03 જાન્યુઆરીના મહત્વના સમાચાર : પ્રયાગરાજમાં માઘ મેળો 2026 શરૂ, લોકો સંગમમાં લગાવી રહ્યા છે પવિત્ર ડુબકી
આજે 03 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
સુરત: માંડવી ધર્માંતરણ મામલે એક શિક્ષિકાની ધરપકડ
સુરત: માંડવી ધર્માંતરણ મામલે એક શિક્ષિકાની ધરપકડ થઇ. માંડવીના ભાટખાઈ ગામના મીના ચૌધરીની ધરપકડ થઇ. મીના ચૌધરી મહુડીની પ્રા. શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ધર્માંતરણના માસ્ટર માઈન્ડ રામજી ચૌધરીના મનાય છે ખૂબ જ ખાસ. યુવતીઓ, મહિલાઓની ધર્માંતરણમાં સંડોવણી સામે આવી. ફરિયાદી યુવતીનું ધર્માંતરણ કરાવવા મુદ્દે સક્રિય ભૂમિકા છે. આરોપીએ ધરપકડ અગાઉ તેમનો ફોન પર ફોર્મેટ કરી દીધો.
-
ભુજનાં માધાપરમાં વૉશિંગ મશીન બ્લાસ્ટ થવાથી ઘરમાં આગ લાગી
ભુજનાં માધાપરમાં વૉશિંગ મશીન બ્લાસ્ટ થવાથી ઘરમાં આગ લાગી. માધાપરની શિવમ પાર્ક સોસાયટીના મકાનમાં બનાવ બન્યો. ભુજ ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો. સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
-
-
વડોદરાઃ SSG હોસ્પિટલની ઈમારતમાં પોપડા ખર્યા
વડોદરાઃ SSG હોસ્પિટલની ઈમારતમાં પોપડા ખર્યા. SSG હોસ્પિટલની ન્યુ સર્જિકલ બિલ્ડિંગમાં C-2 વોર્ડમાં છતના પોપડા ખર્યા. દુર્ઘટનામાં સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. ન્યુ સર્જિકલ બિલ્ડિંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સામે સવાલ ઊભા થયા છે. અગાઉ પણ આ જ વોર્ડમાં છતનાં પોપડા પડ્યાં હતાં.
-
મેક્સિકોમાં 6.5ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ
મેક્સિકોમાં 6.5ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો. સૈન માર્કોસ શહેર પાસે 40 કિમીની ઊંડાઇએ ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યુ. ભૂકંપને કારણે અનેક ઇમારતો ધણધણી ઉઠી. રાષ્ટ્રપતિની નવા વર્ષની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં પણ ભૂકંપનું વિઘ્ન. ભૂકંપને કારણે રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે અધવચ્ચે પ્રેસ કોન્ફરન્સ અટકાવી પડી.
-
પ્રયાગરાજમાં માઘ મેળો 2026 શરૂ, લોકો સંગમમાં પવિત્ર સ્નાન કરે છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમા નિમિત્તે, જે પ્રથમ સ્નાન છે અને માઘ મેળા 2026નો પ્રથમ દિવસ પણ છે, લોકો ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે. વિભાગીય કમિશનર સૌમ્યા અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે અહીં આવેલા તમામ ભક્તો સાથે વાત કરી હતી, અને તેઓએ કહ્યું હતું કે તેઓ વ્યવસ્થાથી સંતુષ્ટ છે અને આરામથી પૂજા અને સ્નાન કરી રહ્યા છે. અમે શક્ય તેટલી બધી વ્યવસ્થા કરી છે, અને અહીં પરિસ્થિતિ સામાન્ય છે.”
-
આજે 03 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 03,2026 7:49 AM