13 જાન્યુઆરીના મહત્વના સમાચાર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 3 દિવસીય ગુજરાત મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ
આજે 13 જાન્યુઆરીના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો અનુભવાયો. 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 41 km દૂર નોંધાયું. વહેલી સવારે 3:05 મિનિટ ભૂકંપનો આંચકો આવ્યો.
-
ઉત્તરાયણે રાજ્યમાં વર્તાઈ શકે ઠંડીનો ચમકારો
ઉત્તરાયણે રાજ્યમાં વર્તાઈ શકે ઠંડીનો ચમકારો. અમદાવાદમાં તાપમાન નીચું રહેવાની હવામાન નિષ્ણાતોની આગાહી છે. અમદાવાદમાં તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચી શકે.અનેક જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું જવાની શક્યતા છે.
-
-
મોરબીઃ PCR વાને કાર અને રિક્ષાને લીધા અડફેટે
મોરબીઃ PCR વાને કાર અને રિક્ષાને અડફેટે લીધા. PCR વાનનો ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ છે. રિક્ષામાં સવાર પાંચ લોકો ઇજાગ્રસ્ત. PCR વાનના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 3 દિવસીય ગુજરાત મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 3 દિવસીય ગુજરાત મુલાકાતે છે. રાજ્યના નાગરિકોનો વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. માણસાની કોલેજમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. પેથાપુરમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનો શિલાન્યાસ કરશે. સનાથલમાં ગ્લોબલ એક્સેલન્સ ફાર્માસ્યુટિકલ એકેડેમીનો શિલાન્યાસ કરશે. આણંદમાં ચરોતર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે.
આજે 13 જાન્યુઆરીના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 13,2026 7:39 AM