાવવા માટે ઊર્જા અને વન વિભાગની ટીમો સતત ગ્રાઉન્ડ પર કાર્યરત
  • 15 Jun 2023 04:45 PM (IST)

    cyclone biporjoy live updates : ભારતીય નેવી પણ સજ્જ , નેવીના એરક્રાફ્ટ ગોવામાં સ્ટેન્ડબાય

    વાવાઝોડાને લઈને ભારતીય નેવી પણ સજ્જ બની છે. નેવીના P8i, હંસા અને ડોર્નિયર એરક્રાફ્ટ ગોવામાં સ્ટેન્ડબાય પર છે. રાહત સામગ્રી અને નિરીક્ષણ માટે એરક્રાફ્ટ સ્ટેન્ડબાય મોડ પર છે. ત્વરિત મદદ માટે રાહત સામગ્રીનો સ્ટોક પણ તૈયાર કરાયો છે. રાજ્ય સરકાર સાથે ભારતીય નેવી સતત સંપર્કમાં છે. વાવાઝોડું કચ્છ તરફ આવી રહ્યું છે તે દરમ્યાન લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

  • 15 Jun 2023 04:43 PM (IST)

    Cyclone Biporjoy News Live: જોખમી સ્થિતિમાં હોય તેવા વૃક્ષોને કાપવાની કામગીરી હાથ ધરાઈ

    ચ્છમાં વાવાઝોડાના આગમન પહેલા તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા જોખમી સ્થિતિમાં હોય તેવા વૃક્ષો કાપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સૂકા અને વીજલાઈનની ઉપર જતા વૃક્ષોને કાપવામાં આવ્યા છે. કચ્છમાં મહાવિનાશક બિપરજોય વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ જગ્યાએ હાલ વીજ લાઈનનું પણ ચેકિંગ ચાલી રહ્યુ છે. વાવાઝોડા દરમિયાન વૃક્ષો પડવાથી રસ્તા બ્લોક થતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.  

  • 15 Jun 2023 04:34 PM (IST)

    Cyclone Biporjoy News Live: કચ્છના માંડવીમાં વાવાઝોડાની અસર વધી

    કચ્છના માંડવીમાં વાવાઝોડાની અસર વધી, મામલતદાર દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સૂચના, સાંજ સુધીમાં પવનની ગતિ વધશે જેથી માંડવીમાં કાંઠા વિસ્તારમાં ભારે નુકસાનની સંભાવના છે. વાવાઝોડાની વર્તમાન સ્થિતિથી માંડીને કોઈપણ ફરિયાદ અંગે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે રાઉન્ડ ધ ક્લોક કામગીરી થઈ રહી છે.

    બિપરજોય વાવાઝોડાની આફતમાં સંકલનથી કામગીરી કરવા માટે કલેક્ટર કચેરી કમાન્ડ કંટ્રોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ અને વિભાગો એક જ જગ્યાએ બેસીને વાવાઝોડાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, એરફોર્સ, આરપીએફ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે.

  • 15 Jun 2023 04:29 PM (IST)

    Cyclone Biporjoy News Live: કચ્છમાં NDRFની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત

    કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે. અત્યાર સુધી 46 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.

  • 15 Jun 2023 04:27 PM (IST)

    Cyclone Biporjoy News Live: દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

    બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ ખાતે મોડી રાત્રે ટકરાય તેવી શકયતા છે.  હાલ વાવાઝોડું જખૌથી માત્ર 120 કિમી જ દૂર છે. આ બધા વચ્ચે આ વખતે વાવાઝોડું બે વાર અથડાવાનું છે. આજે ચક્રવાત ‘બિપરજોય’ ગુજરાતમાં ત્રાટકશે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છેઆ તોફાન સૌપ્રથમ કચ્છના દરિયાકાંઠે ટકરાશે. હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડુ રાત્રે 9 થી 10 વાગ્યેની વચ્ચે અથડાય તેવી શકયતા છે.  

  • 15 Jun 2023 04:23 PM (IST)

    Cyclone Biporjoy News Live: અત્યાર સુધીમાં 94 હજારથી વધુનું સ્થળાંતર

    રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 4864, કચ્છમાં 46823, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749 ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 મળી કુલ 94,427 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  • 15 Jun 2023 03:57 PM (IST)

    Biporjoy Cyclone: વાવાઝોડું ગુજરાત કોસ્ટથી વધુ નજીક પોહચ્યુ, વાવાઝોડું જખૌ પોર્ટથી 120 કિમી દૂર, અમદાવાદમાં પવન સાથે વિવિધ વિસ્તારમા વરસાદી વાતાવરણ

    વાવાઝોડું ગુજરાત કોસ્ટથી વધુ નજીક પોહચ્યુ છે, વાવાઝોડું જખૌ પોર્ટથી 120 કિમી દૂર, અમદાવાદમાં પવન સાથે વિવિધ વિસ્તારમા વરસાદી વાતાવરણ બન્યું છે. 8 km ની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું. હાલમાં મળતી માહિતિ પ્રમાણે વાવાઝોડું જખૌ પોર્ટથી 120 કિમી દૂર, વાવાઝોડું કચ્છના નલિયાથી 170 કિમી દૂર, વાવાઝોડું દ્વારકાથી 150 કિમી દૂર, સૌરાષ્ટ્રના પોરબંદરથી 260 કિમી દૂર અને પાકિસ્તાનના કરાચીથી 240 કિમી દૂર છે. વાવાઝોડાને લઈને અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં કેટલાક સ્થળ પર છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે.

  • 15 Jun 2023 03:40 PM (IST)

    Breaking News : ગુજરાત હાઈકોર્ટેના કોર્ટ રૂમમાં 4 લોકોનો આપઘાતનો પ્રયાસ, આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ

    Ahmedabad : અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટેના (Gujarat High Court) કોર્ટ રૂમમાં 4 લોકોએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ સોલા હાઇકોર્ટ પોલીસ  (Sola High Court police) ઘટના સ્થળે પહોંચી છે. આ ચારેય લોકોના આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 15 Jun 2023 03:39 PM (IST)

    Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા ઓખા પોર્ટ પર તમામ સુરક્ષા એજન્સીઓ સજ્જ

    Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા ગંભીર ચક્રવાતી તોફાન ‘બિપરજોય‘ની (Cyclone Biparjoy) અસરોથી ઉદ્ભવતા પડકારોને પહોંચી વળવા સુરક્ષા એજન્સીઓએ પૂરતી તૈયારીઓ કરી લીધી છે. ચક્રવાતી વાવાઝોડું બિપરજોય 15 જૂને સાંજે જખૌ (Jakhau) કિનારે લેન્ડફોલ કરશે અને ત્યારબાદ તે કચ્છના રણ થઈને રાજસ્થાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.

    સુરક્ષા એજન્સીઓ ખડેપગે

    વિનાશક બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકિનારે ટકરાવાનું છે. જેને પહોંચી વળવા NDRFના જવાનો સજ્જ છે. કુલ 19 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં 18 ટીમ ગુજરાતમાં અને 1 ટીમ દીવમાં તૈનાત છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં 6 ટીમ, દેવભૂમિદ્વારકામાં 3 ટીમ, વલસાડ, જામનગર, મોરબી, રાજકોટ અને ગીરસોમનાથમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવેલી છે.

  • 15 Jun 2023 02:48 PM (IST)

    Cyclone Biporjoy: કચ્છના દરિયા કિનારા વિસ્તારમા દરિયામા ભારે કરંટ, વાવાઝોડા ટકરાવાનો સમય નજીક આવતા પવનની ઝડપ વધી

    કચ્છના દરિયા કિનારા વિસ્તારમા દરિયામા ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસર વચ્ચે સુથરીના દરિયા કિનારે દરિયામા ભારે મોજા સાથે પવનની ઝડપ વધી છે અને દરિયામા કરંટ જોવા મળ્યો. વાવાઝોડા ટકરાવાનો સમય નજીક આવતા પવનની ઝડપ વધી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે

  • 15 Jun 2023 02:28 PM (IST)

    Cyclone Biparjoy Breaking : જખૌ પોર્ટ લોકો તેમજ મીડિયા કર્મીઓ માટે પણ બંધ કરાયો, શ્રમિકોના ઘરમાં ઘૂસ્યા પાણી

    Kutch : કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડાની (Cyclone Biporjoy) અસર વધી રહી છે. સંભવિત વાવાઝોડાની (Cyclone Biparjoy)અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો સાથે જ જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.

  • 15 Jun 2023 02:20 PM (IST)

    Cyclone Biporjoy: કોડીનારના મૂળદ્વારકા બંદર પર બિપરજોય વાવાઝોડાની અસરથી મકાન ધરાશાયી

    Cyclone Biporjoy : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાએ તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ ગીરસોમનાથના કોડીનારમાં દરિયાની નજીકના મકાનો ધરાશાયી થવા લાગ્યા છે. કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાકાંઠે મકાનો ધરાશાયી થવાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે દરિયાના મોજાની થપાટથી મકાન ધ્વસ્ત થઈ રહ્યા છે. આ વીડિયો પરથી જ વાવાઝોડાની ભયાનકતા આંકી શકાય છે.

  • 15 Jun 2023 02:12 PM (IST)

    Biporjoy Cyclone : સંભવિત નુકસાનને પહોંચી વળવા MGVCL એલર્ટ, 55 થી વધુ ટીમ રવાના

    Biporjoy Cyclone : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની અસરથી મોટુ નુકસાન થાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાને લઈ વીજપૂરવઠો ખોરવાઈ જવાની સ્થિતીમાં ટૂંકા સમયમાં વીજ પુરવઠો પુનઃ શરુ કરવાને લઈ આગોતરી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 55 થી વધારે ટીમો બનાવીને વાવાઝોડના અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત 100થી વધારે વીજ પોલ અને જરુરી વસ્તુઓ સહિતની સામગ્રી તૈયાર રાખવામાં આવી છે.

  • 15 Jun 2023 02:11 PM (IST)

    Cyclone Biporjoy : ચક્રવાત બિપરજોયનું ગુજરાતમાં લેન્ડફોલ, હવે પવનની ઝડપ 125-135 કિ.મી.

    ગુજરાતમાં ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ સાંજથી શરૂ થઈને રાત સુધી રહેશે. લેન્ડફોલ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની હશે. અત્યારે પવનની ઝડપ 125-135 કિમી છે.

  • 15 Jun 2023 01:25 PM (IST)

    Cyclone Biparjoy: કચ્છમાં NDRFની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત, 46 હજારથી વધુ લોકોનું કરાવાયુ સ્થળાંતર

    Kutch : વાવાઝોડાના (cyclone biporjoy) સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે. અત્યાર સુધી 46 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 12:53 PM (IST)

    Cyclone Biparjoy: જખૌ પોર્ટ લોકો તેમજ મીડિયા કર્મીઓ માટે પણ બંધ કરાયો, શ્રમિકોના ઘરમાં ઘૂસ્યા પાણી

    કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડીની અસર વધી રહી છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો સાથે જ જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 12:33 PM (IST)

    Cyclone Biporjoy Update:માંડવી BSF કેમ્પની આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો, દરિયામાં સતત જોવા મળ્યું હાઈ ટાઈડ

    Cyclone Biporjoy Update: વાવાઝોડાની અસરના પગલે માંડવી BSF કેમ્પની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવય્યો છે. દરિયામાં સતત હાઈ ટાઈડ જોવા મળી રહ્યુ છે. ત્યારે માંડવી રૂકમની નદીની ઉપર 150 વર્ષ જૂનો મોટો પુલ પણ જાહેર જનતા માટે આજથી બંધ કરાયો છે. જણાવી દઈએ કે વાવાઝોડાના સમયે અગમચેતીના ભાગરૂપે બ્રિજ આજથી બંધ કરાયો છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 12:19 PM (IST)

    Cyclone Biporjoy Latest Update: 7 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, 170 કિ.મી જખૌથી દૂર

    હાલ વાવાઝોડું વેરી સીવીયર છે. હાલમાં 7 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વાવાઝોડું 170 km જખૌથી દૂર છે. વાવાઝોડું 8 વાગ્યા બાદ માંડવી અને કચ્છને ક્રોસ કરશે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 11:47 AM (IST)

    વાવાઝોડાને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

    Cyclone Biporjoy : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે.

  • 15 Jun 2023 10:18 AM (IST)

    ગાંધીનગર વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

    વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા અને ત્યારે મુખ્યસચિવ અને અધિકારીઓ સાથે વાવાઝોડાની હાલની સ્થિતિ અને તૈયારીઓ અંગે બેઠકમાં ચર્ચા કરશે.

