જામનગરમાં હાપા માર્કેટ યાર્ડમાં પાકની આવક શરૂ, મંગળવારથી શરૂ થશે પ્રક્રિયા

ખેડૂતો કપાસ, મગફળી સહિતના પાક લઇને બજારમાં પહોંચી રહ્યા છે. જો કે ખેડૂતોના માલની હરાજીની સમગ્ર પ્રક્રિયા મંગળવારે લાભ પાંચમથી જ શરૂ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 7:08 PM

ગુજરાતમાં(Gujarat)જામનગરના(Jamnagar) હાપા માર્કેટયાર્ડમાં(Hapa APMC)ખેડૂતો(Farmers)પોતાનો પાક(Crop) લઇને વેચાણ માટે આવી રહ્યા છે. તેમજ પાકની માર્કેટ યાર્ડમાં આવક શરૂ થઈ ગઈ છે. જેમાં દિવાળીમાં પાંચ દિવસની રજાઓ બાદ હાપા યાર્ડ ફરી ખુલ્યું છે. જેના પગલે ખેડૂતો કપાસ, મગફળી સહિતના પાક લઇને બજારમાં પહોંચી રહ્યા છે. જો કે ખેડૂતોના માલની હરાજીની સમગ્ર પ્રક્રિયા મંગળવારે લાભ પાંચમથી જ શરૂ થશે.

આ ઉપરાંત રાજ્યમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ સોમવારથી શરૂ થયા છે. તેમજ આ બજારોમાં પણ ખેડૂતો મોટી સંખ્યા તેમના પાકના વેચાણ માટે આવી રહ્યા છે. જેમાં રાજકોટના ગોંડલ અને જસદણ માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં તેમના પાકના વેચાણ માટે આવી રહ્યા છે.

આ ઉપરાંત ગુજરાત સરકાર પણ મંગળવારથી ટેકા ભાવે અનેક પાકની ખરીદી શરૂ કરશે.રાજ્ય ભરમાં લાભ પાંચમના શુભ મુહૂર્તથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થશે. રાજ્યના દરેક જિલ્લા મથકે કલેક્ટરની આગેવાનીમાં ખરીદી માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ રચના કરીને ટેકાના ભાવે ખરીદીનું કામ સોંપવામાં આવ્યું છે. રાજ્યના પુરવઠા નિગમ ખાતા દ્વારા આ ખરીદી કરવામાં આવશે.

જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 2 લાખ 65 હજારથી વધુ ખેડૂતોએ ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એક વખતમાં એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળીની ખરીદી થશે. જે બાદ વધુ જમીન હશે તો જમીનના પ્રમાણમાં વધુ મગફળીની ખરીદી કરવામાં આવશે. ત્યારે લાભ પાંચમ ખેડૂતો માટે શુભ નીવડે તેવી આશા બંધાયેલી છે.

આ  પણ વાંચો :વડતાલ સ્વામીનારાયણ મંદિરે નવા વર્ષે 700 મણ અન્નકૂટનો પ્રસાદ ધરાવાયો, 909 ગામના હરિભક્તોને પ્રસાદ પહોચાડાયો 

આ પણ વાંચો : વડોદરા મનપાની મેટ્રોપોલિટન કમિટીની ચૂંટણીના બહિષ્કારનું કોંગ્રેસનું એલાન

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">