ગુજરાત સહકારીતા ક્ષેત્રનું તિર્થસ્થાન છે, ગુજરાતનો પ્રત્યેક ત્રીજો નાગરીક સહકારી ક્ષેત્રે જોડાયેલો છે : CM

આ સાથે (CM) સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આઝાદી વખત ગુજરાત સહકારી ક્ષેત્રમાં આંદોલન ચલાવી રહ્યું છે. અને, હવે ગુજરાત દેશમાં સહકારી ક્ષેત્રમાં રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતમાં  વસતા દરેક નાગરીકોમાં ત્રીજો નાગરીક સહકારીતા ક્ષેત્ર સાથે જોડાયેલો છે.

ગુજરાત સહકારીતા ક્ષેત્રનું તિર્થસ્થાન છે, ગુજરાતનો પ્રત્યેક ત્રીજો નાગરીક સહકારી ક્ષેત્રે જોડાયેલો છે  : CM
ગુજરાત સહકારી ક્ષેત્રનું રોલ મોડેલ : CM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 5:25 PM

ગુજરાતના (Gujarat) ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત સહકારીતા સંમેલનને(Co Operative Conference)  સંબોધિત કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM BHUPENDRA PATEL) જણાવ્યું હતું કે ગુજરાત સહકારીતા ક્ષેત્રે દેશમાં રોલ મોડલ છે.

રાજયના મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનના પ્રારંભમાં વડાપ્રધાન મોદીના સુશાસનના 8 વર્ષ બદલ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે સીએમએ ઉમેર્યું કે આઠ વર્ષના શાસનમાં લોકોને ખબર પડી કે ખરેખર સુશાસન શું હોય છે. ગરીબ લોકોને કયારેય પોતાનો હક માગવાની જરૂર પડી નથી. તેમને તેમનો હક મોદી શાસનમાં બેંક ખાતામાં જમા થતો જોયો છે. મોદીના શાસનમાં દેશના દરેક રાજયોની સરકારોની કાર્યશૈલીમાં આમુલ પરિવર્તનો થયા છે. લોકોને પ્રથમવાર ખબર પડી કે દેશ ચલાવવાવાળી સરકાર નહીં પણ, દેશમાં બદલાવ લાવવાવાળી સરકાર આવી છે.

સીએમએ ઉમેર્યું કે, મોદીના શાસનમાં અનેક ઐતિહાસિક નિર્ણયો થયા જેમાનો એક નિર્ણય સહકારીતા ક્ષેત્રનો પણ છે. અને, નવા સહકારીતા મંત્રાલયની શરૂઆત સાથે અમિત શાહની આગેવાનીમાં અત્યારે અનેક નિતીવિષયક નિર્ણયો લેવાઇ રહ્યા છે. જેમાં સહકારી બેંકને આરબીઆઇ હેઠળ આવરી લેવાના નિર્ણયથી બેંકોનો વિકાસ થઇ રહ્યો છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આઝાદી વખત ગુજરાત સહકારી ક્ષેત્રમાં આંદોલન ચલાવી રહ્યું છે. અને, હવે ગુજરાત દેશમાં સહકારી ક્ષેત્રમાં રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતમાં  વસતા દરેક નાગરીકોમાં ત્રીજો નાગરીક સહકારીતા ક્ષેત્ર સાથે જોડાયેલો છે. અને, ગુજરાતમાં સહકારી ક્ષેત્રે 80 હજારથી વધારે મંડળીઓ કાર્યરત છે.જેમાં 2 કરોડ 31 લાખ સભાસદો જોડાયેલા છે આ આંકડો જ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે વિકાસનો પુરાવો રજુ કરે છે. આ સાથે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સહકારી ક્ષેત્રનું તિર્થસ્થાન લેખાવ્યું છે.

તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસથી ગ્રામ્ય અર્થતંત્રને વેગ મળ્યો છે.જેનો લાભ ગામડામાં રહેતા ખેડૂતો, પશુપાલકો તથા મત્સયોદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મળ્યો છે. સહકારીતા ક્ષેત્ર ગ્રામ્ય અર્થતંત્રનો ધબકાર છે. તેમણે કહ્યું કે આજે પ્રાકૃતિક ખેતીના વિકાસને વેગ આપવા પ્રયાસો થઇ રહ્યા છે. વડાપ્રધાનના આહવાન અનુસાર દરેક ગામમાં 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના અભિગમને રાજય સરકાર વેગ આપી રહી છે.

આ નિમિતે અમિત શાહે જણાવ્યું કે કો- ઓપરેટિવ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કો- ઓપરેટિવ પરનો મેટ ઘટાડીને 15 ટકા કર્યો છે. આ ઉપરાંત ક્રેડીટ ગેરેન્ટી ફંડની યોજનાઓ પણ હવે કોઓપરેટિવ સેક્ટરની બેંકમાંથી મળી શકશે. અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ કે સહકારીતા મંત્રાલય બનવા સાથે જ ઘણા મોટા નિર્ણય તેના બજેટમાં લેવામાં આવ્યા છે. બજેટમાં શેરડી ઉત્પાદક ખેડૂતોને મોદી સરકારે 8 હજાર કરોડથી વધુનો ફાયદો કરાવ્યો છે. તેમણે જણાવ્યુ કે નેનો યુરિયા પ્લાન્ટની પણ શરુઆત થઇ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">