Breaking News: નવા વર્ષે ગુજરાતના 14 જેટલા IAS-IPS અધિકારીઓને પ્રમોશનની ભેટ, ગ્રેડ-પેમાં પણ કર્યો વધારો
નવા વર્ષની પહેલી જ સવાર રાજ્યના IAS તથા IPS અધિકારીઓ માટે ખુશખબર લઈને આવી છે. ગુજરાત સરકારે IAS અને IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ જાહેર કરાયા છે. આ આદેશ મુજબ એકસાથે 14 IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.

આજથી વર્ષ 2026ની શરૂઆત થઈ છે અને નવા વર્ષની પહેલી જ સવાર રાજ્યના IAS તથા IPS અધિકારીઓ માટે ખુશખબર લઈને આવી છે. ગુજરાત સરકારે IAS અને IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ જાહેર કરાયા છે. આ આદેશ મુજબ એકસાથે 14 IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. સાથે સાથે IAS અધિકારીઓને પણ પ્રમોશન સાથે ગ્રેડ પેમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
IPS-IAS અધિકારીઓને નવા વર્ષે પ્રમોશન
IPS અધિકારીઓના પ્રમોશનની વાત કરીએ તો વડોદરા શહેરના પોલીસ કમિશનર IPS નરસિંહ એન. કોમારને ડીજી (DG) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ 1996 બેચના IPS અધિકારી છે અને તેમનો ગ્રેડ પે લેવલ-16 રહેશે. તે જ રીતે, 1996 બેચના IPS અધિકારી ડો. એસ. રાજકુમાર, જે ગાંધીનગરમાં એડિશનલ ડીજી (ADG) તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને પણ ડીજી તરીકે પ્રમોશન અપાયું છે.
કયા કયા અધિકારીઓને મળ્યું પ્રમોશન?
આ ઉપરાંત, અમદાવાદ શહેરના એડિશનલ કમિશનર IPS નીરજ બડગુજરને આઈજી (IG) તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ઇન્ટેલિજન્સ વિભાગમાં એસપી તરીકે ફરજ બજાવતા ડો. સુધિરકુમાર દેસાઈને ડીઆઈજી (DIG) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે સુરત શહેરના ડેપ્યુટી કમિશનર ડો. કરણરાજ વાઘેલાને પણ ડીઆઈજી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.
નવા વર્ષની શરૂઆત સાથે મળેલા આ પ્રમોશનથી રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓમાં ઉત્સાહ અને નવી જવાબદારીનો ભાવ જોવા મળી રહ્યો છે.
