25 ઓક્ટબરના મહત્વના સમાચાર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2023 | 10:59 PM

ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક સુબ્રા સુરેશને રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા વિજ્ઞાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 149 રનથી હરાવ્યું હતું. ઇઝરાયેલનું મિશન હમાસને નષ્ટ કરવાનું છે, વડા પ્રધાન નેતન્યાહુએ સેનાને જણાવ્યું હતું. ઇઝરાયેલે હમાસના કમાન્ડર અબેદ અલરહમાનને મારી નાખ્યો.  દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો

25 ઓક્ટબરના મહત્વના સમાચાર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો
14 નવેમ્બરના મોટા અને મહત્વના સમાચાર

ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક સુબ્રા સુરેશને રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા વિજ્ઞાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 149 રનથી હરાવ્યું હતું. ઇઝરાયેલનું મિશન હમાસને નષ્ટ કરવાનું છે, વડા પ્રધાન નેતન્યાહુએ સેનાને જણાવ્યું હતું. ઇઝરાયેલે હમાસના કમાન્ડર અબેદ અલરહમાનને મારી નાખ્યો.  દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Oct 2023 11:06 PM (IST)

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો

    • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો
    • દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો
    • ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ લઈ જવાયા
    • સિવિલની નજીકના દબાણો દૂર કરવાની કરવામાં આવી રહી હતી કામગીરી
    • દબાણ દૂર કરતી ટીમ પર ટોળા દ્વારા કરાયો હુમલો
  • 25 Oct 2023 09:51 PM (IST)

    રાજકોટના જેતપુરમાં ટેન્કર નીચે આવી જતા બે વર્ષના બાળકનું મોત

    • રાજકોટ જેતપુરમાં રબારીકા રોડ પર પિતૃકૃપા ઉદ્યોગ નગરનો બનાવ
    • કારખાનામાં આવેલ ટેન્કર નીચે આવી જતા બે વર્ષના બાળકનું મોત
    • બાળક કારખાના બહાર રમતા સમયે ભાગવા જતા અકસ્માતે ટેન્કર નીચે આવી જતા મોત
    • મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો
    • જેતપુર ઉદ્યોગ નગર પોલીસે ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી
  • 25 Oct 2023 09:49 PM (IST)

    અમદાવાદ શહેરમાં રોગચાળામાં થોડો ઘટાડો

    ચાલુ માસમાં ઓક્ટોમ્બર મહિનામાં 23 દિવસમાં મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો ડેન્ગ્યુના 270, મેલેરિયાના 47 . ઝેરી મેલેરિયાના 9 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 233 કેસ

    ટાઇફોઇડના 274, કમળાના ૧૦૧ કોલેરાના 07 કેસો નોંધાયા છે. જોકે મહત્વની બાબત એ છે કે ડેન્ગ્યુને કારણે તાજેતરમાં જ બે મોત નોંધાયા હતા જે આરોગ્ય તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

  • 25 Oct 2023 08:55 PM (IST)

    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ થઈ જાહેર

    અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી પણ જોડાશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યો PM મોદીને મળ્યા અને તેમને પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું. ટ્રસ્ટના સભ્યોની વિનંતી પર, PM મોદીએ આમંત્રણ સ્વીકાર્યું અને કાર્યક્રમમાં હાજરી આપવા માટે સંમત થયા. તમને જણાવી દઈએ કે રામ મંદિરમાં અભિષેક કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાશે. કાર્યક્રમનું આયોજન દિવસના 12:30ની આસપાસ કરવામાં આવશે. હાલ અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

  • 25 Oct 2023 08:20 PM (IST)

    વિરમગામમાં રખડતા પશુએ રાહદારીને અડફેટે લીધો

    • શહેરના મીલ રોડ વિસ્તારમાં રખડતા પશુએ રાહદારીને અડફેટે લીધો
    • રાહદારીને માથા હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી
    • વિરમગામ સરકારી હોસ્પિટલ સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો
    • હર્ષદ ઠાકોર નામના 42 વર્ષીય રાહદારી ગંભીર ઈજાગ્રસ્ત
  • 25 Oct 2023 07:21 PM (IST)

