14 જાન્યુઆરીના મહત્વના સમાચાર : પ્રખ્યાત શાયર મુન્નવર રાણાનું 71 વર્ષની વયે નિધન
આજ 14 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

કોંગ્રેસ આજથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શરૂ કરશે, જેના દ્વારા કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારી અને સામાજિક ન્યાય સાથે જોડાયેલા મુદ્દાઓને ચર્ચાના એરણે લાવવાનો પ્રયાસ કરશે. આ યાત્રા આજે 14 જાન્યુઆરીએ મણિપુરની રાજધાની ઈમ્ફાલ નજીકના થોબલથી શરૂ થશે અને માર્ચના ત્રીજા સપ્તાહમાં મહારાષ્ટ્રના મુંબઈમાં પૂરી થશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીના ભાગરૂપે મંદિરો અને તેની આસપાસના વિસ્તારોની સ્વચ્છતા માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરશે. ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરશે.
ઈન્ડિયા એલાયન્સમાં બેઠકોની વહેંચણીને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બેઠક અંગે ચર્ચા કરવા કોંગ્રેસના નેતાઓ વિવિધ રાજ્યોના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો
LIVE NEWS & UPDATES
-
પ્રખ્યાત શાયર મુન્નવર રાણાનું નિધન
મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. તેમણે લખનઉના પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી છે. મુનવ્વરને 9 જાન્યુઆરીએ તેમની તબિયત બગડતાં લખનૌના પીજીઆઈમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
-
ઈન્ડિગો આવતીકાલથી મુંબઈ અને અયોધ્યા વચ્ચે ફ્લાઈટ શરૂ કરશે
ઈન્ડિગો એરલાઈન્સ 15 જાન્યુઆરીથી મુંબઈ અને અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઈટનું સંચાલન શરૂ કરશે. આ ફ્લાઈટ મુંબઈથી 12.30 વાગ્યે ઉપડશે અને બપોરે 2.45 વાગ્યે અયોધ્યા લેન્ડ થશે.
-
-
હરિયાણામાં ઠંડીના કારણે શાળાની રજાઓ લંબાવવામાં આવી
કડકડતી ઠંડીના કારણે હરિયાણા સરકારે હરિયાણાની શાળાઓની રજાઓ 22 જાન્યુઆરી સુધી લંબાવી છે. હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ સમયે અત્યંત ઠંડી છે.
-
મોડલ દિવ્યા પાહુજાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાયા
મોડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ રવિવારે ગુરુગ્રામ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પરિવારજનોને સોંપ્યો અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિવ્યા પહુજાનો મૃતદેહ તોહાના પાસેની નહેરમાંથી મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.
-
મિથિલા, જનકપુર અને સમગ્ર દેશના લોકો પણ ખુશ છે: નેપાળના સાંસદ બિમલેન્દ્ર નિધિ
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પર નેપાળના સાંસદ બિમલેન્દ્ર નિધિએ કહ્યું છે કે મિથિલા અને અયોધ્યા એ સમય સાથે સંબંધિત છે જ્યારે ત્રેતાયુગમાં ભગવાન રામ અને માતા સીતાના લગ્ન થયા હતા. મિથિલા, જનકપુર અને સમગ્ર નેપાળના લોકો પણ ખુશ છે. આ ગૌરવની ક્ષણ છે. અમે થોડા દિવસ પહેલા ‘ભાર’ પણ મોકલી હતી. નેપાળમાં ખાનગી એરલાઈન્સ જનકપુરથી અયોધ્યા સુધી હવાઈ સેવા શરૂ કરવા માટે ઉત્સાહિત છે.
-
-
PM મોદી 16-17 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશ-કેરળની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે. ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગોના ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના પગલામાં, વડાપ્રધાન કોચીમાં રૂ. 4,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL)ખાતે ‘નવી ડ્રાય ડોક’ અને ‘આંતરરાષ્ટ્રીય શિપ રિપેર ફેસિલિટી (ISRF)’નું ઉદ્ઘાટન કરશે. ‘ન્યુ ડ્રાય ડોક’ મોટા વ્યાપારી જહાજોને CSL ખાતે ડોક કરવા સક્ષમ બનાવશે, દેશની વિદેશી દેશો પરની નિર્ભરતાને દૂર કરશે. PM કોચીના પુથુવીપીન ખાતે IOCLના LPG આયાત ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરશે.
