05 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આઈપીએસ મનોજ અગ્રવાલને બનાવાયા હોમગાર્ડનાં ડીજી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 12:00 AM

Gujarat Live Updates : આજ 5 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

05 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આઈપીએસ મનોજ અગ્રવાલને બનાવાયા હોમગાર્ડનાં ડીજી

આજે 05 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Sep 2023 11:50 PM (IST)

    સુરતમાં જુગારીઓ પાસે તોડ કરનાર બે હોમગાર્ડ ઝડપાયા

    સુરતના હોમગાર્ડને જુગારીઓ પાસે તોડ કરવો ભારે પડયો છે. કડોદર પોલીસે તોડ કરનાર બે હોમગાર્ડને ઝડપી પાડયા છે. આ બંને હોમગાર્ડે કડોદરા પોલીસની હદમાં જઈ જુગાર રમતા શખ્સો સામે તોડ કર્યો હતો. જુગારીઓ પાસેથી 9 હજાર 300 રૂપિયા ગુગલ પે મારફતે પડાવ્યા હતા. જુગારીઓ પર રોફ જમાવી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી. જુગારીઓ પાસેથી ધમકી અને રોકડા પૈસા પડાવતા ભોગ બનનારે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. કડોદરા પોલીસે ફરિયાદના આધારે બન્ને હોમગાર્ડ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધ્યો હતો.

  • 05 Sep 2023 11:49 PM (IST)

    સુરેન્દ્રનગરમાં જાહેરમાં ચાલતુ જુગાર ધામ ઝડપાયું, નવ શખ્સો જુગાર રમતા ઝડપાયા

    સુરેન્દ્રનગરના બજાણા તાલુકાના કચોલીયા ગામે જુગારધામ ઝડપાયું. જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા. નવ શખ્સો જુગાર રમતા ઝડપાયા. 66 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • 05 Sep 2023 11:48 PM (IST)

    અમદાવાદ આંગડિયા પેઢીમાંથી નીકળેલો વ્યક્તિ લૂંટાયો

    અમદાવાદમાં આંગડિયા પેઢીમાંથી નીકળેલો વ્યક્તિ લૂંટાયો છે. આઇઆઇએમ બ્રિજ પાસેનો આ બનાવ છે. સીજી રોડ પરથી 25 લાખ લઈને યુવક નીકળ્યો હતો. પટાવાળો સિન્ધુભવન ઓફિસે જતા પહેલા લૂંટાયો. અકસ્માત બાબતે ઝગડો કરી 25 લાખ લૂંટી લીધા. ગુજરાત યુની. પોલીસે તપાસ હાથ ધરી.

  • 05 Sep 2023 11:37 PM (IST)

    વડોદરાની સમાં કેનાલમાં બે બાળક ડૂબ્યા હોવાની આશંકા

    • વડોદરા ખાતે આવેલી સમાં કેનાલમાં બે બાળકો ડૂબ્યા હોવાની આશંકા
    • સત્ય નારાયણ સોસાયટીમાં રહેતા બે બાળકો કેનાલમાં નહાવા પડતા ડૂબ્યાની આશંકા
    • ઘરેથી નીકળેલા બાળકો પરત ન ફરતા પરિવારજનો કરી રહ્યા હતા શોધખોળ
    • કેનાલ પરથી બાળકોની સાયકલ, કપડા, ચપ્પલ મળતા પોલીસે તપાસ શરૂ કરી
    • સમાં પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ
  • 05 Sep 2023 11:10 PM (IST)

    બીજેપી 12 સપ્ટેમ્બરથી છત્તીસગઢમાં 'પરિવર્તન યાત્રા' શરૂ કરશે

    છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્યમાં 'પરિવર્તન યાત્રા' કાઢવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રા 87 વિધાનસભા ક્ષેત્રમાં 2,989 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા 12 સપ્ટેમ્બર અને 16 સપ્ટેમ્બરના રોજ રાજ્યના બે અલગ-અલગ સ્થળો, દંતેવાડા (દક્ષિણ છત્તીસગઢ) અને જશપુર (ઉત્તર છત્તીસગઢ)થી શરૂ કરવામાં આવશે

  • 05 Sep 2023 10:49 PM (IST)

    હરિયાણાના કરનાલમાં કોંગ્રેસ સમર્થકો વચ્ચે અથડામણ

    મંગળવારે હરિયાણાના કરનાલમાં કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી જ્યારે તેમાંના કેટલાકએ એક સ્થળની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં પાર્ટી સંયોજક જિલ્લા સ્તરના નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. કોંગ્રેસના નેતા ઓમપ્રકાશ સલુજાએ કહ્યું કે કરનાલમાં અથડામણ દરમિયાન તેઓ ઘાયલ થયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી, હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ બ્લોક અને જિલ્લા સ્તરે સંપૂર્ણ સંગઠનાત્મક માળખા વિના કામ કરી રહી છે.

  • 05 Sep 2023 10:45 PM (IST)

    ગાંધીનગર: સિનિયર IPS અધિકારીઓની જવાબદારીમાં બદલાવ

    • સિનિયર IPS અધિકારીઓની જવાબદારીમાં બદલાવ
    • જૂનાગઢ SRP ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલ પદેથી મનોજ અગ્રવાલની બદલી
    • સિવિલ ડિફેન્સના ડાયરેક્ટર અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકેની જવાબદારી સોંપાઈ
    • આર.બી. બ્રહ્મભટ્ટને SMCના ADG તરીકેની વધારાની જવાબદારી સોંપાઈ
    • ADG નીરજા ગોતરુ સંભાળી રહ્યા હતા SMCના ADGનો ચાર્જ
    • રાજકુમાર પાંડીયનને પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી ઓન SC-STના ADGની જવાબદારી
  • 05 Sep 2023 10:32 PM (IST)

    મનોજ અગ્રવાલને બનાવાયા હોમગાર્ડનાં ડીજી

    • આઈપીએસ મનોજ અગ્રવાલને બનાવાયા હોમગાર્ડનાં ડીજી
    • હાલમાં મનોજ અગ્રવાલ ચોકી પોલીસ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે
    • રાજકોટમાં પોલીસ કમિશનર હતા તે દરમ્યાન આવ્યા હતા વિવાદમાં
    • વિવાદમાં આવતા મનોજ અગ્રવાલની થઈ હતી બદલી
  • 05 Sep 2023 10:31 PM (IST)

    વડોદરા વાઘોડિયા રોડ પર કન્સ્ટ્રકશન સાઇટ પરથી મૃતદેહ મળ્યો

    • વડોદરાના વાઘોડિયા રોડ પર કન્સ્ટ્રકશન સાઇટ પરથી મૃતદેહ મળ્યો
    • તીર્થ લાઈફ સ્પેસ નામની કન્સ્ટ્રકશન સાઇટ પર દુર્ઘટના
    • જીતેન્દ્ર મંગુભાઈ રાજપૂત નામના 34 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો
    • પટકાયા બાદ લોહીલુહાણ હાલત માં મૃતદેહ મળ્યો
    • ધક્કો મારી ફેંકી દઈ હત્યા કરવામાં આવી કે અકસ્માતે પડી જતા મોત થયું તે સસ્પેન્સ
    • સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે
    • વડોદરા પોલીસે આ અંગે શરૂ કરી તાપસ
  • 05 Sep 2023 09:44 PM (IST)

    અમદાવાદના ન્યૂ ગોતા વિસ્તારમાં મહિલા સાથે લૂંટની ઘટના

    • અમદાવાદમાં  મહિલા સાથે લૂંટની ઘટના બની છે
    • ન્યૂ ગોતા વિસ્તારમાં આ ઘટના બની છે
    • મહિલાની 5 તોલાની સોનાની ચેઈન લૂંટી શખ્સો ફરાર
    • ICB ફ્લોરા ગાર્ડન નજીક અજાણ્યા 2 શખ્સોએ ચલાવી લૂંટ
    • સમગ્ર લૂંટની ઘટના CCTVમાં થઈ કેદ
  • 05 Sep 2023 09:09 PM (IST)

    બનાસકાંઠામાં પાલનપુરના જવેલર્સ શો રૂમમાં કરોડોની લૂંટ

    • બનાસકાંઠાના પાલનપુરના જવેલર્સ શો રૂમમાં કરોડોની લૂંટ
    • ગઢ ગામના જ્વેલર્સ શો રૂમમાં કરોડોની લૂંટ
    • અજાણ્યા બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર
    • સોનાના વેપારી પાસેથી હીરા, સોના-ચાંદી સહિત 6 કરોડની લૂંટ
    • કરોડોની લૂંટને પગલે જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે
    • બનાસકાંઠામાં નાકાબંધી કરી પોલીસે તપાસ હાથ ધરી
  • 05 Sep 2023 08:40 PM (IST)

    મહેસાણાની એક્ઝોટીકા સ્કૂલના વિદ્યાર્થીઓએ G20 લોગોની બનાવી પ્રતિકૃતિ

    • મહેસાણામાં 620 વિદ્યાર્થીઓએ હ્યુમન ચેઇનથી G20 લોગોની પ્રતિકૃતિ બનાવી
    • શિક્ષક દિન નિમિત્તે G20ના લોગોની પ્રતિકૃતિ બનાવી દેશ ભાવના રજૂ કરી
    • લોગોની પ્રતિકૃતિ બનાવી 46થી વધુ દેશમાંથી આવનાર પ્રતિનિધિઓને રજુ કર્યો આવકાર
  • 05 Sep 2023 08:27 PM (IST)

    અમદાવાદના ધોળકામાં એક જ પરિવારના 4 લોકોએ પીધી ઝેરી દવા

    • અમદાવાદમાં  ફરી પરિવારનો સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે
    • આ ઘટનામાં 4 લોકોએ ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે
    • ઝેરી દવા પીવાથી પિતા-પુત્રનું મોત, માતા-પુત્ર સારવાર હેઠળ
    • માતા-પુત્રની શરણમ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
    • ધોળકાના કુલીકુંડના રામદેવનગર સોસાયટીની ઘટના
    • ઝેરી દવા પીનાર પરિવાર મૂળ મહેસાણાનો વતની
    • ધોળકા ટાઉન પોલીસે સમગ્ર ઘટના મુદ્દે હાથ ધરી તપાસ
    • કયા કારણોસર પરિવારે પગલું ભર્યું તે અંગે રહસ્ય અકબંધ
  • 05 Sep 2023 08:06 PM (IST)

    ઘોસી વિધાનસભા પેટાચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 49.42 ટકા મતદાન થયું હતું

    ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા પેટાચૂંટણીમાં મંગળવારે સાંજે 5 વાગ્યા સુધી 49 ટકાથી વધુ મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઘોસી વિધાનસભા પેટાચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 49.42 ટકા મતદાન થયું હતું. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 49.42 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

  • 05 Sep 2023 07:57 PM (IST)

    વડોદરાના પાદરા કરખડીની એલેમ્બિક કંપનીમાં કામદારનું મોત

    • વડોદરાના પાદરામાં કરખડીની એલેમ્બિક કંપનીમાં કામદારનું મોત
    • જ્વલનશીલ કેમિકલને કારણે દાઝી જવાથી મોત થયાનો આક્ષેપ
    • બોરસદ તાલુકાના વતનીનું મોત નિપજ્યું
    • મૃતકના પરિવારજનોની યોગ્ય વળતરની માગ
    • માગ નહીં સ્વીકારાય તો કંપનીના ગેટ પાસે જ અંતિમ સંસ્કાર કરવાની આપી ચિમકી
  • 05 Sep 2023 07:40 PM (IST)

    ખાંડના ભાવમાં થયો વધારો, 6 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે

    દેશમાં મોંઘવારી ઓછી થવાનું નામ નથી લઈ રહી. કઠોળ, ચોખા, ઘઉં, ટામેટા અને લીલા શાકભાજી બાદ હવે ખાંડ ફરી એકવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા 15 દિવસમાં તેની કિંમતમાં 3 ટકાનો વધારો થયો છે. જેના કારણે છૂટક બજારમાં પણ ખાંડના ભાવ મોંઘા થયા છે. મંગળવારે ખાંડના ભાવ વધીને રૂ. 37,760 ($454.80) પ્રતિ મેટ્રિક ટન થયા, જે ઓક્ટોબર 2017 પછી સૌથી વધુ છે. ખાસ વાત એ છે કે ખાંડની કિંમતમાં 3 ટકાના વધારાને કારણે તેની કિંમત છેલ્લા 6 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી છે.

  • 05 Sep 2023 07:39 PM (IST)

    બનાસકાંઠામાં ઓછી અને અનિયમિત ST બસને લઇ નારાજગી

    • બનાસકાંઠામાં  અનિયમિત ચાલતી ST બસને લઇ લોકોમાં નારાજગી
    • MLA કાંતિ ખરાડીએ ST બસને રસ્તામાં રોકીને કરી તપાસ
    • બસમાં 60ની કેપેસિટી સામે 120 લોકો ભર્યા હોવાનું સામે આવ્યું
    • કાંતિ ખરાડીએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી
    • સેવાના સાધનને પૈસા કમાવાનું સાધન બનાવી દીધું: કાંતિ ખરાડી
    • બસ વધારવા વિદ્યાર્થીઓ પણ અનેક રજૂઆતો કરી હતી
    • અમીરગઢ, દાંતાના વિદ્યાર્થીઓની છે બસ વધારવાની માગ
  • 05 Sep 2023 07:23 PM (IST)

    નોઈડાના છપરાઉલામાં બદમાશોએ ઘરમાં ઘૂસીને એક મહિલાને મારી ગોળી

    નોઈડાના છપરાઉલા ગામની બ્રજ વિહાર કોલોનીમાં દિવસે દિવસે બદમાશોએ એક મહિલાના ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી દીધી હતી. આજુબાજુના લોકોએ હત્યારાને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હત્યારો ગોળીબાર બાદ સ્થળ પરથી નાસી ગયો હતો. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે.

  • 05 Sep 2023 07:15 PM (IST)

    મહીસાગરમાં SMCના દરોડામાં ભાજપ નેતા જુગાર રમતા ઝડપાયા

    • મહીસાગરમાં SMCના દરોડામાં ભાજપ નેતા જુગાર રમતા ઝડપાયા
    • લુણાવાડા રૂરલ વિસ્તારમાં જુગારના અડ્ડા પર દરોડામાં 34 જુગારી ઝડપાયા
    • પંચમહાલ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પ્રદીપ પદવાણી જુગાર રમતા ઝડપાયો
    • લુણાવાડાના કુખ્યાત નાસર અરબના અડ્ડા પર પાડ્યા હતા દરોડા
    • પોલીસે 4 બાઈક સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
  • 05 Sep 2023 07:14 PM (IST)

    અપૂર્વમુનિના વિવાદિત વાયરલ વીડિયોને લઈ મહંત ત્યાગી મોહનદાસનું નિવેદન

    અપૂર્વમુનિના વિવાદિત વાયરલ વીડિયો અંગે મહંત ત્યાગી મોહનદાસનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

    • "અપૂર્વમુનિ સ્વામી માફી માગે"
    • "આવું લખાણ કયા ગ્રંથમાં તે અપૂર્વમુનિ બતાવે"
    • "આવી ટિપ્પણી કરનારા સનાતની નથી"
    • "આવી ટિપ્પણી કરનારા હિન્દુ કહેવાને લાયક નથી"
    • "કુંભના મેળામાં સાધુઓ ખાલી શસ્ત્રો દેખાડવા માટે નથી લાવતા"
    • "આગામી સમયમાં ઉપાડવા પડે તો તેના માટે પણ તૈયાર છીએ"
    • "સનાતન ધર્મમાં આ લોકોનો કોઈ આદર નહીં કરે"
    • "તમામ સનાતન ધર્મના અખાડાઓ આવનારા સમયમાં ઉગ્ર થશે"
    • "જેમનો પોતાનો કોઈ ધર્મ નથી તેમને આવું બોલવાનો કોઈ હક નથી"
    • "યૌન શોષણ કરતા સ્વામીઓની સંસ્થાઓ બંધ થવી જોઈએ"
  • 05 Sep 2023 06:42 PM (IST)

    શ્રી રણછોડરાયજી મંદિર, ડાકોરના જન્માષ્ટમી તથા નંદ મહોત્સવના દિવસે વિવિધ દર્શનના સમય

    શ્રી કૃષ્ણ જન્મોત્સવ તા.07/09/2023 ને ગુરુવાર

    • સવારે 6:30 વાગ્યે નિજમંદિર ખુલી 6:45ના અરસામાં મંગળા આરતી
    • બપોરના 1:00 વાગ્યાના અરસામાં શ્રી ઠાકોરજી પોઢી જશે, આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે
    • સાંજના 4:45 વાગ્યે નિજમંદિર ખુલી 5:00 ના અરસામા ઉત્થાપન આરતી થઇ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવાપૂજા થશે
    • રાત્રીના 12:00 વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ થશે, અને પંચામૃત સ્નાન કરાવાશે
    • શ્રી ઠાકોરજીની સેવા તેમજ શ્રૃંગાર ધરાવીને શ્રી ઠાકોરજીને મોટો મુગુટ ધારણ કરવામાં આવશે
    • શ્રી ગોપાલાજી મહારાજ સોનાના પારણામાં બિરાજમાન થઈ પારણામાં ઝુલશે,
    • ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી અને બાદ ઠાકોરજી પોઢી જશે

    નંદ મહોત્સવ તા.08/09/2023 ને શુક્રવારના રોજ

    • સવારે 8:45 વાગે નિજમંદિર ખુલી 9:00 ના અરસામાં મંગળા આરતી થશે
    • નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવાપૂજા થઇ ત્યારબાદ નંદમહોત્સવ ઉજવાશે
  • 05 Sep 2023 06:24 PM (IST)

    બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંતને લાવવામાં આવ્યા બોટાદ પોલિસ સ્ટેશન

    • રોકડીયા હનુમાન મંદિરના મહંતને પોલિસ સ્ટેશન લાવવામાં આવ્યા
    • મહંત દ્વારા સાળંગપુર હનુમાનજીને તિલક કરવા લિંબડીમાં કરી હતી જાહેરાત
    • મહંત દ્રારા સાળંગપુર હનુમાનજી દાદા માટે બનાવ્યું હતું ચાંદી નું તિલક
    • પરમેશ્વર બાપુ દ્રારા તિલક લગાવવાની કરી હતી જાહેરાત
    • સાળંગપુર જવા મહંત નીકળે તે પહેલા પોલીસ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશન લવાયા
    • બોટાદ પોલીસ દ્રારા બાપુની પૂછપરછ શરૂ કરાઈ
    • ખરેખર બાપુને પોલીસ સ્ટેશન ખાતે લાવવાનું કારણ અકબંધ
    • તિલક એલાન મામલે કે અગાવ હથિયાર સાથે આપેલ નિવેદનનું કારણ અકબંધ
    • પૂછપરછ બાદ બાપુના નિવેદન બાદ જ સાચું કારણ આવશે બહાર
  • 05 Sep 2023 06:22 PM (IST)

    બોટાદ લીંબડીની બેઠક પર SP સ્વામીનું નિવેદન પ્રશ્નોના તાત્કાલિક નિવારણની ટકોર

    લીંબડીમાં સંતોની બેઠક પર SP સ્વામીનું મોટું નિવેદન. તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી. સાથે જ નાથ સંપ્રદાય અંગેની ટિપ્પણીની કરી ટીકા. કહ્યું, આચાર્યની આજ્ઞાથી વિપરિત ચાલનારા ઉભા કરે છે વિવાદ.

  • 05 Sep 2023 06:00 PM (IST)

    વડોદરામાં ગેસ લાઇન પ્રોજેક્ટમાં કોન્ટ્રકટરોને ફાયદો કરાવવાના આરોપસર, CBIએ કરી કાર્યવાહી

    વડોદરાની એડવાન્સ ઇન્ફાસ્ટ્રક્ચર કમ્પનીના ડાયરેકટર સુરેન્દ્ર કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. ગેલ ઇન્ડિયા કંપનીના બે જુદા જુદા પાઇપ લાઇન પ્રોજેક્ટમાં લાભ આપવા અપાવવાના આક્ષેપ બાદ CBI દ્વારા કાર્યવાહી કરાઇ હતી. શ્રીકાકુલમથી અંગુલ અને વિજયપુરથી ઓરેયયામાં ગેસ પાઇપ લાઇન પ્રોજેકટ લાઇન માં નિયમ વિરુદ્ધ લાભ આપવા અપાવવા મામલે કાર્યવાહી કરાઇ છે. દિલ્લી, નોએડા અને વિશાખપટ્ટનમ સહિત વિવિધ સ્થળોએ દરોડા પડ્યા હતા.

