14 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સૂર્યની યાત્રા, લક્ષ્ય પર નજર રાખીને ISROનું આદિત્ય L1 આગામી ઓર્બિટ તરફ
Gujarat Live Updates : આજ 14 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 14 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
સનાતન વિવાદ પર બોલ્યા મોદી, મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન લપસ્યું સહિતના મહત્વના સમાચાર
- સનાતન વિવાદ પર પ્રથમ વખત બોલ્યા મોદી.. કહ્યું ઘમંડિયા ગઠબંધન સનાતનને ખતમ કરવા માગે છે.. સનાતનીઓ રહે સતર્ક સનાતન પર સણસણતો જવાબ
- મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન લપસ્યું. વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહેલા ચાર્ટર પ્લેનને નડ્યો વરસાદ. પ્લેનમાં 6 યાત્રી અને 2 ક્રૂ મેમ્બર હતા સવાર.
- વડોદરા મહાનગરપાલિકાએ વધી 8 હોસ્પિટલો કરી સીલ. પાર્કિગના નિયમોના ઉલ્લંઘન સહિતના વિવિધ કારણે કરી કાર્યવાહી.
- દાહોદમાં ટાંકી ધરાશયી થતા 3 મજૂરોના મોત. 8થી વધુ ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમીક જાણકારી ગમખ્વાર બનાવ, 3ના મોત
- રાજ્યમાં વિરામ બાદ ફરી મેઘાની એન્ટ્રી. સોરાષ્ટ્ર અને દક્ષિણમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં. સૌથી વધુ સાગબારા અને દ્વારકાના ખંભાળિયામાં બે ઈંચ વરસાદ.
- રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. 16થી 18 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં પડશે મધ્યમ વરસાદ.
- કોંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભામાં પસાર કરાયું APMC સુધારા વિધેયક. ખેત ઉત્પાદન અને ખરીદ-વેચાણ અધિનયમમાં કરાયા મહત્વના સુધારા.
-
વડોદરા કોંગ્રેસના વધુ એક નેતાનું રાજીનામું
વડોદરા કોંગ્રેસના વધુ એક નેતાનું રાજીનામું પડ્યું છે. કોંગ્રેસ નેતા જયેશ ઠક્કરે રાજીનામું આપ્યું છે. જયેશ ઠક્કર ભાજપમાં જોડાશે. જયેશ ઠક્કર ગરબાના પણ મોટા આયોજક છે. અગાઉ રાવપુરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે જયેશ ઠક્કર
-
-
રાજકોટમાં બેફામ સ્ટંટબાજોનો આતંક
રાજકોટમાં બેફામ સ્ટંટબાજોનો આતંક સામે આવ્યો છે . વધુ એક સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. કાલાવડ રોડ પર આવેલા અંડરબ્રિજમાં યુવકે કર્યા સ્ટંટ. યુવકે સૂતા સૂતા બાઈક ચલાવી લોકોના જીવ જોખમમાં મુક્યા
-
અમદાવાદના વટવામાં ઢોર પકડવાની ટીમ પર હુમલાનો પ્રયાસ
અમદાવાદના વટવામાં રખડતા ઢોરના ત્રાસને લઈ તંત્ર એકશનમાં આવી ગયું છે. વટવામાં ઢોર પકડવા ગયેલ ટીમ પર હુમલાનો પ્રયાસ થયો હતો. ઢોર માલિકોએ લાકડી અને પથ્થર મારવાનો પ્રયાસ કર્યો.
