10 જુલાઈના મહત્વના સમાચાર : ચાંદોદ પાસેના સણોર ગામે આધેડને મગર ઓરસંગ નદીમાં ખેંચી ગયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2024 | 11:47 PM

Gujarat Live Updates : આજ 10 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

10 જુલાઈના મહત્વના સમાચાર : ચાંદોદ પાસેના સણોર ગામે આધેડને મગર ઓરસંગ નદીમાં ખેંચી ગયો

LIVE NEWS & UPDATES

 • 19 Jul 2024 11:47 PM (IST)

  પોરબંદરથી પસાર થતી 9 ટ્રેનો રદ કરવામાં આવી

  ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર ખોરવાયો

  પોરબંદરથી પસાર થતી 9 ટ્રેનો રદ કરવામાં આવી

  20/07/2024 આવતીકાલે પણ રેલ વ્યવહાર રહેશે પ્રભાવિત

  પોરબંદર કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવવાને કારણે ટ્રેનો રદ

  • 1. 09579 ભાવનગર પોરબંદર સ્પેશિયલ
  • 2. 19207 પોરબંદર રાજકોટ
  • 3. 19208 રાજકોટ પોરબંદર
  • 4. 19269 પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ
  • 5. 199016 પોરબંદર દાદર એક્સપ્રેસ
  • 6. 09549/09550 પોરબંદર ભાણવડ પોરબંદર
  • 7. 09515/09516 પોરબંદર કાનાલુસ પોરબંદર
  • 8. 09565/09568 પોરબંદર ભાવનગર પોરબંદર
  • 9. 19571/19572 રાજકોટ પોરબંદર રાજકોટ
 • 10 Jul 2024 06:11 PM (IST)

  અમદાવાદના એલિસબ્રિજ જીમખાના નજીક રૂપિયા 65 લાખની લૂંટ

  એલિસબ્રિજ જીમખાના નજીક આંગડિયા કર્મી લૂંટાવાની ઘટના બની છે. Apmc માર્કેટમાંથી રૂપિયા 65 લાખ લઈને સીજી રોડ ઈસ્કોન આર્કેટમાં આવી રહ્યા હતા. રિક્ષામાં આવી રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને, બાઈક પર આવેલા બે લૂંટારાઓએ એલિસબ્રિજ જીમખાના નજીક આંતરીને લૂંટ કરવામાં કરી હતી. લૂંટારાઓએ રિક્ષાને રોકીને, આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાંખ્યુ હતુ. લૂંટારાઓએ એર ફાયરિંગ કર્યુ બાદમાં માથામાં બંદૂક મારી હતી. બન્ને ઘાયલ કર્મચારીને svp હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

 • 10 Jul 2024 03:46 PM (IST)

  ઉત્તરાખંડના ચમોલીમાં ભારે ભૂસ્ખલન, બદ્રીનાથ નેશનલ હાઈવે બ્લોક

  ઉત્તરાખંડના ચમોલીમાં ભારે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે, બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. પાતાલગંગા ટનલ પાસે ભૂસ્ખલન બાદ બદ્રીનાથ નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે.

 • 10 Jul 2024 03:22 PM (IST)

  મધ્યપ્રદેશના પ્રધાન, પ્રહલાદ પટેલના જનસંપર્ક અધિકારી પૂજા થાપકે કરી આત્મહત્યા

  મધ્યપ્રદેશના મંત્રી પ્રહલાદ પટેલની પીઆરઓ પૂજા થાપકે આત્મહત્યા કરી લીધી છે. પૂજા થાપક મધ્યપ્રદેશના પબ્લિક રિલેશનમાં ક્લાસ-2 ઓફિસર હતી. ગોવિંદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોતાના ઘરે આત્મહત્યા કરી. પતિ નિખિલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં સહાયક નિયામક (નાયબ તહસીલદાર) છે. પૂજાના પતિ નિખિલ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ બાદ બંને વચ્ચે તણાવ હતો. પૂજાના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા અને બંનેને એક વર્ષનું બાળક છે.

 • 10 Jul 2024 03:05 PM (IST)

  બનાસકાંઠા : દાંતાના મંડાલીની પ્રાથમિક શાળાના ભોજનમાં નીકળી જીવાત

  બનાસકાંઠા : દાંતાના મંડાલીની પ્રાથમિક શાળાના ભોજનમાં જીવાત નીકળી છે. મધ્યાહન ભોજનની ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી છે. મોટા ભાગના મધ્યાહન કેન્દ્રોના રાશન હલકી ગુણવત્તાવાળા છે. નાના બાળકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં થઇ રહ્યા છે.

 • 10 Jul 2024 02:12 PM (IST)

  અમદાવાદના મણીનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં લાગી આગ

  અમદાવાદઃ મણીનગર સ્વામિનારાયણ સ્કૂલમાં મોટી દુર્ઘટના ટળી છે. મીટરમાં શોર્ટ સર્કિટ આગ થતા લાગી હતી. સ્ટાફની સતર્કતાને કારણે આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ આગ પર કાબુ મેળવાયો. 3 હજાર વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. આગ બુઝાવતી વખતે પણ બ્લાસ્ટ થયો હતો. સ્કૂલમાં બે દિવસની રજા જાહેર કરાઈ છે.

 • 10 Jul 2024 12:57 PM (IST)

  જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ફરી વળ્યા વરસાદી પાણી

  જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. મૂળિયાશા અને બામણાસા ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો. મઢડા, આખા સહિતના ગામના ખેતરોમાં પાણીથી તરબોળ છે. મૂળિયાશા ગામ તરફ જવાના રસ્તાઓ પર જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.

 • 10 Jul 2024 11:18 AM (IST)

  સુરત: એક સાથે ગુમ થયેલી 4 વિદ્યાર્થીનીઓને પોલીસે શોધી કાઢી

  સુરત: એક સાથે ગુમ થયેલી 4 વિદ્યાર્થીનીઓને પોલીસે શોધી કાઢી છે. પોલીસે ચારેયને ભુસાવલ રેલવે સ્ટેશનથી શોધી કાઢી. ધો. 9અને11માં અભ્યાસ કરી 4 વિદ્યાર્થીનીઓ ગુમ થઇ હતી. ચારેયને ફરવા જવાની ઇચ્છા થતા ઘરેથી કહ્યા વગર નીકળી ગઇ હતી. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તામાંથી ગુમ થઇ હતી.

 • 10 Jul 2024 09:53 AM (IST)

  અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયોનો કેસ

  અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયોનો કેસમાં ડીપ ફેક વિડીયો બનાવનાર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી. GST મુદ્દે ચિરાગ પટેલ નામના એકાઉન્ટથી પોસ્ટ વિડીયો થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે પોસ્ટ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 • 10 Jul 2024 09:50 AM (IST)

  સુરતઃ ઉધના ખાતે લૂમ્સના કારખાનામાં આગ

  સુરતઃ ઉધના ખાતે લૂમ્સના કારખાનામાં આગ લાગી છે. રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી છે. ભીષણ આગ આસપાસના કારખાનામાં પ્રસરી છે. ફાયર ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરાઇ છે.

 • 10 Jul 2024 09:27 AM (IST)

  મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા

  મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મરાઠાવાડામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.5 હોવાનું સામે આવ્યુ છે.

 • 10 Jul 2024 08:58 AM (IST)

  જૂનાગઢઃ માણાવદરનો ખારો ડેમ થયો ઓવરફ્લો

  જૂનાગઢઃ માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નિચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે. ભલગામ, કોડવાવ, રેવદ્રા, અક્લેરા, સામેગા ગામોમાં એલર્ટ  આપવામાં આવ્યુ છે.

 • 10 Jul 2024 08:56 AM (IST)

  જામનગરમાં વરસાદ સાથે વીજળી પડતા ત્રણના મોત

  જામનગરમાં વરસાદ સાથે વીજળી આફત બની છે. આકાશી વીજળી પડતા મહિલા સહિત ત્રણના મોત થયા છે. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામ અને નરમાણાં ગામમાં વીજળી પડતા બે ખેડૂતના મોત થયા છે. જામનગર તાલુકાના દોઢિયા ગામમાં 30 વર્ષીય મહિલાનું મોત થયુ છે. દોઢિયા તાલુકામાં 18 વર્ષનો એક યુવક આકાશી વીજળીથી દાઝ્યો છે.