  • 05 Sep 2023 05:44 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે જશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે જશે. આવતીકાલે સાંજે જકાર્તા જવા રવાના થશે અને 7 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે.  ભારત- આસિયાના અને ઈસ્ટ એશિયા સમિટમાં લેશે ભાગ.

  • 05 Sep 2023 05:06 PM (IST)

    CM યોગી આજે PM મોદી સાથે કરશે મુલાકાત

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સાંજે 6 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સીએમ યોગી બેઠક માટે ઉત્તર પ્રદેશ સદન પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમના નિવાસ સ્થાને સીએમ યોગી અને પીએમ વચ્ચેની બેઠકમાં અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કાર્યો અંગે ચર્ચા થવાની સંભાવના છે. આ દરમિયાન અયોધ્યાના ડીએમ નીતિશ કુમાર અને કમિશનર ગૌરવ દયાલ પણ હાજર રહી શકે છે અને અયોધ્યાના વિકાસ કાર્યો અંગે પ્રેઝન્ટેશન આપી શકે છે.

  • 05 Sep 2023 04:36 PM (IST)

    રાજ્યમાં તાલુકા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનની નિમણુંકમાં નો રિપીટ થિયરી

    • રાજ્યમાં તાલુકા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશનને લઈને ભાજપનો નિર્ણય
    • તાલુકા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનની નિમણુંકમાં નો રિપીટ થિયરી
    • ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી જાહેરાત
    • મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી, ચેરમેન, શાસક પક્ષના નેતામાં કોઈને રિપીટ નહીં કરાય
  • 05 Sep 2023 04:08 PM (IST)

    ગઠબંધનનું નામ ભારત રાખીશું તો શું તેઓ પણ બદલી દેશેઃ કેજરીવાલ

    અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જો કોઈ પાર્ટીનું ગઠબંધન 'ભારત' બનશે તો તે દેશનું નામ બદલી દેશે? દેશ 140 કરોડ લોકોનો છે, કોઈ એક પક્ષનો નથી. જો કાલે ઈન્ડિયા ગઠબંધનનું નામ બદલીને ભારત રાખવામાં આવે તો શું તેઓ ભારતનું નામ પણ બદલી નાખશે? તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે જેથી ભાજપના મતો ઓછા ન થાય. આ દેશ સાથે વિશ્વાસઘાત છે.

  • 05 Sep 2023 04:07 PM (IST)

    રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરવા સામે SCમાં અરજી દાખલ કરવામાં આવી છે

    રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. લખનૌ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા એડવોકેટ અશોક પાંડેએ આ અરજી દાખલ કરી છે.

  • 05 Sep 2023 04:07 PM (IST)

    તેલંગાણાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ જારી

    તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે મંગળવાર અને બુધવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 05 Sep 2023 04:06 PM (IST)

    CBIએ ગેઈલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંહ સહિત 5 લોકોની કરી ધરપકડ

    CBIએ ગેઈલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંહ સહિત 5 લોકોની ગેઈલનો પ્રોજેક્ટ અપાવવાના નામે 50 લાખની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. CBIએ નોઈડાના સેક્ટર 72માં કેબી સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ તેના મોબાઈલ, ગેજેટ્સ અને બેંક એકાઉન્ટની સર્ચ કરી હતી.

  • 05 Sep 2023 04:04 PM (IST)

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્રની તબિયતમાં સુધારો

    • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્રની તબિયતમાં સુધારો
    • પુત્ર અનુજ પટેલની સારવાર પૂર્ણ થતા અમદાવાદ પરત ફર્યા
    • અમદાવાદ પરત ફર્યા CMના પુત્ર અનુજ પટેલ
    • બ્રેઈન સ્ટોકના કારણે મુંબઈમાં ચાલી રહી હતી સારવાર
    • તબિયતમાં સુધારા બાદ હવે ત્રણ મહિને પરત આવી રહ્યા છે ઘરે
    • ઘરે જતા પહેલા અડાલજ ત્રિમંદિરમાં ભગવાનના દર્શન
  • 05 Sep 2023 12:18 PM (IST)

    કુંડળ મંદિર પરિસરમાંથી નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી હનુમાનજીની મૂર્તિ હટાવાઈ

    સાળંગપુર હનુમાન મંદિરમાં કિગ્સ ઓફ સાળંગપુરની પ્રતિમાની ભીંત પર લગાવેલા વિવાદાસ્પદ ભીંતચિત્ર દૂર કર્યા બાદ,  કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાંથી પણ મૂર્તિ હટાવાઈ છે. કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી હનુમાનજીની મૂર્તિ મૂકાઈ હતી. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર રાખવામાં આવી છે.

