5 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર: જમ્મુ અને કાશ્મીરના ડોડામાં ભૂકંપના હળવા આંચકા
આજ 05 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

જ્ઞાનવાપી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. અંજૂમન ઈન્તજામિયા સમિતિની અલગ અલગ પેન્ડિંગ અરજીઓ પર કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટ હિન્દુ પક્ષ તરફથી વજુખાનાનો સર્વે કરાવવાની માગ પર પણ વિચાર કરી શકે છે. ઝારખંડમાં ચંપઈ સરકારને બહુમત સાબિત કરવાનો છે. મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન ઉભુ થયુ છે. ભૂજબળ કહી રહ્યા છે કે 2 મહિના પહેલા જ રાજીનામું આપી દીધુ હતું. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
LIVE NEWS & UPDATES
-
જમ્મુ અને કાશ્મીરના ડોડામાં ભૂકંપના હળવા આંચકા
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી છે. ભૂકંપના આ આંચકા રાત્રે 9.28 કલાકે અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી 10 કિલોમીટર નીચે હોવાનું જાણવા મળ્યું હતું.
-
હરણી બોટ દુર્ઘટના કેસમાં આરોપીના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર
હરણી બોટ દુર્ઘટનાના બિનીત કોટિયા, નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે પોલીસે નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટના વધુ 8 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આરોપી બિનીત કોટિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
-
-
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફી
વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર ઈતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યુ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીની 5મી અને અંતિમ T20 મેચ આ સ્ટેડિયમમાં રમાવાની છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમવાને લઈને ખેલાડીઓ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
-
OBCના નિવેદનને લઈને રાહુલ ગાંધીએ PM પર સાધ્યું નિશાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે આ દરમિયાન વડાપ્રધાન વારંવાર કહેતા હતા કે દેશમાં માત્ર બે જ જાતિઓ છે, અમીર અને ગરીબ, પરંતુ આજે સંસદમાં તેઓ પોતાને સૌથી મોટા OBC ગણાવે છે. કોઈને નાનું અને કોઈને મોટું સમજવાની આ માનસિકતા બદલવી જરૂરી છે.
-
અતીક અહેમદનો નોઈડામાં બનેલો આલીશાન બંગલો થઈ શકે જપ્ત
યુપી પોલીસની નજર અતીક અહેમદના કાળા નાણા પર પડી છે. પોલીસ હવે નોઈડાના સેક્ટર 36માં બનેલા અતીક અહેમદના બંગલાને જપ્ત કરવાની તૈયારી કરી રહી છે. આ બંગલાને મન્નત નામ આપવામાં આવ્યું છે. પ્રયાગરાજ પોલીસ કમિશનરે પ્રોપર્ટી અટેચ કરવા માટે નોઈડા પોલીસનો સંપર્ક કર્યો છે.
-
-
ભ્રષ્ટાચારીઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છેઃ PM મોદી
PM મોદીએ કહ્યું કે, અગાઉ ગૃહનો આખો સમય કૌભાંડો અને ભ્રષ્ટાચાર પર ચર્ચા કરવામાં પસાર થતો હતો. કાર્યવાહીની સતત માગણીઓ થતી હતી, બધે માત્ર ભ્રષ્ટાચારના અહેવાલો હતા. આજે જ્યારે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થાય છે ત્યારે આ લોકો તેમના સમર્થનમાં હંગામો મચાવે છે. અગાઉ એજન્સીઓને કામ કરવા દેવામાં આવતું ન હતું. કોંગ્રેસના સમયમાં EDએ 5000 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. અમારા કાર્યકાળ દરમિયાન EDએ 1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. દેશની લૂંટાયેલી સંપત્તિ આપવી પડશે.
-
દેશના નિર્માણ માટે વિપક્ષને આગળ વધવા હુ આમંત્રણ આપુ છુ, સાથ માંગુ છુ
વિશ્વમાં ભારત માટે જે અવસર આવ્યો છે તેના માટે હુ તમારો સાથ માગુ છુ. દેશના નિર્માણ માટે આગળ વધવા આમંત્રણ આપુ છુ. વિપક્ષને સંબોધીને વડાપ્રધાને કહ્યું કે,તમારા તમામ પગલાને વિકસીત ભારતના પાયામાં ધરબી દઈશ. દેશના વિકાસના સપનાને સમૃદ્ધ બનાવાશે.
-
મોંઘવારી કોંગ્રેસ સાથે આવે છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે પણ કોંગ્રેસ આવે છે ત્યારે મોંઘવારી આવે છે. એક સમયે એવું કહેવામાં આવતું હતું કે દરેક વસ્તુના ભાવ વધારાને કારણે સમસ્યાઓ ફેલાઈ છે અને સામાન્ય લોકો તેમાં ફસાઈ ગયા છે. નેહરુજીએ લાલ કિલ્લા પરથી આ વાત કહી હતી… 10 વર્ષ પછી પણ મોંઘવારી વિશે એ જ ગીતો બોલાયા… દેશના પીએમ બન્યાને 12 વર્ષ થઈ ગયા, પરંતુ દર વખતે મોંઘવારી કાબૂમાં નથી આવી રહી, મોંઘવારીને કારણે તેઓ ‘તમે મુશ્કેલીમાં છો’ ગીત ગાતા રહ્યા.
