BMC Election Breaking News : ભાજપ સરકારનો ભાંડો ફૂટ્યો ! પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો દાવો, શું લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ? જુઓ Video
મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીને પહેલા જ ડોંબિવલીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયા છે.
મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીને પહેલા જ ડોંબિવલીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયા છે. વાયરલ વીડિયોને લઈ વિપક્ષે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે લોકસભા સાંસદ વર્ષા ગાયકવાડે સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપ લોકશાહીને નબળી પાડવા માટેના પ્રયાસ કરી રહ્યું છે.
લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ: વર્ષા ગાયકવાડ
વધુમાં જોઈએ તો, કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ વર્ષા ગાયકવાડે આ વીડિયો તેમના સોશિયલ મીડિયા પર શેર કરીને સવાલો ઊઠાવ્યા છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે, ભાજપ દરેક પગલે લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને પછી આત્મવિશ્વાસ સાથે દાવો કરતું રહે છે કે, એક પણ વોટ વગર તેને કોર્પોરેશનની ચૂંટણીમાં બહુમતિ મળશે.
શિવસેનાના કાર્યકર્તાઓ પણ આગળ આવ્યા
બીજીબાજુ ડોંબિવલીમાં રૂપિયા આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. સમગ્ર મામલે ભાજપ-શિવસેના આમને સામને આવી ગયા છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય તુકારામનગરમાં શિવસેનાના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યું હતું.
ભાજપ 10 દિવસથી અહીં રૂપિયા વહેંચતું હોવાનો શિવસેનાનો આરોપ છે. બીજું કે, શિવસેનાએ ભાજપના કાર્યકરોને રંગેહાથ પકડ્યાનો દાવો કર્યો છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
ભાજપે આક્ષેપો નકાર્યા
નોંધનીય છે કે, શિવસેનાના તમામ આક્ષેપોને ભાજપે નકાર્યા છે અને શિવસેના પર જ પ્રતિઆક્ષેપ કર્યા છે. ભાજપ જિલ્લાધ્યક્ષનું કહેવું છે કે, પ્રચાર પત્ર આપવા નીકળેલા કાર્યકર્તાઓના ખિસ્સામાં બળજબરીથી રૂપિયા મુકાયા અને તેમને ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ જવાયા.
આ પણ વાંચો: BMC Election Breaking news : મુંબઈના કિંગ કોણ ? ઠાકરે બંધુ કે મહાગઠબંધન; મતદારો કોને આપશે મત ?
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ

