AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 માર્ચના મહત્વના સમાચાર : ભવનાથમાં મહાશિવરાત્રીને પગલે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત, રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે પોલીસ

Pankaj Tamboliya
| Edited By: | Updated on: Mar 07, 2024 | 11:55 PM
Share

આજે 7 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

7 માર્ચના મહત્વના સમાચાર : ભવનાથમાં મહાશિવરાત્રીને પગલે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત, રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે પોલીસ
Gujarat latest live news and Breaking News today 07 March 2024 politics weather updates daily breaking news top headlines in gujarati

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે લગભગ એક સપ્તાહની રજા પર ગયા હતા, આ દરમિયાન તેઓ થોડા દિવસ વિદેશમાં વિતાવશે. એબીવીપી આજે વાયનાડમાં વિદ્યાર્થીના મોતનો વિરોધ કરશે. છત્તીસગઢમાં NIAની તર્જ પર રાજ્યમાં SIAની રચના કરવામાં આવશે. મુંબઈના બાંદ્રામાં એક 17 માળની ઈમારતમાં આગ લાગી હતી. મહારાષ્ટ્રમાં મનોજ જરાંગે વિરૂદ્ધ FIR નોંધવામાં આવી, પરવાનગી વિના JCBનો ઉપયોગ કરવાનો આરોપ. દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.50નો ઘટાડો. ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં SBIની અરજી પર 11 માર્ચે સુનાવણી થઈ શકે છે.

બુધવારે બિહારના કટિહાર જિલ્લામાં સશસ્ત્ર હુમલાખોરોએ ભાજપના ધારાસભ્ય કવિતા દેવીના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં શંકાસ્પદ નક્સલવાદીઓએ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઈન્ડિયા ગેટ પર મંગળવારે બપોરે છરી વડે હુમલામાં એક ફોટોગ્રાફરને ઈજા થઈ હતી. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Mar 2024 11:54 PM (IST)

    ભવનાથમાં મહાશિવરાત્રીને પગલે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત, રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે પોલીસ

    જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં સુરક્ષાને લઇને પણ કડક બંદોબસ્ત કરાયો છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે લોકો મોટી સંખ્યામાં આવતા હોવાથી ભીડને કંટ્રોલ કરવી મુખ્ય પડકાર હોય છે. જેના માટે રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત કરી રહી છે.

  • 07 Mar 2024 11:22 PM (IST)

    પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, 12 હજાર જગ્યા ભરવા રાજ્ય સરકારે આપી મંજૂરી

    રાજ્ય સરકારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, એસઆરપીની 1000 પોસ્ટ, જેલ સિપાહીની 1013 પોસ્ટ અને મહિલા જેલ સિપાહીની 85 સહિત 12 હજાર જગ્યાઓ પર ભરતી કરવા મંજૂરી આપી છે.

  • 07 Mar 2024 10:59 PM (IST)

    મહીસાગર : જશવંતસિંહ ભાભોરે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ,

    જશવંતસિંહ ભાભોરે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે કડાણાના ઝાલાસાગ ખાતે પ્રચાર અભિયાન દરમિયાન કોંગ્રેસ અને અપક્ષના મળી 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય કડાણામાં નવા રસ્તાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

  • 07 Mar 2024 10:34 PM (IST)

    રાજકોટમાં કોર્ટના આદેશ બાદ પણ વશરામ સાગઠિયાને ન મળ્યો સામાન્ય સભામાં પ્રવેશ

    રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાને પ્રવેશ ન કરવા દેવાતા હોબાળો થયો હતો. વશરામ સાગઠિયાને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવી કોર્પોરેટર પદ રદ કરાયુ હતુ. જે બાદ હાઈકોર્ટે તેમને લાયક ઠેરવ્યા હતા. જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવો દાવો કર્યો કે તેમને હજુ સરકારી આદેશનો પત્ર મળ્યો નથી.