    હિંમતનગરના મહેતાપુરા ઢાળ પાસે અકસ્માત સર્જાયો

    સાબરકાંઠા હિંમતનગરના મહેતાપુરા ઢાળ પાસે અકસ્માત સર્જાયો છે. બાઇકચાલક દ્વારા કારને ઓવરટેક કરવા જતા અકસ્માત નડ્યો. સામેથી આવતી જીપ સાથે ટકરાતા બાઇકચાલક અને બાઇકસવાર પટકાયા. હિંમતનગરના વિરપુર ગામના બે યુવાનને ગંભીર ઇજાઓ. પહોંચી છે. એક ઇજાગ્રસ્તને જ્યુપીટર અને બીજાને અમદાવાદ ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • 25 Oct 2023 07:20 PM (IST)

    સોમનાથ તીર્થમાં દિપડો પાંજરે પૂરાયો

    ગીર સોમનાથના સોમનાથ તીર્થમાં સ્થાનિકોમાં ભય ફેલાવનાર દિપડો પાંજરે પૂરાયો. છેલ્લા ત્રણેક માસથી ફફડાટ ફેલાવનાર દીપડો ત્રિવેણી સંગમ નજીકથી પાંજરે પૂરાયો.

  • 25 Oct 2023 06:21 PM (IST)

    વેસુ વિસ્તારની સગીરાનું વિધર્મી દ્વારા અપહરણ

    સુરત શહેરના વેસુ વિસ્તારની સગીરાનું વિધર્મી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. વેપારીની 14 વર્ષીય દીકરીનું મહારાષ્ટ્રના વિધર્મી યુવકે અપહરણ કર્યુ હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી સગીરાને સુરત આવી ભગાડી ગયો હતો. સુરતની હોટેલમાં જન્મ દિનની ઉજવણી કરી અપહરણ કર્યું હતું. વેસુ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો નોંધાયો હતો. વેસુ પોલીસે આરોપી મુસીબની અટકાયત કરી.

  • 25 Oct 2023 06:19 PM (IST)

    અમદાવાદ જૂના વાડજ રામાપીર ટેકરા પાસે ટ્રકમાં આગ લાગી

    • જૂના વાડજ રામાપીર ટેકરા પાસે ટ્રકમાં આગ લાગી
    • સાથે સીએનજી પાઇપલાઇન લીકેજ થતા લાગી આગ
    • ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડી ઘટના સ્થળે હાજર
    • આગ બુઝાવવાની કામગીરી ચાલુ
    • ગેસ કંપનીને કરાઈ જાણ
  • 25 Oct 2023 05:57 PM (IST)

    ST વિભાગીય નિગમના કર્મચારીઓનો વિરોધ

    • પડતર પ્રશ્નોને લઇ ST વિભાગીય નિગમના કર્મચારીઓનો વિરોધ
    • શહેરની કાલાવડ નાકા બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
    • જિલ્લાના 1200 જેટલાં કર્મચારી અઠવાડિયા સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે
    • અઠવાડિયામાં સરકાર તરફથી કોઈ નિર્ણય નહીં આવે તો આગામી 2 તારીખથી બસો બંધ કરવાની ચિમકી
  • 25 Oct 2023 05:55 PM (IST)

    રાજકોટના કુવાડવા વિસ્તારના શુક્લ પીપળિયા ગામે બે જૂથ વચ્ચે મારામારી

    રાજકોટમાં કુવાડવા વિસ્તારના શુક્લ પીપળિયા ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. રાજકોટમાં સરકારી જમીનમાંથી પથ્થર ભરવા મુદ્દે બબાલ થઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીનમાંથી કરાતા ખનનને લઇને બબાલ થઈ હતી. મારામારીની ઘટનામાં ત્રણ શખ્સ ઇજાગ્રસ્ત થયા છે. ત્રણ કારના કાચ તોડવામાં આવ્યા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 25 Oct 2023 05:48 PM (IST)

    દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત 11 જેટલા રોડ અપગ્રેડેશન કરાશે

    દાહોદ શહેરના ગોધરા રોડથી ઠક્કર ફળિયા સુધીનો રોડ અપગ્રેડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા રોડ અપગ્રેડેશનની કામગીરી શરૂ કરાઈ છે. મહત્વનુ છે કે સ્માર્ટ સિટી અંતર્ગત 11 જેટલા રોડ અપગ્રેડેશન કરાશે. ગોધરા રોડથી બસ સ્ટેશન વિસ્તાર સુધી તબક્કાવાર સ્માર્ટ સિટી રોડના અપગ્રેડેશનની કામગીરી કરાશે. તમામ વિસ્તારોમાં રસ્તા ઉપર આવેલા દબાણ દૂર કરવા બાબતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વહીવટી તંત્રની ટીમો દ્વારા માપણી કરાઈ છે. શહેરના તળાવ ફળિયા, ભીલવાડા, મારવાડી ચાલ તથા ઠક્કર ફળિયા વિસ્તારમાં મકાનોની માપણી કરાઈ છે. દબાણકર્તાઓમાં હાલ ફફડાટ જોવા મળ્યો છે.

  • 25 Oct 2023 05:39 PM (IST)

    વલસાડમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

    • વલસાડમાં છાતીમાં દુખાવો ઉપડતા  30 વર્ષીય યુવકનું મોત
    • છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું
    • સારવાર દરમિયાન મોત થયું
    • કૈલાશ રોડ પર રહેતા આકાશ રાજુ રાઠોડનુ મોત
    • બે દિવસથી યુવકને છાતીમાં દુખાવો થતો હતો
    • આજે વધુ દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયો હતો
  • 25 Oct 2023 05:07 PM (IST)

    ગોંડલ ઘોઘાવદર ગામ નજીક અકસ્માત

    • રાજકોટ ગોંડલ ઘોઘાવદર ગામ નજીક કારને અકસ્માત નડ્યો
    • કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઇ
    • કારમાં સવાર 4 મિત્રને ગંભીર ઈજા પહોંચી
    • જેતપુરથી દેવળા મંદિરે દર્શન કરવા જતાં હતાં
    • પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા
    • ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
  • 25 Oct 2023 05:06 PM (IST)

    અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીમાં હુમલાની ઘટના

    • સુરતના અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીમાં હુમલાની ઘટના સામે આવી છે.
    • ઇન્ડસ્ટ્રીના લુમ્સના કારખાના માલિક પર જીવલેણ હુમલો.
    • હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ.
    • અજાણ્યા ઈસમો ઓફિસમાં આવી ચપ્પુના ઘા મારી ફરાર.
    • અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
  • 25 Oct 2023 04:24 PM (IST)

    આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે, બપોરે ગરમી અને રાત્રે તાપમાન ઘટવાની આગાહી

    આગામી દિવસોમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળશે. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગાહી મુજબ બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. એટલે કે રાત્રી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે. અમદાવાદમાં હાલમાં 37 ડીગ્રીની આસપાસ તાપમાન દિવસે રહેવાની સંભાવના છે. જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં બપોરનુ તાપમાન 38 ડીગ્રીની આસપાસ રહેશે.

  • 25 Oct 2023 03:28 PM (IST)

    ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસર ભરતી વિવાદમાં રિપોર્ટ સબમિટ કરાયો,19 પ્રોફેસરોની ભરતીને લઈને શિક્ષણ વિભાગમાં ફરિયાદ

    • ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસર ભરતી વિવાદમાં રિપોર્ટ સબમિટ કરાયો
    • વિવિધ વિભાગમાં 19 પ્રોફેસરોની ભરતીને લઇ શિક્ષણ વિભાગમાં થઈ હતી ફરિયાદ
    • ફરિયાદ બાદ તપાસ કમિટીની કરાઇ હતી રચના
    • કમિટીએ જાહેરાતથી લઇ ભરતીના દસ્તાવેજોની કરી ચકાસણી
  • 25 Oct 2023 01:46 PM (IST)

    જામનગરમાં વધુ એક મોત, 37 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

    રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જામનગરમાં 37 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. અચાનક છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે.

  • 25 Oct 2023 01:38 PM (IST)

    ચારધામની યાત્રાનું સમાપન, કેદારનાથ-બદ્રીનાથના કપાટ આ તારીખે થશે બંધ

    ચારધામની યાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં સ્થિત પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના દરવાજા 18મી નવેમ્બરથી બંધ કરી દેવામાં આવશે અને તેની સાથે જ ઉપરી ગઢવાલ હિમાલય વિસ્તારમાં આ વર્ષની ચારધામ યાત્રાનું સમાપન થશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે મંગળવારે જણાવ્યું હતું કે બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે 18 નવેમ્બરે બપોરે 03:33 વાગ્યાથી બંધ થઈ જશે. જ્યારે કેદારનાથ ધામ 15 નવેમ્બરે ભાઈબીજના અવસર પર બંધ રહેશે.

  • 25 Oct 2023 01:35 PM (IST)

    રાજ્યમાં હાર્ટ એટેકનો કેર, નવરાત્રી દરમિયાન 36 લોકોના મોત 760થી વધુ કેસ નોંધાયા

    રાજ્યમાં નવરાત્રિ દરમિયાન જોવા મળ્યો હાર્ટ એટેકનો કેર જોવા મળ્યો હતો.નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકથી 36 લોકોનાં મોત થયા છે. જ્યારે કુલ 766 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ સાંજે 6 વાગ્યાથી રાતના બે વાગ્યા સુધીના અરસામાં નોંધાયા છે. જેમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

  • 25 Oct 2023 12:15 PM (IST)

    વલ્લભવિદ્યાનગરમાં કચરા પેટીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

    આણંદના વિદ્યાનગરમાં કચરા પેટીમાં નવજાત બાળકી મળી આવી હતી. કોઈ નિષ્ઠુર જનેતાએ બાળકીને જન્મ આપી કચરાપેટીમાં ત્યજી દીધી હોવાની જાણકારી મળી રહી છે. કચરા પેટીમાંથી બાળકીનાં રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા. બાળકીને મેડિકલ પરીક્ષણ માટે 108 માં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. વલ્લભવિદ્યાનગર પોલીસે નવજાત બાળકીનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

  • 25 Oct 2023 12:04 PM (IST)

    દિલ્હીની હવામાં ઝેર ! દર વર્ષે દેશમાં ઝેરી હવાથી 70 લાખના મોત

    WHOના રિપોર્ટ મુજબ દિલ્હીની હવા અને આકાશમાં રહેલું ધુમ્મસ લોકોના જીવન માટે મોટો ખતરો છે. આ કારણે જ અહીના લોકો સ્ટ્રોક, હ્રદય રોગ, ફેફસાના કેન્સર, તીવ્ર અને ક્રોનિક શ્વસન રોગોનો શિકાર બની જાય છે, જેના પરિણામે વાયુ પ્રદૂષણ દર વર્ષે લગભગ 70 લાખ લોકોના અકાળ મૃત્યુનું કારણ છે.

  • 25 Oct 2023 11:19 AM (IST)

    ઈઝરાયલની ગાઝા પર તાબળતોડ ફાયરિંગ, 700 પેલેસ્ટાઈનીઓના મોત

    ઈઝરાયેલે ગાઝામાં ફરી હુમલો કર્યો છે. માત્ર 24 કલાકમાં ઈઝરાયેલે ગાઝામાં 700 પેલેસ્ટાઈનીઓને મારી નાખ્યા. આ ડેટા પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલે ગાઝામાં હમાસની 400 જગ્યાઓને નિશાન બનાવી હતી.

  • 25 Oct 2023 09:41 AM (IST)

    Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક, પાલનપુર બ્રિજ દુર્ઘટના અંગે થશે ચર્ચા

    Gandhinagar : ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet meeting) મળવા જઇ રહી છે. બેઠકમાં કેબિનેટના મંત્રીઓની હાજરીમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થયેલી બ્રિજ દુર્ઘટના સંદર્ભે  ચર્ચા થવાની છે.

  • 25 Oct 2023 07:14 AM (IST)

    IDF ફાઇટર પ્લેન્સનો સીરિયન સેના પર હુમલો

    IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ) એ ટ્વીટ કર્યું, સીરિયાથી ઇઝરાયેલ તરફ રોકેટ પ્રક્ષેપણના જવાબમાં, IDF યુદ્ધ વિમાનોએ સીરિયન આર્મી સાથે જોડાયેલા લશ્કરી માળખા અને મોર્ટાર લોન્ચર્સ પર હુમલો કર્યો.