  • 15 Jun 2023 10:02 AM (IST)

    Cyclone Biporjoy: અમદાવાદમાં આજે સાંજથી વાવાઝોડાની અસર વર્તાશે, મનપાએ વિવિધ ઝોનમાં 24 કલાકના કંટ્રોલ રૂમ તૈયાર કર્યો

    Cyclone Biporjoy : અમદાવાદમાં 15 તારીખની સાંજ પછી વાવાઝોડાની અસર વર્તાશે. હવામાન વિભાગે 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈ અમદાવાદ મહાનગરપાલિકાએ એક કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. કંટ્રોલ રૂમ દ્વારા સતત 24 કલાક વાવાઝોડાનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે.

    કોઇ પણ વ્યક્તિ વાવાઝોડા અંગે 1055/303 પર ફરિયાદ નોંધાવી શકશે. તેમજ નાગરિકો 9978355303 નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ કરી શકશે. કન્ટ્રોલ રૂમમાં 24 કલાક કર્મચારીઓને કાર્યરત રાખવામાં આવશે. દરેક ઝોનલ કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.

  • 15 Jun 2023 09:39 AM (IST)

    Cyclone Biporjoy News: વાવાઝોડા Biparjoyને લઇને સૌથી મોટા સમાચાર, વાવાઝોડુ જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર

    Kutch : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય છે. ત્યારે હવે આ વાવાઝોડાને (cyclone biparjoy) લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વાવાઝોડુ કચ્છના જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ જખૌ બંદર થી લગભગ 180 કિમી પશ્ચિમ -દક્ષિણપશ્ચિમમાં છે. દેવભૂમિ દ્વારકાથી 210 કિમી પશ્ચિમે, નલિયાથી 210 કિમી પશ્ચિમ- દક્ષિણપશ્ચિમમાં છે.

  • 15 Jun 2023 09:18 AM (IST)

    Cyclone Biporjoy Latest News: Devbhoomi Dwarka: વાવાઝોડાની અસરના પગલે ભારે પવન સાથે વરસાદ શરૂ

    દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરના પગલે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો છે. આગાહી વચ્ચે તેજ પવન સાથે જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 09:12 AM (IST)

    Cyclone Biporjoy Latest Update: કચ્છમાં NDRFની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત

    કચ્છમાં NDRFની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 13000 લોકોનું સ્થળાંતર કરાયું છે. લાઈવ જેકેટ, બોટ તથા આધુનિક સાધનો સાથે ટીમ સજ્જ કરવામાં આવી છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 08:53 AM (IST)

    Cyclone Biporjoy Updates: ગીર સોમનાથ: બિપરજોય વાવાજોડાને લઈને ભીડીયા બંદર પર 4 હજારથી વધારે હોડીઓ લાંગરી દેવામાં આવી

    બિપરજોય વાવાજોડાને લઈને ગીર સોમનાથના ભીડીયા બંદર પર 4 હજારથી વધારે હોડીઓ લાંગરી દેવામાં આવી છે. સાગરખેડુ માછીમારી કરવા દરિયામાં જવા પર પ્રતિબંધ છે, ત્યારે મોટી સંખ્યામાં હોડીઓ, બોટ, ટગો દરિયા કાંઠે લાંગરી દેવાઈ છે. ભીડીયા બંદર પર 2 હજાર આસપાસ હોડીઓ પાર્ક કરવાની જગ્યામાં 4 હજાર હોડીઓ મુકાઈ છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 08:40 AM (IST)

    બિપરજોઈ વાવાઝોડાને લઈને કચ્છ જિલ્લામાં અલગ અલગ કંપનીઓની પવનચક્કીઓ બંધ કરવામાં આવી

    વાવાઝોડાના પગલે કચ્છ જિલ્લામાં અલગ અલગ કંપનીઓની પવનચક્કીઓ બંધ કરવામાં આવી. માંડવી અને આસપાસના વિસ્તારમાં પવનચક્કીઓ રાત્રિના બંધ કરવામાં આવી છે. વહેલીસવારથી ભારે પવન ફૂંકાતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અલગ અલગ કંપનીઓએ પવનચક્કીઓ બંધ કરી દીધી છે. ઓટોમેટીક લોક સિસ્ટમથી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 08:12 AM (IST)

