AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

02 ડિસેમ્બરના મહત્વના સમાચાર : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની પસંદગી પ્રક્રિયા થઈ તેજ, ભાજપે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની નિરીક્ષક તરીકે કરી નિમણૂંક .

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2024 | 9:36 PM
Share

Gujarat Live Updates : આજે 02 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

02 ડિસેમ્બરના મહત્વના સમાચાર :  મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની પસંદગી પ્રક્રિયા થઈ તેજ, ભાજપે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની નિરીક્ષક તરીકે કરી નિમણૂંક     .
samachar today 07 december 2024

રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો. અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે. અનેક શહરોમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી. અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો. બે નિર્દોષ યુવકોના મોત થયા. સ્થાનિકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો. આજે મહારાષ્ટ્રના CMનું નામ નક્કી થશે. એકનાથ શિંદેએ કહ્યું, જે પણ CM બનશે, તેને મારું સમર્થન રહેશે.  દિલ્લીના હવામાનમાં થોડો સુધારો. હજુ પણ AQI 300ને પાર તો કેટલાક વિસ્તારમાં AQI 350ને પાર. પર્વતીય વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા થઇ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.  યુપી, દિલ્લી, બિહાર સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડ્યો.  ફેંગલ વાવાઝોડાએ વેર્યો વિનાશ. વાવાઝોડામાં ત્રણનાં મોત. પુડુચેરીમાં જોવા મળી વ્યાપક અસર. ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Dec 2024 08:49 PM (IST)

    રાજકોટ: e-KYC સેન્ટર ખાતે લોકોએ મચાવ્યો હોબાળો

    • રાજકોટ: e-KYC સેન્ટર ખાતે લોકોએ મચાવ્યો હોબાળો
    • લાઈટ ન હોવાને કારણે કામગીરી બંધ થતા લોકોમાં ભારે રોષ
    • છેલ્લા એક અઠવાડિયાથી સર્વર ઠપ્પ થતા કામગીરી પણ ઠપ્પ
    • e-KYC માટે લોકો પાંચ દિવસથી સેન્ટર ખાતે ધક્કો ખાવા માટે મજબૂર
    • એક અઠવાડિયામાં સમસ્યાના ઉકેલનો મંત્રી કુંવરજી બાવળિયાનો હતો દાવો
    • હજુ પણ કામગીરી ઠપ્પ થતાં લોકોને ભારે હાલાકી
  • 02 Dec 2024 08:48 PM (IST)

    સુરતમાં ચાઈનિઝ દોરી વાગવાના કિસ્સા વધ્યા

    સુરત શહેરમાં ઉત્તરાયણના દોઢ મહિના પહેલા જ પતંગની દોરી વાગવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ઓલપાડના કિમ ગામના રેલવે ઓવરબ્રિજ પર જઈ રહેલો બાઇકસવાર પતંગની કાતિલ દોરીનો ભોગ બન્યો છે. ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે. પતંગની દોરી વાગતા યુવકને ગળા પર ગંભીર ઈજાઓ પહોંચી. યુવકને કીમ ગામના સાધના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઇજાગ્રસ્ત યુવક ઉમરપાડા તાલુકાના શરદા ગામનો હોવાની વિગત.

  • 02 Dec 2024 08:47 PM (IST)

    BZ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે CID ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી

    BZ ગ્રુપ સાથે સંકળાયેલા એજન્ટો પર CID ક્રાઈમે બોલાવી તવાઈ. હિંમતનગરમાં BZ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે CID ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી છે. એજન્ટ ધવલ પટેલ ઘરે ન મળતા CIDની ટીમે તેમના માતાનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દરોડા બાદ ભૂગર્ભમાં ઉતરેલા એજન્ટ ધવલ પટેલની શોધખોળ.

  • 02 Dec 2024 05:34 PM (IST)

    મહીસાગર: આદિજાતિના દાખલા માટે આદિવાસીઓનું આંદોલન યથાવત

    • મહીસાગર: આદિજાતિના દાખલા માટે આદિવાસીઓનું આંદોલન યથાવત
    • ખાનપુર તાલુકાની મોટાભાગની શાળાઓના SMC સભ્યોના પદ પરથી રાજીનામા
    • સાંજ સુધીમાં 128 શાળાઓમાંથી 21 શાળાના SMC સભ્યોનાં સામૂહિક રાજીનામા
    • શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા શાળાના આચાર્યોને લેખિતમાં રાજીનામા અપાયા
    • વાલીઓ અને SMC સભ્યો પોતાની માંગને લઈને મક્કમ
    • જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલન રહેશે યથાવત
    • આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ
    • શિક્ષણ વિભાગની સમજાવટ બાદ પણ વિદ્યાર્થીઓનો શિક્ષણનો બહિષ્કાર
    • 128 શાળાના 12,358 વિદ્યાર્થીમાંથી 8,308 વિદ્યાર્થી ગેરહાજર
  • 02 Dec 2024 05:33 PM (IST)

    દાહોદ: ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાને લઈને વિરોધ

    • દાહોદ: ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાને લઈને વિરોધ
    • આસપાસના 4 ગામોના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
    • ડોમેસ્ટિક એરપોર્ટમાં ખેડૂતોની જમીન જતી હોવાથી રોષ
    • જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો
    • ખેડૂતોની જમીન પર એરપોર્ટ બનાવતા હોવાનો આરોપ
    • એરપોર્ટના પ્રોજક્ટને રદ નહીં કરાઈ તો આંદોલનની આપી ચીમકી
  • 02 Dec 2024 04:32 PM (IST)

    સુરત: પાલી ગામે ત્રણ બાળકોના શંકાસ્પદ મોતમાં ખુલાસો

    સુરત: પાલી ગામે ત્રણ બાળકોના શંકાસ્પદ મોત મામલે ધુમાડાના લીધે બાળકોના મોત થયા હોવાનું પોલીસનું તારણ છે. તાપણું કરતા સમયે ધુમાડો બાળકોના શરીરમાં ગયો હોવાનું અનુમાન છે. તમામ બાળકોના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. પેનલ PM રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થઈ શકે.

  • 02 Dec 2024 03:54 PM (IST)

    મોરબી : વ્યાજખોરોથી ત્રાસેલા પીડિતોને દાઝ્યા પર ડામ

    મોરબી : વ્યાજખોરોથી ત્રાસેલા પીડિતોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ છે. પોલીસે પીડીતોને સાંભળવા બોલાવ્યા પણ કોઇ પોલીસ અધિકારીએ વ્યથા ન સાંભળી. પીડિતોને સાંભળવાને બદલે પોલીસે અધિકારીઓ અને સીરામીક ઉદ્યોગકારો સાથે બેઠક યોજી. રેન્જ IG, SP અને ધારાસભ્યો સહિતના અધિકારીઓએ આ બેઠક યોજી હતી. પીડિતોને નીચેના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે જવા કહેવાયું. પીડિતોએ અનેક ધક્કા ખાવા છતાં પણ ન્યાય ન મળતો હોવાનો બળાપો કાઢ્યો.

  • 02 Dec 2024 03:18 PM (IST)

    શંકરસિંહ વાઘેલાએ નવા પક્ષની જાહેરાત કરી

    શંકરસિંહ વાઘેલા રાજનીતિમાં ફરી એકવાર સક્રિય થયા છે. પ્રજા શક્તિ ડેમોક્રેટિક નામ સાથે શંકરસિંહે નવા પક્ષની જાહેરાત કરી. નવા પક્ષની જાહેરાત બાદ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યુ કે મે ભાજપ ત્યારે છોડી જ્યારે તેનો સૂર્ય મધ્યાહને હતો. કોંગ્રેસ છોડી ત્યારે પણ સરકાર બનવાની શક્યાતાઓ હતી. ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો એવી માત્ર માન્યતા છે. દિલ્લીમાં 15 વર્ષ કોંગ્રેસનું શાસન હતું છતાં કેજરીવાલનો ઉદય થયો.

  • 02 Dec 2024 03:14 PM (IST)

    ભાજપે મહારાષ્ટ્ર માટે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને નિરીક્ષક બનાવ્યા

    ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર માટે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને નિરીક્ષક બનાવ્યા.

  • 02 Dec 2024 03:12 PM (IST)

    રાજકોટ: બાલાજી હોલ પાસે શ્રમિકો વચ્ચે મારામારી

    રાજકોટ: બાલાજી હોલ પાસે શ્રમિકો વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી છે. શ્રમિકો એકઠાં થાય છે તે સ્થળે બબાલ થઇ. અગમ્ય કારણોસર શ્રમિકો વચ્ચે ઝઘડો થયો. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • 02 Dec 2024 02:44 PM (IST)

    સુરત : બસ નીચે આવી ગયેલ યુવકનું અઢી મહિનાની સારવાર બાદ મોત

    સુરત: ઓલપાડના ઉમરા ગામે બસ નીચે યુવક કચડાઈ જવાના મામલામાં બસ નીચે આવી ગયેલા યુવકનું અઢી મહિનાની સારવાર બાદ મોત થયુ છે. સિટી બસમાંથી ઉતરતા સમયે યુવક બસના ટાયરમાં આવી ગયો હતો. બસમાં કચડાઈ જવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • 02 Dec 2024 12:48 PM (IST)

    અમદાવાદ: વાહન ચેકિંગ દરમિયાન લક્ઝ્યુરિયસ કાર ડિટેઈન

    અમદાવાદ: વાહન ચેકિંગ દરમિયાન લક્ઝ્યુરિયસ કાર ડિટેઈન કરવામાં આવી છે. ચંદ્રનગર બ્રિજ પરથી પોલીસ દ્વારા પોર્શે કાર ડિટેઈન કરવામાં આવી. કારની નંબર પ્લેટ તેમજ જરૂરી દસ્તાવેજો ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી. વાહન ચેકિંગ દરમિયાન અનેક લક્ઝ્યુરિયસ કારને દંડ ફટકારાયો. અગાઉ પણ સિંધુભવન રોડ પરથી 8 જેટલી મોંઘી કાર ડિટેઈન કરાઈ હતી.

  • 02 Dec 2024 12:13 PM (IST)

    રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક

    રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ છે. યાર્ડની બહાર બન્ને બાજુ 1600થી વધુ વાહનોની 6 કિમી સુધી લાઈન જોવા મળી. એક જ દિવસમાં ડુંગળીની 1.52 લાખથી વધુ કટ્ટાની પુષ્કળ આવક થઇ છે. હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ 150થી 1 હજાર રૂપિયા સુધી બોલાયા. આગામી જાહેરાત સુધી હાલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક બંધ રખાઈ. ખેડૂતોની ડુંગળી બગડે નહીં તે માટે માર્કેટિંગ યાર્ડનો નિર્ણય.

  • 02 Dec 2024 11:58 AM (IST)

    PM મોદી આજે સાંજે 4 વાગ્યે સંસદમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે સંસદમાં સાબરમતી ફિલ્મ નિહાળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની તેમની સંસદ ભવનમાં બેઠક ચાલી રહી છે. અગાઉ આ બેઠકમાં નડ્ડા પણ હાજર હતા. બેઠકમાં મહારાષ્ટ્ર સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

  • 02 Dec 2024 11:50 AM (IST)

    સાબરકાંઠા: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના વૈભવી શોખ

    સાબરકાંઠા: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના વૈભવી શોખ હોવાનું સામે આવ્યુ છે. ભૂપેન્દ્ર ઝાલા મોંઘા ફોન જ નહીં તેના કવર પણ મોંઘાદાટ રાખતો હતો. BZ ગ્રુપના લોગો સાથે ખાસ ઓર્ડરથી સોનાના ફોન કવર તૈયાર કરાવતો હતો. ભૂપેન્દ્ર ઝાલા 5 લાખથી 11 લાખ રૂપિયા સુધીના સોનાના કવર રાખતો હતો . BZ ગ્રુપ લખેલ સોનાના ફોન કવરનો ફોટો વાયરલ થયો છે.

  • 02 Dec 2024 09:29 AM (IST)

    ભરૂચ: ઝઘડિયામાં ખાનગી કંપનીના કામદારોનું વિરોધ પ્રદર્શન

    ભરૂચ: ઝઘડિયામાં ખાનગી કંપનીના કામદારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. આર્થિક નુકસાનને કારણે કંપની બંધ કરવાના નિર્ણયથી કામદારોમાં રોષ છે. બે ડિસેમ્બર એટલે કે આજથી કંપની બંધની ગેટ પર નોટિસ લગાવાઈ છે. દોઢ દાયકાથી પણ વધુ સમયથી કામ કરતા કામદારોને બેરોજગારીની ચિંતા છે. કામદારોના વિરોધને લઈને કંપનીના ગેટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

  • 02 Dec 2024 09:06 AM (IST)

    અમદાવાદમાં રફતારનો ભયાનક આતંક યથાવત્

    અમદાવાદમાં રફતારનો ભયાનક આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. નરોડા-દહેગામ રોડ પર નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જયો. અકસ્મતામાં બે યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. પૂરપાટ ઝડપે આવતી કારે કાબૂ ગૂમાવતા ડિવાઈડર કૂદી સામેની બાજુ કાર આવી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

Published On - Dec 02,2024 8:58 AM

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">