  • 05 Sep 2023 11:29 AM (IST)

    Gujarat News Live : છત્તીસગઢના સુકમામાં એન્કાઉન્ટર, 2 નક્સલી માર્યા ગયા

    છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ, જેમના માથે ઈનામ જાહેર કર્યું હતુ તેવા બે નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપતા જણાવ્યું કે, જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તાડમેટલા અને ડુલેદ ગામોના જંગલમાં આજે સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળોએ જગરગુંડા એરિયા કમિટીના સોઢી દેવા અને રવા દેવા નામના બે નક્સલવાદીઓને ઠાર માર્યા હતા.

  • 05 Sep 2023 11:21 AM (IST)

    Gujarat News Live : ગુજરાતમાં ફરી કડાકા ભડાકા સાથે વરસશે વરસાદ- અંબાલાલ પટેલે કરી આગાહી

    આજથી આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદની શક્યતા હોવાની આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. 72 કલાકમાં પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરુ થશે. 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમા આરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપાસગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બનતા 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશના ભાગોમાં અને મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતા પૂરની પણ શક્યતા વ્યકત કરાઈ છે.

  • 05 Sep 2023 10:57 AM (IST)

    Gujarat News Live : બોરસદ સબજેલમાંથી ચાર કેદી ભાગી જવાના કેસમાં 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

    બોરસદ સબજેલમાંથી ચાર કેદીઓ ભાગી ગયા હતા. આ કેસમાં જિલ્લા પોલીસ વડાએ, ફરજમાં બેદરકારી બદલ એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહીત કુલ ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલ પોલીસ કર્મચારીઓમાં, એએસઆઈ સુરેશભાઈ, હેડ કોન્સ્ટેબલ માલજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સેતલ કુમાર, કોન્સ્ટેબલ જયદીપસિંહનો સમાવેશ થાય છે.

  • 05 Sep 2023 10:24 AM (IST)

    Gujarat News Live : ધમકીઓ બાદ ઉદયનિધિની સુરક્ષા વધારી દેવામાં આવી

    તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સનાતન ધર્મ પર નિવેદન આપ્યા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

  • 05 Sep 2023 08:37 AM (IST)

    Gujarat News Live : લીંબડીના નિમ્બાર્ક પીઠ ખાતે ગુજરાતના સંતોની આજે બેઠક મળશે

    લીંબડી ખાતે નિમ્બાર્ક પીઠ ખાતે ગુજરાતનાં સંતોની આજે બેઠક મળશે. આ બેઠકમાં ચર્ચામાં કેટલાક મુદ્દાઓ લેવાશે, જેના ઉપર નિર્ણય લેવાઇ શકે છે.

    • સહજાનંદ સ્વામીના નામની આગળ સર્વોપરી શબ્દ લગાવવો નહીં.
    • ભારત સરકાર સનાતન ધર્મ સાહિત્યનો દુરુપયોગ કરનારા વિરુદ્ધ સજાની જોગવાઈનું એલાન કરે.
    • સ્વામિનારાયણ સંપ્રદાય સહજાનંદ સ્વામીને પોતાના ઇષ્ટદેવ માને છે ત્યારે તેમના મંદિરોમાં ક્યાંય પણ સનાતન ધર્મના દેવી દેવતાઓનું સ્થાપન ન થવું જોઈએ.
    • સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા પોતાના પ્રવચનમાં સનાતન ધર્મના દેવી દેવતાઓનાં નામનો ઉલ્લેખ ન કરવો.
    • સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્રારા સનાતન ધર્મના શાસ્ત્રો શ્રીમદ ભાગવત ગીતા, રામચરિતમાનસ તેમજ હનુમંત કથાઓ વગેરે શાસ્ત્રોની કથાઓ ઉપરાંત સનાતન ધર્મના કર્મકાંડ વગેરે ન કરવા.
    • સ્વામિનારાયણ સંતોએ સનાતન ધર્મની કબજે કરેલી જગ્યા ખાલી કરીને સરકારને પરત કરવી અથવા સનાતન ધર્મની સંસ્થાને પરત સોંપવી.
    • સનાતન ધર્મના નામે કોઇ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા ઉપર હોય તો તેઓને તે હોદ્દા ઉપરથી રાજીનામા લઈને એમને બરખાસ્ત કરવા.
    • અબુધાબીમાં બનાવેલું સ્વામિનારાયણ મંદિર છે તેને હિન્દુ તરીકે ગણવું નહીં તે જ રીતે બીજા દેશોમાં પણ સનાતન હિન્દુ મંદિર એવું લખવું નહીં.
    • સમગ્ર સનાતન ધર્મને બચાવવાં માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવી, જેમા સમગ્ર ગુજરાતમાંથી સંતોની નિમણૂક કરવી, જે બાદ કોઇ પણ બનાવમાં આ સંરક્ષણ સમિતિનો નિર્ણય જ માન્ય ગણવો
  • 05 Sep 2023 07:55 AM (IST)

    Gujarat News Live : અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનની પત્ની જીલ બાઈડેન કોરોના સંક્રમિત

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના છે. પરંતુ તેમની મુલાકાત પહેલા જ તેમની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડન કોરોના પોઝિટિવ આવી છે. આ માહિતી મંગળવારે વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી હતી, હાલમાં તેમનામાં કોરોનાના માત્ર હળવા લક્ષણો છે.

  • 05 Sep 2023 06:47 AM (IST)

    Gujarat News Live : આખરે મધ્યરાત્રીએ સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો કરાયા દૂર

    ગુજરાતના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન ખાતે કિંગ્સ ઓફ સાળંગપુરની પ્રતિમા સંકુલમાં બનાવેલા ભીંતચિત્રનો વિવાદ વકર્યા બાદ, ગઈકાલ મોડી રાત્રે વિવાદિત ભીંતચિત્રો દૂર કરાયા હતા. વિવાદિત ભીંતચિત્રોને લઈને સનાતન ધર્મના અનેક સાધુ સંતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જો કે ગઈકાલે સરકારસ્તરે યોજાયેલી બેઠક બાદ વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો નિર્ણય લેવાયો હતો. જે મોડી રાત્રીએ અમલમાં મૂકાયો હતો. જો કે વિવાદિત ભીંતચિત્રો  દૂર કરવાની સમગ્ર કાર્યવાહી દરમિયાન સાળંગપુર સંકુલમાથી મીડિયા કર્મીઓને દૂર કરાયા હતા.

  • 05 Sep 2023 06:40 AM (IST)

    Gujarat News Live : 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી

    6 રાજ્યોમાં 7 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ તમામ બેઠકો પર 5 સપ્ટેમ્બરે મતદાન થશે. જ્યારે મતગણતરી 8 સપ્ટેમ્બરે થશે. ત્રિપુરાની બે બેઠક પર જ્યારે પશ્ચિમ બંગાળ, કેરળ, ઉતરપ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડની એક એક બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળની ધૂપગુરી બેઠક, ત્રિપુરાની ધાનપુર અને બોક્સનગર બેઠક, કેરળની પુથુપલ્લી બેઠક, ઉતરપ્રદેશની ઘોસી બેઠક, ઉત્તરાખંડની બાગેશ્વર બેઠક અને ઝારખંડની ડુમરી બેઠક પર આજે મતદાન થવાનું છે.

Published On - Sep 05,2023 6:39 AM

Follow Us:
શેલામાં ભુવો પડ્યા બાદ ગેસલાઈન ઠપ્પ થઈ જતા ભોજન વિના ટળવળ્યા સ્થાનિકો
શેલામાં ભુવો પડ્યા બાદ ગેસલાઈન ઠપ્પ થઈ જતા ભોજન વિના ટળવળ્યા સ્થાનિકો
વંથલીનો ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ
વંથલીનો ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ
અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, નવા કાયદા પર બોલ્યા અમિત શાહ-video
અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, નવા કાયદા પર બોલ્યા અમિત શાહ-video
જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video
જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video
ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
અરવલ્લીમાં વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ
અરવલ્લીમાં વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ
બોપલ SP રિંગ રોડ પર થાર-ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત
બોપલ SP રિંગ રોડ પર થાર-ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત
ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી
ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">