-
દીકરીઓ દેશની સરહદોને સુરક્ષિત રાખે છેઃ વડાપ્રધાન
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણી મહિલા શક્તિ ગ્રામીણ અર્થવ્યવસ્થાને નવી તાકાત આપી રહી છે. આજે 10 કરોડ બહેનો મહિલા સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી છે. દેશમાં લગભગ 1 કરોડ લાખપતિ દીદી બનાવવામાં આવી છે. અમારું લક્ષ્ય 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું છે. તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં મહિલા શક્તિના સશક્તિકરણ માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે. હવે ભારતમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં દેશની દીકરીઓ માટે દરવાજા બંધ હોય. આજે આપણા દેશની દીકરીઓ ફાઈટર જેટ ઉડાવી રહી છે અને દેશની સરહદો પણ સુરક્ષિત રાખી રહી છે.
-
આજે કેટલાક લોકો દેશમાં રહીને અલગ દેશ બનાવવાની વાતો કરે છે, જોડવાને બદલે તોડવાની વાતો કરે છે
જે લોકો ખુલ્લેઆમ દેશમાં અલગ દેશ બનાવવાની વાતો કરે છે. જોડવાની વાતો તો છોડો તોડવાની વાત કરે છે. આટલા બધા ટુકડા કર્યા છતા મન માન્યું નહી. હવે કેટલા ટુકડાની વાતો કરવી છે.
-
દેશ લૂંટનારાઓ પાસેથી બધુ જ વસૂલાશે
દેશને લૂંટવા નહી દેવાય અને જેમણે લૂટ્યો છે તેમની પાસેથી વસૂલાશે. પાછુ આપવું પડશે તેમ કહીને મોદીએ એમ પણ કહ્યું કે, જેટલો હોબાળો, વિરોધ કરવો હોય તે કરે પરંતુ એજન્સી તેમનું કામ કરશે. ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરશે.
-
જેમણે દેશને લૂંટ્યો છે તેમને પાછું આપવું પડશે
PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે જેમણે દેશને લૂંટ્યો છે તેમણે પાછું આપવું પડશે.
-
ભ્રષ્ટાચાર વિરુધ્ધ મારી લડાઈ ચાલુ રહેશે
જે લોકો સજા કાપી રહ્યાં છે તેમનુ મહિમામંડન કરવામાં આવે છે તેમ કહીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહિંયા સંવિધાનનુ રાજ ચાલે છે. ચાર્જ કરવો એ એજન્સીનું કામ છે અને ન્યાય કરવાનું કામ ન્યાયાધીશનું છે. એજન્સી તેમનું કામ કરી રહી છે. ભ્રષ્ટાચાર વિરુધ્ધ મારી લડાઈ ચાલુ રહેશે.
-
લાખ્ખો કરોડોના ભ્રષ્ટાચાર અટકાવીને ગરીબોના કલ્યાણ માટે વાપર્યા
ઈડીએ એક લાખ કરોડની સંપતિ જપ્ત કરી છે. જેમની પાસેથી આટલી સંપતિ પકડાય તે સ્વાભાવિક છે કે હોબાળો કરે. જનતાને મુર્ખ નહી બનાવી શકાય. જે રીતે યુપીએ સરકારમાં ભ્રષ્ટાચારની વાતો હતી પરંતુ અમે લાખ્ખો કરોડોના ભ્રષ્ટાચાર અટકાવીને ગરીબોના કલ્યાણ માટે વાપર્યા. 30 લાખ કરોડથી વધુ રૂપિયા લોકોના ખાતામાં પહોચાડ્યા છે.
-
એક સમયે સંસદમાં કોંભાડની ચર્ચા થતી, આજે ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાય છે તો સમર્થનમાં હોબાળો કરાય છે
સંસદમાં બહુ ગુસ્સો કરવામાં આવે છે તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે, 10 વર્ષ પહેલા સંસદમાં એવી કૌંભાડ પર ચર્ચા થતી હતી. પગલા લેવાની વાતો કરવામાં આવતી હતી. આજે ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી કરાય છે તો તેમના સમર્થનમાં હોબાળો કરાય છે
-
અમારી સરકારે મોંધવારીને કાબૂમાં રાખી-મોદી
અમારી સરકારે મોંધવારીને કાબૂમાં રાખી છે. બે બે દેશ વચ્ચેના યુદ્ધ છતા, મોંધવારીને વધવા નથી દેવાઈ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
-
મોંધવારીને લઈને દેશમાં બે ગીત બહુ ગવાયા
ઈન્દિરા ગાંધીના સત્તાકાળમાં પણ મોંધવારીનો મુદ્દો રહ્યો. તેમણે ભાષણમાં કહ્યું હતું કે, જો જમીન ના હોય તો તગાળામાં શાકભાજી ઉગાડે તેવી સલાહ દેશના મોખરાના સ્થાને બેઠા હતા તેમણે કહ્યું. દેશમાં મહેગાઈ માર ગઈ અને મહેગાઈ ડાકન ખાઈ ગઈ. મોંધા આઈસક્રીમ ખાઈ શકો છે પરંતુ મોંધવારીના નામે રોદણા રડવામાં છે.
-
જ્યારે જ્યારે કોંગ્રેસ આવી ત્યારે મોંધવારી આવી
મોંધવારીને લઈને અનેક વાતો કરવામાં આવે છે તેમ કહીને મોદીએ કહ્યું કે, જ્યારે પણ કોંગ્રેસ આવે છે ત્યારે મોંધવારી આવે છે. આ વાત હુ ટીકા કરવા માટે નથી કહેતો. દરેક વસ્તુની કિંમત વધવાથી મુશ્કેલી વધી છે. તેમ નહેરુએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું. તમે આજકાલ મુશ્કેલીમાં છો પરેશાન છો મોંધવારીને કારણે, આ વાત 10 વર્ષ પછી નહેરુએ જ કહ્યું હતું. પરંતુ તેના ઉકેલની વાત ના કરી કે ઉકેલા ના લાવ્યા.
-
એવિએશન સેકટર ભારતના વિકાસનુ નવુ સેકટર બનશે
પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ સંસદમાં કહ્યું કે 10 વર્ષમાં એરપોર્ટ બમણા થયા. વિશ્વનો ત્રીજા નંબરનો ડોમેસ્ટીક પ્રવાસીઓની હેરફેર કરનાર દેશ બન્યો . 1000 એરક્રાફ્ટ માટે વિમાની કંપનીઓએ ઓર્ડર આપ્યો છે. આના માટે અનેક લોકોની જરૂરીયાત રહેશે. એવિએશન સેકટર નવા વિકાસનુ સેકટર બનશે.
-
ખેડૂતો પાસેથી વિક્રમી અનાજની ખરીદી કરી
ખેડૂતો માટે મોદી સરકારે કરેલા વિવિધ કાર્યોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ માત્ર ખેડૂતોની વાત કરતી હતી. અમારી સરકારે ખેડૂતો પાસેથી અનાજ ખરીદીની તેમના ગજવા ભર્યા છે.
-
દેશમાં કોઈ એવું ક્ષેત્ર નથી જ્યા નારી માટે દરવાજા બંધ હોય
એક કરોડ લખપતિ દીદી બનાવાશે. તેમની સાથે વાત થાય છે ત્યારે આત્મવિશ્વાસથી ભરપૂર છે. આગામી દિવસોમાં 3 કરોડ લખપતિ દીદી હશે. દેશમાં કોઈ એવું ક્ષેત્ર નથી જ્યા નારી માટે દરવાજા બંધ હોય. પહેલા દિકરીના જન્મ સમયે એક ચિંતા રહેતી હતી. બોજ ગણાતો હતો. આજે દિકરી જન્મે તે કહેવાય છે કે સુકન્યા સમૃદ્ધિ ખાતુ ખોલાવ્યું કે નહી.
-
કોંગ્રેસને સૌથી મોટા ઓબીસી દેખાતા નથી
કોંગ્રેસ ઓબીસીને લઈની બહુ ચિંતા કરે છે. કેટલા લોકો ઓબીસી છે તેમ પૃચ્છા કરતા આવે છે પરંતુ તેમને આ ( પોતાની તરફ ઈશારો કરતા કહ્યું ) દેખાતા નથી. સૌથી મોટા ઓબીસી તો આ છે.
-
ખાદી સાથે જોડાયેલાના ઉત્થાન માટે અનેક કાર્ય કરાયા
ખાદી સાથે કરોડો વણકર જોડાયેલા છે. તેમના ઉત્થાન માટે અમે ખાદીને પ્રોત્સાહન આપ્યું. આજે ખાદીની સ્થિતિ બદલાઈ ગઈ છે. તેમનુ કલ્યાણ રાષ્ટ્રનું કલ્યાણ છે.
-
અમે સરહદ પરના છેલ્લા ગામને પહેલા ગામ તરીકે વિકાસ આપ્યો
સરહદ પરના છેલ્લા ગામને છેલ્લા ગામ તરીકે જ છોડી દેવાયું હતું. અમે આ ગામને પહેલા ગામ તરીકે વિકાસ આપ્યો. અનેક સુવિધાઓ આ પહેલા ગામમાં ઊભી કરી છે.
-
અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ 1000 વર્ષનો પાયો નાખશે
ત્રીજા કાર્યકાળ 1000 વર્ષ માટે મજબૂત પાયો નાખવાનો સમયગાળો છે. મને બહુ વિશ્વાસ છે કે, 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા આ સમાર્થ્ય દર્શાવે છે. જો ગરીબોને સાઘન મળે સ્વાભિમાન મળે તો ગરીબીને પરાસ્ત કરવાનુ સામર્થ્ય રાખે છે.
-
એનડીએને 400, ભાજપને 370થી વધુ બેઠકો મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું કે, દેશની જનતા એનડીએને 400 બેઠક પાર કરાવશે અને ભાજપને 370 બેઠકોનો આંકડો પાર કરાવશે. અમારો ત્રીજો કાર્યકાળ બહુ મોટા નિર્ણયનો હશે.