  • 25 Oct 2023 07:12 AM (IST)

    મહારાષ્ટ્રના ભિવંડીમાં બોઈલરમાં વિસ્ફોટના કારણે ભિષણ આગ

    મહારાષ્ટ્રના ભિવંડીમાં બોઈલર ફાટવાના કારણે આગ ફાટી નીકળી હતી. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

  • 25 Oct 2023 07:11 AM (IST)

    મીનાક્ષી અમ્મન મંદિરમાં લગભગ 108 મહિલાઓએ વીણા વાદન કર્યુ

    તમિલનાડુ: મદુરાઈના મીનાક્ષી અમ્મન મંદિરમાં લગભગ 108 મહિલા વીણા કલાકારોએ પરફોર્મ કર્યું.

  • 25 Oct 2023 07:10 AM (IST)

    હવે યુદ્ધવિરામથી હમાસને જ ફાયદો થશેઃ જોન કિર્બી

    “અમે એ સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખીશું કે ઇઝરાયેલ પાસે પોતાને બચાવવા માટે જરૂરી સાધનો અને ક્ષમતાઓ છે,” જ્હોન કિર્બીએ કહ્યું, વ્યૂહાત્મક સંચાર માટેના NSC સંયોજક. અમે તે માનવતાવાદી સહાય મેળવવાના પ્રયાસો ચાલુ રાખીશું. અમે બંધકો અને લોકોને ગાઝામાંથી યોગ્ય રીતે બહાર કાઢવાના અમારા પ્રયાસો ચાલુ રાખીશું. અત્યારે, યુદ્ધવિરામથી ખરેખર હમાસને જ ફાયદો થશે. અમે હવે અહીં છીએ.

  • 25 Oct 2023 07:09 AM (IST)

    કઝાકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાત લેશે: રાજદૂત નૂરલાન

    નવી દિલ્હી: કઝાકિસ્તાન પ્રજાસત્તાક દિવસના અવસર પર, ભારતમાં કઝાકિસ્તાન પ્રજાસત્તાકના રાજદૂત નુરલાન ઝાલ્ગાસબાયેવ કહે છે, “અમારા દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં, આ વર્ષે અમારી પાસે બે મોટી ઇવેન્ટ હતી – જુલાઈમાં SCO સમિટ અને વૉઇસ ઑફ ધ ગ્લોબલ. જાન્યુઆરીમાં દક્ષિણ.. અલબત્ત, અમે આશા રાખીએ છીએ કે મારા રાષ્ટ્રપતિ (કાસિમ-જોમાર્ટ ટોકાયેવ) અહીં આવશે. આ અમારું લક્ષ્ય છે, મુખ્ય લક્ષ્ય છે કારણ કે પ્રથમ રાષ્ટ્રપતિની છેલ્લી મુલાકાત 2009 માં હતી.

  • 25 Oct 2023 07:09 AM (IST)

    જર્મનીના દરિયાકાંઠે બે જહાજો અથડાયા, એકનું મોત, ચાર ગુમ

    મંગળવારે જર્મનીના દરિયાકાંઠે ઉત્તર સમુદ્રમાં બે માલવાહક જહાજો એકબીજા સાથે અથડાયા હતા અને તેમાંથી એક ડૂબી ગયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં એક નાવિકનું મોત થયું હતું અને અન્ય ચાર લાપતા થઈ ગયા હતા. જર્મનીના સેન્ટ્રલ કમાન્ડ ફોર મેરીટાઇમ ઈમરજન્સીએ જણાવ્યું કે હેલ્ગોલેન્ડ ટાપુના દક્ષિણ પશ્ચિમમાં લગભગ 22 કિલોમીટર દૂર મંગળવારે સવારે 5 વાગ્યે બે જહાજો અથડાયા હતા.

  • 25 Oct 2023 07:08 AM (IST)

    રાષ્ટ્રપતિ જો બિડેને સુબ્રા સુરેશને વિજ્ઞાન માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો

    ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક અશોક ગાડગીલને યુએસ પ્રમુખ જો બિડેન દ્વારા નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી એન્ડ ઈનોવેશન એનાયત કરવામાં આવ્યો હતો.

Published On - Oct 25,2023 7:07 AM

Follow Us:
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !
ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ
ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ
દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV
દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV
બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ
બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત
બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો
બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો
ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે
ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે
નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત
નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">