Breaking News : પોરબંદરમાં આવ્યો વાતાવરણમાં પલટો, ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો, જુઓ Video
પોરબંદરમાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો છે. શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. અચાનક જ મોસમનો મિજાજ પલટાતા વરસાદી છાંટા પડ્યા હતા, જે આગાહી અનુસાર જ હતો. આ દ્રશ્યો આજે સવારના પોરબંદરથી સામે આવ્યા છે.
પોરબંદર જિલ્લામાં આજે ભર શિયાળે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો. શિયાળાની ઋતુ હોવા છતાં આજે સવારથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેર તથા આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકો અચંબામાં મુકાયા હતા.
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા અગાઉ 31 ડિસેમ્બરે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી હતી, જે આજે સાચી સાબિત થઈ. આગાહી મુજબ આજે સવારે પોરબંદરમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ વરસાદ શરૂ થયો. શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાં નોંધાયા હતા. અચાનક આવેલા આ વરસાદથી શહેરના જનજીવન પર પણ અસર જોવા મળી. લોકો ગરમ કપડાં સાથે વરસાદી માહોલનો સામનો કરતા નજરે પડ્યા.
કમોસમી વરસાદથી ગ્રામ્ય પંથકમાં ખેડૂતોના ઊભા પાકને મસમોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને શિયાળુ પાક અને શાકભાજીના પાક પર વરસાદની અસર પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. સાથે સાથે માલધારીઓમાં પણ પશુઓના ચારા અને આરોગ્યને લઈ ચિંતાનો માહોલ સર્જાયો છે.
હાલ શિયાળાની ઋતુ હોવા છતાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારે સૌને વિચારમાં મુકી દીધા છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પોરબંદરમાં વાતાવરણમાં પલટો, ભર શિયાળે કમોસમી વરસાદ
તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, મેળાવડામાં દરેકને આમંત્રિત કરો
સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ

