AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

06 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : વિરમગામ હાંસલપુર GIDC મા 5 પેઢીઓ ઉપર GST ઇન્ટેલિજન્સના દરોડા, 2 કરોડથી વધુની કરચોરી પકડાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2026 | 9:04 PM
Share

આજે 06 ફેબ્રુઆરીને  શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

06 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : વિરમગામ હાંસલપુર GIDC મા 5 પેઢીઓ ઉપર GST ઇન્ટેલિજન્સના દરોડા, 2 કરોડથી વધુની કરચોરી પકડાઈ

આજે 06 ફેબ્રુઆરીને  શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Feb 2026 08:36 PM (IST)

    વિરમગામ હાંસલપુર GIDC મા 5 પેઢીઓ ઉપર GST ઇન્ટેલિજન્સના દરોડા, 2 કરોડથી વધુની કરચોરી પકડાઈ

    વિરમગામ હાંસલપુર GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા વેપારીઓના ત્યાં સેન્ટ્રલ GST વિભાગના દરોડા. જીએસટીના સીનીયર ઇન્ટેલિજન્સ જયપુર રાજસ્થાનના અધિકારીઓ દ્વારા જીઆઇડીસીમા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) ટીમે દ્રારા તપાસ હાથ ધરાઇ છે. વિરમગામ હાંસલપુર GIDC મા 5 પેઢીઓ પર કરચોરીને લઇ તપાસ હાથ ધરાઇ છે. લોખંડના વાયર તાર પટ્ટીના વેપારીના ત્યા દરોડા.  બોગસ બિલિંગ અને ખોટા વ્યવ્હારોને લઇ તપાસ હાથ ધરાઇ છે. વિરમગામ હાંસલપુર GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના 5 પેઢીઓ દેવશન ઇન્ડસ્ટ્રીયલ, સ્કાય ઇન્ડસ્ટ્રીયલ, હેવન ઇન્ડસ્ટ્રીયલ, જયવલ ઇન્ડસ્ટ્રીયલ અને કમલવાયર ઇન્ડસ્ટ્રીયલ ત્યા યુનિટ અને રહેણાંક મકાનો મા દરોડા પાડવામા આવ્યા છે. મોટા પ્રમાણમા કરચોરી દસ્તાવેજ મળી આવ્યા છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ બોગસ બિલિંગ સાથે સંકળાયેલ હોવાનુ સામે આવ્યુ છે. પ્રાપ્ત વિગત અનુસાર 5 વેપારીઓ ત્યા કુલ 2 કરોડથી વધુની કરચોરી સહિતની ગેરરીતીઓ સામે આવી છે

  • 06 Feb 2026 08:13 PM (IST)

    અમરેલીના લીલીયા પંથકમાં ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહનુ મોત

    અમરેલીના લીલીયાના કણકોટ ગામની સિમ વિસ્તારમાં ખુલ્લા કૂવામાં સિંહ ખાબકયો છે. ખુલ્લા કૂવામાં સિંહ પડી જતા મોત થયું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. ખુલ્લા કુવામાંથી સિંહને બહાર કાઢી ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

  • 06 Feb 2026 07:26 PM (IST)

    મોહમ્મદ પયગંબર વિરુદ્ધ નિવેદનો આપનાર 7 લોકો હતા ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓના નિશાને , ATSની તપાસમાં થયો મોટો ખુલાસો

    ગુજરાત ATS એ ઝડપેલા આતંકીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ આતંકીઓના ટાર્ગેટમાં રહેલા 7 વ્યક્તિઓની માર્ચ મહિનામાં હત્યા કરવાનું કર્યું હતું પ્લાનિંગ. આતંકી ફૈઝાન 7 વ્યક્તિઓની રેકી કર્યા બાદ હત્યાને આપવાનો હતો અંજામ. જે વ્યક્તિની સુરક્ષામાં સહેજ પણ કચાસ હોય તેવા વ્યક્તિની હત્યા પહેલા કરવાનો હતુ પ્લાનિંગ. મોહમ્મદ પયગંબર વિરુદ્ધ નિવેદનો આપનાર 7 લોકો હતા ટાર્ગેટ ઉપર. આતંકી ફૈઝાનના આવતીકાલે પુરા થઈ રહ્યા છે રિમાન્ડ. ગુજરાત ATS આતંકી પૂછપરછ હજી વધુ ખુલાસ થશે. આતંકીએ હત્યા કરવા માટે હથિયાર ખરીદ્યુ હતુ.

  • 06 Feb 2026 07:23 PM (IST)

    ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

    ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત કર્યો છે. NSS કેમ્પમાં આવેલી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બોટાદ જિલ્લામાંથી NSSના કેમ્પમાં વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીઓ સાથે આવી હતી. ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 06 Feb 2026 06:57 PM (IST)

    બરોડા ડેરીની 18 માર્ચે યોજાશે ચૂંટણી, 26 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ

    બરોડા ડેરીની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બરોડા ડેરીની 18 માર્ચના યોજાશે ચૂંટણી. બરોડા ડેરીની ચૂંટણી મામલે ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવી વિગત. 21 થી 26 ફેબ્રુઆરી સુધી મેળવી શકાશે ઉમેદવારી પત્રો. 26 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ. 28 ફેબ્રુઆરીના ઉમેદવારી પત્રોની થશે ચકાસણી. 2 માર્ચના ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે. 3થી 7 માર્ચ સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. 9 માર્ચના હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. 18 માર્ચના બરોડા ડેરી માટે સવારે 9:00 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી મતદાન યોજાશે. 18 માર્ચના સાંજે 4 વાગ્યાથી મતગણતરી થશે શરૂ.

  • 06 Feb 2026 05:20 PM (IST)

    U19 World Cup Final: ટીમ ઈન્ડિયાએ ઈગ્લેન્ડને જીતવા માટે 412નો લક્ષ્યાંક આપ્યો

    અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતે, 9 વિકેટના ભોગે 411 રન કર્યા છે. ફાઈનલમાં જીતવા માટે ઈંગ્લેન્ડને 50 ઓવરમાં 412 રન કરવા પડશે.

  • 06 Feb 2026 04:48 PM (IST)

    સુરેન્દ્રનગરના ભોગાવો નદીમાં રીવરફ્રન્ટ બનાવવા ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

    સુરેન્દ્રનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 539.26 કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે કેટલીક વિકાસલક્ષી જાહેરાતો કરી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં રીવરફ્રન્ટ બનાવાશે. શહેરી વિસ્તારમાં પાણીની લાઇન તેમજ જલ સે નલ યોજના અંતર્ગત ગામડાઓમાં પાણીની વ્યવસ્થા કરાશે.

  • 06 Feb 2026 04:40 PM (IST)

    રાજકોટમાં SIRને લઇને રજૂઆત સમયે કોંગ્રેસના આગેવાનો અને જિલ્લા કલેક્ટર વચ્ચે થઈ બોલાચાલી

    રાજકોટમાં SIRને લઇને રજૂઆત સમયે કોંગ્રેસના આગેવાનો અને જિલ્લા કલેક્ટર વચ્ચે બોલાચાલી થવા પામી હતી. કલેક્ટરની ચેમ્બરમાં પરવાનગી વગર ટોળું ઘુસી જતાં કલેક્ટર થયાં ગુસ્સે. રજુઆત ડિસીપ્લીનમાં કરવા કોંગ્રેસના નેતાઓને કરી ટકોર. ઇરાદાપૂર્વક પરવાનગી વગર પ્રવેશ કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસના નેતાએ કહ્યું,વ્યક્તિગત કામ માટે નહી પરંતુ પ્રજાના કામ માટે આવીએ છીએ. બંન્ને વચ્ચે બોલાચાલીનો વીડિયો આવ્યો સામે. આજે SIRની કામગીરીમાં નામ રદ્દ થવાને લઇને કોંગ્રેસના નેતાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. કચેરીમાં પ્રવેશને લઇને પણ પોલીસ સાથે થઇ હતી ધક્કામૂકી.

  • 06 Feb 2026 04:06 PM (IST)

    સાબરકાંઠાના પ્રાંતિજના આ ગામમાંથી, ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

    સાબરકાંઠા પ્રાંતિજના સલાલમાં ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર સાથે પામોલીન તેલ, સોયાબીન તેલ, કોસ્ટીક સોડા અને દૂધ પાવડરનો કરાતો ઉપયોગ. સ્વાસ્થ્યને હાનિકારક દૂધ તૈયાર કરીને પેકિંગ બજારમાં વેચવામાં આવતા હતા. પોલીસે દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કરી કાર્યવાહી. મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ દરોડો પડતા ભૂગર્ભમાં ઉતરી ગયો. એલસીબીએ દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. એક સગીર પણ નકલીના ખેલમાં સામેલ હોવાથી કાર્યવાહી કરાઈ છે. પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 06 Feb 2026 03:31 PM (IST)

    અમદાવાદની સેવન્થ ડે સ્કુલ ખાતે ફરી બનેલ મારામારીને ઘટના બાબતે NSUI ના દેખાવો

    અમદાવાદની વિવાદીત સેવન્થ ડે  સ્કુલ ખાતે ફરીથી બનેલ મારામારીની ઘટના બાબતે NSUI એ દેખાવો યોજ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કર્યા દેખાવો. શાળા સામે કડક કાર્યવાહી કરવા NSUI ની માંગ. શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ. શાળાનો વહીવટ સરકાર પાસે હોવા છતાં આ ઘટના બની એ નિંદનીય હોવાનું NSUIએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ સારા નાગરિક બને એવું પ્રશિક્ષણ આપવા માંગ કરી હતી.

  • 06 Feb 2026 03:04 PM (IST)

    વારંવાર આદેશ આપવા છતા પાલન નથી થતું, ગુજરાત સરકાર સામે હાઈકોર્ટે કરી લાલ આંખ

    વારંવાર આદેશો છતાં તેનું પાલન ન થતા રાજ્ય સરકાર સામે હાઇકોર્ટની લાલ આંખ કરી છે. નાણાં વિભાગની બેદરકારીના આક્ષેપો વચ્ચે હાઇકોર્ટમાં હાજર થયા નાણા વિભાગના સેક્રેટરી. વડોદરા કલેક્ટર, વન વિભાગના સેક્રેટરી સહિતના અધિકારીઓ સામે હાઇકોર્ટે દર્શાવી નારાજગી. વન વિભાગના કર્મચારીને મળતા લાભ સંદર્ભે હાઇકોર્ટના હુકમ બાદ પણ ચૂકવણું ન થતા કોર્ટે કરી ગંભીર ટકોર. નાણા વિભાગને 2 મહિનાનો સમય છતાં કામગીરી નહી, કોર્ટના હુકમ બાદ પણ પૈસા આપતા તમારું હૃદય કેમ બળે છે? તેવો સવાલ હાઇકોર્ટે કર્યો હતો. અરજદારોએ વારંવાર કોર્ટમાં આવવાથી તેના નાણાંનો વ્યય થાય છે, એક વાર હુકમ કર્યા બાદ શા માટે અરજદાર પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢે? તેમ પણ હાઇકોર્ટ પુછ્યું હતું. અધિકારીઓની બેદરકારી અંગે પણ કોર્ટે લીધી ગંભીર નોંધ. પગાર, નિવૃતિ સહિતના કેસોમાં નાણાંની ચૂકવણી કરવા યોગ્ય ફ્રેમ વર્ક તૈયાર કરવા હાઇકોર્ટનો હુકમ.

  • 06 Feb 2026 02:18 PM (IST)

    ગાંધીનગર મનપાનું  2026-2027 માટે રૂપિયા 1903.08 કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

    ગાંધીનગર મનપાનું  2026-2027 માટે રૂપિયા 1903.08 કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. આ બજેટ માં પોણા અગિયાર ટકાનો વધારો સૂચવ્યો છે. આ ડ્રાફ્ટ બજેટ માં પ્રોપર્ટી ટેક્સ, વાહન ટેક્સમાં કોઈ વધારો નહીં. મિલકત વેરામાં 10 ટકા રિબેટની યોજના બે માસના બદલે 3 માં આપવામાં આવશે. ગ્રીન કોરિડોર તરીકે ભાઈજીપુરા થી અડાલજ અંદાજિત લંબાઈ. 8 કિમી અને પહોળાઈ 80 મીટર કરાશે. Pm ઇ બસ જનતા માટે મૂકવામાં આવશે પ્રથમ તબક્કામાં 40 અને બીજા તબક્કામાં 60 બસો મુકાશે. ટૂંક સમયમાં પ્રોજેક્ટ અમલી બનશે. પાણી ની ગુણવત્તા અને લિકેજિસના નીરાકરણ માટે અધ્યતન ટેક્નોલોજી દ્વારા મોનીટરીંગ નું આયોજન. કુલ 272 m.l.d. ક્ષમતા વાળા 3 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું આયોજન. અમિયાપુર, પેથાપુર , કોબા, પોર, પાલજ, કોટેશ્વર, ભાટ, ખાતે કોમ્યુનિટી હોલનું આયોજન.

    સેકટર 11 ખાતે બિઝનેસ કોરિડોર ડેવલપમેન્ટ તરીકે વિકસાવવામાં આવશે. સેકટર 22./23 ખાતે અંડરપાસ. અંબાપુર વાવની આજુબાજુના વિસ્તારને હેરિટેજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.. રોડ સેફ્ટી માટે 10 કરોડ ની જોગવાઈ કરાઈ. તહેવાર પરંપરા અને સિઝન અનુરૂપ નવા 5 સ્વદેશી બજાર બનાવવામાં આવશે. 70 મીટર સુધીની હાઇરાઇઝ બિલ્ડિંગ માટે ફાયર સેફ્ટીના વાહનો માટે 8 કરોડની જોગવાઈ. રિલાયન્સ ચોકડી સર્કલ પાસે ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નું આયોજન. વાવોલ ખાતે દેશી રમત ગમત મેદાન બનાવવવા નું પણ આયોજન. વેજિટેબલ, માર્કેટ,કડિયા નાકા,પર્ફોર્મિંગ આર્ટસ સેન્ટર નું આયોજન. 2025.26 માં 1718.03 અને 2026.27 ના બજેટ માં 1903.08 કરોડ. અંદાજિત 11 ટકા નો વધારો.

  • 06 Feb 2026 01:31 PM (IST)

    દેવાયત ખવડ પ્રખ્યાત નહીં કુખ્યાત છે: ગુજરાત હાઈકોર્ટ, 19 ફેબ્રુઆરીએ હાથ ધરાશે વધુ સુનાવણી

    લોકસાહિત્યકાર દેવાયત ખવડે ગુજરાત હાઇકોર્ટમાં કરી ક્વોશિગ પીટીશન. ચાંગોદરમાં થયેલી મારામારીની ઘટનાને લઈને ફરિયાદ રદ કરવા કરી હતી અરજી. બંને પક્ષના વકીલે હાઇકોર્ટમાં કહ્યું કે બંને પક્ષે સમાધાન થયું છે. કોર્ટે કહ્યું 307 ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે. હાઇકોર્ટ પ્રથમ દૃષ્ટિ એ માન્યું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં કુખ્યાત છે. દેવાયત ખવડ પર 6 જેટલા કુલ ગુના નોંધવામાં આવ્યા છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારી કેસ રિપોર્ટ અને બંને પક્ષકારોને હાજર રહેવા ફરમાન. 19 ફેબ્રુઆરી ના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે

  • 06 Feb 2026 01:01 PM (IST)

