ગુજરાતમાં કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો રાજ્યના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં

|

Nov 08, 2021 | 10:25 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,457 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો રાજ્યના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં
Gujarat Corona Update on November 8 and other important news

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે 8 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,764 થઈછે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 10,090 પર સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,457 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસોની સંખ્યા 217 પર પહોચી છે. તો આજે રાજ્યમાં કુલ 3,92,615 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યના અન્ય મહત્વના 9 સમાચાર આ મૂજબ છે :

1.ગુજરાતની વધુ એક સિદ્ધિ, LEADS ઇન્ડેક્ષમાં દેશભરમાં પ્રથમ ક્રમે, સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશાના આ વધુ એક સફળ કદમ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

2.ભારતીય બોટ પર ફાયરિંગનો મામલો, ભારતે પાકિસ્તાન રાજદ્વારીને સમન્સ આપ્યું

આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ મામલે બોટ માલિકે નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાક મરીનના 5 કમાન્ડો વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી. બીજી તરફ ભારત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે.

3.સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : આખરે પરિવારે બંને આરોપીના મૃતદેહ સ્વીકાર્યા, ગેડિયા ગામમાં જ થશે દફનવિધિ

Surendranagar Encounter Case: મૃતક આરોપી હનીફખાન અને મદીનખાનનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલથી ગેડિયા ગામે લઇ જવાયો છે.ગેડિયા ગામમાં જ બંનેની અંતિમવિધી કરવામાં આવશે.

4.સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : જાણો કેવી રીતે થયું એન્કાઉન્ટર, વાંચો દિલધડક એન્કાઉન્ટરની આખી ઘટના

Surendranagar encounter : “એક પણ પોલીસને જીતવો જાવા દેવાનો નથી” હનીફખાનના સપોર્ટમાં 15-20 લોકોનું ટોળું હથિયારો સાથે પોલીસ પર તૂટી પડ્યું અને ખુની હુમલો કર્યો.

5.ગુજરાતમાં આ વિસ્તારોમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં આકરી ઠંડી પડશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે.

6.SURAT : પાંડેસરાની 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

સુરતના પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.

6.Surat: ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મળ્યો હતો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

સુરતઃ અઢી વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જણાવી દઈએ કે ચાર દિવસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

7.કોરોના-દિવાળીમાં સતત બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી પોલીસને રાજકોટ પોલીસ કમિશનરે દેખાડ્યું ફિલ્મ સૂર્યવંશી

શહેરના ધર્મેન્દ્ર સિનેમા નજીક આવેલા થિયેટરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત રાજકોટના તમમા પોલીસ જવાનોને સૂર્યવંશી ફિલ્મ દેખાડવામાં આવી હતી.

8.વડોદરા મનપાની મેટ્રોપોલિટન કમિટીની ચૂંટણીના બહિષ્કારનું કોંગ્રેસનું એલાન

વડોદરા મનપાની મેટ્રોપોલિટન કમિટીના 30 સભ્યો ચૂંટવા માટે 25 નવેમ્બરે મતદાન યોજાવવાનું છે. તેમજ ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો.

9.જામનગરમાં હાપા માર્કેટ યાર્ડમાં પાકની આવક શરૂ, મંગળવારથી શરૂ થશે પ્રક્રિયા

ખેડૂતો કપાસ, મગફળી સહિતના પાક લઇને બજારમાં પહોંચી રહ્યા છે. જો કે ખેડૂતોના માલની હરાજીની સમગ્ર પ્રક્રિયા મંગળવારે લાભ પાંચમથી જ શરૂ થશે.

 

 

Next Article