AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

04 જુલાઈના મહત્વના સમાચાર : સવારે 6થી રાત્રના 8 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ, સૌથી વઘુ સુરતના પલસાણામાં સાડા ત્રણ ઈંચ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2025 | 9:57 PM

આજે 04 જુલાઇને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

04 જુલાઈના મહત્વના સમાચાર : સવારે 6થી રાત્રના 8 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ, સૌથી વઘુ સુરતના પલસાણામાં સાડા ત્રણ ઈંચ

આજે 04 જુલાઇને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jul 2025 09:14 PM (IST)

    સવારે 6થી રાત્રના 8 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ, સૌથી વઘુ સુરતના પલસાણામાં સાડા ત્રણ ઈંચ

    ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરેન્દ્રનગરના લખતરમાં પણ બપોરના 2થી સાંજના 6 દરમિયાન સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં સવારના 6થી 10 દરમિયાન ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 04 Jul 2025 07:20 PM (IST)

    વાપીમાં અસલી રેલવે પોલીસે નકલી TTE ઝડપી પાડ્યો

    વલસાડ જિલ્લાના વાપી રેલવે GRP પોલીસે નકલી TTE ઝડપી પાડ્યો હતો. ભારે ભીડ વચ્ચે વાપી રેલવે પોલીસની જી આર પી ની ટિમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નકલી TTE ઝડપી પાડ્યો હતો. ભારે મુસાફરોની ભીડ વચ્ચે ડુપ્લીકેટ TTE ટિકિટ માંગતા પોલીસને શંકા જતા ઝડપ્યો. પૂછપરછ કરતા આઈ કાર્ડ જેવું ના મળતા પોલીસ એ નકલી TTE ને ઝડપી વધુ તપાસ હાથ ઘરી છે.

  • 04 Jul 2025 07:18 PM (IST)

    બનાસકાંઠાના કાંકરેજમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

    બનાસકાંઠાના કાંકરેજમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદને કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. કાંકરેજમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા હતા. વરસાદથી જનજીવન પ્રભાવિત થયું.

  • 04 Jul 2025 07:16 PM (IST)

    વનતારા જોવા માટે જામનગર આવ્યા હરીયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની

    હરીયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની જામનગર પ્રવાસે આવ્યા છે. નાયબસિંહ સૈનીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. તેઓ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. જેમાં તેઓ ખાસ વનતારાની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ મુકેશ અંબાણીના મહેમાન તરીકે કરશે રોકાશે.

  • 04 Jul 2025 05:52 PM (IST)

    ખેડા શહેરમાં આવેલ રાઈસ મિલમાં લાગી ભીષણ આગ

    ખેડા શહેરમાં આવેલ રાઈસ મિલમાં ભીષણ આગ લાગી છે. અંબિકા કોમ્પ્લેક્સ સામે આવેલ રાઈસ મિલમાં આગ લાગી હતી. આખી રાઈસ મિલમાં આગ પ્રસરી જવા પામી છે. ઘટનાની જાણ ફાયરને કરવામાં આવતા ફાયર બિગ્રેડ ત્વરીત ઘટના સ્થળે પહોંચીને  આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે.

  • 04 Jul 2025 05:42 PM (IST)

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠાના ગામોમાં વરસાદ

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠાના ગામોમાં વરસાદ વરસ્યો છે. ખંભાળિયાના સલાયા ગામે મેઘરાજાની શાહી સવારી આવી પહોચી હતીં. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. શાક માર્કેટ રોડ, કસ્ટમ રોડ, હુસેની ચોક અને બંદર રોડ સહિતના માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. સલાયામાં માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.

  • 04 Jul 2025 02:31 PM (IST)

    અમદાવાદ: એકા ક્લબના પાંચમાં માળે સ્ટ્રક્ચર છૂટું પડતા નાસભાગ

    અમદાવાદ: ક્લબના પાંચમાં માળે સ્ટ્રક્ચર છૂટું પડતા નાસભાગ મચી. કાંકરિયામાં એકા ક્લબના પાંચમાં માળે સ્ટ્રકચર છૂટું પડ્યું. આયુષ એક્સ્પો ચાલી રહ્યો હતો તે દરમિયાન ઘટના બની. છત્તીસગઢના મંત્રી અને ફોરેન ડેલીગેટ પણ  હાજર હતા. ક્લબમાંથી તમામ લોકોને બહાર કાઢીને ક્લબ બંધ કરાયો. હાલ સ્વિમિંગ પૂલ ખાલી કરાવવાની કામગીરી ચાલી રહી છે. સ્વિમિંગ પુલમાં 12.50 લાખ પાણી હતું. ક્લબની બહાર દુકાનો પણ બંધ કરાઈ.

  • 04 Jul 2025 02:20 PM (IST)

    ભાવનગર: ચાર વર્ષીય માસૂમ બાળકનું શ્વાનના હુમલામાં નીપજ્યું મોત

    ભાવનગર: પાલીતાણાના વાળુકડ ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. ચાર વર્ષીય માસૂમ બાળકનું શ્વાનના હુમલામાં મોત નીપજ્યું. બે માસૂમ બાળકો સહિત એક મહિલા પર શ્વાને હુમલો કર્યો હતો. વાડી વિસ્તારમાં ખેતમજૂર પરિવાર પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. અન્ય બે વર્ષીય બાળક અને મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલોને સારવાર અર્થે પાલિતાણામાં હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને પગલે વાળુકડના ગ્રામજનોમાં ફેલાયો ભારે રોષ ફેલાયો છે.

  • 04 Jul 2025 02:18 PM (IST)

    ખેડા: રાઈસ મિલમાં લાગી ભીષણ આગ

    ખેડા: અંબિકા કોમ્પ્લેક્સ નજીક  રાઈસ મિલમાં ભીષણ આગ લાગી. આગ લાગતા દૂર દૂર સુધી દેખાયા ઘૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા.  ફાયર વિભાગને ટીમે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. આગ ક્યા કારણોસર તેનું કારણ અકબંધ છે.

  • 04 Jul 2025 02:05 PM (IST)

    અમે ઓપરેશન સિંદૂરમાં ત્રણ દેશોને હરાવ્યા – ડેપ્યુટી આર્મી ચીફ

    ડેપ્યુટી આર્મી ચીફે પત્રકાર પરિષદ કરીને કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન અમે ત્રણ દેશોને હરાવ્યા – પાકિસ્તાન, ચીન, તુર્કી. તેમણે કહ્યું, પાકિસ્તાન સતત ચીનને માહિતી આપી રહ્યું હતું. ઉપરાંત, તુર્કી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  • 04 Jul 2025 02:04 PM (IST)

    વડોદરા : ડી. આર. અમીન સ્કૂલને ધમકીભર્યો મેઇલ

    વડોદરામાં એક જ દિવસમાં બીજી સ્કૂલને બોમ્બની ધમકી મળી. દિવાળીપુરાની ડી. આર. અમીન સ્કૂલને ધમકીભર્યો મેઇલ આવ્યો. શાળા ખાલી કરાવી સ્કૂલમાં પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવ્યુ. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્કૂલમાં પહોંચી તપાસ હાથ ધરી છે. 12 દિવસમાં 4 શાળાને બોમ્બની ધમકી મળી છે.

  • 04 Jul 2025 01:40 PM (IST)

    મહેસાણા: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગંભીર બેદરકારીનો પર્દાફાશ

    મહેસાણા: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગંભીર બેદરકારીનો પર્દાફાશ થયો છે. ગિલોસણ ગામે 19 વર્ષ અને 8 મહિનાની યુવતી સરપંચ બની છે. 21 વર્ષ પૂરા નથી થયા છતાં ચૂંટણી લડી યુવતી સરપંચ બની. અફરોજ પરમારની ઉંમર 21 વર્ષ નથી, તંત્રને હવે ખબર પડી. યુવતીએ પોતાના ઉમેદવારી ફોર્મમાં ઉંમર  21 વર્ષ દર્શાવી હતી. શાળાની LCમાં યુવતીની જન્મતારીખ  7 જાન્યુઆરી,2005 છે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ 8 ડિસેમ્બર,2004 છે. યુવતીની બંને જન્મ તારીખમાંથી એકપણમાં 21 વર્ષ પૂરા નથી થતાં.