  • 07 Mar 2024 10:30 PM (IST)

    ભારતીય રૂપિયાની તાકાત વધી

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, બંને દેશ વચ્ચે લેણદેણ માટે એક સિસ્ટમ બનાવવામાં આવશે. ભારતીય રૂપિયો અને ઈન્ડોનેશિયન રૂપૈયામાં (IDR) વ્યવહાર થઈ શકે તે માટે બંને દેશની કેન્દ્રીય બેંક વચ્ચે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

  • 07 Mar 2024 10:15 PM (IST)

    ગુજરાત રાજ્યના 110 પોલીસ અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અપાયા DGP ચંદ્રક

    રાજ્યમાં શાંતિ અને સલામતિ જળવાઈ તે માટે રાજ્યના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે ગત વર્ષમાં તમામ તહેવારોમાં, મહત્વના બંદોબસ્તમાં, કોઇ આંદોલન કે કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો વખતે પોલીસ હંમેશા ખડેપગે હોય છે. આવા પોલીસ અધિકારીઓને DGP ચંદ્રક અપાયા છે.

  • 07 Mar 2024 09:59 PM (IST)

    ઉજ્જવલા યોજનાના સમય અને સરકારી કર્મચારીના DA માં કરાયો વધારો

    લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે લગભગ 1.5 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. દરેકના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે, આ માત્ર જાન્યુઆરી 2024થી લાગુ થશે. આ ઉપરાંત, સરકારે PM ઉજ્જવલા યોજનાના લાભોને વધુ એક વર્ષ માટે લંબાવીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક ભેટ પણ આપી છે.

  • 07 Mar 2024 09:45 PM (IST)

    કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયાના ‘ભાજપ’ રાગ

    પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયાએ કહ્યું કે, દિયોદરમાં ખુબ વિકાસ થયો છે, બનાસ ડેરી લાવી તેમ શંકર ચૌધરી જિલ્લો બનાવી આપે તો આપણે તેમને ફરી મત આપી જીતાડીશું. ઉલ્લેખનીય છે કે, શિવા ભુરીયા દિયોદર વિધાનસભાની 2022માં ચૂંટણી હાર્યા હતા. ત્યારે હવે આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

  • 07 Mar 2024 09:24 PM (IST)

    ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો

    ભાવનગરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા હંગામેદાર બની હતી. જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં વિકાસના કામોને લઈને ગ્રાન્ટ મુદ્દે ભાર હોબાળો થયો હતો. જેમા ભાજપ કોંગ્રેસના સદસ્યો આમને સામને આવી ગયા હતા.

  • 07 Mar 2024 07:19 PM (IST)

    કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, 10 રાજ્યોની બેઠકો માટે થઈ રહી છે ચર્ચા

    કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 10 રાજ્યોની 60 લોકસભા બેઠકો પર ચર્ચા થઈ રહી છે. છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, કેરળ, લક્ષદ્વીપ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ અને મણિપુરની લોકસભા સીટો અને તેમના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, કોંગ્રેસ, જે પોતાને ઉત્તર કરતાં દક્ષિણમાં વધુ મજબૂત માને છે, તે પહેલા ત્યાંથી ઉમેદવારોના નામ નક્કી કરવા માંગે છે. ઉપરાંત, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ પૂર્વોત્તર રાજ્યો અને છત્તીસગઢમાંથી પસાર થયા છે, તેથી ત્યાંના ઉમેદવારોની પસંદગી પણ પહેલા કરવામાં આવી રહી છે.

  • 07 Mar 2024 06:47 PM (IST)

    TDP વડા ચંદ્રબાબુ નાયડુ આજે ગૃહમંત્રી અમિત શાહને મળશે, ગઠબંધનને લઈને થશે ચર્ચા

    TDP વડા ચંદ્રબાબુ નાયડુ આજે ગૃહમંત્રી અમિત શાહને મળશે. આ બેઠક અમિત શાહના નિવાસસ્થાને યોજાશે. તેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. બેઠકમાં ચંદ્રબાબુ નાયડુ સાથે આંધ્રપ્રદેશમાં ગઠબંધનને લઈને ચર્ચા થશે. બેઠકમાં પવન કલ્યાણની પાર્ટી સાથે સીટ વહેંચણીના મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે.

  • 07 Mar 2024 06:36 PM (IST)

    PoKમાં રહેતા મોહમ્મદ કાસિમને આતંકવાદી જાહેર કરાયો, યાદીમાં 57મો આતંકવાદી

    ગૃહ મંત્રાલયે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોહમ્મદ કાસિમ ગુજ્જરને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. કાસિમ હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં રહે છે.

