GUJARAT : દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસના વિક્રમજનક કેસ ગુજરાતમાં નોંધાયા, અમદાવાદ સૌથી અગ્રેસર

GUJARAT : રાજ્યમાં કોરોના મહામારી બાદ હવે બ્લેક ફંગસનો ફંદો ચિંતાનું કારણ બન્યો છે. દિવસે દિવસે મ્યુકોરમાઇકોસિસ રોગ માથુ ઉચકી રહ્યો છે.ત્યારે મ્યુકોરમાઇકોસિસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

| Updated on: May 22, 2021 | 7:30 PM

GUJARAT : રાજ્યમાં કોરોના મહામારી બાદ હવે બ્લેક ફંગસનો ફંદો ચિંતાનું કારણ બન્યો છે. દિવસે દિવસે મ્યુકોરમાઇકોસિસ રોગ માથુ ઉચકી રહ્યો છે.ત્યારે મ્યુકોરમાઇકોસિસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 2,281 કેસ નોંધાયા છે. જ્યારે મ્યુકોરમાઇસોસીથી 70થી વધુ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં મોતનો આંકડો સામે આવ્યો છે.

અમદાવાદ સિવિલમાં સારવાર લઇ રહેલા 35 દર્દીઓના મ્યુકોરમાઇકોસિસના પગલે મોત થયા છે. તો રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં પણ 1 હજાર કરતા વધુ કેસ સારવાર હેઠળ છે. ત્યારે વધી રહેલા સંકટ સામે હવે સરકારી ચોપડે આંકડાની નોંધ માટે વિધિવત પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અને સરકાર દ્વારા વિવિધ હોસ્પિટોલમાંથી આંકડા મેળવવાની કવાયત શરૂ કરાઇ છે.

હવે વાત કરીએ અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસની સ્થિતિની તો,

અમદાવાદની અસારવા સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 371 દર્દીઓ દાખલ છે. જ્યારે સોલા સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 12 દર્દીઓ સારવાર હેઠળ છે. તો એલ.જી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 50 દર્દીઓ દાખલ છે. મહત્વપૂર્ણ છે કે મ્યુકોરમાઇકોસિસથી સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસથી 35થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે.

વાસ્તવમાં ભારતમાં Black Fungus ના 8848 દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી બ્લેક ફંગસના મોટાભાગના કેસ ગુજરાતમાં જ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2281 લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે. જ્યારે તેની બાદ મહારાષ્ટ્રમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા 2000 ને વટાવી ગઈ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં 910, મધ્યપ્રદેશમાં 720, રાજસ્થાનમાં 700 અને તેલંગાણામાં 350 કેસ નોંધાયા છે.

દેશમાં Black Fungus ના ઝડપથી વધી રહેલા કેસ (Mucormycosis) એ ભારતમાં કોરોના વાયરસ વચ્ચે લોકોને વધુ ડરાવી દીધા છે. જો કે, સરકાર બ્લેક ફંગસ રોગને નાબૂદ કરવા માટે વધુને વધુ કામ કરી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં Black Fungusના લગભગ નવ હજાર કેસ નોંધાયા છે અને મોટાભાગના રાજ્યોએ તેને રોગચાળો જાહેર કર્યો છે.

Follow Us:
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">