IPL 2024 RR vs DC Live Score : રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું, હોમ ટીમની જીતનો ટ્રેન્ડ યથાવત

| Updated on: Mar 28, 2024 | 11:28 PM

આજે 28 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

IPL 2024 RR vs DC Live Score : રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું, હોમ ટીમની જીતનો ટ્રેન્ડ યથાવત
RR vs DC

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની આઠમી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 14 ઉમેદવારોના નામ છે. ડોલી શર્માને ગાઝિયાબાદથી ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ બુધવારે ભાજપે તેની સાતમી યાદી પણ બહાર પાડી હતી. પાર્ટીએ મહારાષ્ટ્રના અમરાવતીથી નવનીત રાણાને ટિકિટ આપી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલ પીઆઈએલ પર આજે એટલે કે ગુરુવારે સુનાવણી થશે.

સુરજીત યાદવ નામના વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ 22 માર્ચથી EDની કસ્ટડીમાં છે. આવી સ્થિતિમાં તેમને સીએમ પદ પરથી હટાવવા જોઈએ. આ અંગે કોર્ટ દ્વારા આદેશ પસાર કરવો જોઈએ. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબા આજે ભારતની મુલાકાતે આવશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Mar 2024 11:27 PM (IST)

    રાજસ્થાને દિલ્હીને હરાવ્યું

    રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું, હોમ ટીમની જીતનો ટ્રેન્ડ યથાવત, દિલ્હીની સતત બીજી હાર, રાજસ્થાનની સતત બીજી જીત

  • 28 Mar 2024 11:01 PM (IST)

    ચહલે બીજી વિકેટ ઝડપી

    દિલ્હી કેપિટલ્સને પાંચમો ઝટકો, અભિષેક પોરેલ 9 રન બનાવી થયો આઉટ, યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સને પાંચમી સફળતા અપાવી

  • 28 Mar 2024 10:49 PM (IST)

    ચહલે પંતને કર્યો આઉટ

    દિલ્હી કેપિટલ્સને ચોથો ઝટકો, રિષભ પંત 28 રન બનાવી થયો આઉટ, યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સને ચોથી સફળતા અપાવી

  • 28 Mar 2024 10:39 PM (IST)

    ડેવિડ વોર્નર આઉટ

    દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો, ડેવિડ વોર્નર 49 રન બનાવી થયો આઉટ, આવેશ ખાને રાજસ્થાન રોયલ્સને ત્રીજી સફળતા અપાવી.

  • 28 Mar 2024 10:31 PM (IST)

    દિલ્હી 89/2 (10 ઓવર)

    10 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 89/2, વોર્નર-રિષભ પંત ક્રિઝ પર

  • 28 Mar 2024 10:14 PM (IST)

    6 ઓવર બાદ દિલ્હી 59/2

    6 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 59/2, વોર્નર-રિષભ પંત ક્રિઝ પર

  • 28 Mar 2024 10:03 PM (IST)

    બર્ગરે બીજી વિકેટ ઝડપી

    દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો, રિકી ભુઈ 0 રન બનાવી થયો આઉટ, નંદ્રે બર્ગરે રાજસ્થાન રોયલ્સને બીજી સફળતા અપાવી

  • 28 Mar 2024 09:59 PM (IST)

    મિચેલ માર્શ આઉટ

    દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો, મિચેલ માર્શ 23 રન બનાવી થયો આઉટ, નંદ્રે બર્ગરે રાજસ્થાન રોયલ્સને પહેલી સફળતા અપાવી.

  • 28 Mar 2024 09:33 PM (IST)

    રિયાન પરાગની ધમાકેદાર બેટિંગ

    રિયાન પરાગની ધમાકેદાર બેટિંગ, અંતિમ ઓવરમાં ફટકાર્યા 25 રન, સ્કોર 185 પર પહોંચ્યો

  • 28 Mar 2024 09:03 PM (IST)

    રિયાન પરાગની ફિફ્ટી પૂર્ણ

    રિયાન પરાગે ફિફ્ટી ફટકારી છે. 35 બોલમાં 31 રન પૂર્ણ કર્યા છે. આ સાથે ટીમ સ્કોર 132 પર પહોંચાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

  • 28 Mar 2024 08:48 PM (IST)

    આર અશ્વિન થયો આઉટ

    રાજસ્થાન તરફથી આર અશ્વિને સારી ઈનિંગ રમી હતી અને 19 બોલમાં 3 સિક્સરની મદદથી 29 રન બનાવ્યા હતા. તેને રિયાન પરાગ સાથે મળીને ચોથી વિકેટ માટે 37 બોલમાં 54 રનની સારી ભાગીદારી કરી હતી. અશ્વિનની ઈનિંગ્સનો અંત અક્ષર પટેલે લાવ્યો અને તે સ્ટબ્સના હાથે કેચ આઉટ થયો હતો. હવે ધ્રુવ જુરેલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. 14 ઓવરના અંતે રાજસ્થાનની ટીમે 4 વિકેટે 93 રન બનાવી લીધા છે.

  • 28 Mar 2024 08:45 PM (IST)

    પરાગ અને અશ્વિન વચ્ચે 50થી વધુ રનની ભાગીદારી

    રિયાન પરાગ અને અશ્વિન વચ્ચે ચોથી વિકેટ માટે 34 બોલમાં 52 રનની ભાગીદારી છે. રિયાન 24 બોલમાં 24 રન અને અશ્વિન 18 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે.

  • 28 Mar 2024 08:39 PM (IST)

    રાજસ્થાનનો સ્કોર 77/3

    12 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર ત્રણ વિકેટે 77 રન છે. અશ્વિન 16 બોલમાં ત્રણ સિક્સરની મદદથી 27 રન અને પરાગ 19 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 28 બોલમાં 41 રનની ભાગીદારી છે.

  • 28 Mar 2024 08:36 PM (IST)

    એનરિક નોરખિયાની ઓવરમાં અશ્વિને ફટકારી બે સિક્સર

    રવિચંદ્રન અશ્વિને 11મી ઓવરમાં એનરિક નોરખિયાની ઓલરમાં બે સિક્સર ફટકારી હતી. 11 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર ત્રણ વિકેટે 73 રન છે. અશ્વિન 12 બોલમાં 25 રન અને પરાગ 17 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 22 બોલમાં 37 રનની ભાગીદારી છે.

  • 28 Mar 2024 08:31 PM (IST)

    દિલ્હીની દમદાર બોલિંગ

    રાજસ્થાનની અડધી ઈનિંગ પૂરી થઈ, દિલ્હીની દમદાર બોલિંગ, 10 ઓવર બાદ રાજસ્થાન રોયલ્સની એવરેજ બેટિંગ, દિલ્હીના બોલરોનો દબદબો

  • 28 Mar 2024 08:16 PM (IST)

    કુલદીપ યાદવે બટલરને કર્યો આઉટ

    રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, જોસ બટલર માત્ર 11 રન બનાવી થયો આઉટ, કુલદીપ યાદવે રાજસ્થાન રોયલ્સને ત્રીજી સફળતા અપાવી

  • 28 Mar 2024 08:04 PM (IST)

    સંજુ સેમસન આઉટ

    રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, સંજુ સેમસન માત્ર 15 રન બનાવી થયો આઉટ, ખલીલ અહેમદે રાજસ્થાન રોયલ્સને બીજી સફળતા અપાવી

  • 28 Mar 2024 08:01 PM (IST)

    રાજસ્થાન 5 ઓવર બાદ 29/1 

    દિલ્હી કેપિટલ્સની મજબૂત બોલિંગ, રાજસ્થાન 5 ઓવર બાદ 29/1

  • 28 Mar 2024 07:44 PM (IST)

    મુકેશ કુમારે યશસ્વીને કર્યો બોલ્ડ

    રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, યશસ્વી જયસ્વાલ માત્ર 5 રન બનાવી થયો આઉટ, મુકેશ કુમારે રાજસ્થાન રોયલ્સને પહેલી સફળતા અપાવી

  • 28 Mar 2024 07:38 PM (IST)

    પહેલી ઓવરમાં માત્ર 4 રન

    પહેલી ઓવરમાં માત્ર 4 રન આવ્યા, ખલીલ અહેમદની મજબૂત બોલિંગ

  • 28 Mar 2024 07:36 PM (IST)

    મુકાબલો શરૂ

    રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો શરૂ, યશસ્વી અને બટલર ક્રિઝ પર હાજર

  • 28 Mar 2024 07:12 PM (IST)

    રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવન

    યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, રેયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, નાન્દ્રે બર્જર, આર અશ્વિન, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

  • 28 Mar 2024 07:11 PM (IST)

    રાજસ્થાનમાં કોઈ ફેરફાર નહીં

    રાજસ્થાન રોયલ્સની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગત મેચની પ્લેઈંગ 11 સાથે જ સંજુ સેમસન મેદાનમાં ઉતરશે.