  • 07 Mar 2024 06:06 PM (IST)

    કેરળના પૂર્વ સીએમ કરુણાકરણની પુત્રી પદ્મજા ભાજપમાં જોડાશે

    કેરળના પૂર્વ સીએમ કે કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલ ભાજપમાં જોડાશે. આ અંગે છેલ્લા ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી. હવે પાર્ટી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ પદ્મજાને લોકસભા ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતારી શકે છે.

  • 07 Mar 2024 05:10 PM (IST)

    ભાજપ ભાષાને ભાષા સાથે, ધર્મને ધર્મની સાથે લડાવે છે: રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ્યા બાદ, ઝાલોદ ખાતે રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી.  રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ  ભાષાને ભાષા સાથે, ધર્મને ધર્મ સાથે લડાવી રહ્યું છે. આ ભાજપની લડાઈ છે. ભાજપ અને કોંગ્રેસમાં આટલો જ ફરક છે.

  • 07 Mar 2024 05:08 PM (IST)

    અદાણીની કંપની પાસેથી શસ્ત્રો ખરીદવામાં આવે છે- રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ ગુજરાતના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે જાહેરસભાને સંબોધતા કહ્યું કે, અગ્નિવીરને શહિદનો દરજ્જો નહી મળે. તેના પરિવારને પેન્શન નહી મળે, અગ્નિવીરની સાથે લડનાર સૈન્ય જવાનને પેન્શન મળશે. હુ તમને જણાવું છુ કે અગ્નિવીર કેમ આવ્યું. પેન્શન, ટ્રેનિગના રૂપિયા બચાવવા માટે. શસ્ત્રો ખરીદવામાં આવે છે તે અદાણીની કંપની પાસેથી ખરીદાય છે.

  • 07 Mar 2024 05:05 PM (IST)

    રામ પ્રતિષ્ઠા સમયે આદિવાસી-દલિત જોવા ના મળ્યાં, બોલિવુડ-ઉદ્યોગપતિઓ જોવા મળ્યાં-રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે. ઝાલોદ ખાતે જાહેરસભાને સંબોધતા કહ્યું કે, રામ મંદિર ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે, કોઈ દલિત જોયો, કોઈ આદીવાસીને જોયો. રાષ્ટ્રપતિ આદિવાસી છે છતા તેમને ત્યાં નહોતા બોલાવ્યા. બોલિવુડ જોયુ, મોટા ક્રિકેટરો જોયા. ઉદ્યોગપતિઓને જોયા પરંતુ બીજાને ના જોવા મળ્યાં.

  • 07 Mar 2024 04:58 PM (IST)

    દ્વારકા – ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના, પ્રવાસન સ્થળનો થશે વિકાસ

    ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. યાત્રાધામ અને પ્રવાસનને વેગ માટે સરકારે દ્વારકા – ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી છે. દ્વારકા અને ઓખાના વિસ્તાર મળી 10,721 હેક્ટર થી વધુ વિસ્તાર આવરી લેવામાં આવશે. જેમાં દ્વારકા – સુદર્શન સેતુ , બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચ ખાતે પ્રવાસીઓને લગતી માળખાકીય સુવિધા વિકસાવવા સરકારનો પ્રયાસ કરાશે.

  • 07 Mar 2024 04:55 PM (IST)

    ગુજરાતમાં પ્રવેશી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે. ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ પર યાત્રાને આવકાર મળ્યો છે. ધાવડિયા ચેકપોસ્ટથી યાત્રા બાઇક રેલી સ્વરૂપે ઝાલોદ પહોચશે. જ્યાં રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધિત કરશે. ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા 4 દિવસમાં 400 કિમી ફરશે. 10 માર્ચે યાત્રા સોનગઢ-નવાગામથી મહારાષ્ટ્ર પ્રવેશશે.

  • 07 Mar 2024 04:36 PM (IST)

    એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

    રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીની એક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 19 માર્ચ સુધી લંબાવી છે. ન્યાયિક કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ મનીષ સિસોદિયા અને સંજય સિંહને વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીના વકીલને કેસ સંબંધિત દસ્તાવેજો તપાસવાની પરવાનગી આપી છે.

  • 07 Mar 2024 03:43 PM (IST)

    મુંબઈમાં 17 માર્ચે મહાગઠબંધનની યોજાશે મહારેલી

    17 માર્ચે મુંબઈના શિવાજી પાર્કમાં મહાગઠબંધનની રેલી યોજાશે. કોંગ્રેસ દ્વારા આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને રાહુલ ગાંધી સંબોધિત કરશે. આ સિવાય ઈન્ડિ ગઠબંધનમાં સામેલ નેતાઓને પણ આ માટે આમંત્રિત કરવામાં આવશે. કોંગ્રેસે આ રેલી માટે પ્રશાસન પાસે પરવાનગી માંગી છે.

  • 07 Mar 2024 03:10 PM (IST)

    અમે મનરેગા લાવ્યા હતા જેનાથી લાખો લોકોને ફાયદો થયો – રાહુલ ગાંધી

    રાજસ્થાનના બાંસવાડામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મનરેગા લાવ્યા હતા જેનાથી લાખો લોકોને ફાયદો થયો હતો, અમે રોજગારનો અધિકાર આપ્યો. તેવી જ રીતે, અમે ભારતના તમામ યુવાનોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપવા જઈ રહ્યા છીએ. દરેક સ્નાતક અને ડિપ્લોમા ધારકને આ મળશે. દરેક યુવકને કોલેજ પછી તરત જ 1 વર્ષ માટે એપ્રેન્ટિસશિપ આપવામાં આવશે અને તેને 1 લાખ રૂપિયા આપવામાં આવશે અને તેને આ અધિકાર મળશે.

  • 07 Mar 2024 02:36 PM (IST)

    અગાઉની સરકારોએ જમ્મુ કાશ્મીર બેંકને બરબાદ કરી દીધીઃ પીએમ મોદી

    શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર બેંક, જમ્મુ અને કાશ્મીરમાં પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો મોટો શિકાર છે. અહીંની અગાઉની સરકારોએ જમ્મુ-કાશ્મીર બેંકને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી, આ પરિવારજનોએ બેંકને પોતાના સગા-ભત્રીજાઓથી ભરીને બેંકને બરબાદ કરી છે. ગેરવહીવટના કારણે બેંકને એટલું નુકસાન થયું કે તમારા બધાને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થવાનો ભય હતો.

  • 07 Mar 2024 01:56 PM (IST)

    જમ્મુ-કાશ્મીર વિકસિત ભારતની પ્રાથમિકતા છેઃ પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિકસિત ભારતની પ્રાથમિકતા છે. એક સમય એવો હતો જ્યારે દેશમાં કાયદો લાગુ થતો હતો પરંતુ જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન હતો. જમ્મુ-કાશ્મીરના લોકોને આ યોજના અને અભિયાનનો લાભ મળવાનો છે.

  • 07 Mar 2024 01:02 PM (IST)

    છેલ્લા 10 વર્ષમાં કાશ્મીરનો વિકાસ થયો છેઃ મનોજ સિંહા

    જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં કાશ્મીરનો વિકાસ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીનગર સાથે લગાવ છે. છેલ્લા 4 વર્ષમાં લાંબુ અંતર ઘટાડીને વિકાસના પ્રવાહમાં ઉમેરાયું છે.

  • 07 Mar 2024 12:44 PM (IST)

    સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકા કરી શકે છે વધારો

    કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આજે મોટા સમાચાર આવી શકે છે. મોંઘવારી ભથ્થું (DA) 4 ટકા વધારવાનો નિર્ણય આજે સાંજે કેબિનેટ (CCEA) બેઠકમાં લેવામાં આવી શકે છે. 1 જાન્યુઆરી, 2024થી વધેલા ડીએને લાગુ કરવાનો પ્રસ્તાવ છે.

  • 07 Mar 2024 12:32 PM (IST)

    શ્રીનગરમાં સ્થાનિક કારોબારીઓને મળ્યા પીએમ મોદી

    કલમ 370 હટાવ્યા બાદ આજે PM મોદીની કાશ્મીરની પ્રથમ મુલાકાત છે જેમાં તેઓ 1400 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે ત્યારે તેઓ શ્રીનગરમાં સ્થાનિક કારોબારીઓને મળ્યા છે.

  • 07 Mar 2024 11:58 AM (IST)

    લીંબડી-અમદાવાદ હાઇવે પર થયેલી લુંટનો કેસ, 2 આરોપીની ધરપકડ

    • લીંબડી-અમદાવાદ હાઇવે પર થયેલી લુંટનો કેસ
    • આંગડિયા પેઢીના પિકઅપ વાનમાંથી 110 કિલો ચાંદીની થઈ હતી લૂટ…
    • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ…
    • નરોડા, જુહાપુરા વિસ્તારમાંથી કરી ધરપકડ…
    • આરોપીઓ પાસેથી 18 થી 20 કિલો ચાંદી કબ્જે કર્યું…
    • અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઇ..
  • 07 Mar 2024 11:43 AM (IST)

    રાજ્યમાં માવઠાની આગાહી, ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા

    હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. જ્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ આવનારા પાંચ દિવસ માવઠાંની આગાહી કરવામાં આવી નથી. આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે. તેમજ મહત્તમ તાપમાન પણ ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી વધે તેવી સંભાવના છે. ઉત્તર અને દક્ષિણના દરિયાકાંઠા વિસ્તારમાં 15-20 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. જ્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 8 થી 11 માર્ચ સુધી વાતાવરણનો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ 18 થી 20 માર્ચમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,વડોદરા, ભાવનગર, પોરબંદર, પાલનપુર સહિતના વિસ્તારમાં 27 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. રાજકોટ, ભૂજ સહિતના વિસ્તારમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. સુરતમાં 29 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.વસાડમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

  • 07 Mar 2024 11:03 AM (IST)

    NDA ઉત્તર-પૂર્વમાં 22 લોકસભા બેઠકો જીતશે – હિમંતા બિસ્વા સરમા

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે એનડીએ પૂર્વોત્તરમાં લોકસભાની 25માંથી 22 બેઠકો જીતશે, આસામમાં માત્ર ત્રણ બેઠકો અંગે અનિશ્ચિતતા છે.

  • 07 Mar 2024 10:49 AM (IST)

    ગ્રેટર નોઈડાના ગૌર શહેરમાં મોટી આગ, ઘટનાસ્થળે અનેક ફાયર ટેન્ડર

    ગ્રેટર નોઈડા વેસ્ટના ગૌર સિટી 2 સોસાયટીના 16મા એવન્યુમાં ભીષણ આગ ફાટી નીકળી છે. અનેક ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે

  • 07 Mar 2024 10:37 AM (IST)

    યુથ પાર્લામેન્ટ માધ્યમથી યુવાઓને આકર્ષવાનો ભાજપનો પ્રયાસ

    • રાજ્ય યુવક બોર્ડ અને બીજેપી યુવા મોરચો યોજશે યુથ પાર્લામેન્ટ
    • મહાત્મા મંદિર ખાતે યોજાશે યુથ પાર્લામેન્ટ
    • દિલ્હીમાં રહેલી પાર્લામેન્ટ જેવી જ અહી બનાવવામાં આવશે
    • અલગ અલગ કોલેજમાથી 543 યુવા બનશે પીએમ અધ્યક્ષ અને મંત્રી
    • 5 બિલ પણ પાસ કરવામાં આવશે સંસદમાં
    • વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે
    • જેમાં યુવાઓ જોશે સંસદની કામગીરી
    • યુથ પાર્લામેન્ટ માધ્યમથી યુવાઓને આકર્ષવા બીજેપીનો પ્રયાસ
    • 9 માર્ચે મહાત્મા મંદિર ખાતે યોજાશે યુથ પાર્લામેન્ટ
  • 07 Mar 2024 09:52 AM (IST)

    વડોદરા સેન્ટ્રલ જેલ સરદાર બેરેક 4 માંથી ત્રણ મોબાઈલ મળ્યા

    • મોબાઈલ આરોપી શાર્પશૂટર અનિલ ઉર્ફે એન્થોની,સુનીલ ઉર્ફે અદો કેશાવાની અને પાર્થ બાબુલ પરીખના હોવાનું સામે આવ્યું
    • જેલમાં ઝામર હોવા છતાં કેદીઓ વાપરે છે મોબાઈલ
    • કડક સુરક્ષા વચ્ચે જેલ માં મોબાઈલ કેવી રીતે આવ્યા તે મોટો સવાલ
  • 07 Mar 2024 09:33 AM (IST)

    ભારત જોડો ન્યાય યાત્રાનો અંતિમ સમારોહ મુંબઈમાં – જયરામ રમેશ

    કોંગ્રેસ નેતા જયરામ રમેશે માહિતી આપી છે કે ભારત જોડો ન્યાય યાત્રાનો છેલ્લો કાર્યક્રમ મુંબઈમાં યોજાશે. આ કાર્યક્રમમાં ઈન્ડિયા એલાયન્સના તમામ નેતાઓ હાજર રહેશે. આ છેલ્લી રેલી હશે.

