AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર અકસ્માતમાં પિતા-પુત્રીનુ મોત, મહિલાની હાલત ગંભીર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2026 | 9:18 PM
Share

આજે 14 જાન્યુઆરીને બુધવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

14 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર અકસ્માતમાં પિતા-પુત્રીનુ મોત, મહિલાની હાલત ગંભીર

આજે 14 જાન્યુઆરીને બુધવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Jan 2026 09:04 PM (IST)

    સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર અકસ્માતમાં પિતા-પુત્રીનુ મોત, મહિલાની હાલત ગંભીર

    સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર અકસ્માતમાં પિતા-પુત્રીનુ મોત થયું છે. બ્રિજ પરથી પસાર થતા દંપતિ અને બાળકી બ્રિજની નીચે પટકાયા હતા. બેલેન્સ બગડતા ડિવાઇડર સાથે બાઈક અથડાઈ હતી. માતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઇ છે. પરિવાર સૈયદપુરા વિસ્તારમાં રહે છે અને જ્વેલર્સના કામકાજ સાથે સંકળાયેલો છે. સાંજના સમયે કતારગામ દરવાજાથી રાંદેર તરફ આવતી વખતે બન્યો હતો બનાવ. 35 વર્ષીય પિતા રેહાન શેખ અને 10 વર્ષની પુત્રી અલીશાનું મોત થયું.ઈજાગ્રસ્ત માતા 32 વર્ષીય રેહાના હોવાનું સામે આવ્યું. હાલ સમગ્ર મામલે રાંદેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી

  • 14 Jan 2026 07:49 PM (IST)

    ઉત્તરાયણના દિવસે 108 ને ઈમરજન્સીના મળ્યા 3810 કોલ, ગયા વર્ષ કરતા આ વર્ષે 491 વધુ કોલ આવ્યા

    ઈમરજન્સી મેડીકલ સર્વિસ 108ને, આજે 14 જાન્યુઆરી 2026ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમા  3810 કોલ મળ્યાં છે. આ ઈમરજન્સી કોલની સંખ્યા, ગયા વર્ષની સરખામણીએ 491 વધુ છે. ગયા વર્ષ 2025ની 14મી જાન્યુઆરીના રોજ 3318 ઈમરજન્સી કોલ 108ને મળ્યા હતા.

  • 14 Jan 2026 07:35 PM (IST)

    જૂનાગઢમાંથી  બંગલા ગેંગના ત્રણ આરોપી પાંચ હથિયારો સાથે ઝડપાયા

    જૂનાગઢમાંથી  બંગલા ગેંગના ત્રણ આરોપી પાંચ હથિયારો સાથે ઝડપાયા. સરગવાડા ગામેથી તાલુકા પોલીસે ત્રણ આરોપીઓની ઝડપી પાડ્યા અન્ય બે ફરાર થયા છે. ગુજસિટોકના ખૂંખાર આરોપીઓ ભાવિન ખોડા બડ અને લાખો સાંગા હુણના જ છે આ સાથી. પોલીસે પકડવા આવે તો ફાયરિંગ કરી શકાય એ હેતુથી રાખેલા કારતૂસ અને બંદૂક પણ મળી આવ્યા. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા જ્યારે હજુ મુખ્ય ત્રણ આરોપીઓ ફરાર. પોલીસે હથિયાર ક્યાંથી લાવ્યા,કોણ લાવ્યું અને કોની પાસેથી ખરીદ્યા એ અંગે તપાસ હાથ ધરી. બંગલા ગેંગના સભ્યો અને તેના પરિવાર પર પોલીસની ચાંપતી નજર હોઈ હથિયારો રાખ્યા હોવાનું પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું.