  • 04 Jul 2025 11:08 AM (IST)

    અમદાવાદ: નિકોલ તળાવમાં ડૂબી જતા એકનું મોત

    અમદાવાદ: નિકોલ તળાવમાં ડૂબી જતા એકનું મોત થયુ છે. નશાની હાલતમાં તળાવમાં બે લોકો પડ્યાં હોવાનું અનુમાન છે. એક વ્યક્તિ તળાવમાંથી નીકળીને ભાગી ગયો. અન્ય વ્યક્તિનું તળાવમાં ડૂબતા મોત નીપજ્યું. ફાયર વિભાગ દ્વારા મૃતદેહ બહાર કાઢવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

  • 04 Jul 2025 10:25 AM (IST)

    વડોદરા: વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    વડોદરા: વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકી મળી. સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો પ્રિન્સીપાલને મેઈલ મળ્યો હતો. ધમકીભર્યા મેઈલથી સ્કૂલમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓ પોતાના બાળકોને પરત લેવા શાળાએ પહોંચ્યાં. બોમ્બ સ્ક્વૉડ, ડોગ સ્ક્વૉડ અને અન્ય એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરાઇ. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્કૂલે પહોંચી તપાસ હાથ ધરી.

  • 04 Jul 2025 10:14 AM (IST)

    અમદાવાદઃ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે તપાસ

    અમદાવાદઃ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે તપાસ હાથ ધરાઇ છે. CBIએ અમદાવાદ સ્થિત તેમના બંગલે દરોડા પાડ્યા. કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આરોપ છે. દિલ્હીમાં PCI ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસ્થાને તપાસ કરવામાં આવી રહી છે. માળખા વગરની 23 કોલેજોને મંજૂરી આપી હતી. 4 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે. કોલેજ દીઠ 20થી 25 લાખ રૂપિયા લેવાતા હોવાનો આરોપ છે.

  • 04 Jul 2025 09:08 AM (IST)

    વડોદરાઃ અમેરિકાની સ્ટાઈલમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને કરાયા ડિપોર્ટ

    વડોદરાઃ અમેરિકાની સ્ટાઈલમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા. 250 બાંગ્લાદેશીઓને દોરડાથી ઘેરી વિશેષ વિમાનમાં ડિપોર્ટ કરાયા. ગુજરાત પોલીસનું અમેરિકન સ્ટાઇલમાં ડિપોર્ટેશન 2.0 થયુ, ATSની દોરવણી હેઠળ બાંગ્લાદેશીઓને પરત મોકલાયા. બે બસમાં બાંગ્લાદેશીઓને વિશેષ વિમાનથી પરત મોકલાયા. ચારેતરફથી દોરડાથી ઘેરીને વિમાનમાં બેસાડાયા.

  • 04 Jul 2025 07:49 AM (IST)

    જામનગરઃ ધોધમાર વરસાદને પગલે જળાશયો છલકાયા

    જામનગરઃ ધોધમાર વરસાદને પગલે જળાશયો છલકાયા છે. રણજીતસાગર અને રંગમતી ડેમ ઓવરફલો થયા. બંને મોટા ડેમ છલકાતા નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે એલર્ટ અપાયુ. લાઉડ સ્પિકર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી. નાગરિકોને કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રએ સૂચના આપી.

  • 04 Jul 2025 07:34 AM (IST)

    આગામી 7 દિવસ ગુજરાતે સાવધાન રહેવું પડશે

    આગામી 7 દિવસ ગુજરાતે સાવધાન રહેવું પડશે. કારણ કે હવામાન વિભાગે સૌથી પ્રચંડ વરસાદની આગાહી આપી છે. રાજ્યના 25 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જળથી તરબોળ જોવા મળશે. આગામી 48 કલાકમાં જ ભારે વરસાદ વરસી શકે છે.

Published On - Jul 04,2025 7:32 AM

Follow Us:
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">