  • 07 Mar 2024 08:55 AM (IST)

    NIA ના ગુજરાતમાં દરોડા, મની ટ્રાન્સફરનો રેલો બહુચરાજી સુધી પહોંચ્યો

    • બહુચરાજી SBI બેન્ક સામે આવેલ નીલકંઠ મોબાઈલ અને મનીટ્રાન્સરમાં તપાસ
    • હાર્દિક પટેલ નામના દુકાનના સંચાલકને વધુ પુછપરછ માટે NIA દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો – સૂત્ર
    • મોબાઈલ, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સઘન તપાસ હાથ ધરાઈ – સૂત્ર
    • હાર્દિક પટેલ સહિત પરિવારનાના મોબાઈલની પણ હાથ ધરાઈ રહી છે તપાસ – સૂત્ર
  • 07 Mar 2024 08:30 AM (IST)

    સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકીના ઘરે EDના દરોડા

    કાનપુરના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકીના જાજમાઉના ઘરે EDએ દરોડા પાડ્યા છે. હાલમાં ધારાસભ્ય ઈરફાન સોલંકી છેલ્લા એક વર્ષથી મહારાજગંજ જેલમાં બંધ છે. તેમની સામે પીએમએલએ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. EDએ સોલંકીના ભાઈ અરશદના ઘર પર પણ દરોડા પાડ્યા છે. ઇડી અરશદની પણ પૂછપરછ કરી રહી છે.

  • 07 Mar 2024 07:55 AM (IST)

    અમદાવાદ દાણીલીમડામાં રહેણાંક ફ્લેટમાં લાગી આગ

    • વહેલી સવારે ખ્વાઝા ફલેટમાં આગ લાગતા ગભરાટનો માહોલ
    • પાકિઁગથી લઈને ઉપર સુધી આગ
    • આગમાં આઠ વ્યકિતઓ દાઝયા
    • મણિનગર ની LG હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા
    • આગ લાગતા ફલેટમાં લોકોના જીવ બચાવવા દોડધામ
    • ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ આગ બુઝાવવાના કામે લાગી
    • આગ લાગવાનું કારણ અકબંધ
  • 07 Mar 2024 07:32 AM (IST)

    જાપાને ભારતમાં થઈ રહેલા ફેરફારોની પ્રશંસા કરવી જોઈએ – એસ જયશંકર

    ORF વતી ટોક્યોમાં રાયસિના રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં બોલતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે જાપાન આજે ભારતમાં પરિવર્તનની ગતિની પ્રશંસા કરે તે મહત્વનું છે. આ તે દેશ છે જે દરરોજ 28 કિલોમીટર હાઇવે બનાવી રહ્યો છે, જે દર વર્ષે 8 નવા એરપોર્ટ બનાવી રહ્યો છે.

  • 07 Mar 2024 07:06 AM (IST)

    લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારો આજે ફાઈનલ થઈ શકે છે

    લોકસભા ચૂંટણી માટે આજે કોંગ્રેસના ઉમેદવારો ફાઈનલ થઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નામોને મંજૂરી આપવામાં આવશે. પેનલે દરેક લોકસભા સીટ માટે બે થી ચાર નામો તૈયાર કર્યા છે.

  • 07 Mar 2024 06:28 AM (IST)

    વિદેશ મંત્રી જયશંકરે જાપાનના ટોક્યોમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધિત કરી

    વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જાપાનના ટોક્યોમાં ORF દ્વારા આયોજિત રાયસિના રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.

  • 07 Mar 2024 06:26 AM (IST)

    ગુજરાતમાં આજથી 10 માર્ચ સુધી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા યોજાશે

    બાંસવાડામાં રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે. ગુજરાતમાં 7, 8, 9 અને 10 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા યોજાશે.

Published On - Mar 07,2024 6:22 AM

g clip-path="url(#clip0_868_265)">