  • 14 Jan 2026 06:20 PM (IST)

    પાલનપુર તાલુકાના ભાગળ ગામે પતંગ ચાગવતો યુવક ધાબા પરથી નીચે પટકાયો

    બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે પતંગ ચાગવતો યુવક ધાબા પરથી નીચે પટકાયો. પતંગ ચગાવી રહેલો યુવક ધાબા પરથી પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત બન્યો. યુવકના બંને પગે ફેક્ચર થયું. તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડી

  • 14 Jan 2026 05:54 PM (IST)

    જસદણના દેવપરા ગામે યુવતીએ કર્યો આપઘાત

    રાજકોટના જસદણના દેવપરા ગામે યુવતીએ કર્યો આપઘાત. દેવપરા ગામે રહેતી જિજ્ઞા ઘોહાભાઈ જાતપર નામની યુવતી આપઘાત કર્યો છે. પોતાના જ ઘરે દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું. આપઘાત કરવાનું કારણ અકબંધ રહ્યું છે. પોલીસે મૃતક યુવતીના મૃતદેહને pm અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

  • 14 Jan 2026 05:51 PM (IST)

    નરોડામાં પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપી પકડાયો

    અમદાવાદના નરોડામાં પોલીસ પર પથ્થરમારો કરનાર મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ કરાઈ છે. આરોપી અનિલ ઉર્ફે કાલી સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી અનિલ પ્રોબિશનના ગુનામાં નાસ્તો ફરતો તેમજ પોલીસની કામગીરી ઉપર અડચણ ઊભી કરવા હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી અનિલ કાલી વિરુદ્ધ 18 થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે અને ત્રણ વખત પાસા પણ થઈ ચૂકી છે. અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે બાપજી વાઘેલાની નરોડા પોલીસે કરી ધરપકડ.

  • 14 Jan 2026 04:56 PM (IST)

    અમદાવાદના ઉસ્માનપુરા પાસે રિવરફ્રન્ટ ખાતે બાઈક ચાલકને ગળામાં વાગી દોરી, હોસ્પિટલમાં ખસેડાયો

    અમદાવાદના રિવરફ્રન્ટ પર બાઇક ચાલકને ગળે દોરી વાગી. ઉસ્માનપુરા પાસે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે નડ્યો અકસ્માત. ગળા પર દોરી વાગતા વ્યક્તિને ગંભીર ઈજા થઈ. ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

  • 14 Jan 2026 04:19 PM (IST)

    શેરીમાં ઘોડા ચલાવવાના મુદ્દે જસદણના રાણીગપર ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ

    રાજકોટના જસદણના રાણીગપર ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થવા પામી હતી. જસદણના રાણીંગપર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપર 20 થી 25 લોકો દ્વારા જીવલેણ હુમલો કર્યો. મારામારીના બનાવમાં રાણીગપર ગામના રમેશ જેમાભાઈ મકવાણા , વિપુલ જેમાભાઈ મકવાણા ,વિજય રમેશભાઈ મકવાણાને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. હુમલામાં ત્રણેય લોકોને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. સુરેન્દ્રનગરના જિલ્લાના ભોજપરી અને ગુંદા ગામના લોકો દ્વારા હુમલો કર્યા હોવાની માહિતી સામે આવી છે. સૂત્રો પાસેથી જાણવા મુજબ 20 થી 25 લોકોએ તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હોય તેવી માહિતી. જૂથ અથડામણનું કારણ શેરીઓમાં ઘોડા ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી. સમગ્ર મામલે ભાડલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

  • 14 Jan 2026 04:16 PM (IST)

    રોડ પર વાહન પાર્ક કરવાના મુદ્દે વડોદરાના મકરપુરામાં યુવાનની હત્યા

    વડોદરાના મકરપુરાના જશોદાનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. વાહન રોડ પર પાર્ક કરવાના મામલે કરી દેવાઈ હત્યા. અનુપ ગજાનંદ પટેલની કરવામાં આવી હત્યા. રસ્તામાંં પાર્ક કરેલી પિક અપ વાનની મૃતકે ચાવી લઈ લેતા થયો ઝગડો. ગાડી માલિક અને તેના ભાઈઓ એ ભેગા થઈ ગડદા પાટુ નો માર મારી હત્યા કરી. રાહુલ યાદવ , મનુ યાદવ અને સુભાષ યાદવે કરી હત્યા. ત્રણેય આરોપીઓ એ ભેગા થઈ ગડદા પાટુનો માર મારી મૃતક અનુપ ગજાનંદ પટેલનું લોખંડ ની જાળી સાથે માથું અથડાવીને મોત નિપજાવ્યું હતું.