-
અંજારના બૂઢારમોરામાં KEMO Steel કંપનીમાં દુર્ઘટના
- સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 7 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
- 4 ની હાલત નાજુક , અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા
- અન્ય લોકોને સ્થાનીક હોસ્પિટલમાં ખસેડાયા
- બોઇલરમાં બ્લાસ્ટ બાદ સ્ટીલ પીઘડતા બની ઘટના
- અગાઉ પણ કંપનીમા બન્યો હતો બનાવ
- પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી
-
નોઈડામાં ધોરણ 8 સુધીની તમામ શાળાઓ 16 જાન્યુઆરી સુધી બંધ
પંજાબમાં કડકડતી ઠંડીને જોતા શાળાઓમાં રજાઓ વધારી દેવામાં આવી છે. પંજાબમાં 5 ધોરણ સુધીની તમામ શાળાઓ 21 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ત્યારે 6 થી 12 સુધીની તમામ શાળાઓ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલશે. પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સે આ માહિતી આપી હતી.
-
રાજકોટમાં જેતપુરમાં ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું ગળુ કપાયુ
રાજ્યમાં એકતરફ જ્યાં લોકો આનંદ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉતરાયણની મજા માણતા જોવા મળ્યા તો રાજ્યમાં કેટલાક સ્થળોએથી પતંગબાજોને ગંભીર ઈજાઓની પણ ઘટના સામે આવી. ક્યાંક પતંગની દોરી ઘાતક સાબિત થઈ. સુરતમાં પાંડેસરામાં પતંગની દોરી અને પતંગ પકડવાની ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા. પાંડેસરમાં મિલન પોઈન્ટ નજીક બાઈકચાલકને પતંગની દોરી વાગતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
-
‘પરીક્ષા પે ચર્ચા 2024’માં જોડાવવા 2 કરોડથી વધુ લોકોએ નોંધણી કરાવી
પરીક્ષા પે ચર્ચા 2024’ કાર્યક્રમ માટે આ વખતે રેકોર્ડ નોંધણી થઈ છે. પ્રોગ્રામમાં જોડાવા માટે MyGov પોર્ટલ પર 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેસન કરાવ્યું છે. આ વખતે પીએમ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની સાતમી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યુ છે
-
ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી T20 માટે ટોસ જીત્યો
ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી T20 માટે ટોસ જીત્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે એટલે કે 14 જાન્યુઆરી, રવિવારના રોજ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. યજમાન ભારતે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.
-
હું નકારાત્મક રાજકારણમાં માનતો નથી: મિલિંદ દેવડા
શિવસેના શિંદે જૂથમાં જોડાયા બાદ કોંગ્રેસના પૂર્વ નેતા મિલિંદ દેવડાએ કહ્યું છે કે હું નકારાત્મક રાજનીતિમાં વિશ્વાસ નથી રાખતો. હું લોકો માટે કામ કરવામાં માનું છું, હું લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં, નકારાત્મક રાજનીતિ કરવામાં માનતો નથી.
-
મેં મણિપુરમાં જે જોયું તે મેં પહેલાં ક્યારેય જોયું ન હતું: રાહુલ ગાંધી
મણિપુરથી પોતાની યાત્રા શરૂ કરતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિલંબ માટે લોકોની માફી માંગી છે. તેમણે કહ્યું કે ધુમ્મસના કારણે ફ્લાઈટ મોડી પડી હતી. હું 29મી જૂને મણિપુર આવ્યો હતો અને તે દરમિયાન મેં જે જોયું અને સાંભળ્યું તે પહેલાં ક્યારેય જોયું કે સાંભળ્યું ન હતું.
-
મિલિંદ દેવડા શિવસેના શિંદે જૂથમાં જોયાડા, કોંગ્રેસને મોટો ઝટકો
મિલિંદ દેવડા કોંગ્રેસ છોડીને શિવસેના શિંદે જૂથમાં જોડાયા છે. રવિવારે સવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ સીએમ એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. તે પછી તેણે ઔપચારિક રીતે શિવસેના શિંદે જૂથનું સભ્યપદ સ્વીકાર્યું. મિલિંદ દેવડાના રાજીનામાની સાથે કોંગ્રેસ પર દેવરા પરિવારના 56 વર્ષના શાસનનો અંત આવ્યો.
#WATCH | Milind Deora arrives at Varsha bungalow – Maharashtra CM Eknath Shinde’s official residence in Mumbai.