    ભાવનગર :મસ્જિદમાં આધેડની આત્મહત્યાથી ચકચાર

    ભાવનગરમાં મસ્જિદમાં એક આધેડ વ્યક્તિએ ગોળીથી આત્મહત્યા કરવાની ઘટના બની છે અને તેણે સુસાઈડ નોટ લખી આપઘાત કર્યું હોવાની કામગીરી પોલીસ તપાસ હેઠળ લેવામાં આવી છે. આ અસરથી લોકોમાં ચકચાર ફેલાઈ છે અને પોલીસ આ મામલે તપાસ આગળ વધારી રહી છે.

  • 06 Feb 2026 12:53 PM (IST)

    અમદાવાદઃ વસ્ત્રાલમાં કંકુબાગ મોલમાં યુવકની દાદાગીરી

    અમદાવાદઃ વસ્ત્રાલમાં કંકુબાગ મોલમાં યુવકની દાદાગીરી સામે આવી છે. મોલમાં ચોરી કરતા પકડાયા બાદ યુવકે સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો. સિક્યુરિટી ગાર્ડને છરી બતાવી આરોપીએ ધમકાવ્યો. ફેસવોશની ચોરી કરતા પકડાયા બાદ યુવકને મોલની બહાર કઢાયો હતો. મોલની બહાર નીકળ્યા બાદ યુવકે છરી બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો.

  • 06 Feb 2026 12:04 PM (IST)

    વલસાડઃ ઉમરગામના સરીગામ GIDCમાં ગેસ ગળતરની ઘટના

    વલસાડના ઉમરગામ સરીગામ GIDCમાં સાઇનેક્સ મેટા કેમ નામની કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. કામગીરી દરમ્યાન ગેસ ગળતરી થતા દોડધામ મચી ગઈ હતી અને તમામ કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગેસના પ્રભાવથી કેટલાક કર્મચારીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. કંપનીની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વધારવામાં આવી હતી. બે કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને GPCBના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી.

  • 06 Feb 2026 11:33 AM (IST)

    પંજાબ: જાલંધરમાં AAP નેતા ધોળા દિવસે હત્યા

    પંજાબના જાલંધરમાં એએપીનેતા લકી ઓબેરોયની ધોળા દિવસે હત્યા થઈ ગઈ. ગુરુદ્વારા સામે બાઇક પર આવેલા હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કર્યું અને અંદાજે 16 ગોળીઓ મારી. હુમલામાં 5 ગોળીઓ લકી ઓબેરોયને લાગતા તેમની ઘટના સ્થળે જ મોત નીપજ્યું.

  • 06 Feb 2026 11:17 AM (IST)

    અમદાવાદઃ વસ્ત્રાલમાં ટીપર વાને વિદ્યાર્થીનીઓને અડફેટે લીધી

    અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો, જ્યાં ટીપર વાને બે વિદ્યાર્થીનીઓને અડફેટે લીધી. બંને બહેનો ટ્યુશનમાંથી પરત આવતી વખતે આ દુર્ભાગ્યસભર ઘટના બની હતી. અકસ્માતમાં બન્ને વિદ્યાર્થીઓને આશરે 100 ફૂટ સુધી ઘસડી પડ્યા હતા. ઘટનાસ્થળે તાત્કાલિક કાર્યવાહી કરીને બન્નેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. માહિતી મુજબ, એક વિદ્યાર્થીની ધોરણ 12માં અને બીજી ધોરણ 7માં અભ્યાસ કરતી હતી.

  • 06 Feb 2026 11:05 AM (IST)

    ગાંધીનગર:ફરી એકવાર બની અકસ્માતની ઘટના

    ગાંધીનગરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં વહેલી સવારે ચ 5 સર્કલ પર ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો; ડમ્પરની ટક્કર લાગતા બાઈકની પાછળ બેઠેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, મૃતક ગાંધીનગર નજીક આવેલા બાસણ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ચ 5 સર્કલ પર વારંવાર થતા અકસ્માતોને લઈ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

  • 06 Feb 2026 10:34 AM (IST)

    સુરત : ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવત બની સાર્થક

    સુરતના ઉન વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસમાં ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવતને સાર્થક કરતી ઘટના સામે આવી છે, જ્યાં પાંચમા માળેથી પટકાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો; ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને હાલ બાળકીને સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

  • 06 Feb 2026 10:33 AM (IST)

    રાજકોટ : વિદેશી યુવાને આખો રોડ બાનમાં લીધો

    રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં વિદેશી યુવાને અચાનક આખો રોડ બાનમાં લેતા અફરાતફરી મચી ગઈ હતી, લોહી લુહાણ હાલતમાં રસ્તા પર બૂમો પાડતા યુવાનને જોઈ સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યૂલન્સ બોલાવી અને પોલીસને જાણ કરી, પરંતુ પોલીસને જોઈ યુવાન ત્યાંથી નાસી છૂટ્યો, ઉલ્લેખનીય છે કે મોરબી રોડ પર અનેક આફ્રિકન દેશોના યુવાનો અભ્યાસ અર્થે આવે છે.

  • 06 Feb 2026 10:05 AM (IST)

    રેપો રેટમાં કોઇ બદલાવ નહીં, RBI ગવર્નરે કરી જાહેરાત

    રેપો રેટમાં કોઇ બદલાવ નહીં, RBI ગવર્નરે કરી જાહેરાત. લોનની ઇએમઆઇમાં કોઇ ફેરફાર નહીં થાય.

  • 06 Feb 2026 10:01 AM (IST)

    Stock Market News : PSP ઇન્ડિયા વિક્સ હાઇ લો પ્રિડિક્ટર સૂચક મુજબ, દિવસનો અપેક્ષિત નીચો સ્તર 25446

    PSP ઇન્ડિયા વિક્સ હાઇ લો પ્રિડિક્ટર સૂચક મુજબ, દિવસનો અપેક્ષિત નીચો સ્તર 25446 છે. આનો અર્થ એ છે કે નિફ્ટી આ સ્તરે પાછો ઉછળશે તેવી પ્રબળ શક્યતા છે. તેથી, જો તમે હજુ સુધી પ્રવેશ કર્યો નથી, તો આ સ્તર સુધી પહોંચવાની રાહ જુઓ અને જ્યારે તે આ સ્તરથી પાછો ફરે ત્યારે જ ખરીદી બાજુએ પ્રવેશ કરો.

  • 06 Feb 2026 10:00 AM (IST)

    Stock Market News :PSP ટર્ટલ ચેનલ 1HTF પર શોર્ટ સેલિંગ એન્ટ્રીનો સંકેત

    PSP ટર્ટલ ચેનલ 1HTF પર શોર્ટ સેલિંગ એન્ટ્રીનો સંકેત દેખાયો છે. જોકે, સાવચેત રહો, કારણ કે RBI ગવર્નર આજે સવારે 10 વાગ્યે તેમનો રિપોર્ટ રજૂ કરશે. તેની અસર બજાર પર દેખાશે.

  • 06 Feb 2026 09:37 AM (IST)

    Stock Market News : આજે નિફ્ટીની સંભવિત દિશા ઉપર તરફ રહેશે

    આજે નિફ્ટીની સંભવિત દિશા – ઉચ્ચ વોલેટાઇલ [મેક સ્ટ્રેડલ]

  • 06 Feb 2026 09:06 AM (IST)

    Stock Market News : MCX પર ચાંદીના માર્ચ મહિનાના કોન્ટ્રેક્ટમાં લગભગ 6% ઘટાડો

    MCX પર ચાંદીના માર્ચ મહિનાના કોન્ટ્રેક્ટમાં લગભગ 6% ઘટાડો થયો. ચાંદી 229,000 રૂપિયા પર પહોંચી ગઈ. ખુલ્લું અને ઊંચું મૂલ્ય સમાન હતું, એટલે કે ચાંદી આજે મંદીનું વલણ જાળવી શકે છે.