  • 14 Jan 2026 04:14 PM (IST)

    ભરૂચના જંબુસરના પીલુદરા ગામે પતંગની દોરીથી ગળું કપાઈ જતા એક વ્યક્તિનું મોત

    ભરૂચના જંબુસરના પીલુદરા ગામે પતંગની દોરીથી ગળું કપાઈ જતા એક વ્યક્તિનું મોત થયું છે. રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના વ્યક્તિ નુ મોત ગળુ કપાઈ જવાને કારણે થયું હતું. બાઈક લઈને જતા વ્યક્તિના ગળામાં દોરી આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. પિલુદ્રા ગામમા આવેલ તીથોરા ખડકીના યુવાનનુ મોત થયું. 108 મારફતે જંબુસરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

  • 14 Jan 2026 04:12 PM (IST)

    વડોદરાના માંજલપુરમાં હલવાનાકા પાસે થયો પથ્થરમારો

    વડોદરા શહેરમાં પથ્થરમારાની ઘટના ઘટી છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં હલવાનાકા પાસે પથ્થરમારાનો બનાવ બન્યો છે. સોસાયટીના લોકોએ એકબીજા પર કર્યો પથ્થરમારો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

  • 14 Jan 2026 02:49 PM (IST)

    છોટાઉદેપુર: કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયંકર અકસ્માત

    છોટાઉદેપુર: કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો. બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ઘટના બની. ડિવાઇડરની રેલિંગ તોડી બેકાબૂ કાર દુકાનમાં અથડાઈ. કારમાંથી વિદેશી દારૂનો ગ્લાસ મળ્યો હોવાની પણ માહિતી. ઠલકી ગ્રામ પંચાયત સરપંચની નેમ પ્લેટ પણ મળી આવી. કાર સરપંચ ચલાવતા હતા કે અન્ય કોઈ વ્યક્તિ તે મોટો સવાલ છે. પોલીસે કારચાલકને ઝડપીને પૂછપરછ હાથ ધરી. રાત્રિ દરમિયાન દુકાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકો ફરાર થયા.

  • 14 Jan 2026 02:41 PM (IST)

    અરવલ્લી: પતંગની દોરીથી ગળુ કપાઈ જતા કિશોરનું મોત

    અરવલ્લી: ઉત્તરાયણના ઉમંગ વચ્ચે કરૂણ ઘટના બની. પતંગની દોરીથી ગળુ કપાઈ જતા કિશોરનું મોત થયુ. મોપેડ પર જતા સમયે 17 વર્ષીય કિશોરને વાગી દોરી. બાયડ તાલુકાના ચોઈલા ગામમાં કરૂણ બનાવ બન્યો. ગંભીર હાલતમાં કિશોરને હોસ્પિટલ ખસેડ્યો હતો. ફરજ પરના તબીબોએ કિશોરને મૃત જાહેર કર્યો. કિશોરના મોતથી તહેવારનો ઉમંગ શોકમાં ફેરવાયો.

  • 14 Jan 2026 02:39 PM (IST)

    રાજકોટઃ જેતપુરના જેતલસર ગામે અગાસી પરથી મહિલા નીચે પટકાઇ

    રાજકોટઃ જેતપુરના જેતલસર ગામે અગાસી પરથી મહિલા નીચે પટકાઇ. ઉત્તરાયણની મજા માણવા અગાસી પર ચડેલી મહિલા નીચે પટકાઇ. 38 વર્ષીય મહિલા નીચે પડતા ગંભીર ઇજા પહોંચી. તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ. અગાસી ઉપરથી નીચે પડતા મહિલાને માથામાં ગંભીર ઇજા પહોંચી, મહિલાને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાઇ.