  • 28 Mar 2024 07:10 PM (IST)

    દિલ્હીની પ્લેઈંગ ઈલેવન

    ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિકી ભુઈ, રિષભ પંત, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, એનરિક નોરખિયા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, રિકી ભુઈ.

  • 28 Mar 2024 07:09 PM (IST)

    દિલ્હીની ટીમમાં 2 ફેરફાર

    દિલ્હીની ટીમમાં 2 ફેરફાર, પ્લેઈંગ ઈલેવનમાં નોરખિયા અને મુકેશ કુમારની એન્ટ્રી, ઈશાંત શર્મા, શે હોપ આઉટ.

  • 28 Mar 2024 07:08 PM (IST)

    રિષભ પંતની 100મી મેચ

    રિષભ પંતે IPLમાં આજે 100મી મેચ રમશે, દિલ્હીની ટીમે પંતને ખાસ જર્સી ગિફ્ટ આપી.

  • 28 Mar 2024 07:05 PM (IST)

    દિલ્હીએ જીત્યો ટોસ

    દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને રાજસ્થાન રોયલ્સને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

  • 28 Mar 2024 05:45 PM (IST)

    1996ના NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને ફટકારી કેદની સજા

    • બનાસકાંઠામાં 1996ના NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત થવાનો કેસ
    • પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે ફટકારી 20 વર્ષ સખત કેદની સજા અને 2 લાખનો દંડ
    • ગઈકાલે પાલનપુર કોર્ટે એનડીપીએસ કેસમાં દોષિત જાહેર કર્યા હતા
    • સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ હાજર રહ્યા હતા
    • પોલીસ જાપ્તા હેઠળ સંજીવ ભટ્ટને પાલનપુર સબ જેલમાં લઇ જવાશે
  • 28 Mar 2024 05:27 PM (IST)

    ગોવિંદા ફરી રાજકારણમાં એન્ટ્રી, શિવસેના શિંદે જૂથમાં જોડાયા

    ગોવિંદાએ ગુરુવારે CM એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના શિંદે જૂથનું સભ્યપદ લીધું. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી તેમને મુંબઈ નોર્થ વેસ્ટથી મેદાનમાં ઉતારી શકે છે. આ પહેલા ગોવિંદા 2004માં લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

  • 28 Mar 2024 05:24 PM (IST)

    લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

    જામનગરમાં લાલપુર ચોકડી પાસે રોડ જોખમી રીતે બાઈચાલકે સ્ટંટ કર્યો હતો. બાઈકચાલકના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કારચાલકે યુવકનો બાઈક પર સ્ટંટ દરમિયાન વીડિયો બનાવ્યો હતો.

  • 28 Mar 2024 05:24 PM (IST)

    અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

    અમદાવાદમાં મળેલી રાજપૂત સમાજની બેઠકમાં આગેવાનોએ રણટંકાર કરી તેમની ટિકિટ રદ કરવાની માગ કરી છે. સાથે જ જ્યાં સુધી રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. તો ભાજપના નેતાઓએ હવે પાટીલના માર્ગદર્શન હેઠળ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકોનો દોર યોજી ડેમેજ કંટ્રોલ માટે કવાયત શરૂ કરી છે.

  • 28 Mar 2024 05:23 PM (IST)

    સરળ થયું પીએચડીમાં એડમિશન, હવે નહીં આપવી પડે પ્રવેશ પરીક્ષા

    યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પીએચડી એડમિશનને લઈને નવો નિયમ બહાર પાડ્યો છે. આનો અમલ શૈક્ષણિક સત્ર 2024-25થી કરવામાં આવશે. યુસીજીએ આ સંદર્ભમાં નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. ચાલો જાણીએ પીએચડી એડમિશનને લઈને યુજીસીનો નવો નિયમ શું છે.

  • 28 Mar 2024 01:55 PM (IST)

    પરસોતમ રૂપાલાને લઇને ભાજપનું ડેમેજ કન્ટ્રોલ

    • ક્ષત્રિય આગેવાનો સાથે ભાજપ દ્રારા ચર્ચા ચાલી રહી છે.
    • સી આર પાટીલની અધ્યક્ષતામાં ચાલી રહી છે ચર્ચા
    • એકાદ બે દિવસમાં આ વિવાદનો અંત આવશે તેવો ભાજપનો દાવો
  • 28 Mar 2024 01:40 PM (IST)

    વડાપ્રધાન ડિગ્રી વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી

    • કોર્ટે વર્ષ 2023 માં ચુકાદો આપતા કેજરીવાલને 25 હજારના દંડ સાથે અરજીનો નિકાલ કર્યો હતો
    • ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર ડિગ્રી ના હોવાની બાબત સાથે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી
    • યુનિવર્સિટી તરફથી સમયની માંગ કરવામાં આવી
    • 25 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાશે
  • 28 Mar 2024 12:47 PM (IST)

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બન્યા પિતા, પુત્રીનો જન્મ

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પિતા બન્યા છે. તેમની પત્નીએ એક પુત્રીને જન્મ આપ્યો છે.

  • 28 Mar 2024 12:18 PM (IST)

    ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલ એક ફ્લેટનો સ્લેબ ધરાશાયી

    • પ્રમુખ સ્વામી ફ્લેટનો સ્લેબ ધરાશાયી થતા 1 વ્યક્તિ દબાયો
    • ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ ગંભીર ઈજા પામેલ વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
    • હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન વૃદ્ધનું નીપજ્યું મોત
    • ભાવેશભાઈ પ્રમોદભાઈ શાહ નામના આધેડનું નિપજ્યું મોત
  • 28 Mar 2024 12:09 PM (IST)

    મુકેશ અંબાણીની કંપનીને દિલ્હી હાઈકોર્ટથી મોટી રાહત

    મુકેશ અંબાણીની Viacom18 ને દિલ્હી હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે કારણ કે ભારતની સૌથી મૂલ્યવાન કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની, કેટલીક વેબસાઇટ્સ દ્વારા IPL 2024 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સામે લડવા માટે સંઘર્ષ કરી રહી છે. જેઓ જાણે છે તેમના માટે, મુકેશ અંબાણીના Viacom18 એ JioCinema પર 2023-2027 સુધી IPL સ્ટ્રીમ કરવાના વિશિષ્ટ ડિજિટલ અધિકારો પ્રાપ્ત કર્યા છે. કંપનીએ IPLના ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો માટે રૂ. 23,758 કરોડની જંગી રકમ ચૂકવી હતી પરંતુ કેટલીક વેબસાઇટ હજુ પણ ગેરકાયદેસર રીતે IPL સ્ટ્રીમ કરી રહી છે. મુકેશ અંબાણીની કંપનીના અધિકારોનું રક્ષણ કરવા માટે, દિલ્હી હાઈકોર્ટે Viacom18 ની તરફેણમાં 'ડાયનેમિક+અનજેક્શન' આદેશ મંજૂર કર્યો છે. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, હાઈકોર્ટે ઘણી વેબસાઈટ પર ગેરકાયદેસર રીતે આઈપીએલ મેચો સ્ટ્રીમ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

  • 28 Mar 2024 12:01 PM (IST)

    ઈન્કમટેક્સ કેસમાં કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો

    ઈન્કમટેક્સ કેસમાં કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે 4 વર્ષથી રિએસેસમેન્ટની કાર્યવાહી પર આવકવેરા વિભાગના આદેશને પડકારતી કોંગ્રેસની અરજીને ફગાવી દીધી છે.

  • 28 Mar 2024 11:53 AM (IST)

    પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કરી ટકોર, સમય ન વેડફવા કરી અપીલ

    • સોશિયલ મીડિયામાં બિનજરૂરી મેસેજ મૂકી સમય ન વેડફવા કરી અપીલ
    • પાટીલે સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચાડવા કર્યુ સૂચન
    • બિનજરૂરી ભાષણબાજી કે ખોટા નિવેદનો સોશિયલ મિડીયામાં ન કરવા કરી ટકોર
    • લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે સોશિયલ મીડિયાનો સદ્દઉપયોગ કરવા કરાઇ અપીલ
  • 28 Mar 2024 11:52 AM (IST)

    જામનગરના રસ્તા પર મોતનો ખેલ

    • લાલપુર ચોકડી પાસે રોડ પર જીવના જોખમે બાઈક ચાલકે કર્યા સ્ટંટ
    • બાઈકચાલકના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
    • કાર ચાલકે યુવકનો બાઈક પર સ્ટંટ દરમિયાન બનાવ્યો વીડિયો
    • ઠેબા ચોકડીથી લાલપુર ચોકડી પર અવારનવાર બાઈકચાલકો કરે છે સ્ટંટ
    • અગાઉ પોલીસે પરપ્રાંતિય યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો
  • 28 Mar 2024 11:36 AM (IST)

    એરઇન્ડિયાની ગંભીર બેદરકારી આવી સામે

    • ઓસ્ટ્રેલિયાથી આવેલી ડેડબોડી કોઈપણ ખરાઈ વગર ત્રીજી વ્યક્તિને સોંપી દેવાઈ
    • મૂળ સુરેન્દ્રનગરના જીલ ખોખરાનું 17 માર્ચના રોજ અકસ્માતમાં થયું હતું નિધન
    • પરિવારજનો જીલનો મૃતદેહ લેવા એરપોર્ટ જતા એર ઇન્ડિયાની બેદરકારી આવી સામે
    • હજુ પણ ડેડબોડી ક્યાં છે તે અંગે એર ઈન્ડિયા અજાણ
    • ગઈકાલે અજાણી વ્યક્તિને ડેડબોડી સોંપાઈ
    • મુંબઈ થી એક કંપનીએ મંગાવેલા પાર્ટ્સની જગ્યાએ ડેડબોડી સોંપાઈ
    • એર ઇન્ડિયાએ તમામ દોષનો ટોપલો એરપોર્ટ ઓથોરિટી પર નાખ્યો
    • પાર્સલ આવી જાય પછી અમે ગોડાઉનને આપી દઈએ છે: એર ઇન્ડિયા કર્મચારી
    • DGCA અને AAI ને કડક પગલાં લેવા પરિજનોની માંગ
  • 28 Mar 2024 11:04 AM (IST)

    ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર

    • લોકસભાની ચૂંટણી બાદ રાજ્ય સરકારમા આવશે વિસ્તરણ
    • કેટલાક મંત્રીઓ ડ્રોપ કરાશે
    • ભૂપેન્દ્ર પટેલ 2.0ના નવા ચહેરાઓને તક મળશે
    • અર્જુન મોઢવાડીયા તથા સી જે ચાવડાને પણ મંત્રી મંડળમાં સમાવેશ થઈ શકે છે
    • જુલાઈ મહિના બાદ થશે વિસ્તરણ
  • 28 Mar 2024 10:49 AM (IST)

    1996ના NDPS કેસમા પૂર્વ IPS સંજીવ ભટ્ટને 12 વાગ્યે કોર્ટેમા કરાશે રજૂ

    • રાજસ્થાનના પાલીના વકીલને પાલનપુરની હોટલમાં ડ્રગ્સ રાખી ખોટા કેસમાં ફસાવવાનો છે આરોપ
    • આજે 3 વાગ્યે પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને આપી શકે છે સજા
    • ગઈકાલે પાલનપુરની બીજી એડિશનલ કોર્ટે સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત જાહેર કર્યા છે
  • 28 Mar 2024 10:10 AM (IST)

    અભ્યારણ્યમાં એશિયાટિક સિંહોના અકાળે મોતનો મામલો

    • કોર્ટ મિત્ર હેમાંગ શાહે કોર્ટમાં રજૂ કર્યો રિપોર્ટ
    • અનેક સૂચનો અને સુધારા દર્શાવતો અહેવાલ કોર્ટમાં મૂક્યો
    • ગીર અભ્યારણ્યમાં ગેસ પાઇપ લાઇન, ઓઇલ અને ઓપ્ટિકલ ફાઇબરની મંજૂરી રદ કરવામાં આવે : કોર્ટ મિત્ર
    • રેલ લાઇન મામલે થતી કાર્યવાહીને નિયંત્રિત કરવામાં આવે : કોર્ટ મિત્ર
    • વન વિભાગ દ્વારા રેલવેને અપાયેલી વિદ્યુતિકરણની મંજૂરી રદ કરવામાં આવે : કોર્ટ મિત્ર
    • રેલ લાઇનને બ્રોડ ગેજ કરવાની પ્રક્રિયા પણ રોકવા કોર્ટ મિત્રનું સૂચન
    • કોર્ટ મિત્રના અહેવાલને કોર્ટે મંજૂર રાખ્યો, આગામી દિવસોમાં સુનાવણી
  • 28 Mar 2024 09:45 AM (IST)