 • 10 Jul 2024 08:21 AM (IST)

  સુરતઃ કીમ રેલવે ઓવર બ્રિજ પરથી પટકાયો યુવક

  સુરતઃ કીમ રેલવે ઓવર બ્રિજ પરથી યુવક પટકાયો. ચક્કર આવતા જમીન પર પટકાયો હોવાની શક્યતા છે. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો છે. યુવક જમીન પર પટકાવાની ઘટના CCTVમાં કેદ થઇ છે.

 • 10 Jul 2024 08:20 AM (IST)

  7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

  7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન છે. પશ્ચિમ બંગાળની 4 અને ઉતરાખંડની 2 બેઠકો માટે મતદાન છે. બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ અને તમીલનાડુની એક એક બેઠક પર મતદાન થશે. વહેલી સવારથી મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 • 10 Jul 2024 08:19 AM (IST)

  છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો

  છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં 4.9 ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી અને માણાવદરમાં 4.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. બનાસકાંઠાના ભાભરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. 8 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 12 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

 • 10 Jul 2024 07:39 AM (IST)

  દ્વારકા: કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ

  દ્વારકા: કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાટિયામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન થયા છે. ભાટિયા ગેટથી બહાર ભોગાત રોડ પર પાણી-પાણી થયા છે. ભાટિયાથી ભોગાત તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે ધોધમાર વરસાદ વરસ્યો.

 • 10 Jul 2024 07:37 AM (IST)

  રાજકોટઃ RMCની સિલિંગ કાર્યવાહી સામે ધંધાર્થીઓમાં રોષ

  રાજકોટઃ RMCની સિલિંગ કાર્યવાહી સામે ધંધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓએ હડતાળ પાડી છે. આજે એક દિવસનો બંધ પાડી પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો. સિલિંગ ઝુંબેશ સામે મુદ્દત આપવા માટે ધંધાર્થીઓની માગ છે. RMC અધિકારીઓ સાથેની બેઠક નિષ્ફળ રહી હતી.

 • 10 Jul 2024 07:35 AM (IST)

  UP: ઉન્નાવમાં માર્ગ અકસ્માતમાં 18નાં મોત

  ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં, એક ડબલ ડેકર બસ પાછળથી દૂધના કન્ટેનર સાથે ટકરાઈ. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ઝડપી બસ પાછળથી દૂધના કન્ટેનર સાથે અથડાઈ હતી. બસ કન્ટેનર તોડી અંદર પ્રવેશી હતી. બસમાં સવાર 18 લોકોના મોત અને 30થી વધુ ઘાયલ થયાના અહેવાલ છે.

ટૂંકા વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘમહેર થઇ છે. રાજ્યના 138 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજકોટ અગ્નિકાંડમાં ફેક્ટ ફાઇન્ડિંગના રિપોર્ટમાં મનપા કમિશનરને ક્લિન ચીટ મળી. કહ્યું દરેક બાબતને વ્યક્તિગતરૂપે ન જોઇ શકે કમિશનર. નિષ્ણાત અધિકારીઓ નિયમોનું પાલન કરાવે.  નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો પોસ્ટ કરવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું. PMએ કહ્યું, આ 140 કરોડ ભારતીયો અને મિત્રતાનું સન્માન છે.

Published On - Jul 10,2024 7:33 AM

Follow Us:
ગીર સોમનાથ:હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ
ગીર સોમનાથ:હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ
CM દ્વારા 1400 કરોડના નર્મદા સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું, જુઓ
CM દ્વારા 1400 કરોડના નર્મદા સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું, જુઓ
આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ
આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ
જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું
જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું
પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા, ભારેવરસાદની પરિસ્થિતિની કરી સમીક્ષા
પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા, ભારેવરસાદની પરિસ્થિતિની કરી સમીક્ષા
બાયડ નગર પાલિકાના કર્મચારીએ પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ, ફરિયાદ કરાઈ
બાયડ નગર પાલિકાના કર્મચારીએ પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ, ફરિયાદ કરાઈ
પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા
પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા
સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી રેલી નીકાળતા પશુપાલકોને અટકાવ્યા
સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી રેલી નીકાળતા પશુપાલકોને અટકાવ્યા
સાની ડેમમાં દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ ન થતા પાણી ફરી વળ્યા
સાની ડેમમાં દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ ન થતા પાણી ફરી વળ્યા
નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા
નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા
g clip-path="url(#clip0_868_265)">