  • 14 Jan 2026 01:55 PM (IST)

    સુરત: પોલીસ કમિશનર દ્વારા પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી

    સુરત: પોલીસ કમિશનર દ્વારા પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉજવણી કરી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ સાથે ઉતરાયણમાં પતંગબાજીનું આયોજન કરાયું. શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી.

  • 14 Jan 2026 01:41 PM (IST)

    સુરત: નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ચગાવી પતંગ

    સુરત: નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પતંગ ચગાવી. ઉતરાયણના પર્વની કાર્યકરો સાથે ઉજવણી કરી. ગાયને ઘાસચારો ખવડાવી ઉજવણી કરી.

  • 14 Jan 2026 01:21 PM (IST)

    મા અંબાના ધામમાં ઉત્તરાયણની ઉજવણી

    મકરસંક્રાંતિના પાવન પર્વે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું મહાસાગર ઉમટી પડ્યું છે. માઈભક્તો દ્વારા મા અંબાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. મંદિર પરિસરને પણ પતંગથી શણગારવામાં આવ્યું હતુ. મંદિરમાં અલગ-અલગ જગ્યાએ પતંગ બાંધવામાં આવી હતી. મા અંબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી.

  • 14 Jan 2026 01:10 PM (IST)

    અમદાવાદ: ગુજરાતી કલાકારોએ પણ માણી ઉતરાયણની મોજ

    અમદાવાદ: ગુજરાતી કલાકારોએ પણ ઉતરાયણની મોજ માણી. ઉર્વશી રાદડિયા સહિતના કલાકારોએ પતંગ ચગાવવાની મજા માણી. પરિવાર અને મિત્રો સાથે પતંગની મજા માણી.

  • 14 Jan 2026 12:50 PM (IST)

    મહેસાણા: કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે ઉતરાયણની કરી ઉજવણી

    મહેસાણામાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે ઉતરાયણનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. કાર્યકરો સાથે ધાબા પર પતંગોત્સવનો આનંદ માણી તેમણે પરંપરા અને ઉત્સવની ખુશી વહેંચી. આ પ્રસંગે તેમણે વિકસિત ભારત અને સ્વદેશીના સંકલ્પ સાથે પર્વ ઉજવવાનો સંદેશ આપ્યો અને જણાવ્યું કે તહેવારો દેશની આર્થિક તરલતા અને સમૃદ્ધિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ તેમણે લોકોને સાવચેતી સાથે ઉતરાયણ ઉજવવા, ઠંડીથી બચવા મફલર પહેરી બહાર નીકળવા અપીલ કરી હતી. અબોલ પક્ષીઓ ઘાયલ ન થાય તેની ખાસ તકેદારી રાખવા અને માનવતા સાથે પર્વ ઉજવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

  • 14 Jan 2026 12:49 PM (IST)

    રાજકોટ: જેતપુરમાં પતંગની દોરીથી યુવાન ઈજાગ્રસ્ત

    રાજકોટ: જેતપુરમાં પતંગની દોરીથી યુવાન ઈજાગ્રસ્ત થયો છે. સરદાર ચોકમાં બાઈક લઈને જતા સમયે દોરી વાગી. યુવકને મોંઢાના ભાગે દોરી આવતા ગંભીર ઈજા પહોંચી. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો.

  • 14 Jan 2026 11:52 AM (IST)

    BMC ચૂંટણી: ચૂંટણી પંચે 21,000 થી વધુ લોકો સામે કાર્યવાહી કરી

    મુંબઈમાં BMC ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 21,153 લોકો સામે કાર્યવાહી કરી છે. આમાંથી 95 વ્યક્તિઓ પર વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 10 જાન્યુઆરી સુધીમાં, ₹59 મિલિયન (5.48 અબજ રૂપિયા) જપ્ત કરવામાં આવ્યા હતા. ₹548.4 મિલિયન (5.48 અબજ રૂપિયા) મૂલ્યના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ 957 કેસ નોંધાયા હતા, જેમાં પિસ્તોલ, છરીઓ અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન માટે 60 કેસ નોંધાયા હતા.

  • 14 Jan 2026 11:26 AM (IST)

    રંગીલા રાજકોટમાં જામ્યો મકરસંક્રાંતિનો માહોલ

    રંગીલા રાજકોટમાં મકરસંક્રાંતિનો માહોલ જામ્યો છે. ઉત્તરાયણ પર્વે ખાણીપીણી પણ જ્યાફત જામી. ઊંધિયું, જલેબી, ખીચડો સહિતની વાનગીનું ધૂમ વેચાણ થઇ રહ્યુ છે. માટલા ઊંધિયાની સાથે જાદરિયા લેવા લોકો ઉમટ્યા. ફરસાણની દુકાનો બહાર શહેરીજનો ઉમટી પડ્યા. ચાલુ વર્ષે ઊંધિયા, જલેબીના ભાવમાં કોઈ ફરક નહીં.

  • 14 Jan 2026 10:14 AM (IST)

    ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પતંગ ચગાવશે

    ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પતંગ ચગાવશે. મુખ્યમંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય હાજર રહેશે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની પણ હાજરી રહેશે. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાશે.

  • 14 Jan 2026 09:48 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાયણ પર્વની શુભેચ્છા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી. PM મોદીએ X પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી. PM મોદીએ જણાવ્યુ કે સંક્રાતિનું પર્વ દેશભરમાં અલગ અલગ રીતે ઉજવાય છે. સૌના સુખ અને સૌભાગ્ય માટે સૂર્યદેવને પ્રાર્થના. તલ અને ગોળની મીઠાશથી ભારતીય સંસ્કૃતિ ભરેલી છે. પાવન પર્વ દરેકના જીવનમાં પ્રસન્નતા, સંપન્નતા, સફળતા લાવે.

  • 14 Jan 2026 09:15 AM (IST)

    પંચમહાલ: જિલ્લામાં વહેલી સવારથી છવાયું ગાઢ ધુમ્મસ

    પંચમહાલ: જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું. ગોધરાથી હાલોલ સુધીના મુખ્ય હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાયુ. ભારે ધુમ્મસના કારણે હાઈવે પર વિઝિબિલિટી ઝીરો છે. વાહન ચાલકોને હાઈવે પર ધુમ્મસના કારણે મુશ્કેલી પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસની સફેદ ચાદર છવાઇ.

  • 14 Jan 2026 09:14 AM (IST)

    અમદાવાદ: ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી

    અમદાવાદ: ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. પતંગ રસિકોમાં વહેલી સવારથી જ ઉત્સાહ છવાયો. મણિનગરમાં વહેલી સવારથી જ યુવાનો ધાબે ચઢ્યા. અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું.

  • 14 Jan 2026 08:10 AM (IST)

    પીએમ મોદીનું કાર્યાલય સેવા તીર્થ સંકુલમાં ખસેડવામાં આવશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કાર્યાલય આજે સેવા તીર્થ સંકુલમાં ખસેડવામાં આવશે.

  • 14 Jan 2026 08:05 AM (IST)

    વેનેઝુએલાએ અમારી પાસે મદદ માગી હતી: ટ્રમ્પ

    ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલાએ અમારી પાસે મદદ માગી હતી. તેમની પાસે 50 મિલિયન બેરલ તેલ છે. તેમણે કહ્યું, “તે લો. તેની કિંમત $5 બિલિયન છે, અને અમે તે લીધું. અમે વેનેઝુએલાના લોકો અને પ્રતિનિધિઓ સાથે કામ કરી રહ્યા છીએ.”

  • 14 Jan 2026 07:53 AM (IST)

    ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ આજથી સિંગાપોરની કોર્ટમાં શરૂ થશે

    ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ આજથી સિંગાપોરની કોર્ટમાં શરૂ થશે. ઝુબીન ગર્ગનું થોડા મહિના પહેલા સિંગાપોરમાં અવસાન થયું હતું. આ કેસમાં ભારતમાં પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

  • 14 Jan 2026 07:45 AM (IST)

    ઈરાનમાં લોકો લાંબા સમયથી નરકમાં જીવી રહ્યા છે: ટ્રમ્પ

    યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “આદર્શ રીતે, અમે તે જોવા માંગીએ છીએ. અમે નથી ઇચ્છતા કે લોકો માર્યા જાય, અને અમે આ લોકો માટે થોડી સ્વતંત્રતા જોવા માંગીએ છીએ. આ લોકો લાંબા સમયથી નરકમાં જીવી રહ્યા છે.”

  • 14 Jan 2026 07:36 AM (IST)

    ઈરાન પર બે બેઠકો વ્હાઇટ હાઉસ ખાતે યોજાઈ, ટ્રમ્પને માહિતી આપવામાં આવી

    થોડા કલાકોમાં જ ઈરાન પર બે બેઠકો વ્હાઇટ હાઉસ ખાતે યોજાઈ હતી. TV9 સૂત્રો અનુસાર, મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ, વિદેશ સચિવ, સંરક્ષણ સચિવ, અન્ય રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ હાજર હતા. ટ્રમ્પ હાજર નહોતા. આ બેઠકમાં ઈરાન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મિશિગનથી પાછા ફર્યા પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીધા ઓવલ ઓફિસ ગયા, અગાઉના નિર્ધારિત સમય મુજબ તેમના વ્હાઇટ હાઉસ નિવાસસ્થાને નહીં. ત્યાં, તેમને ઈરાનની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી અને લશ્કરી કાર્યવાહીના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી.

  • 14 Jan 2026 07:30 AM (IST)

    ગૃહપ્રધાન અમિત શાહ આજે પરિવારજનો અને કાર્યકરો સાથે મકરસંક્રાતિ મનાવશે

    ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પરિવારજનો અને કાર્યકરો સાથે મકરસંક્રાતિ પર્વની કરશે ઉજવણી. અમિત શાહ જગન્નાથ મંદિરે દર્શન અને ગૌપૂજન કરશે. નારણપુરામાં હાઉસિંગ બોર્ડની રિડેવલપમેન્ટ સ્કીમનું ભૂમિપૂજન કરશે. નારણપુરા, અખબારનગર અને નવા વાડજમાં સ્થાનિકો સાથે પતંગ ચગાવશે.

  • 14 Jan 2026 07:29 AM (IST)

    મહેસાણાઃ પાણીપુરી વિક્રેતાઓ પર તંત્રની ગાજ

    મહેસાણા જિલ્લાના ઊંઝામાં કમળાના વધતા વધતા હવે પાણીપુરીની લારીઓ બંધ કરવામાં આવી છે..નગરપાલિકાએ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને પાણીપુરીના વેચાણ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ મુક્યો છે. ઊંઝામાં કમળાના ત્રણ કેસ નોંધાયા છે..આ ત્રણેય દર્દીઓની પાણીપુરી ખાધાની હિસ્ટ્રી સામે આવતા તંત્રએ તાત્કાલિક અસરથી પાણીપુરીની લારીઓ બંધ કરાવી છે. આરોગ્ય વિભાગ અને પાલિકાની સંયુક્ત ટીમે પાણીપુરી બનાવતા યુનિટો અને લારી પર તપાસ પણ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. અનેક સ્થળોએ અખાદ્ય તેલ, બગડેલા બટાકા, જૂના ચણા અને દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાનું જોવા મળ્યું હતું.

  • 14 Jan 2026 07:28 AM (IST)

    આજે ઉત્તરાયણે પતંગ રસિકોને અનુકૂળ રહેશે પવનની દિશા અને ગતિ

    આજે ઉત્તરાયણે પતંગ રસિકોને પવનની દિશા અને ગતિ અનુકૂળ રહેશે. ઉત્તર-ઉત્તર પશ્ચિમથી ઉત્તર-ઉત્તર પૂર્વ તરફના પવન ફૂંકાશે. આજે પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે. પતંગબાજો માટે અનુકૂળ સ્થિતિ રહેશે.

Published On - Jan 14,2026 7:21 AM

વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અમદાવાદમાં PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ
અમદાવાદમાં PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ
જુનાગઢ: મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
જુનાગઢ: મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">