Cyclone Biporjoy: દ્વારકા-પોરબંદર હાઈવે પર અનેક વીજપોલ થયા ધરાશાયી, જુઓ Video
દ્વારકામાં બિપોરજોય વાવાઝોડા પહેલા જ ભારે નુકસાન થયું છે. ત્યારે દ્વારકા-પોરબંદર હાઇવે પર વીજપોલ ધરાશાયી થયા છે. બરાડિયા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વીજપોલ ઉખડી પડયા.
Cyclone Biporjoy : દ્વારકામાં બિપોરજોય વાવાઝોડા પહેલા જ ભારે નુકસાન થયું છે. ત્યારે દ્વારકા-પોરબંદર હાઇવે પર વીજપોલ ધરાશાયી થયા છે. બરાડિયા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વીજપોલ ઉખડી પડયા. બિપરજોય વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ ઉખડી પડતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
આ પણ વાંચો: Breaking News : રાજ્ય પર Cyclone Biparjoyનું જોખમ, જખૌથી 220 કિમી જ દૂર છે સંકટ
દેવભૂમિ દ્વારકા વાવાઝોડાની અસરને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન
વાવાઝોડાની અસરને કારણે અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ત્યારે રુપેણ બંદર પર 30 ફૂટનો ટાવર તૂટી પડયો છે. રુપેણ બંદર પર ફિશરીશ વિભાગે 7થી 8 વર્ષ પહેલા માછીમારોને સૂચકતા માટે ટાવર મૂકયો હતો. જે વાવાઝોડાની અસરથી ભારે પવનનાં કારણે ધરાશાયી થયો. ટાવર પડતા આસપાસની દુકાનોનાં છાપરા તૂટી પડ્યા. તો રુપેણ બંદર પર દરીયાનાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે જેને કારણે કિનારાને પણ નુકસાન થયું છે.
કચ્છનું છેવાડાનું ગામ ખાલી કરાયુ
બીજી તરફ બિપરજોય વાવાઝોડાની ભયાનક અસરો હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા લાગી છે. વાવાઝોડાને પગલે કચ્છના છેવાડાનું મઢવા ગામ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ દ્વારકા જિલ્લામાં પણ દરિયાના પાણી ઘૂસી જવાથી મોટાપાયે નુકસાન થયું છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો