AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં, અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ

નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીરસોમનાથ, બોટાદ, દીવ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Breaking News Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં, અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ
| Updated on: Jun 15, 2023 | 11:23 AM
Share

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. આગામી 3 કલાકને લઈને પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા,છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીરસોમનાથ, બોટાદ, દીવ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Breaking News : વાવાઝોડા Biparjoyને લઇને સૌથી મોટા સમાચાર, વાવાઝોડુ જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર

વાવાઝોડાને લઈને CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક

સંભવિત વાવાઝોડાને ખતરાને લઈને ગુજરાત સરકાર ખૂબ જ સતર્ક છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી છે. બેઠકમાં હવામાન વિભાગના ડાયરેક્ટર હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ વાવાઝોડું બિપરજોયની હાલની સ્થિતિની માહિતી મેળવી છે. વાવાઝોડાથી થનારી અસર પર પણ બેઠકમાં ચર્ચા થઈ છે. કંટ્રોલ રૂમમાંથી 24 કલાક સ્થિતિ પર નજર રખાઈ રહી છે. ખતરાને પહોંચી વળવા રાજ્ય સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

AMCએ વિવિધ ઝોનમાં 24 કલાકના કંટ્રોલ રૂમ તૈયાર કર્યો

બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈ અમદાવાદ મહાનગરપાલિકાએ એક કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. કંટ્રોલ રૂમ દ્વારા સતત 24 કલાક વાવાઝોડાનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ વાવાઝોડા અંગે 1055/303 પર ફરિયાદ નોંધાવી શકશે. તેમજ નાગરિકો 9978355303 નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ કરી શકશે. કન્ટ્રોલ રૂમમાં 24 કલાક કર્મચારીઓને કાર્યરત રાખવામાં આવશે. દરેક ઝોનલ કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.

મહાનગરપાલિકાના બગીચા વિભાગ દ્વારા વૃક્ષો કાપ્યા

મહાનગરપાલિકાના બગીચા વિભાગ દ્વારા 900થી વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. વાવાઝોડા દરમિયાન લોકો ઝાડની નીચે ઉભા રહેવાનું ટાળે. જે લોકોનું પ્રાઇવેટ ગાર્ડન છે તેને પણ ટ્રીમ કરવા માટે મનપાની મદદ લઇ શકે છે. અમદાવાદના 2 લાખ પૈકી 1.60 લાખ વીજપોલની સ્ટેબિલીટી અને વાયર બોર્ડની ચકાસણી કરાઇ છે.

અમદાવાદમાં 1380 મનપા અને ખાનગી હોર્ડિંગના સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી છે. પાણીનો સપ્લાય મળી રહે તે માટે પણ ચકાસણી પૂર્ણ થઇ ગઇ છે. વધુ વરસાદના કારણે ભરાયેલા પાણીના નિકાલ માટે પણ 83 પંપ સાથે વધારાના 10 વરૂણ પંપ લેવાયા છે. અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ 24 કલાક માટે બંધ રખાશે. રાહત અને બચાવ કાર્ય માટે ફાયરની 15 ટીમ 5 બોટિંગ સ્ટાફ સહિતની ટીમ તૈયાર છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">