-
ભારતની સાંસ્કૃતિક પરંપરા માટે રામ મંદિરનું નિર્માણ કર્યું
દંડ સહિતાથી ન્યાય સંહિતા સુધીની પ્રગતિ કરી. અનેક કાયદાઓ કે જેનો કોઈ અર્થ નહોતો તેવા કાયદાઓ નાબૂદ કર્યા. 40,000થી વધુ કાયદાઓ અને પેટા કાયદાઓ ખતમ કર્યા. ભારતની સાંસ્કૃતિક પરંપરા માટે રામ મંદિરનું નિર્માણ કર્યું.
-
અંતરિક્ષથી ઓલમ્પિક સુધી ભારતે પ્રગતિ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સંબોધન કરતા કહ્યું કે, અમારા કામને લઈને જનતાએ પહેલા કરતા પણ વધુ આર્શીવાદ આપ્યા. દેશ જેનો લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો તે તે તમામ કામ બીજી ટર્મમાં પુર્ણ કર્યા. 370 ખતમ થતા જોઈ. આ સાંસદોની સામે તેમના વોટની તાકાતથી 370 ગઈ. નારી શક્તિ વંદના કાયદો બન્યો. અંતરિક્ષથી ઓલમ્પિક સુધી ભારતે પ્રગતિ કરી.
-
ભાજપે પહેલી ટર્મમાં યુપીએ સરકારના ખાડા પૂર્યા, બીજી ટર્મમાં વિકસીત ભારતનો પાયો નાખ્યો
નવુ નવુ મોટરસાઈકલનું કામ કર્યું છે. તેમ કહીને મોદીએ રાહુલ ગાંધી પર વાકપ્રહાર કરતા કહ્યું કે, જેમને દેશ પર વિશ્વાસ નથી તેઓ દેશનુ શુ ભલુ કરવાના છે. અમને લોકોની શક્તિ, દેશ પર ભરોષો છે. અમે અમારી પ્રથમ ટર્મમાં યુપીએના ખાડા પૂર્યા અને બીજી ટર્મમાં વિકસીત ભારતનો પાયો નાખ્યો.
-
ઈન્દિરા માનતી કે દેશે પરાજ્ય ભાવના અપનાવી લીધી છે
વડાપ્રધાન મોદીએ ઈન્દિરાને લઈને પણ સંસદમાં કહ્યું કે, ઈન્દિરા ગાંધી માનતા હતા કે, પુરા રાષ્ટ્રમાં પરાજ્ય ભાવના અપનાવી લીધો છે. કોંગ્રેસને જોઈને લાગે છે કે, ઈન્દિરા ભલે દેશના લોકોનુ આંકલન સાચુ ના કરી શકી હોય પરંતુ કોંગ્રેસનું આંકલન સાચુ કર્યું છે.
-
નહેરુ માનતા હતા કે ભારતીયો આળસું છે – મોદી
લાલ કિલ્લાથી વડાપ્રધાન નહેરુએ કહ્યું હતું કે, ભારતમાં મહેનત કરવાની આદત નથી. જાપાન, ચીન, રશિયા કે અમેરિકા વાળા જેટલું કામ કરે છે એટલું કામ ભારતીયો નથી કરતા. નહેરુની ભારતીયો માટે આળસુ હોવાની માન્યતા હતી.
-
કોંગ્રેસની રીતે કામ કરવામાં વર્ષો નીકળી જાત, પેઢીની પેઢી ખતમ થઈ જાત
કોંગ્રેસની રીતે કામ કરતા હોત તો વર્ષોના વહાણા વહી ગયા હોત તેમ કહીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ત્રણ પેઢી ધુમાડામાં ખાવાનુ બનાવતા ખતમ થઈ ગઈ હોત. સેનિટેશન મામલે 40 થી 100 ટકા પહોચી છે. આ કામ કોંગ્રેસની રીતે કર્યું હોત તો ત્રણ પેઢી પૂર્ણ થઈ ગઈ હોત અને તે પણ કામ થાય કે નહી તેની કોઈ ગેરંટી નહી.
-
પાંચમાં નંબરની ખુશી 11માં નંબર કરતા વધુ છે
ત્રીસ વર્ષમાં ત્રીજા નંબરે પહોચવાની વાત કરનારા અર્થશાસ્ત્રી કે જેઓ 2014માં કહેતા હતા. પરંતુ આ મોદીની ગેરંટી છે કે ત્રીસ વર્ષ નહી લાગવા દઈએ. જ્યારે તમને વિશ્વના 11માં નબંરે પહોચ્યું ત્યારે જે ખુશી હતી તેના કરતા પણ વધુ ખુશી હાલમાં પાંચમા નંબરે પહોચ્યું તેની છે.
-
11 નંબરની અર્થ વ્યવસ્થામાં ગૌરવગાન કરનારા આજે પાંચમાં નંબરે અર્થ વ્યવસ્થા હોવા છતા વખોડે છે
કેટલાક લોકો કહે છે કે આ તો આપોઆપ ત્રીજી અર્થ વ્યવસ્થા બની જશે. પરંતુ જ્યારે તેઓ વચગાળાનું બજેટ લઈને આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, વિશ્વના 11માં નંબરની અર્થવ્યવસ્થા હતી ત્યારે ગૌરવગાન કરતા હતા. પરંતુ આજે વિશ્વની પાંચમાં નંબરની અર્થ વ્યવસ્થા બની છે. ત્યારે ભારતની આ અર્થ વ્યવસ્થાને વખોડે છે.
-
અમારી ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનશે, મોદીની ગેરંટી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કરતા કહ્યું કે, અમારી ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે, અને આ મોદીની ગેરંટી છે. વિપક્ષના સભ્યોએ વિરોધ કર્યો ત્યારે મોદીએ કહ્યું કે, તમને પણ તક મળી હતી.
-
કોંગ્રેસે કેન્સલ કલ્ચર શરુ કર્યુ છે
વડાપ્રધાન મોદીએ સંસદમાં બોલતા કહ્યું કે, કોંગ્રેસે કેન્સલ કલ્ચર શરુ કર્યું છે. તેઓ તેમા ફસાઈ ગયા છે. મેક ઈન ઈન્ડિયા તો કોંગ્રેસ કહે કેન્સલ, વંદે ભારત તો કહે કેન્સલ. સારી વાતને લઈને પણ કોંગ્રેસ કેન્સલ કેન્સલ જ કરતી આવી છે.
-
પરિવાર જ પાર્ટી ચલાવે છે : PM મોદી
સંસદમાં બોલતા વડાપ્રધાને કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે રાજકારણમાં નવા યુવાનો આવે પણ પરિવારવાદ એ ચિંતાનો વિષય હોવો જોઈએ. હુ કોઈ પરિવારના માત્ર બે લોકોનુ સ્વાગત નથી કરતો.
-
અમદાવાદમાં લસણના ભાવ વધતા ચોરીની ઘટના
- અમદાવાદ વાસણા APMC થી લસણ ની ચોરી
- કુલ 35 હજાર બજાર ભાવનાં 14 કટ્ટા લસણની ચોરી
- TV9 પાસે લસણ ચોરી નાં સીસીટીવી
- 2 અજાણ્યા લસણ ચોર રિક્ષામાં આવી કરી લસણની ચોરી
- APMC નાં વેપારીએ હિસાબ કરવા જતાં થઈ ચોરીની જાણ
- જાણ થતાં વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ
-
વડગામ તાલુકા પંચાયત કચેરીમાં અરજદારનો અનોખો વિરોધ
બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં અરજદારનો અનોખો વિરોધ સામે આવ્યો છે. પ્લોટની રજૂઆત મામલે કચેરીના ધરમ ધક્કા ખાઈ કંટાળેલો અરજદાર પરિવાર અને ઘરવખરી સાથે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યો છે અને તાલુકા પંચાયત કચેરીમાં જ ધામા નાખ્યા છે.
-
નવી શરતની ખેતીલાયક જમીનના ખેડૂતોને રાહત આપતો હાઇકોર્ટનો ચુકાદો
- હાઇકોર્ટે રાજ્ય સરકારની અપીલને ફગાવી
- કુદરતી કારણોસર કે “એક્ટ ઓફ ગોડ” ના કારણે ખેડૂત અમુક વર્ષ ખેતી ન કરી શકે તો તે શરત ભંગ ગણી શકાય નહીં: હાઇકોર્ટ
- દુકાળ, અતિવૃષ્ટિ જેવા કારણોથી ખેતી ઉપજ ન થઈ શકી હોય તે બાબત માનવા યોગ્ય
- થોડા વર્ષના અંતરાય બાદ ફરીથી ખેતી ચાલુ રાખનાર ખેડૂત સામે જમીન વ્યક્તિની કાર્યવાહી કરી શકાય નહીં
- સ્થાનિક કલેક્ટરે સુઓ મોટો કાર્યવાહી શરૂ કરી ખેડૂતની જમીન શરત ભંગના કારણે સરકાર હસ્તક કરવા કર્યો હતો હુકમ
- આ હુકમની સામે હાઇકોર્ટના સિંગલ જજે ખેડૂતની તરફેણમાં આપ્યો હતો ચુકાદો
- સિંગલ જજના નિર્ણયને સરકારે ખંડપીઠ સમક્ષ પડકાર્યો હતો
- હાઇકોર્ટના બે જજ ની બેંચે સરકારની અપીલને ફગાવી
-
કોઈપણ સંજોગોમાં નીતિશ કુમારને વિશ્વાસ મત મેળવવા નહીં દઈએઃ કોંગ્રેસના ધારાસભ્ય વિજય શંકર દુબે
બિહાર કોંગ્રેસના 16 ધારાસભ્યો હૈદરાબાદમાં છે જ્યારે ત્રણ ધારાસભ્યો બિહારમાં છે. પટનામાં હાજર કોંગ્રેસના ધારાસભ્ય વિજય શંકર દુબેએ દાવો કર્યો છે કે ભાજપના બે અને જેડીયુના છ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. સુરતમાં પણ નીતિશ કુમારને 12મી ફેબ્રુઆરીએ વિશ્વાસ મત મેળવવા નહીં દઈએ.
