Cyclone Biporjoy : વાવાઝોડાથી અદાણી – અંબાણી પણ પ્રભાવિત, ગુજરાતના એકમો બંધ થવાથી કરોડોના નુકસાનનો સામનો કરશે
ગુજરાતના કિનારે ત્રાટકવા આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડા (Cyclone Biporjoy) નો સામનો કરવા કેન્દ્ર અને ગુજરાત સરકાર તૈયારીઓમાં વ્યસ્ત બની છે. આ ચક્રવાત આજે 15 જૂને દેશના પશ્ચિમ કિનારે ટકરાઈ રહ્યું છે, તે તાજેતરના સમયમાં સૌથી ભયંકર દરિયાઈ તોફાનોમાંથી એક છે.
ગુજરાતના કિનારે ત્રાટકવા આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડા (Cyclone Biporjoy) નો સામનો કરવા કેન્દ્ર અને ગુજરાત સરકાર તૈયારીઓમાં વ્યસ્ત બની છે. આ ચક્રવાત આજે 15 જૂને દેશના પશ્ચિમ કિનારે ટકરાઈ રહ્યું છે, તે તાજેતરના સમયમાં સૌથી ભયંકર દરિયાઈ તોફાનોમાંથી એક છે. આવા ચક્રવાત માત્ર જાન-માલનું નુકસાન કરતું નથી પરંતુ તે દેશ અને તે પ્રદેશની અર્થવ્યવસ્થાને પણ ઘણું નુકસાન પહોંચાડે છે જ્યાં તે લેન્ડ ફોલ કરે છે. બિપરજોય ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચેના દરિયાકાંઠે અથડાશે તેવી ધારણા છે. હવામાન વિભાગની ચેતવણીના આધારે ગુજરાતમાં ટ્રેનો રદ કરવામાં આવી છે. અનેકના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ એ કહ્યું હતું કે સરકારનો પ્રયાસ છે કે સંકટથી ‘Zero casualty’ નો ટાર્ગેટ છે.
વેપાર -રોજગારને નુકસાન થાય છે
બિપરજોય ચક્રવાત દરિયાકાંઠે અથડાયા બાદ પવનની ઝડપ 150 કિમી સુધી જવાની આશંકા છે. આ સાથે જ આ વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ સંકટને ધ્યાનમાં રાખીને સરકારે ગુજરાતના 8 જિલ્લામાંથી લગભગ 50,000 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. ભારતીય રેલ્વેએ લગભગ 70 ટ્રેનો રદ કરી છે. ભારતીય સેના, બોર્ડર સિક્યોરિટી ફોર્સથી લઈને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) સુધીની ટીમો પણ લોકોની મદદ માટે તૈનાત કરવામાં આવી છે.
ચક્રવાતથી માત્ર લોકોના જાન-માલના નુકસાનની સંભાવના નથી. આ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા માછીમારો, રોજિંદા મજૂરો અને બંદરો પર કામ કરતા લોકો વગેરેની આજીવિકાને પણ અસર થશે. સાથે જ તેની અસર દેશની નિકાસ પર પણ પડશે.
અદાણી-અંબાણી પણ પ્રભાવિત થશે
બિપરજોય ચક્રવાત દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસને પણ અસર કરશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટી જામનગર રિફાઈનરી ચલાવે છે. આ માટે ગુજરાતના બંદરેથી જ ક્રૂડ ઓઈલ સપ્લાય અને નિકાસ કરવામાં આવે છે. ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કંપનીએ સિક્કા પોર્ટ પરથી ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોનું શિપિંગ સ્થગિત કરી દીધું છે.
આ બંદર પર દરરોજ 7,04,000 બેરલ પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન થાય છે. તે યુરોપમાં ડીઝલ સપ્લાય કરવા માટેનું મુખ્ય બંદર છે. રશિયા પરના પ્રતિબંધોથી, યુરોપ મોટાભાગે આ બંદરથી મોકલવામાં આવતા પેટ્રોલિયમ પર નિર્ભર છે.
આટલું જ નહીં ચક્રવાતના કારણે ગૌતમ અદાણી ગ્રુપના મુંદ્રા અને કંડલા પોર્ટ બંધ કરવા પડ્યા હતા. મુંદ્રા દેશનું સૌથી મોટું કોમર્શિયલ બંદર છે, જે સૌથી વધુ કોલસાની આયાત કરે છે. આ ઉપરાંત વેડીનાર, ઓખા, બેડી અને નવલખી બંદરો પરની કામગીરીને પણ અસર થશે.
અર્થવ્યવસ્થાને નુકસાન થશે
બિપરજોય ચક્રવાતથી અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો હવે પછી આવશે. જો કે, એવો અંદાજ છે કે તેની અસર અમ્ફાન કરતા ઓછી રહેશે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર અમ્ફાનના કારણે ભારતની અર્થવ્યવસ્થાને લગભગ 1.16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો