AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat સહકારિતા આંદોલનનું સફળ મોડલ માનવામાં આવે છે : અમિત શાહ

અમિત શાહે(Amit Shah) સંબોધનમાં જણાવ્યુ કે સહકારીતા મંત્રાલય બનવા સાથે જ ઘણા મોટા નિર્ણય તેના બજેટમાં લેવામાં આવ્યા છે. બજેટમાં શેરડી ઉત્પાદક ખેડૂતોને મોદી સરકારે 8 હજાર કરોડથી વધુનો ફાયદો કરાવ્યો છે.

Gujarat સહકારિતા આંદોલનનું સફળ મોડલ માનવામાં આવે છે  : અમિત શાહ
IPL 2022 ફાઈનલ જોવા માટે આવી શકે છે અમિત શાહ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 11:41 PM
Share

ગુજરાતના(Gujarat)  ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત સહકારીતા સંમેલનને(Co Operative Conference)  સંબોધિત કરતા અમિત શાહે (Amit Shah) જણાવ્યું હતું કે ગુજરાત સહકારીતા આંદોલનનું સફળ મોડલ માનવામાં આવે છે.  તેમણે જણાવ્યુ કે આ પગલુ આગામી 100 વર્ષ સુધી સહકારી આંદોલનમાં પ્રાણ ફુંકશે. આ  ઉપરાંત તેમણે જણાવ્યું  હતું કે દેશમાં ઘણા ઓછા એવા રાજ્યો છે. જેમાં સહકારીતા મોડેલ સારી રીતે ચાલી રહ્યું છે.  ગુજરાતમાં સહકારીતા આંદોલનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલે અને મોરારજીભાઈ દેસાઇએ સ્વાવલંબન અને સ્વદેશીના બે આધાર સ્તંભ પર કરી હતી. જેમાં ત્રિભોવનભાઇ પટેલ  અને  સરદાર વલ્લભભાઈ પટેલેરોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે મહાત્મા મંદિરમાં સહકાર થી સમૃદ્ધિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ આજે નિરામય ભારતનો સંકલ્પ કર્યો છે.

અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ કે સહકારીતા મંત્રાલય બનવા સાથે જ ઘણા મોટા નિર્ણય તેના બજેટમાં લેવામાં આવ્યા છે. બજેટમાં શેરડી ઉત્પાદક ખેડૂતોને મોદી સરકારે 8 હજાર કરોડથી વધુનો ફાયદો કરાવ્યો છે. તેમણે જણાવ્યુ કે નેનો યુરિયા પ્લાન્ટની પણ શરુઆત થઇ રહી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગાંધીનગર મહાત્મા મંદિરમાં ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં સંબોધન કર્યુ. જેમાં તેમણે ગુજરાતનું સહકાર મોડેલ સફળ મોડેલ હોવાનું જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે સહકાર સંમેલન આઝાદીના સમયથી શરુ થયુ હતુ. તેમણે એમ પણ જણાવ્યુ કે મોદી સરકારના સમયમાં સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે આ પગલુ આગામી 100 વર્ષ સુધી સહકારી આંદોલનમાં પ્રાણ ફુંકશે.

અમિત શાહે જણાવ્યું કે કો- ઓપરેટિવ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કો- ઓપરેટિવ પરનો મેટ ઘટાડીને 15 ટકા કર્યો છે. આ ઉપરાંત ક્રેડીટ ગેરેન્ટી ફંડની યોજનાઓ પણ હવે કોઓપરેટિવ સેક્ટરની બેંકમાંથી મળી શકશે. અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ કે સહકારીતા મંત્રાલય બનવા સાથે જ ઘણા મોટા નિર્ણય તેના બજેટમાં લેવામાં આવ્યા છે. બજેટમાં શેરડી ઉત્પાદક ખેડૂતોને મોદી સરકારે 8 હજાર કરોડથી વધુનો ફાયદો કરાવ્યો છે. તેમણે જણાવ્યુ કે નેનો યુરિયા પ્લાન્ટની પણ શરુઆત થઇ રહી છે.

કલોલ ખાતે વડાપ્રધાન મોદી 175 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર ઈફ્કો નેનો યુનિરા પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું .  જેમાં નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. જેમાં પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

g clip-path="url(#clip0_868_265)">