Deora quit the Congress party today. pic.twitter.com/x7m1I7ZY8t
— ANI (@ANI) January 14, 2024
-
અમદાવાદના વેજલપુરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉત્તરાયણ ઉજવણી કરી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ વેજલપુરમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી છે.અમિત શાહ વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવ્યો છે. જો કે ધાબા પર જતા પહેલા અમિત શાહે બાળકોને પતંગ અને ચીકી સહિતની ઉત્તરાયણની ઉજવણીની સામગ્રીઓ વહેંચી છે.
-
કોંગ્રેસની વિચારધારા જ દેશને બચાવી શકે છેઃ અધીર રંજન ચૌધરી
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી હંમેશા કહે છે કે અમે શાસક પક્ષ સાથે વૈચારિક લડાઈ લડી રહ્યા છીએ. આ યાત્રા ન્યાયની અરજી સાથે શરૂ થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા જ દેશને બચાવી અને મજબૂત કરી શકે છે. રાહુલ ગાંધીની આ મુલાકાતને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.
-
છત્તીસગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા
છત્તીસગઢના બિલાસપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા આજે બપોરે 2.18 કલાકે આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
-
વલસાડમાં પતંગ ઉડાવતા છ વર્ષનું બાળક ત્રીજા માળેથી પટકાતા મોત
વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ઉડાવતા એક છ વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે.ખાટકીવાડના ખુશ્બૂ એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર પતંગ ચગાવતી વખતે 6 વર્ષનું બાળક નીચે પટકાયું હતું.બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.
-
ઉતરાયણના દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં 108ને મળ્યા 1077 કોલ
ઉતરાયણના દિવસે, સવારના 10 વાગ્યા સુધીમાં ઈમરજન્સી સેવા 108ને માત્ર અમદાવાદ શહેરમાંથી જ 1077 કોલ્સ મળ્યાં છે. ગયા વર્ષેે 2023માં 14મી જાન્યુઆરીના રોજ સવારના 10 વાગ્યા સુધીમાં 108ને અમદાવાદ શહેરમાંથી 963 ઈમરજન્સી કોલ મળ્યા હતા. પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી કોલમાં 114નો વધારો થયો છે.
-
પીએમ મોદીએ મંત્રી મુરુગનના ઘરે પોંગલની કરી ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુથી તેમના મંત્રી એલ મુરુગનના ઘરે પોંગલની ઉજવણી કરવા પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે ગાયની પૂજા કરી હતી. પીએમ મોદીએ ગયા વર્ષે એપ્રિલમાં તમિલ નવા વર્ષની પુથાન્ડુની ઉજવણી માટે પણ મુરુગનના ઘરે મુલાકાત લીધી હતી.
-
સુરતમાં મજૂરી કરીને પેટીયું રળતા ઝારખંડના યુવાને અંગદાન કરી 3ને નવજીવન બક્ષ્યું
આજે ઉતરાયણના દિવસે, સુરત સ્થિત એક યુવાને કરેલા અંગદાનથી ત્રણ જણાને જીવનદાન મળ્યું છે. મૂળ ઝારખંડના પરંતુ સુરતમાં રહીને મજૂરી કરી પેટીયું રળતા 33 વર્ષીય મહેશ ગોસ્વામી પડી જતામાથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ફરજ પરના તબીબોએ મહેશ ગોસ્વામીને બ્રેન ડેડ જાહેર કર્યો હતો. આથી પરિવારજનોએ મહેશની કિડની, લીવર અને હ્રદયનુ દાન કરવાની સંમતિ આપી હતી. આજે મહેશના અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું છે.
-
ગુજરાતમાં ફરી વળ્યું ઠંડીનુ મોજૂ, ગાંધીનગરમાં 9 તો ડીસામાં 9.6 ડીગ્રી
ગુજરાતના અનેક શહેરોમાં આજે લઘુત્તમ તાપમાન ગગડતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આજે રવિવારને 14મી જાન્યુઆરીના રોજ સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે. ગાંધીનગરમાં 9 ડીગ્રી તો બનાસકાંઠાના ડીસામાં 9.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ શહેરમાં આજે 10.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતા બે ડીગ્રી ઓછુ છે. જો કે કચ્છને આજે ઠંડીમાંથી રાહત મળી છે. નલિયામાં 10.4 ડીગ્રી તો ભૂજમાં 14.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 13.5 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 14.2 ડીગ્રી તાપમાન નોધાતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
-
પતંગના દોરાથી જીવનદોર બચાવવા માટે આજે સુરતના તમામ ઓવરબ્રિજ ટુ વ્હિલર માટે બંધ
સુરત શહેરમાં સૌથી વધુ ઓવરબ્રિજ આવેલ છે. આ બ્રિજના શહેરમાં ઉતરાયના દિવસે પતંગની દોરીને કારણે કોઈની જીવનદોરી ના કપાય તે માટે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, આજે એટલે કે 14મી જાન્યુઆરી 2024ના રોજ, સુરત શહેરમાં આવેલા તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલર લઈ જવાની મનાઈ ફરમાવી છે. સુરતમાં 100થી વધુ બ્રિજ પર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
-
વલસાડમાં પતંગ ચગાવતા છ વર્ષનું બાળક ધાબા પરથી પડતા થયુ મોત
વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ચાગવતુ એક બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે. ખુશ્બૂ એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર પતંગ ચગાવતી વેળાએ 6 વર્ષનું બાળક નીચે પટકાયું હતું. બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.
-
યાત્રા પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, મહારાષ્ટ્રના યુવા નેતા મિલિંદ દેવરાએ પાર્ટીને કર્યું રામ રામ
કોંગ્રેસની આજથી શરુ થઈ રહેલી ભારત જોડો ન્યાય યાત્રા પૂર્વે કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના યુવા નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે.
#Congress leader #MilindDeora resigns from the primary membership of Congress “Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iUsMS0ZFMI
— Tv9 Gujarati (@tv9gujarati) January 14, 2024
-
પાક.માં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 જવાન – 3 આતંકી ઠાર
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલ અથડામણમાં પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. આ પછી પાકિસ્તાની સેનાએ હાથ ધરેલી જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
-
જૂનાગઢના સુરજ ફન વર્લ્ડમાં પ્રવાસે આવેલ પોરબંદરની 10 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
જૂનાગઢના સુરજ ફનવર્લ્ડમાં પોરબંદરથી પ્રવાસે આવેલ 10 વર્ષીય વિદ્યાર્થીનીનુ મોત થયું છે. રાઇડના પટ્ટામાં પગ આવી જતા ઘટના બની હોવાનું કહેવાય છે. પોરબંદરના બાપોદર ગામથી આવેલા સ્કૂલ પ્રવાસમા આ વિદ્યાર્થીની જૂનાગઢ આવી હતી. વિદ્યાર્થીની લઘુશંકાએ જતા સમયે રાઈડનો પટ્ટો પગમાં આવ્યો હતો. 15 ફૂટ સુધી વિદ્યાર્થીની ઉંચી લટકી હતી. ત્યાથી તે 15 ફૂટ નીચે પટકાતા વિદ્યાર્થીનીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીનીને હોસ્પિટલે લઈ જવાતા થયું મોત. પરિવારજનોએ ફન વર્લ્ડના સંચાલકોની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
અમેરિકામાં રામ મંદિરની ઉજવણી, ન્યુ જર્સીમાં યોજાઈ કાર રેલી
રામ મંદિર ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી અયોધ્યાથી લઈને અમેરિકા સુધી છે. અમેરિકાના એડિસન અને ન્યુ જર્સીમાં ભારતીયોએ, વિશાળ કાર રેલી યોજી હતી. આ રેલીમાં 350થી વધુ કારનો કાફલો જોડાયો હતો. આ કારોમાં ભગવાન રામની તસવીરો અને ધ્વજ સામેલ કર્યા હતા.
US: Car rally organised by Hindus in New Jersey ahead of Ram Temple opening in Ayodhya
Read @ANI Story | https://t.co/o8XrG1iQxi#US #RamMandirPranPratistha #IndianDiaspora #NewJersey pic.twitter.com/OeplZqUjJM
— ANI Digital (@ani_digital) January 13, 2024
-
હિમાચલ પ્રદેશ: મનાલીના જંગલમાં ભીષણ આગ, કરોડોની સંપત્તિને નુકસાન
હિમાચલ પ્રદેશના મનાલીમાં આવેલ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગના કારણે કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી. આગના બનાવ અંગે વધુ સમાચારની રાહ જોવાઈ રહી છે. જો કે અત્યાર સુધીમાં કોઈની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
#WATCH | Himachal Pradesh: Property worth crores of rupees burnt due to forest fire in Manali. Further details awaited.
(Source: Local police) pic.twitter.com/Sa9jPYA1F6
— ANI (@ANI) January 14, 2024
Published On - Jan 14,2024 6:36 AM