    બિપરજોય વાવાઝોડુ જખૌથી 200 કિ.મી દુર

    વાવાઝોડુ બિપરજોય ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું જખૌથી 200 કિમી દૂર હોવાનું કહેવાય છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 220 કિમી, કચ્છના નલિયાથી 225 કિમી, સૌરાષ્ટ્રના પોરબંદરથી 290 કિમી અને પાકિસ્તાનના કરાચીથી 290 કિમી દૂર છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 07:46 AM (IST)

    Cyclone Biporjoy Updates: ગુજરાત પર તોળાઈ રહેલા સંકટ વચ્ચે આજથી અમદવાદના સાબરમતી રિવરફ્રન્ટ સહિત અનેક પર્યટન સ્થળ બંધ

    ગુજરાતમાં તોળાઈ રહેલા સંભવિત સંકટના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. બિપરજોય વાવાઝોડાને પગલે આજથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCએ સાવચેતીના પગલારૂપે 15 જૂનથી ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન શુક્રવાર સુધી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનોડ, અટલબ્રિજ અને કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક સહિત અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ બંધ રહેશે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 07:22 AM (IST)

    Cyclone Biporjoy : વાવાઝોડાથી અદાણી – અંબાણી પણ પ્રભાવિત, ગુજરાતના એકમો બંધ થવાથી કરોડોના નુકસાનનો સામનો કરશે

    બિપરજોય ચક્રવાત દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસને પણ અસર કરશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટી જામનગર રિફાઈનરી ચલાવે છે. આ માટે ગુજરાતના બંદરેથી જ ક્રૂડ ઓઈલ સપ્લાય અને નિકાસ કરવામાં આવે છે.

    ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કંપનીએ સિક્કા પોર્ટ પરથી ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોનું શિપિંગ સ્થગિત કરી દીધું છે. આ બંદર પર દરરોજ 7,04,000 બેરલ પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન થાય છે. તે યુરોપમાં ડીઝલ સપ્લાય કરવા માટેનું મુખ્ય બંદર છે. રશિયા પરના પ્રતિબંધોથી, યુરોપ મોટાભાગે આ બંદરથી મોકલવામાં આવતા પેટ્રોલિયમ પર નિર્ભર છે.

    આટલું જ નહીં ચક્રવાતના કારણે ગૌતમ અદાણી ગ્રુપના મુંદ્રા અને કંડલા પોર્ટ બંધ કરવા પડ્યા હતા. મુંદ્રા દેશનું સૌથી મોટું કોમર્શિયલ બંદર છે, જે સૌથી વધુ કોલસાની આયાત કરે છે. આ ઉપરાંત વેડીનાર, ઓખા, બેડી અને નવલખી બંદરો પરની કામગીરીને પણ અસર થશે.

  • 15 Jun 2023 07:05 AM (IST)

    Cyclone Biporjoy: વાવાઝોડામાં કોઈપણ આપદાને પહોંચી વળવા આર્મીના જવાન સજ્જ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આર્મીની તૈયારી અંગે કરી સમીક્ષા

    Cyclone Biporjoy : બિપરજોય વાવઝોડા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) સતત બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપસ્થિત છે. તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવના વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સનાતન સેવા આશ્રમ ખાતે વાવાઝોડાના ખતરા સામે આર્મીની તૈયારીઓ વિશે વિગતો મેળવતા આર્મી જવાનો સાથે મુલાકાત કરી હતી.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 15 Jun 2023 06:00 AM (IST)

    Gujarat Cyclone Biporjoy News Live: દ્વારકા મંદિરે પરસોત્તમ રૂપાલા પહોંચ્યા, સ્થાનિક બ્રાહ્મણો દ્વારા વાવાઝોડાથી રક્ષણ માટે પૂજા કરાવાઈ

    Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાના સંકટથી બચવા માટે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારકા મંદિરે પહોંચ્યા છે અને સ્થાનિક બ્રહ્માણો દ્વારા વાવાઝોડાથી રક્ષણ માટે પૂજા કરાવાઈ છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - Jun 15,2023 5:59 AM

Follow Us:
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
g clip-path="url(#clip0_868_265)">