-
બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવને લઇને બબાલ
- રાજકોટમાં મંદિર પરિસરમાં 12 વર્ષથી ગણેશ મહોત્સવનું કરાય છે આયોજન
- આયોજકોને મંદિરના સંચાલકોએ અટકાવતા માથાકુટ
- વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ આયોજકોને અટકાવ્યા
- મોટી સંખ્યામાં લોકો બાલાજી મંદિર પાસે એકઠા થયાં
- મંદિર સંચાલકો દ્રારા પોલીસને જાણ કરવામાં આવી
- પોલીસે ગણેશ મહોત્સવની મંજૂરી મેળવવાનું કહીને ટોળાંને વિખેરી નાખ્યા
- ગણેશ મહોત્સવના આયોજકોએ સવારે ૧૧ વાગ્યા સુધીનું આપ્યું અલ્ટિમેટમ
-
-
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ 8 હોસ્પિટલ સીલ કરી
- વડોદરામાં પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન સહિતના વિવિધ કારણોસર કાર્યવાહી
- મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ 8 હોસ્પિટલ સીલ કરી
- 8 હોસ્પિટલોની જગ્યા અનધિકૃત વપરાશ બદલ કરાઈ સીલ
- ગઈકાલે પણ ત્રણ હોસ્પિટલ સીલ કરાઈ હતી
-
અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ
- કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓની થશે બદલી
- પોલીસ કમિશનર જી.એસ.મલિકનું નિવેદન
- “કોન્સ્ટેબલ કક્ષાના કર્મીઓની છેલ્લા 8 વર્ષથી બદલી નથી થઈ”
- “નોકરીના વર્ષ પ્રમાણે બદલી કરવામાં આવશે”
- “બે મહિનાની અંદર બદલીની કમાગીરી થઈ જશે”
-
પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા “નો પરચેઝ ડે”નું એલાન પાછું ખેંચાયું
પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનને 15 સપ્ટેમ્બરે ‘નો પર્ચેસ ડે’ જાહેર કર્યો હતો. પેટ્રોલ પંપ (Petrol Pump) સંચાલકોનું કમિશન છેલ્લા 6 વર્ષથી વધ્યું ન હોવાથી પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ કંપનીથી નારાજ પેટ્રોલપંપ સંચાલકોએ 15 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલ ન ખરીદી સાંકેતિક વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે અંગે ગાંધીનગર ખાતે થયેલી મિટીંગમાં સંતોષકારક જવાબ મળતાં “નો પરચેઝ ડે”નું એલાન પરત ખેંચાયું છે. આ અંગે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા જાહેર જનતા જોગ જાહેરાત કરાઈ છે.
-
જામનગરમાં ઘીમાં મોટાપાયે ભેળસેળનો પર્દાફાશ
વધુ નફો કમાવવાની લાલચમાં કેટલાક લોકો ભેળસેળ કરીને ચીજ વસ્તુઓ વેચતા હોય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા હોય છે. આવા લોકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જામનગરમાંથી મોટાપાયે ઘીમાં ભેળસેળનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડતા જામનગરના કાલાવડમાંથી ભેળસેળયુકત ઘી પકડાયું છે. કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલ હિન્દુસ્તાન ડેરીમાંથી શંકાસ્પદ ભેળસેળ યુકત ઘીનો જથ્થો ઝડપાયો છે. ઘીમાં તેલ અને વેજીટેબલ ઘીનું મિશ્રણ કરી વેચાણ કરાતું હતું. તેમજ સોયાબીન તેલ, વેજીટેબલ ઘી અને શુધ્ધ ઘી ત્રણેયનું મિશ્રણ કરીને ભેળસેળયુકત ઘી બનવાતું હતું. જેમાં અબ્દુલકાદર રજાક અને હુશેન રજાક નામના બે શખ્સો આ ભેળસેળ યુકત ઘી બનાવતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું. મહત્વનું છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 260 લીટર ભેળસેળ યુકત ઘી, વેજીટેબલ ઘીના 25 અને સોયાબીન તેલના 12 ડબ્બા કબ્જે કર્યા છે. ડેરીમાંથી કુલ 1.12 લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
દાહોદમાં ટાંકી ધરાશાયી થતાં 3ના મોત, 8થી વધુ ઈજાગ્રસ્ત
દાહોદમાં ટાંકી ધરાશાયી થતાં 3 લોકોના મોત થયા છે. રોઝમ ગામે પાણી પુરવઠાની નિર્માણાધીન ટાંકી ધરાશાયી છે. 3 મજૂરોના મોત, અન્ય 8થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. પાણીની ટાંકીનો ત્રીજો સ્લેબ ધરાશાયી થયો છે. 10થી વધુ મજૂરો દબાયા હોવાની પ્રાથમિક માહિતી
-
ગુજરાત વિધાનસભામાં ગૃહમાં APMC સુધારા વિધેયક પસાર
ગુજરાત વિધાનસભામાં ગૃહમાં APMC સુધારા વિધેયક પસાર થયું. ગુજરાત ખેત-ઉત્પન્ન અને ખરીદી-વેચાણ અધિનિયમ-1963માં મહત્વના સુધારા કરાયા છે. હવેથી ગુજરાતના કોઈપણ APMCના વેપારી દેશના અન્ય રાજ્યના APMCમાં ખરીદ-વેચાણ કરી શકશે. તો હવેથી હવેથી APMC ની ચૂંટણીમાં એક વ્યક્તિ એક જ મત આપી શકશે. ખાનગી APMC ના માલિક કે નિયામક મંડળના સભ્ય ચૂંટણી નહીં લડી શકે..