-
PM મોદી મહેસાણાની લેશે મુલાકાત, વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22 ફેબ્રુઆરીએ મહેસાણા આવશે. મહેસાણાના તરભમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે અને જેને લઇ વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ તેમજ શંકારાચાર્યજી તથા દેશભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાત દિવસ ચાલનારા આ મહોત્સવમાં પ્રતિદિન ત્રણેક લાખ ભક્તો ઉપસ્થિત રહેશે, જ્યારે 22 ફેબ્રુઆરીએ પાંચ લાખ ભક્તો ઉમટવા સંભાવનાઓ છે.
-
ફ્લોર ટેસ્ટ પછી ઈડી ઓફિસ પહોંચ્યા પૂર્વ સીએમ હેમંત સોરેન
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનને રાજ્ય વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પછી ઈડી ઓફિસમાં પાછા લાવવામાં આવ્યા છે. કોર્ટની પરવાનગી બાદ હેમંત સોરેને આજે ચંપાઈ સોરેનના ફ્લોર ટેસ્ટમાં ભાગ લીધો હતો.
-
ભરૂચ : પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીના દાગીનાની ચોરી, ઘટના સીસીટીવીમાં થઈ કેદ
અંકલેશ્વરમાં તસ્કરોએ ભગવાનના ઘરને નિશાન બનાવ્યું છે. પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કર ત્રાટક્યા હતા. તસ્કરોએ ભગવાનના આભૂષણોની ચોરી કરી હતી. આ તસ્કર સીસીટીવીમાં કેદ થયા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અનુસાર બે તસ્કર મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. આ બે તસ્કરો સવારે 3.45 વાગ્યાના અસરમાં નજરે પડયા હતા. 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર પલાયન થઈ ગયા હતા. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે તપાસ શરૂ કરી છે.
-
બનાસકાંઠાઃ થરાદના કાસવી કેનાલ-2માં 25 ફૂટનું પડ્યું ગાબડું, ખેતરોમાં ભરાયા પાણી
થરાદના કાસવી માયનોર કેનાલ-2 માં ગાબડું પડ્યું છે. કેનાલમાં લગભગ 25 ફૂટનું લાંબું ગાબડું પડ્યુ છે. કેનાલમાં ગાબડું પડવાની ઘટનાને લઈ હજારો લીટર પાણીનો વેડફાટ થવા લાગ્યો છે. ગાબડું પડવાને લઈ કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં પાણી ભરાઈ જવાને લઇ ખેડૂતોએ મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પાકમાં મોટું નુક્સાન થવાને લઇ મુસીબતમાં મુકાવું પડ્યુ છે.
કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા જીરૂ, રાયડો, ઘઉંના ઉભા પાકને નુકશાન થયુ છે. વારંવાર ગાબડા પડવાને લઇ કેનાલની ગુણવત્તાને લઈ આક્ષેપો થવા લાગ્યા છે. હલકી ગુણવત્તાના કામને કારણે કેનાલોમાં વારંવાર ગાબડાં પડતા હોવાના સ્થાનિક ખેડૂતોના આક્ષેપ કર્યો છે. નબળી ગુણવત્તાની કેનાલને લઈ કેનાલની આસપાસમાં રહેલા ખેડૂતોએ વારંવાર નુક્સાન વેઠવુ પડી રહ્યું છે.
-
રામ મંદિરના નિર્માણ મામલે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે સંકલ્પનો સ્વીકાર થયો, વિપક્ષ ધારાસભ્યોએ પણ રામ નામના નારા લગાવ્યા
ગુજરાત વિધાનસભામાં અયોધ્યા મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. રામ મંદિર પર નિયમ 120 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પનો વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે.
-
મનીષ સિસોદિયા અઠવાડિયામાં એકવાર તેમની બીમાર પત્નીને મળી શકશે
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કસ્ટડી પેરોલ પર હોય ત્યારે મનીષ સિસોદિયાને તેની બીમાર પત્નીને અઠવાડિયામાં એકવાર મળવાની મંજૂરી આપી છે. આ દરમિયાન ડૉક્ટર પણ તેમને મળશે. આ વ્યવસ્થા આગામી આદેશો સુધી ચાલુ રહેશે. મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજી પર 12 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે સુનાવણી થશે.
-
નળ સરોવર અભયારણ્ય પક્ષીઓની ગણતરી હાથ ધરાઇ
પક્ષી અભયારણ્ય નળસરોવર ખાતે દેશ અને વિદેશથી પક્ષીઓ આ સમયે અહીં આવે છે. ત્યારે વિરમગામ નજીકના આ પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળસરોવરમાં 3 અને 4 ફેબ્રુઆરી પક્ષીઓની ગણતરી-2024 યોજાઇ હતી. આ વર્ષે પક્ષી અભ્યારણ્ય નળસરોવરમાં વોટર બર્ડ સાથે ખાસીયા મેદાન અને જંગલ પક્ષી પણ ગણતરી હાથ ધરાઇ હતી.
