19 માર્ચના લેટેસ્ટ ન્યૂઝ: CBI મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR દાખલ કરશે, લોકપાલે રુપિયા લઈ પ્રશ્ન પુછવાના કેસમાં કર્યો આદેશ
આજે 19 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના પલક્કડમાં રોડ શો કરશે. આ પછી તે તમિલનાડુ પહોંચશે અને સાલેમમાં એક ચૂંટણી રેલીને સંબોધશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે પાર્ટીના ઘોષણાપત્ર પર ચર્ચા કરવામાં આવશે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) પણ 19 થી 20 માર્ચે મળે તેવી શક્યતા છે, જેમાં બાકીના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.
નાગરિકતા સંશોધન કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 200 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. CAA 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. CAA લાગુ કરવા માટે સરકારે 11 માર્ચે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ઉત્તર પ્રદેશની વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવાપીની અરજી પર સુનાવણી માટે 19 માર્ચની તારીખ નક્કી કરી છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર માટે TV9 સાથે રહો…
LIVE NEWS & UPDATES
-
સાઉથ એક્ટ્રેસ અરુંધતી નાયરને થયો અકસ્માત, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે
તમિલ અને મલયાલમ અભિનેત્રી અરુંધતિ નાયર વિશે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 14 માર્ચે તેણીનો માર્ગ અકસ્માત થયો હતો. અરુંધતિ નાયરને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે અને તે હાલમાં વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
-
દક્ષિણ મુંબઈ, નાસિક કે શિરડી… MNS ટૂંક સમયમાં NDAમાં બે બેઠકો સાથે જોડાશે !
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં પણ રોજેરોજ ઉથલપાથલ જોવા મળી રહી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે લોકસભા ચૂંટણી પહેલા MNS એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એનડીએમાં જોડાઈ શકે છે. આ અટકળોને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે MNSના વડા રાજ ઠાકરે, એનડીએના અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મનસેએ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ પાસે બે સીટોની માંગણી કરી છે. જે દક્ષિણ મુંબઈ, નાસિક કે શિરડીની હોઈ શકે છે.
आज केंद्रीय गृहमंत्री श्री. अमित शाह ह्यांच्याशी दिल्लीत भेट झाली. pic.twitter.com/8XMIEXydYq
— Raj Thackeray (@RajThackeray) March 19, 2024
-
-
CBI મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR દાખલ કરશે, લોકપાલે રુપિયા લઈ પ્રશ્ન પુછવાના કેસમાં કર્યો આદેશ
લોકપાલે કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા અને સાંસદ મહુઆ મોઇત્રા સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. CBIને મહુઆ મોઇત્રા સામે IPC 203(a) હેઠળ કેસ નોંધવા અને 6 મહિનાની અંદર તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે આદેશમાં સીબીઆઈને દર મહિને તપાસની પ્રગતિ વિશે લોકપાલને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 માર્ચે ભૂટાનની મુલાકાતે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 22 માર્ચ સુધી ભૂટાનની સરકારી મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા અને નેબર ફર્સ્ટ પોલિસી પર ભાર દેશે.
-
ભાજપ જેને સડેલી કેરી કહેતું હતુ તે આજે હાફુસ બની ગઈ, ગેનીબેન ઠાકોરે કેમ આવું કહ્યું ?
બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે, ડીસાના સમશેરપુરા ગામે જાહેરસભા સંબોધી હતી. આ સભામાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આગેવાનો માટે માર્મિક ટકોર કરી હતી. ગેનીબેને કહ્યું કે, જે કોંગ્રેસના અગ્રણી કાર્યકરને ભાજપ સડેલી કેરી કહેતુ હતું તેવા આગેવાનો ભાજપમાં જોડાતા જ હાફુસ કેરી જેવા બની ગયા છે. જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે તેઓ હારેલા હતા. હારેલા બીજાને શુ જીતાડી શકવાના તેવી પણ ટિપ્પણી કરી હતી.
-
-
PM મોદીના નિવાસસ્થાને મહત્વની બેઠક, અમિત શાહ અને જેપી નડ્ડા બેઠકમાં હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ત્રીજી બેઠક આગામી શુક્રવારને 22 માર્ચના રોજ યોજાશે. એ પહેલા આજની બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. સંભવ છે કે, આજની આ મહત્વની એનડીએ સંદર્ભે હોઈ શકે છે.
-
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ત્રીજી બેઠક, ટૂંક સમયમાં જાહેર કરાશે ઉમેદવારોની યાદી
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ત્રીજી બેઠક લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે, સોનિયા ગાંધી, અંબિકા સોની, રજની પાટીલ, અમી યાઝનિક, ઉત્તમ રેડ્ડી, ભક્ત ચરણ દાસ અને ગુલામ અહેમદ મીરે બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ચંદીગઢ, આંદામાન નિકોબારની બેઠકો માટે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
-
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ત્રીજી બેઠક 22 માર્ચે યોજાશે
બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ત્રીજી બેઠક આગામી શુક્રવારે 22 માર્ચે યોજાશે. આ બેઠકમાં યુપી, મહારાષ્ટ્ર, બિહાર, ઓડિશા, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ભાજપના બાકી રહેલા ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરીને મંજૂરી આપવામાં આવશે
-
GST વિભાગમાં 63 લાખ જમા ના કરાવનાર ચાર્ટડ એકાઉન્ટન્ટની ધરપકડ
વાપીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે રૂપિયા 63 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નવસારીના બિલ્ડર પાસેથી જીએસટીની ભરવાની થતી રૂ.63 લાખની રકમ નહીં ભરીને છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ચાર્ટડ એકાઉન્ટન્ટે ફરિયાદીને બોગસ ચલણ પધરાવી છેતરપિંડી આચરી છે. વાપીના જીઆઈડીસી પોલીસ મથકમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરૂધ્ધ ફરિયાદ દાખલ થતા પોલીસે ધરપકડ કરી છે.
-
અમરેલીમાં કદાવર આખલાને જોઈ ડરી ગયા સાવજો, શિકાર કરવાનું માંડી વાળી વીલા મોં એ જ થયા રવાના
એક નજરે કોઈપણને માન્યામાં ન આવે તેવા દૃશ્યો અમરેલીથી સામે આવ્યા છે. અમરેલી પંથક સિંહોનું ગઢ ગણાય છે. અમરેલી, ધારી, ખાંભા, આંબરડી, રાજુલા, ભુવા, જેસર સહિતના વિસ્તારોમાં અવારનવાર સિંહો ગામમાં આવી ચડી છે. છેલ્લા થોડા વર્ષોથી અહીં સિંહોના આંટાફેરા વધ્યા છે. આવો જ એક રાજુલાના કોવાયા ગામનો વીડિયો સામે આવ્યા છે. જ્યાં રાત્રિના સમયે શિકારની શોધમાં ત્રણ સિંહો આવી ચડ્યા હતા અને રોડની વચ્ચે ઉભેલા આખલાનો શિકાર કરવાનો ત્રણ સિંહો પ્રયાસ કરી રહ્યા હતા.
આ ત્રણેય સિંહો આખલાની ફરતે ઘણીવાર સુધી આંટાફેરા કરતા રહ્યા પરંતુ કદાવર આખલાને જોઈને ત્રણમાંથી એકપણ સિંહ તેનો પર તરાપ મારી ન શક્યો. સામાન્ય રીતે એવુ બનતુ હોય છે કે સિંહો ગાય, ભેંસને ગળેથી હુમલો કરી શિકારને ખેંચી જતા હોય છે. પરંતુ આ જે દૃશ્યો સામે આવ્યા છે તેમા જોઈ શકાય છે કે આ સિંહો આમતેમ આંટા મારી રહ્યા છે. પરંતુ શિકાર કરવાની હિંમત ભેગી નથી કરી શક્તા. ત્રણમાંથી એકપણ સિંહની એવી હિંમત ન થઈ કે આખલા પર હુમલો કરી શકે. આખરે થાકીને વીલા મોં એ ત્રણેય સિંહ શિકાર કર્યા વિના જ ત્યાંથી રવાના થઈ ગયા.
-
કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધવા મહેસાણામાં કરાઇ અરજી
કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની યુવતીઓના મુદ્દે કરેલા નિવેદનને લઈ સમાજમાં રોષ વ્યાપ્યો છે. પાસના પૂર્વ કન્વિનર દ્વારા મહેસાણા પોલીસને ફરિયાદ નોંધવા માટે અરજી કરવામાં આવી છે. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધવા માટે અરજી કરવામાં આવી છે. આમ કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ વિવાદ વધતો જવા લાગ્યો છે અને હવે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવા માટેની માંગ કરવામાં આવી છે.
મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં પાસના પૂર્વ કન્વિનર નરેન્દ્ર પટેલે લેખિત અરજી આપીને ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે. તેઓએ નિવેદનથી પાટીદાર સમાજનું ભયંકર અપમાન ગણાવ્યુ છે અને પાટીદાર નારીઓનું અપમાન ચલાવી નહીં લેવાય એમ કહ્યુ હતુ. કાજલ હિન્દુસ્તાની સામે મહેસાણામાં પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજી કરીને રજૂઆત કરવામાં આવી છે.
-
સાબરડેરીના ડિરેક્ટરે ચૂંટણી બાદ કર્યા ગંભીર આક્ષેપો, પગથિયાંમાં બેસી નોંધાવ્યો વિરોધ
સાબરડેરીની સામાન્ય ચૂંટણી હાલમાં જ સમાપ્ત થઈ છે. જેમાં 16 માથી 15 ડિરેક્ટર્સ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે માલપુર બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીની પૂર્વ ડિરેક્ટર ફરી એકવાર ચૂંટાઇ આવ્યા હતા. વિજયી થયાના દશ દિવસનો પણ સમય પૂર્ણ થયો નથી ત્યાં ડિરેક્ટરે સાબરડેરીના સત્તાધિશો સામે સવાલો કરી દીધા હતા.
જશુ પટેલે ડેરીની ઓફિસના પગથિયાંમાં બેસી જઈને વિરોધ કર્યો હતો. સાથે જ આક્ષેપો કર્યા હતા કે, સાબરડેરીના કર્મચારીઓને ડિરેક્ટરોને ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરવામાં રાખવામાં આવે છે. તો કેટલાક વિભાગો માત્ર સગાંવાદથી જ ચાલી રહ્યા છે. પ્રમોશન પણ સાબરડેરીમાં સગાંવાદ આધારે જ આપવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા. ડેરીના એમડી અને એચઆરડી મેનેજર વિગતો પણ માંગવા છતાં પૂરી નહીં પાડતા હોવાના આક્ષેપ કર્યા હતા.
-
નકલી એન્કાઉન્ટરના કેસમાં મુંબઈના સુપરકોપ પ્રદીપ શર્માને આજીવન કેદ
બોમ્બે હાઈકોર્ટે નકલી એન્કાઉન્ટર કેસમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને દોષિત ઠેરવ્યા છે. હાઈકોર્ટે પ્રદીપ શર્મા સહિત કુલ 13 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેની આજીવન કેદની સજા યથાવત રાખી છે. અત્રે ઉલ્લેખનીય કે 11 નવેમ્બર, 2006ના રોજ પોલીસે દાવો કર્યો હતો કે, તેણે લખન ભૈયાનું એન્કાઉન્ટર કર્યું હતું, જે પાછળથી નકલી સાબિત થયું હતું.
મળતી માહિતી મુજબ, 2006માં પોલીસે મુંબઈના કુખ્યાત લખન ભૈયાનુ એન્કાઉન્ટર કર્યું હતું. જે બાદ પોલીસ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. આ કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ટ્રાયલ કોર્ટે પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા પરંતુ આ કેસમાં અન્ય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ, હાઈકોર્ટે પ્રદીપ શર્માને પણ દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.
-
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાડનાર આરોપી પોલીસ સકંજામાં
કચ્છના અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે આરોપી મહંમદ રફીક ઉર્ફે બલી હાજી કાસમ કુંભારની ધરપકડ કરી છે. ઝુંપડામાં રહેતા મજૂરોને આરોપી મહંમદ રફીક મજૂરી કામ માટે લઇ જતો હતો પરંતુ નાણાં ચુકવતો ન હતો તેવો પીડિતોનો આક્ષેપ છે.
-
હેમંત સોરેનની ભાભી સીતા સોરેન ભાજપમાં જોડાઈ
JMMના પૂર્વ ધારાસભ્ય અને હેમંત સોરેનની ભાભી સીતા સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે.
-
તમિલનાડુમાં એક-એક વોટ ભાજપ અને એનડીએને જશેઃ પીએમ મોદી
તમિલનાડુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે તમિલનાડુએ નક્કી કર્યું છે કે 19 એપ્રિલે દરેક વોટ ભાજપ અને એનડીએને જશે. હવે તમિલનાડુએ નિર્ણય લીધો છે – આ વખતે તે 400ને પાર કરશે.
-
કોંગ્રેસના અમિત નાયકે અમદાવાદ પૂર્વ બેઠક પર ચૂંટણી લડવા તૈયારી દર્શાવી
રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા એક્સ દ્વારા ચૂંટણી લડવા માટે અસક્ષમ હોવાનુ જણાવ્યું છે. રોહન ગુપ્તાએ જણાવ્યુ છે કે, પિતાની અત્યંત કથળેલા સ્વાસ્થ્યને કારણે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચે છે અને આ સ્થિતિમાં નૈતિક રીતે તેઓ આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ હોવાનું જણાવ્યું છે.
-
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યુ છે. વિધાનસભા અધ્યક્ષે કેતન ઇનામદારનું રાજીનામું હજુ સ્વીકાર્યુ નથી, ત્યારે કેતન ઇનામદારના રાજીનામા અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, માણસ તરીકે નારાજગી તો કોઇને પણ હોઇ શકે.
-
કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને લોકસભા ચૂંટણી લડાવવામાં આવશે. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા અમિત ચાવડાને મેદાને ઉતારવામાં આવશે. ગઈકાલે આણંદ જિલ્લા સમિતિની બેઠકમાં અમિત ચાવડાને લડાવવા સર્વાનુમતે ઠરાવ થયો હતો.
-
અમદાવાદમાં 10 ગ્રામ સોનુ ખરીદવા 67640 રૂપિયા ખર્ચવા પડશે
Gold Silver Price Today on 19th March 2024 : આજે મંગળવારે ભારતીય શેરબજાર ઉતાર-ચઢાવ સાથે કારોબાર કરી રહ્યું છે પણ આજે સવારે સોના-ચાંદીના ભાવમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. સ્થાનિક વાયદાના ભાવમાં લીલા નિશાનમાં શરૂઆત જોવા મળી હતી.
-
હેમંત સોરેનની ભાભી સીતા સોરેને JMMના સભ્યપદેથી આપ્યું રાજીનામું
JMMના ધારાસભ્ય અને ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ભાભી સીતા સોરેને JMMના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
-
પશુપતિ પારસે મોદી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું
પશુપતિ પારસે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. તેમણે કહ્યું કે, મેં મારું રાજીનામું મોકલી દીધું છે. બિહારમાં તેમની પાર્ટીને એનડીએમાં એક પણ સીટ મળી નથી. પશુપતિએ કહ્યું કે, અમે ખૂબ ઈમાનદારી અને વફાદારી સાથે NDAની સેવા કરી. મને અને મારી પાર્ટી સાથે અન્યાય થયો છે.
-
14 વર્ષની બાળકીના અપહરણના કિસ્સામાં માનવ તસ્કરીનું કાવતરું સામે આવ્યું, 5 દિવસમાં 15 હવસખોરોએ બાળકીને પીંખી નાખી
સુરતના અમરોલીમાંથી લાપતાં થયેલી કિશોરીની તપાસમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. કિશોરીને શોધી કાઢ્યા બાદ કરાયેલી પૂછપરછમાં જ્યોતિની મહિલા તેને બ્યૂટીપાર્લરમાં કામ અપાવવાનું કહી તેણીનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધાની હકીકત જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસમાં જ્યોતિ અસલમાં મોનીરાખાતુન હોવાનું સામે આવ્યું છે જેની ધરપકડ પોલીસે કરી છે.
-
Breaking News : ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું,કહ્યુ, ‘અંતર-આત્માને માન આપીને રાજીનામું આપું છું’
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે.તમામ પક્ષ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. બીજી તરફ વિવિધ પક્ષોમાં આંતરિક વિખવાદો પણ સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં પણ આંતરિક વિવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે.
-
લોકસભા ચૂંટણી માટે કેટલો ખર્ચ થશે? પહેલી ચૂંટણીમાં થયેલા ખર્ચ સહીત સરપ્રદ માહિતી વાંચો અહેવાલમાં
દેશની સૌથી મોટી ચૂંટણી એટલે કે લોકસભા ચૂંટણી 2024 યોજવા જઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સિવાય SP, RLD અને AAPએ પણ ઉમેદવારોની જાહેરાત કરી છે.
દેશમાં સામાન્ય ચૂંટણીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. આઝાદી પછી વર્ષ 1951માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 1951માં 17.32 કરોડ મતદારો હતા જે મતદાર વર્ષ 2019માં વધીને 91.2 કરોડ થઈ ગયા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ સામાન્ય ચૂંટણીમાં 98 કરોડ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 2014માં સામાન્ય ચૂંટણી કરાવવામાં 3870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
-
કોલકાતામાં ગેરકાયદે બાંધકામ હેઠળની ઇમારત ધરાશાય, 9ના મોત, 17 ઘાયલ
કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં સોમવારે ગેરકાયદે બાંધકામ હેઠળની પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં નવ લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. આ પછી આ મુદ્દે રાજકીય ચર્ચા શરૂ થઈ અને વિપક્ષે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. બિલ્ડિંગ ધરાશાયી થયાના લગભગ 18 કલાક પછી પણ એવું માનવામાં આવે છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે, તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
-
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક
કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) પણ 19 થી 20 માર્ચે મળે તેવી શક્યતા છે, જેમાં બાકીના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.
-
PM મોદી આજે કેરળના પલક્કડમાં રોડ શો કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના પલક્કડમાં રોડ શો કરશે. આ પછી તે તમિલનાડુ પહોંચશે અને સાલેમમાં એક ચૂંટણી રેલીને સંબોધશે.
Published On - Mar 19,2024 6:37 AM