-
મુંબઈ એરપોર્ટ પર વિશાખાપટ્ટનમથી આવી રહેલું પ્લેન રનવે પર લપસ્યું
ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર એક દુર્ઘટના સર્જાઈ છે. એક ખાનગી વિમાન રનવે પર લપસી ગયું હતું. લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. વરસાદને કારણે ઉતરાણ સમયે વિઝિબિલિટી 700 મીટર હતી. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. 2 મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઈટ વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહી હતી. આ અકસ્માત રનવે 27 પર થયો હતો.
-
AMPC એક્ટમાં સુધારા વિધેય પર અર્જુન મોઢવાડીયાનુ નિવેદન
- AMPC એક્ટમાં સુધારા વિધેય પર અર્જુન મોઢવાડીયાનુ નિવેદન
- ભાજપ સાશનમાં સહકારની ભાવનામાં પણ મેન્ડેટપ્રથા ઘુસાડવામાં આવી
- અમદાવાદની APMC ને શું કામ મારી નાખી? :મોઢવાડિયા
- સારૂ શાસન હતુ તો બાબુ ભાઇને કેમ દુર કર્યા ? :મોઢવાડિયા
- અમદાવાદ એપીએમસીની ચુંટણી કરાવો:મોઢવાડિયા
- જમીન માટે હુડકોની લોન લીધી છે તે પુરી કરો:મોઢવાડિયા
- જે માર્કેટ છે ત્યાં બાંધકામ કરી સુવિધા આપો :મોઢવાડિયા
- ભલે ખાનગી માર્કેટ ઉભા થાય અમદાવાદ માર્કેટ યાર્ડની ચુટંણી કરાવો:મોઢવાડિયા
- બાબુ જમનાદાસ પટેલે APMC બિલને સમર્થન કરતા અર્જુન મોઢવાડિયાએ કર્યો કટાક્ષ
- બાબુ જમનાદાસ પટેલ અને એમના પરિવારજનો પ્રાઈવેટ APMC માં સભ્યો
-
PM મોદીનું સનાતન મુદ્દે નિવેદન, ગાંધીજી પણ સનાતનના પક્ષમાં હતા
સનાતન ધર્મ પર વારંવાર થતા અપમાન પર આખરે વડાપ્રધાને ચુપ્પી તોડી છે. મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમમાંથી PM મોદીએ સનાતનનું અપમાન કરનારાને આડે હાથ લીધા. નામ લીધા વગર PM મોદીએ INDIA ગઠબંધન પર પણ પ્રહાર કર્યા. PM મોદીએ કહ્યું કે આ લોકો દેશની આસ્થા પર હુમલો કરી રહ્યા છે. ભારતની સંસ્કૃતિ પર હુમલો એ વિપક્ષની રણનીતિનો જ ભાગ છે.
-
મેઘાણીનગરના પરિવાર દ્વારા 6 લાખ રુદ્રાક્ષમાંથી બનાવાયુ શિવલિંગ
આ વર્ષે અધિક મહિનો અને શ્રાવણ મહિનો એમ બે મહિના સુધી ઉજવણી કરવામાં આવી. સાથે જ વિશેષ પાર્થિવ શિવલિંગ બનાવાયા છે. જેના કારણે એક અલગ માહોલ ધર્માત્મા કુટિરમાં જોવા મળ્યો, તો આ અલગ થીમને લઈને આસપાસ રહેતા લોકો શિવલિંગના દર્શન કરવા ઉમટયા હતા. આજે શ્રાવણ મહિનાના છેલ્લો દિવસ છે. શિવાલયોમાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના મેઘાણીનગરમાં ધર્માત્મા કુટિર ખાતે પણ વિશેષ રીતે ઉજવણી કરાઇ.
-
રાજયમાં ક્યારે ક્યાં પડશે વરસાદ ?