    ડીસાના ગવાડી વિસ્તારમાંથી યુવકનું અપહરણ

    • પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ
    • યુવતીના ભાઈ સહિત શખ્સોએ કર્યું અપહરણ
    • બળજબરીથી યુવકને રિક્ષામાં નાખી ઉઠાવી ગયા
    • યુવકને ઢોર માર મારી ,ઇન્જેક્શન આપી બેભાન કરી ફેંકી દીધો
    • ઇજાગ્રસ્ત યુવક પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ
    • અપહરણકર્તા યુવતીના ભાઈ અરબાઝખાન ઉર્ફે રાજીયો પઠાણ સહિત ચાર સામે ફરિયાદ
    • અપહરણની સમગ્ર ઘટના વીડિયો કેમેરામાં કેદ થઈ
    • ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી
  • 28 Mar 2024 09:16 AM (IST)

    સુરત પાલિકામાં સુરક્ષા કર્મીઓની ડબલ ડ્યુટી

    • બીજે પણ નોકરી કરતા 142 સુરક્ષા કર્મી ઝડપાયા
    • ઓછા ગાર્ડની ફરિયાદો આવતા તપાસમાં આવ્યુ સામે
    • તપાસમાં સુરક્ષાકર્મી એક કરતા વધુ શિફ્ટ કરતા ઝડપાયા
    • બાગ- બગીચા અને BRTSમાં કાર્યરત 10 સિક્યોરીટી એજન્સીની ગોલમાલ
    • સિક્યુરિટી એજન્સી પર રૂપિયા 5.78 લાખની પેનલ્ટી
    • સુરક્ષા ગાર્ડ પાસે 8 કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડરમાં શરત
    • નિયત સંખ્યામાં ગાર્ડ હાજર રહેતા ન હોવાની સ્થિતિમાં અગાઉ પણ એક કર્મી પાસે 8-8 કલાકની 2 શિફટ મુજબ કામ લેવાતું હોવાની ફરિયાદ ઊઠી હતી
  • 28 Mar 2024 09:01 AM (IST)

    મુંબઈના મલાડ વેસ્ટમાં બોમ્બે ટોકીઝ કમ્પાઉન્ડમાં આગ લાગી

    મુંબઈ મલાડ વેસ્ટ બોમ્બે ટોકીઝ કમ્પાઉન્ડમાં રાત્રે 9.15 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.

  • 28 Mar 2024 08:11 AM (IST)

    શાહી મસ્જિદ ઈદગાહ કેસમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી

    શ્રી કૃષ્ણ જન્મભૂમિ બનામ શાહી મસ્જિદ ઇદગાહ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અરજીકર્તા આશુતોષ પાંડેની અરજી પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મુસ્લિમ પક્ષે શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસને ભટકાવવા માટે નકલી સોગંદનામું દાખલ કર્યું હતું. આ પછી, મુસ્લિમ પક્ષ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી નિર્ધારિત છે.

  • 28 Mar 2024 07:38 AM (IST)

    આજે કોર્ટમાં મોટો ખુલાસો કરી શકે છે કેજરીવાલ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે કોર્ટમાં મોટો ખુલાસો કરી શકે છે. ગઈકાલે તેમની પત્ની સુનીતા કેજરીવાલે દાવો કર્યો હતો કે તેઓ કથિત દારૂ કૌભાંડના પૈસા વિશે માહિતી આપશે. આજે EDના રિમાન્ડ પૂરા થતાં કેજરીવાલ બપોરે 2 વાગ્યે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થશે.

  • 28 Mar 2024 07:00 AM (IST)

    અફઘાનિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    અફઘાનિસ્તાનમાં આજે ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. આજે સવારે 5:44 કલાકે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

  • 28 Mar 2024 06:31 AM (IST)

    લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે

    લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થશે.

Published On - Mar 28,2024 6:31 AM

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">