  • 06 Feb 2026 08:59 AM (IST)

    રશિયામાં હિમસ્ખલન ન થાય તે માટે જાતે જ વિસ્ફોટ કર્યો

    રશિયામાં હિમસ્ખલન ન થાય તે માટે જાતે જ વિસ્ફોટ કર્યો. તોપ દ્વારા વિસ્ફોટ કરીને હિમસ્ખલન કરાયું. વધારે બરફ ભેગો થાય તો મુશ્કેલી ઉભી થવાની શક્યતા હતી. વિસ્ફોટ કરીને બરફને દૂર કરાયો.

  • 06 Feb 2026 08:29 AM (IST)

    જામનગરઃ રેલવેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવા મેગા ડીમોલિશન

    જામનગરઃ રેલવેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવા મેગા ડીમોલિશન હાથ ધરાશે. દિગ્જામ સર્કલ વિસ્તારમાં તંત્રનું ઓપરેશન હાથ ધરાશે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ત્રણેય ડિવિઝનનો સ્ટાફ હાજર રહેશે. કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ થયું છે. સાંજ સુધીમાં તમામ દબાણ દૂર થવાની સંભાવના છે. ડબલ ટ્રેક કામગીરીને લઈને દબાણો દૂર કરાશે.

  • 06 Feb 2026 08:28 AM (IST)

    તમારી EMI ઘટશે કે મોંઘવારી ઘટશે, આજે નિર્ણય લેવાશે, રેપો રેટમાં ઘટાડો થવાની શક્યતા

    ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) 6 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષની અંતિમ બેઠકમાં ફરીથી રેપો રેટમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન વ્યાજ દરમાં સતત ઘટાડો કર્યા પછી, બજારો હવે ચર્ચા કરી રહ્યા છે કે શું RBI પરિસ્થિતિના આધારે બીજો રેપો રેટ ઘટાડો જારી કરશે કે વિરામ લેશે.

  • 06 Feb 2026 07:50 AM (IST)

    સુરતમાં કૂતરાઓનો ત્રાસ, 3 વર્ષના બાળક પર હુમલો

    સુરતમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ચાલુ છે. ત્રણ વર્ષના બાળક પર ચાર કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ ઘટના વાલક પાટિયામાં કરુણેશ હોમ સોસાયટી પાસે બની હતી. આ જીવલેણ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

  • 06 Feb 2026 07:28 AM (IST)

    સિક્કિમના ગ્યાલશિંગમાં રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતાનો ભૂકંપ

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આજે 01:09:27 (IST) વાગ્યે સિક્કિમના ગ્યાલશિંગમાં રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

  • 06 Feb 2026 07:27 AM (IST)

    પ્રધાનમંત્રી મોદીનો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ આજે પ્રસારિત થશે

    પ્રધાનમંત્રી મોદીનો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ આજે પ્રસારિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ આજે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં પરીક્ષા સંબંધિત વિષયો, તણાવમુક્ત રહેવાની જરૂરિયાત અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ચર્ચા કરશે. “પરીક્ષા પે ચર્ચા”નો આ એપિસોડ સોની લિવ, પ્રાઇમ વિડીયો અને ઝી5 જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, “આજે સવારે 10 વાગ્યે “પરીક્ષા પે ચર્ચા” જુઓ. આ વર્ષના PPCમાં પરીક્ષા સંબંધિત ખૂબ જ રસપ્રદ વિષયો, ખાસ કરીને તણાવમુક્ત રહેવાની જરૂરિયાત, અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત અને ઘણું બધું આવરી લેવામાં આવ્યું છે.” તેમણે કહ્યું, “આ એક એવો કાર્યક્રમ છે જે મને હંમેશા ગમતો રહ્યો છે કારણ કે તે મને દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની તક આપે છે.”

Published On - Feb 06,2026 7:26 AM

g clip-path="url(#clip0_868_265)">