-
ઝારખંડ: ચંપઈ સરકાર ફ્લોર ટેસ્ટ જીતી
ઝારખંડ વિધાનસભામાં ચંપઈ સરકારે ફ્લોર ટેસ્ટ જીતી લીધો છે. ચંપઈ સોરેનની સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. સરકારની તરફેણમાં 47 મત પડ્યા હતા. વિરોધમાં 29 મત પડ્યા હતા.
-
સુરતમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે પેટાથ્લોનનું આયોજન
છેલ્લા દસ વર્ષોથી સમગ્ર ભારત દેશમાં માત્ર સુરત શહેરમાં જ પેટાથ્લોનનું આયોજન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાલતુ પ્રાણીઓને અનોખી રીતે તૈયાર કરીને લાવવામાં આવે છે. આ રેલી પશુ-પક્ષી અને પર્યાવરણની જાગૃતિ માટે યોજવામાં આવે છે. NAWS સંસ્થા દ્વારા વેસુ પ્રાઈમ સોપર પાસે પેટાથ્લોન આયોજનનુ કરવામાં આવ્યું હતું.
-
પેપરમાં કોપી અને પેપર લીક અટકાવવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું
કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં પેપરમાં કોપી, પેપર લીક વગેરેને રોકવા માટે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે બિલ રજૂ કર્યું હતું.
-
યુપી: નાણામંત્રી સુરેશ કુમાર ખન્ના બજેટ રજૂ કરી રહ્યા છે
લખનઉમાં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી સુરેશ કુમાર ખન્ના બજેટ રજૂ કરી રહ્યા છે.
-
કોવિડ વેકસીનના કારણે હાર્ટ એટેકની વાત પાયા વિહોણી : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં કોવિડના કેસ અંગે ચર્ચામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોવિડ વેકસીનના કારણે હાર્ટ એટેકની વાત પાયા વિહોણી છે.
-
અમદાવાદ : તાજું જન્મેલું બાળક રોડ પર થેલામાં મૂકી ફરાર, બગોદરા હાઈવે પર ટોલ ટેક્સ પાસેનો બનાવ
- બાવળા બગોદરા હાઈવે પર ટોલ ટેક્સ પાસેનો બનાવ
- કોઈ અજાણ્યો માણસ તાજું જન્મેલું બાળક રોડ પર થેલામાં મૂકી ફરાર
- ઘટનાની જાણ 108 ને કરતાં 108 ઘટના સ્થળે પહોંચી જોતા બાળક મૃત હાલતમાં મળી આવ્યું
- 108 દ્વારા કેરાળા જીઆઇડીસી પોલીસને જાણ કરાઇ
-
ગાંધીનગર : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા જોડાશે ભાજપમાં
- આગામી 12 ફેબ્રુઆરીના રોજ વિજાપુર ખાતે સી જે ચાવડા જોડાશે ભાજપમાં
- પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં સી જે ચાવડા કરશે કેસરિયો
- વિજાપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સી જે ચાવડા જોડાશે ભાજપમાં
-
યુપીની યોગી સરકાર આજે રજૂ કરશે બજેટ
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનું સૌથી મોટું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવશે. 2024-25 માટે 7 લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ હશે. વર્ષ 2023-24માં 6.9 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
-
વલસાડના પારનેરા ગામની ઘટના, વિદ્યાર્થીનું હાર્ટએટેકથી નિધન
વલસાડના પારનેરા ગામમાં એક દુખદ ઘટના ઘટી છે. પારનેરાના ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું છે. વહેલી સવારે આયુસને હાર્ટએટેક આવ્યો હતો જેના લીધે મોત થયાનું સામે આવ્યું છે. 15 વર્ષીય આયુષને પગમાં દુઃખાવો હોવાની માતાને ફરિયાદ કરતો હતો. નાની વયના બાળકનું નિધન થતાં પારનેરા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
-
બનાસકાંઠા : નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત
- જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત
- થરાદની કાસવી માયનોર કેનાલ-2 માં પડ્યું 25 ફૂટનું ગાબડું
- કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયું
- કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા જીરૂ, રાયડો, ઘઉંના ઉભા પાકને નુકશાન
- હલકી ગુણવત્તાના કામને કારણે કેનાલોમાં વારંવાર ગાબડાં પડતા હોવાના સ્થાનિક ખેડૂતોના આક્ષેપ
-
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો, 10 પોલીસકર્મીઓ શહીદ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સામાન્ય ચૂંટણી પહેલા આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 10 પોલીસકર્મીઓના જીવ ગયા અને 6 ઘાયલ થયા છે. પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાતે ઘટના અને જાનહાનિની સંખ્યાની પુષ્ટિ કરી છે. સવારની નમાજ પહેલા અજાણ્યા આતંકવાદીઓએ પહેલા સ્નાઈપર્સ સાથે ગોળીબાર કર્યો અને પછી ચૌધવન પોલીસ સ્ટેશનમાં ઘૂસીને તૈનાત પોલીસ કર્મચારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
-
બનાસકાંઠા: બટાકાની ખેતી કરનારા ખેડૂતો ચિંતામાં મૂકાયા
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન થાય છે. ડીસા બટાકાના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે. પરંતુ હાલમાં આ વિસ્તારના ખેડૂતો ચિંતામાં છે. હરીયાળા પાકને હવે જાણે કે નજર લાગી હોય એમ રોગનો ભોગ બનવા લાગ્યા છે. જિલ્લામાં સૂકારાનો રોગ બટાકાના પાકમાં જોવા મળી રહ્યો છે.
-
ઝારખંડમાં આજે ફ્લોર ટેસ્ટ, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
ઝારખંડ વિધાનસભાના વિશેષ સત્ર માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 1000 દળો તૈનાત કરવામાં આવ્યા છે. બિનજરૂરી ભીડને રોકવા માટે વિધાનસભાની આસપાસ અને આસપાસના વિવિધ સ્થળોએ સાવચેતીના પગલા તરીકે બેરિકેડીંગ કરવામાં આવ્યા છે.
-
શિયાળા વચ્ચે ગુજરાતમાં માવઠાંની આગાહી
ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વિદાય લઇ રહ્યો છે.દિવસે દિવસે તાપમાનમાં વધારો નોંધાતો જઇ રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ માવઠું થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
-
ભારત વિરોધી નિવેદનબાજીથી ફસાયા રાષ્ટ્રપતિ મોઈજ્જુ, સંસદમાં સંબોધનનો વિપક્ષે કર્યો બહિષ્કાર
ભારતની સામે પડવુ માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુને પોતાના જ દેશમાં ભારે પડી રહ્યું છે. જણાવી દઈએ કે ભારત વિરોધી નિવેદનબાજીને લઈ માલદીવના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. તેની વચ્ચે માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે.
તાજેત્તરમાં જ ચીન પ્રવાસથી આવ્યા બાદ મોઈજ્જુએ ભારતીય સૈનિકોને બહાર કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ભારત અને માલદીવના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે મોઈજ્જુ ચીન સમર્થક છે. ત્યારે હવે ભારતની સાથે તણાવના કારણે વિપક્ષ મોઈજ્જુનો વિરોધ કરી રહ્યું છે.
-
જંગલમાં લાગેલી આગ ચિલીના શહેરો સુધી પહોંચી, અત્યાર સુધીમાં 64 લોકોના મોત, 200 ગુમ, અનેક શહેરોમાં કર્ફ્યુ
ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે 64ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર વિભાગના કર્મચારીઓને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. આગથી ગંભીર રીતે પ્રભાવિત ઘણા શહેરોમાં વહીવટીતંત્રે કર્ફ્યુ લાદી દીધો છે. આગ સૌથી વધુ તીવ્રતાથી વિના ડેલ માર શહેરની આસપાસ સળગી રહી છે, જ્યાં 1931માં સ્થાપિત એક પ્રખ્યાત બોટનિકલ ગાર્ડન રવિવારે આગની જ્વાળાઓમાં નાશ થઈ ગયો હતો. આગના કારણે ઓછામાં ઓછા 1,600 લોકો બેઘર બની ગયા છે.
-
અમેરિકામાં ફરી ગોળીબારી, ડેનવરમાં બે લોકોના મોત, 4 લોકો ઘાયલ
અમેરિકામાં ડેનવરના એક વિસ્તારમાં ગોળીબારીમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થયા છે. પોલીસ વિભાગના પ્રવક્તા સીન ટોવેલે કહ્યું કે આ હુમલામાં એક વ્યક્તિ અને એક છોકરાના મોત થયા છે. હાલમાં આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને શંકાસ્પદ લોકોની જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે.
-
પાકિસ્તાનમાં મતદાન પહેલા બલૂચિસ્તાનમાં ચૂંટણી પંચની ઓફિસ બહાર વિસ્ફોટ
પાકિસ્તાનમાં જેમ જેમ સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ છેલ્લા કેટલાક દિવસોમાં વિસ્ફોટ અને હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. રવિવારે બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)ની ઓફિસની બહાર બીજો બોમ્બ વિસ્ફોટ થયો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિસ્ફોટ ECP ઓફિસના ગેટની બહાર કરવામાં આવ્યો હતો. વિસ્ફોટની તપાસ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
-
કાનપુરમાં કાર અકસ્માત, 6 લોકોના મોત, બે બાળકો ગંભીર રીતે ઘાયલ
ઉત્તરપ્રદેશના કાનપુરમાં દેહાતમાં આજે સોમવારે સવારે મોટી દુર્ઘટના બની છે. એક કાર નાળામાં પડી છે, આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે અને 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ અધિકારીઓએ જેસીબીની મદદથી કારને બહાર કાઢી છે.
-
ઈઝરાયેલ અને હમાસ પર કેનેડા લગાવશે પ્રતિબંધ
ગયા અઠવાડિયે અમેરિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી બાદ વિદેશ મંત્રી મેલાની જોલીએ રવિવારે કહ્યું કે કેનેડા વેસ્ટ બેન્કમાં હિંસા ભડકાવનારા ઈઝરાયલી નિવાસીઓ પર પ્રતિબંધ લગાવશે અને હમાસ નેતાઓ પર નવા પ્રતિબંધ લગાવશે.
Published On - Feb 05,2024 6:20 AM





