Rajkot Video: રખડતા ઢોરનો આતંક યથાવત! કોઠારીયા રોડ પર 91 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા મોત
રાજકોટમાં રખડતા ઢોરે લીધો છે વધુ એકનો ભોગ લીધો છે. શહેરના કોઠારીયા રોડ પરથી પસાર થઈ રહેલા 91 વર્ષીય ગોદાવરી ટીલાવતને રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધાનું મોત નિપજ્યું છે. વૃદ્ધા ઘરેથી મંદિર જઈ રહ્યા હતા ત્યારે હાઉસિંગ બોર્ડ પાસે રખડતા ઢોરે તેમને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે. તો દેવભૂમિ દ્વારકામાં પણ રખડાતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે.
Rajkot : રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક સામે આવતો હોય છે. આવો જ રખડતા ઢોરનો આતંક રાજકોટમાં પણ સામે આવ્યો છે. રાજકોટમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે. શહેરના કોઠારીયા રોડ પરથી પસાર થઈ રહેલા 91 વર્ષીય ગોદાવરી ટીલાવતને રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધાનું મોત નિપજ્યું છે.
વૃદ્ધા ઘરેથી મંદિર જઈ રહ્યા હતા ત્યારે હાઉસિંગ બોર્ડ પાસે રખડતા ઢોરે તેમને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે. તો દેવભૂમિ દ્વારકામાં પણ રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. દ્વારકાની શેરીઓમાં ત્રણ આખલા બાખડતા લોકોમાં ભય જોવા મળ્યો હતો.તેમજ આખલા બાખડવાના કારણે પાર્ક કરેલી બાઈકને પણ નુકસાન થયુ હતુ. તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ થોડા દિવસ અગાઉ ભર બજારમાં બે આખલા બાખડ્યા હતા.
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
