29 માર્ચના મહત્વના સમાચાર : લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે ભારત રત્ન અપાશે

Pankaj Tamboliya
| Edited By: | Updated on: Mar 29, 2024 | 6:32 PM

આજે 29 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

29 માર્ચના મહત્વના સમાચાર : લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે ભારત રત્ન અપાશે

ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. તેના મૃત્યુ બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. યુપી પોલીસ રસ્તાઓ પર ફ્લેગ માર્ચ કરી રહી છે. બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તાર અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 ડૉક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ કરશે.

આ દરમિયાન વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી ઝટકો લાગ્યો. હવે તે 1 એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે. NIAએ બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ અને બોમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Mar 2024 06:23 PM (IST)

    IPL 2024 RCB vs KKR Live score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બેંગલુરુમાં મેચ

    IPL 2024 RCB vs KKR Live score: IPL 2024 ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શુક્રવારે બેંગલુરુમાં રમાશે. બંને ટીમોએ તેમની અગાઉની મેચો જીતી છે, તેથી આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ શકે છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદને કોલકાતા નાઈટ રાઈડર્સે 4 રને હરાવ્યું હતું. જો કે, ચાલુ સિઝનમાં, બંને ટીમોની ટોપ અને મિડલ ઓર્ડરની બેટિંગ સાથે સમસ્યાઓ યથાવત છે.

  • 29 Mar 2024 06:07 PM (IST)

    લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે ભારત રત્ન અપાશે

    ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને, આગામી 31 માર્ચે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. સવારે 11.30 કલાકે તેમના નિવાસસ્થાને ભારત રત્ન આપવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદીની સાથે બીજેપીના ઘણા મોટા નેતા પણ હાજર રહી શકે છે.

  • 29 Mar 2024 04:19 PM (IST)

    મેડિકલ ઈમરજન્સીના કારણે પટનાથી અમદાવાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોર ડાયવર્ટ

    પટનાથી અમદાવાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોર ડાયવર્ટ કરવામાં આવી હતી મેડિકલ ઈમરજન્સીના કારણે પટનાથી અમદાવાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-178ને ઈન્દોર ડાયવર્ટ કરવામાં આવી છે. ક્રૂએ બીમાર પેસેન્જરને મદદ કરી. ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે યાત્રીની તબિયતને ધ્યાનમાં રાખીને કેપ્ટને ફ્લાઈટને રૂટ પર ડાયવર્ટ કરી. પ્લેન ઈન્દોર પહોંચ્યા બાદ પેસેન્જરને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો છે.

  • 29 Mar 2024 03:32 PM (IST)

    મહારાષ્ટ્રમાં સીટની વહેંચણીને લઈને કેન્દ્રીય મંત્રી આઠવલે ફડણવીસને મળ્યા

    કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આઠવલે સિરડી સીટ પર વાત કરવા આવ્યા હતા. બેઠક બાદ રામદાસ આઠવલેએ કહ્યું કે શિરડી બેઠક બેઠક છે, પરંતુ તેઓ શિંદે ક્વોટામાં ગયા છે. અમે દેવેન્દ્રજીને કહ્યું કે અમે તમારા ભરોસે આવ્યા છીએ.

  • 29 Mar 2024 03:14 PM (IST)

    આ કુદરતી મૃત્યુ નથી, AIIMSના ડોક્ટરો કરે પોસ્ટમોર્ટમ…મુખ્તાર અંસારીના પુત્રની માંગ

    મુખ્તારના પુત્ર ઓમર અંસારીએ કહ્યું કે હજુ સુધી પોસ્ટમોર્ટમ થયું નથી અને આ તેમની પ્રક્રિયા છે. મેં એક પત્ર લખ્યો છે કે તે એઈમ્સ દિલ્હીના ડોકટરો દ્વારા કરવામાં આવે. અમને અહીંની મેડિકલ સિસ્ટમ, સરકાર અને પ્રશાસન પર વિશ્વાસ નથી. જ્યારે ઉમરે કહ્યું કે આ કુદરતી મૃત્યુ નથી પરંતુ આયોજનબદ્ધ હત્યા છે.

  • 29 Mar 2024 02:48 PM (IST)

    પંજાબ: સીએમ ભગવંત માને તેમની બાળકીનું નામ નિયામત કૌર રાખ્યું છે

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમની નવજાત પુત્રી સાથે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેણે કહ્યું કે આજનો દિવસ મારા પરિવાર માટે મોટો દિવસ છે. અમારા ઘરે પહેલીવાર સ્વસ્થ છોકરી આવી રહી છે. બાળકીના જન્મની ઉજવણી કરશે. બાળકીનું નામ નિયામત કૌર માન રાખવામાં આવ્યું છે.

  • 29 Mar 2024 02:10 PM (IST)

    કોંગ્રેસ 5 એપ્રિલે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

    કોંગ્રેસ 5 એપ્રિલે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. તે પછી, 6ઠ્ઠી એપ્રિલે ઉત્તર અને દક્ષિણ ભારતમાં બે મોટી રેલીઓ દ્વારા મેનિફેસ્ટોનો પ્રચાર અને વિતરણ પણ કરવામાં આવશે. જયપુરમાં ઉત્તર ભારતની રેલી યોજાશે. દક્ષિણ ભારતની રેલી હૈદરાબાદમાં યોજાશે.

  • 29 Mar 2024 01:51 PM (IST)

    ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે

    હજુ પણ ગરમીમાં શેકાવા રહો તૈયાર" ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. અમદાવાદ, બનાસકાંઠા, આણંદ અને વડોદરામાં રાત્રિ દરમિયાન ગરમીની આગાહી કરી છે. ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ રહેતા થશે હાલાકી. ગરમીના લીધે રાજ્યમાં DISCOMFORT થવાની હવામાન વિભાગની આગાહી. 1 દિવસ બાદ 2 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ ફરીથી વધશે તાપમાન. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ DISCOMFORT દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

  • 29 Mar 2024 01:47 PM (IST)

    રાજુ પાલ હત્યા કેસ: સીબીઆઈ કોર્ટે 7 આરોપીઓને દોષિત ઠેરવ્યા

    લખનૌની સીબીઆઈ કોર્ટે બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં તમામ સાત આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અતીક અહેમદ અને અશરફ અહેમદનું પણ આ કેસમાં નામ છે. બાકીના તમામ સાત આરોપીઓ આબિદ, ફરહાન, જાવેદ, અબ્દુલ કાવી, ગુલ હસન, ઈસરાર અને રણજીત પાલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

  • 29 Mar 2024 12:43 PM (IST)

    રાજકોટ શહેરમાં ગરમીનો પારો હાઈ, 44 લોકોને હિટવેવની અસર થઇ

    • રાજકોટ-શહેરમાં યલો એલર્ટ જોવા મળ્યું
    • ગરમીનો પારો સતત વધી રહ્યો છે
    • 38 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો
    • છેલ્લા 48 કલાકમાં 44 લોકોને હિટવેવની અસર થઇ
    • 108ની ટીમ સતત ખડેપગે તૈનાત
    • આરોગ્ય વિભાગ દ્રારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ
    • બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઇ
  • 29 Mar 2024 12:16 PM (IST)

    લોકસભા ચૂંટણી ટાણે કોરોનાએ તંત્રની ચિંતા વધારી

    • શહેરમાં ફરી એક વખત કોરોના એ માથું ઉચક્યું
    • છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ત્રણ નવા કેસ આવ્યા સામે
    • હાલ સયાજી હોસ્પિટલમાં કોરોનાના કુલ પાંચ દર્દીઓ સારવાર હેઠળ
    • પાંચ પૈકી એક દર્દીની હાલત ગંભીર
  • 29 Mar 2024 12:07 PM (IST)

    અમારા માટે વિકાસનો મુદ્દો મુખ્ય છેઃ કંગના રનૌત

    હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે કહ્યું કે લોકોને ગર્વ છે કે મંડીની પુત્રી અને રાષ્ટ્રવાદી અવાજ આ ચૂંટણીમાં મંડીનું પ્રતિનિધિત્વ કરશે. વિકાસનો મુદ્દો અમારા માટે મુખ્ય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે દિશામાં અમને માર્ગદર્શન આપશે તે દિશામાં કામ કરવામાં અમે કોઈ કસર છોડીશું નહીં.

  • 29 Mar 2024 11:37 AM (IST)

    કૃષ્ણાનંદ રાયની પત્નીએ મુખ્તારના મૃત્યુ પર કહ્યું, 'પૃથ્વી પરથી ભાર ઓછો થયો'

    પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની પત્ની અલકા રાયે કહ્યું કે મને બાબા વિશ્વનાથમાં પૂરો વિશ્વાસ છે. આજે મને બાબા વિશ્વનાથની કૃપાથી ન્યાય મળ્યો છે. અમે સીબીઆઈ કોર્ટમાં પણ હારી ગયા હતા. યોગી અને મોદીજીનું યોગદાન છે કે અમને ન્યાય મળ્યો છે. સરકારને ઘેરવી એ ખોટું છે. હું હંમેશા બાબા વિશ્વનાથના દર્શન કરવા આવતી રહી છું. તેણે કહ્યું કે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખાસ છે. અનાથ થયેલા તમામ બાળકો, તમામ ઘર અને પરિવારો માટે આ ખૂબ જ ખુશીની વાત છે. તેઓ બધા ગર્વ અનુભવી રહ્યા છે. એક ગુનેગારનો અંત આવ્યો છે. પૃથ્વી પરથી બોજ હટી ગયો છે.

  • 29 Mar 2024 11:31 AM (IST)

    પરસોત્તમ રૂપાલના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ

    કેન્દ્રીય મંત્રી અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ વધુ એક ફરિયાદ અમદાવાદના સાણંદ ખાતે રૂપાલા વિરુદ્ધ ફરિયાદ શંભુભા પ્રવિણસિંહ વાઘેલાએ સાણંદ પોલીસ સ્ટેશનમાં આપી ફરિયાદ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિરુદ્ધ લાંછન લગાવતી અભદ્ર બોલી મામલે ફરિયાદ કલમ 153-A મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અરજદારની માંગ

  • 29 Mar 2024 11:18 AM (IST)

    આવકવેરા વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ મોકલી

    આવકવેરા વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ જાહેર કરી છે. આ નોટિસ વર્ષ 2017-18 થી 2020-21 માટે છે અને તેમાં દંડ અને વ્યાજનો સમાવેશ થાય છે.

  • 29 Mar 2024 11:13 AM (IST)

    જમ્મુ-કાશ્મીર: રામબનમાં કાર ખીણમાં પડી, 10ના મોત

    જમ્મુ-કાશ્મીરના રામબનમાં એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી, જેમાં દસ લોકોના મોત થયા. કાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી અને લગભગ 1.15 વાગ્યે રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી.

  • 29 Mar 2024 10:38 AM (IST)

    ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા

    • લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી
    • હિંમતનગરના મહેતાપુરામાં હર્ષ સંઘવીની બેઠક
    • બેઠકમાં જિલ્લા પ્રભારી, સંગઠન પ્રમુખ સહિત મહત્વના આગેવાનો સામેલ
  • 29 Mar 2024 10:23 AM (IST)

    સાબરકાંઠામાં વિવાદના પગલે ભાજપે બેઠકો કરી રદ

    • 3 દિવસ યોજાનાર હતી મંડલ સ્તરીય બેઠક
    • ગઈકાલે બેઠકને લઇને વિવાદ થતા આજ અને આવતીકાલની બેઠકો કરી રદ
    • આજે ભિલોડા અને મેઘરજના યોજાનાર હતી બેઠક
    • આવતીકાલે બાયાડ ગ્રામ્ય અને શહેર અને માંલપુરની યોજવાની હતી બેઠક
    • ગઈકાલ વિરોધ થતાં ફાર્મ હાઉસ પર યોજવી પડી હતી બેઠક
    • વિરોધ જોતા ભાજપે બેઠકો કરવી પડી રદ
    • આગામી 4 તારીખે સી આર પાટીલ સાબરકાંઠામાં લોકસભામાં જશે
    • ડેમેજ કંટ્રોલ અને સંગઠન લક્ષી બેઠક માટે પાટીલ જશે સાબરકાંઠા
  • 29 Mar 2024 10:05 AM (IST)

    સોનગઢમાં કમોસમી વરસાદ વરસ્યો

    • સવારના અરસામાં અચાનક વાતાવરણમાં પલટા બાદ ઝરમરીયો વરસાદ
    • કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા
  • 29 Mar 2024 09:46 AM (IST)

    બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તાર અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે

    બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મુખ્તાર અંસારીના મૃતદેહનું પોસ્ટપાર્ટમ ચાલી રહ્યું છે. આ પછી, તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે અને પછી આજે જ ગાઝીપુરમાં મૃતદેહને દફનાવવામાં આવશે.

  • 29 Mar 2024 09:24 AM (IST)

    પીએમ મોદી અને બિલ ગેટ્સ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા, વીડિયો સામે આવ્યો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિલ ગેટ્સ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. આ ચર્ચાનો વીડિયો સામે આવ્યો છે. બંને વચ્ચે ટેક્નોલોજી, એજ્યુકેશન, હેલ્થથી લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ.

  • 29 Mar 2024 09:09 AM (IST)

    સુરત જિલ્લા વિકાસ અધિકારી વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ

    જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ વિરૂદ્ધ સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શાહબુદ્દીન મલેક એ ગતરોજ રાજ્યના ચુંટણી કમિશનરને ફરિયાદ કરી છે. ઉમરપાડામાં વિકાસના કામોની વિઝીટ વેળાએ શાસક પક્ષના આગેવાનો સાથે રહી પરોક્ષ પ્રચાર કર્યાનો કોંગ્રેસના જિલ્લા મહામંત્રીએ આક્ષેપો કર્યા છે DDO વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ.

  • 29 Mar 2024 08:37 AM (IST)

    મુખ્તારને ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે

    મુખ્તાર અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હવે થોડા સમય બાદ થશે. 5 ડોક્ટરોની ટીમ પોસ્ટમોર્ટમ કરશે. તેને આજે ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.

  • 29 Mar 2024 07:58 AM (IST)

    ધ્વનિ પ્રદૂષણને લઈને સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામુ

    • ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લેવા રાજ્ય સરકારે કર્યું જાહેરનામું
    • સાઉન્ડ લિમિટર વિનાના સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાવતું જાહેરનામું
    • આવી સિસ્ટમના ખરીદ- વેચાણ કે ઇન્સ્ટોલેશન પર રોક મૂકવામાં આવશે
    • મ્યુનિ. કોર્પો., નગરપાલિકા સહિતની તમામ જગ્યાઓ પર આ નિયમ થશે લાગુ
    • આવી કોઈ પણ સિસ્ટમ દેખાશે તો પોલીસ તેને તાત્કાલિક જપ્ત કરી શકશે
    • જાહેર રસ્તાઓ પર વાગતા DJ અને અન્ય કાર્યક્રમો મામલે હાઈકોર્ટમાં થઈ છે જાહેરહીતની અરજી
  • 29 Mar 2024 07:41 AM (IST)

    મુખ્તાર અંસારીના મૃત્યુની મેજિસ્ટ્રેટ તપાસ થશે

    ત્રણ સભ્યોની ટીમ મુખ્તાર અંસારીના મૃત્યુની મેજિસ્ટ્રેટ તપાસ કરશે. 2 ડોક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ કરશે જેની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ મુખ્તાર અંસારીના મૃતદેહને તેમના પુત્ર ઓમર અંસારીને સોંપવામાં આવશે.

  • 29 Mar 2024 07:21 AM (IST)

    મુખ્તારના ભાઈ અફઝલની પણ તબિયત ઠીક નહીં

    અફઝલ અંસારી અને બાકીનો પરિવાર ગાઝીપુરમાં છે. અફઝલની તબિયત સારી નથી. પોસ્ટમોર્ટમ લગભગ 9 વાગ્યાની આસપાસ શરૂ થવાની ધારણા છે. પ્રયાગરાજ અને કાનપુરથી સીએમઓ સ્તરના ડોકટરો બાંદા પહોંચે ત્યાર બાદ જ પોસ્ટમોર્ટમ શરૂ થશે. મુખ્તારનો નાનો પુત્ર ઓમર અંસારી બાંદામાં છે. મુખ્તારનો મૃતદેહ તેમને જ સોંપવામાં આવશે. મુખ્તારના ભત્રીજા અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મન્નુ અંસારીએ કહ્યું કે ગાઝીપુરમાં શાંતિ જાળવવી એ અંસારી પરિવારની પ્રથમ પ્રાથમિકતા છે. એટલા માટે પરિવારના બાકીના સભ્યો ગાઝીપુરમાં રોકાયા હતા. તેમણે કહ્યું કે તેમને વહીવટીતંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે મુખ્તારને આજે જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

  • 29 Mar 2024 07:00 AM (IST)

    અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6

    અફઘાનિસ્તાનમાં આજે સવારે 5:11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી.

  • 29 Mar 2024 06:57 AM (IST)

    ખંભાળીયામાં 1000 કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

    દેવભૂમિદ્વારકાના ખંભાળીયા રાજપૂત સમાજની વાડી ખાતે પૂનમ માડમ તેમજ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની હાજરીમાં 1000 કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. દ્વારકા જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ આગેવાન એભા કરમુર 1000 કાર્યકરો સાથે કેસરિયો ધારણ કર્યો. જીલ્લા પંચાયત સદસ્ય,APMC ખંભાળિયા ડિરેક્ટર,ખેતી બેંકના ડિરેક્ટર સહિતના હોદાઓ પર રહેતા એભા કરમુર વિશાળ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા.

    કોંગ્રેસના તાલુકા પંચાયતના 3 સદસ્યો ,4 માંજી તાલુકા પંચાયત સદસ્ય, 2 APMC ખંભાળિયાના ડાયરેકટર તથા 15 જેટલા ગ્રામ પંચાયત સરપંચ તથા સદસ્યોએ કોંગ્રેસને અલવિદા કહ્યું. કોંગ્રેસને મરણતોલ ફટકો જિલ્લાના અનેક રાજકીય આગેવાનો ભાજપમાં જોડાયા છે.

  • 29 Mar 2024 06:33 AM (IST)

    ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકના કારણે મોત

    મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. યુપી પોલીસ રસ્તાઓ પર ફ્લેગ માર્ચ કરી રહી છે. જણાવી દઈએ કે કુખ્યાત માફિયા મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.

Published On - Mar 29,2024 6:31 AM

Follow Us:
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
g clip-path="url(#clip0_868_265)">