- 16 સપ્ટેમ્બર – છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી
- 17 સપ્ટેમ્બર – આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, તાપી
- 17 સપ્ટેબર – સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
- 18 સપ્ટેમ્બર – આણંદ, વડોદરા. છોટા ઉદેપુર, ભરૂચ ભારે વરસાદ
- 18 સપ્ટેમ્બર – સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી
- આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સામાન્ય વરસાદ
- 17 સપ્ટેમ્બરે ભાવનગરમા ભારે વરસાદ
- 18 સપ્ટેમ્બરે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ
-
Surat : સચિન GIDC વિસ્તારમાં પ્રેમીએ કરી પ્રેમિકાની સરા જાહેર હત્યા, ચપ્પુ વડે હુમલો કરતાં મોત
સુરતના સચિન GIDC વિસ્તારની ઘટના સામે આવી છે. તલંગપુરની સાઈ દર્શન સોસાયટીમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી છે. સોસાયટીમાં ઘરની સામેના રસ્તે જાહેરમાં ચપ્પુ વડે હુમલો કર્યો છે. બન્ને લોકો આજુ-બાજુમાં જ રહેતા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
-
Ahmedabad : અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી
અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી એવી અસારવા સિવિલ હોસ્પિટલ જેટલી મોટી છે, તેની સમસ્યાઓ પણ એટલી જ મોટી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કામ ઝડપી થાય અને દર્દીઓ અને તેમના સગાઓને હાલાકી ન થાય તે માટે નવું સોફ્ટવેર નાખવામાં આવ્યું છે. પરંતુ કામ ઝડપી અને અસરદાર થવાને બદલે કામ ખોરંભે ચઢ્યું છે.
-
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે ખડગે સાથે મુલાકાત કરી હતી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત પર, હિમાચલ પ્રદેશ કોંગ્રેસના વડા અને સાંસદ પ્રતિભા સિંહે કહ્યું-2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીને મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવી છે. હિમાચલમાં તાજેતરમાં સર્જાયેલી દુર્ઘટના અંગે પણ ચર્ચા થઈ હતી. અમે વારંવાર કેન્દ્રને અમારી મદદ કરવા વિનંતી કરી રહ્યા છીએ પરંતુ PM નરેન્દ્ર મોદી તરફથી શોકના શબ્દો નથી આવ્યા. જો મને તક મળશે તો હું સંસદ સત્રમાં આ મુદ્દો ઉઠાવીશ.
-
દારૂ કૌભાંડ: EDએ BRS નેતા કવિતાને સમન્સ પાઠવ્યું
દિલ્હીમાં એક્સાઇઝ પોલિસીની તપાસના સંદર્ભમાં EDએ શુક્રવારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) નેતા કવિતાને સમન્સ પાઠવ્યા છે.
-
જ્ઞાનવાપી કેમ્પસમાંથી મળેલી વસ્તુઓ ડીએમને સોંપવી જોઈએઃ વારાણસી કોર્ટ
વારાણસીની જિલ્લા અદાલતે આદેશ આપ્યો છે કે જ્ઞાનવાપી સંકુલમાં ASI સર્વે દરમિયાન હિન્દુ ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓ વારાણસીના ડીએમને સોંપવામાં આવે.
-
બદનક્ષી કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી
અમદાવાદ સેશન્સ કોર્ટે કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી દીધી છે. અગાઉ અમદાવાદ હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે આ અરજી પર 10 દિવસમાં નિર્ણય લેવામાં આવે ત્યારે બંને પક્ષોને સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટ તેના પર ચુકાદો આપશે.
-
જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીની જગ્યાએ પથારીમાં જોવા મળ્યો શ્વાન
દર્દી સાથે બેડ પર શ્વાન પણ જોવા મળે તો ચોંકવાની જરુર નથી. જી હા, સામે આવેલા દ્રશ્યો આરોગ્ય વિભાગ માટે શરમજનક કહી શકાય. જામનગરની હોસ્પિટલની પથારીએ માત્ર દર્દીઓ જ નહીં, પરંતુ શ્વાન પર જાણે કે સારવાર લઇ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.આપને જણાવી દઇએ કે આ એ જ જીજી હોસ્પિટલ છે. જ્યાં અગાઉ હોસ્પિટલમાં આખલો જોવા મળ્યો હતો.
-
‘દરેક સનાતની સજાગ રહે, તેઓ 1000 વર્ષ સુધીની ગુલામીમાં ધકેલી દેવા માગે છે’, PM મોદીનો INDIA ગઠબંધન પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની વ્યૂહરચના ભારતના આસ્થા પર હુમલો કરવાની છે. તેમણે કહ્યું કે INDIA ગઠબંધનના લોકો સનાતન પરંપરાને નષ્ટ કરવા માંગે છે. તેઓ સનાતનનો નાશ કરવા અને તેને 1000 વર્ષ સુધી ગુલામીમાં ધકેલી દેવા માંગે છે. પરંતુ તેમની યોજનાઓને એકતાથી નિષ્ફળ બનાવવી પડશે.
ये घमंडिया गठबंधन वाले सनातन संस्कारों और परंपरा को समाप्त करने का संकल्प लेकर आए हैं।
जिस सनातन को गांधी जी ने जीवनपर्यंत माना, जिस सनातन ने उन्हें अस्पृश्यता के खिलाफ आंदोलन चलाने के लिए प्रेरित किया।
ये घमंडिया गठबंधन के लोग उस सनातन परंपरा को समाप्त करना चाहते हैं।
– पीएम… pic.twitter.com/etSVxt4lMl
— BJP (@BJP4India) September 14, 2023
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મધ્યપ્રદેશના બીનાથી વિપક્ષી ગઠબંધન INDIA પર મોટો શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે કેટલાક પક્ષો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIA સનાતન ધર્મને નષ્ટ કરવા માંગે છે. ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવા માંગે છે.
-
ભારતીય વિદ્યાર્થીના મોતની પોલીસકર્મીએ ઉડાવી મજાક
23 જાન્યુઆરી, 2023 ના રોજ, યુએસએના સિએટલમાં પોલીસની કાર સાથે અથડાતા જ્હાન્વી કુંડલા નામની ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. હવે આ મામલે એક નવો ખુલાસો સામે આવ્યો છે. તાજેતરમાં સામે આવેલા એક વીડિયો ફૂટેજમાં પોલીસકર્મીને જ્હાન્વીને માર્યા બાદ ફોન પર હસતા અને મજાક કરતા સાંભળી શકાય છે. વીડિયો સામે આવ્યા બાદ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
-
Gujarat News Live : જો હવે પાકિસ્તાન સાથે કોઈ મેચ થશે તો અમે તેનો વિરોધ કરીશુંઃ શિવસેના
અનંતનાગ એન્કાઉન્ટર પર શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે, ગઈ કાલે જે થયું તે ખૂબ જ નિંદનીય છે. સૈનિકો શહીદ થયા હતા તે સમયે, ભાજપ મુખ્યાલયમાં ઉજવણી કરવામાં આવી રહી હતી. થોડા દિવસો પહેલા ભારત પાકિસ્તાન વચ્ચે મેચ પણ થઈ હતી. જ્યારે પાકિસ્તાન આતંકવાદી વાતાવરણ ઊભું કરે છે, ત્યારે તેઓ રમતના મેદાનમાં હોય તો પણ તેમની સાથે વાતચીત ન થવી જોઈએ. જો હવે કોઈ મેચ થશે તો અમે તેનો વિરોધ કરીશું.
-
વડોદરામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ, પૂર્વ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાશે
વડોદરા કોંગ્રેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યુ છે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને લોકસભાની ચૂંટણી લડનારા પ્રશાંત પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. તેઓ 17 સપ્ટેમ્બરે પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે.
-
Gujarat News Live : પાકિસ્તાન શા માટે ભારતમાં મેચ રમવા આવી રહ્યું છેઃ વીકે સિંહ
કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનને સીધી કરવા માટે તેમને અલગ-થલગ કરવા પડશે. ભારતમાં મેચ રમવા કેમ આવે છે પાકિસ્તાન?
-
Gujarat News Live : અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને સેશન્સ કોર્ટનો ઝટકો, રિવિઝન અરજી ફગાવાઈ
ગુજરાત યુનિવર્સિટી બદનક્ષીનો કેસમાં, અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને સેશન્સ કોર્ટનો ઝટકો લાગ્યો છે. કેજરીવાલ અને સંજય સિંહની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સાથોસાથ ટ્રાયલ કોર્ટે જાહેર કરેલા સમન્સને રદ કરવાની માંગણી પણ સેશન્સ કોર્ટ દ્વારા નકારાઇ છે.
-
Gujarat News Live : APMCની ચૂંટણી લડવા હવે બદલાઈ જશે નિયમ, આજે વિધાનસભામાં પસાર કરાશે વિધેયક
APMCની ચૂંટણી લડવા માટેના નિયમોમાં સુધારા કરતું વિધેયક આજે વિધાનસભામાં રજૂ થશે. ખાનગી APMCના સભ્યો સહકારી APMCની ચૂંટણી ના લડી શકે તેવી જોગવાઈવાળું બિલ રજૂ થશે. આ બિલની જોગવાઈ મુજબ, ખાનગી APMCના સભ્યના પરિજનો સહકારી ક્ષેત્રની APMCમાં ચૂંટણી લડી શકશે નહીં. છેલ્લા 3 નાણાકીય વર્ષમાં વર્ષે 50 હજારની ખરીદી કરનાર વેપારી જ APMCની ચૂંટણી લડી શકશે તેવી પણ જોગવાઈ કરાઈ છે. બિલ પાસ થયા બાદ કોઈપણ APMCનો લાયસન્સ ધારક વેપારી રાજ્ય કે દેશની કોઈપણ APMCમાંથી જણસ ખરીદી શકશે. ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ – વેચાણ સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ થશે. રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા વિધાનસભામાં સુધારા વિધેયક રજૂ કરશે
-
Gujarat News Live : જમ્મુમાં પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન
કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ત્રણ જવાનોના શહીદ થવા પર લોકો ગુસ્સે છે. જમ્મુમાં ભાજપના યુવા કાર્યકરોએ પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતુ. તેઓએ પાકિસ્તાનનું પૂતળું સળગાવ્યું હતું અને શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા.
-
Gujarat News Live : PAASના આગેવાનો આજે CM ભૂપેન્દ્ર પટેલને મળશે
પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો આજે મુખ્યમંત્રીને ગાંધીનગરમાં મળશે. ઉત્તર ગુજરાત PAASના આગેવાનો આજે મુખ્યમંત્રીને મળશે. કિરીટભાઈ પટેલના મૃત્યુ બાદ કાર્યવાહી કરવાના મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે. લાંબા સમયગાળા બાદ પણ યોગ્ય કાર્યવાહી ના થતી હોવાથી કરશે રજૂઆત.
-
Gujarat News Live : જમ્મુ અને કાશ્મીર પોલીસે અનંતનાગમાં લશ્કરના બે આતંકવાદીઓને ઘેર્યા
જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરુવારે કહ્યું કે, તેમણે અનંતનાગ જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઘેરી લીધા છે. એક દિવસ પહેલા જ, એટલે કે બુધવારે અનંતનાગમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળના ત્રણ અધિકારીઓ શહીદ થયા હતા. કાશ્મીર ઝોન પોલીસે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, અમારા દળો ઉઝૈર ખાન સહિત લશ્કરના બે આતંકવાદીઓને ઘેરવામાં નિશ્ચય સાથે જોડાયેલા છે. બુધવારે અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના ગડોલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર, એક મેજર રેન્કના અધિકારી અને એક નાયબ પોલીસ અધિક્ષક શહીદ થયા હતા.
-
Gujarat News Live : PM મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે, 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે મધ્યપ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ બીનામાં એક કાર્યક્રમ દરમિયાન રૂ. 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અન લોકાર્પણ કરશે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ્સમાં બીના રિફાઈનરીમાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને રાજ્યભરમાં 10 નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
-
Gujarat News Live : સુરતના મોટા વરાછા વિસ્તારની ઈટાલિયા હોસ્પિટલમાં લાગી આગ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ ઈટાલિયા હોસ્પિટલમાં આગ લાગી છે. પ્રાથમિક તપાસમાં આ આગ શોટસર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના કર્મીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગને કારણે કોઈ જાનહાની થઈ નથી.
-
Gujarat News Live : પુણેમાં આજથી RSSની 3 દિવસ બેઠક, ભાગવત અને નડ્ડા હાજરી આપશે
મહારાષ્ટ્રના પુણેમાં આજથી આરએસએસની ત્રણ દિવસીય સંકલન બેઠક શરૂ થઈ રહી છે. સંઘ સાથે જોડાયેલી 36 સંસ્થાઓ તેમાં ભાગ લેશે. સંઘ પ્રમુખ મોહન ભાગવત અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ તેમાં ભાગ લેશે.
-
Gujarat News Live : રાજકોટના શાસ્ત્રીનગર નાનામવા રોડ પર કેમિકલનો બાટલો ફાટ્યો
રાજકોટના શાસ્ત્રીનગરમાં આવેલ નાનામવા રોડ પર એક ઘરમાં રાખવામાં આવેલ કેમિકલના બાટલામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થવાની સાથે આગની જ્વાળાઓ ફેલાઈ હતી. એકાએક કેમિકલ ભરેલ બાટલો ફાટતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. રાજકોટ ફાયરબ્રિગેડે, બ્લાસ્ટ થયેલ કેમિકલના બાટલાની પાસે રહેલા અન્ય કેમિકલના બાટલા દૂર કર્યા હતા.
Published On - Sep 14,2023 6:39 AM