Surat: ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મળ્યો હતો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
સુરતઃ અઢી વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જણાવી દઈએ કે ચાર દિવસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળ્યો હતો.
Surat: પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના મૃતદેહ (Girl Child Murder Case) મળવાના કેસમાં ચોંકાવનારા ખુસાલા સામે આવ્યા છે. બાળકી સાથે બળાત્કારની (Rape Case) કોશિશ પણ કરવામાં આવી હોવાનો પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે. રિપોર્ટમાં બાળકીના ગુપ્ત ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. જેના પરથી દુષ્કર્મની કોશિષ બાદ બાળકીની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે.
સુરતના પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રિથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનામાં અપહરણ બાદ હત્યાની આશંકા બતાવવામાં આવી રહી હતી. આ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે.
બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આજે આવ્યો છે. જેમાં બાળકી સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. અઢી વર્ષની બાળકી સાથે આ ધૃણાસ્પદ કૃત્ય કર્યા બાદ તેનું મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના હેડ ડો.ગણેશ ગોવેકરે આ માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે બાળકી સાથે એ હદે શારીરિક અત્યાચાર કરવામાં આવ્યો છે, જેમાં બાળકીના યોનિમાર્ગમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા.
7 નવેમ્બરના રોજ વડોદ ગામમાં જ ઝાડીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસે અપહરણ અને હત્યાની દિશામાં તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસ કરતી પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજ લાગ્યા છે. જેમાં બાળકીને તેડીને લઈ જતા વૃદ્ધ શંકાસ્પદ દેખાઈ રહ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
દિવાળીની રાત્રે જ અઢી વર્ષની બાળકી ઘર આંગણેથી જ ગુમ થવાને લઈને પોલીસ દોડતી થઈ હતી. 100થી વધુ પોલીસ જવાનો છેલ્લા બે દિવસથી શોધખોળ કરી રહ્યા હતા. બાળકીના પિતા મિલમાં મજૂરી કામ કરે છે. ઘરની આજુબાજુ ઝાડી-જંગલ છે, પોલીસ બધા જ કામ છોડીને દીકરીને રાત-દિવસથી શોધી રહી હતી.
જોકે બાળકી સાથે બળાત્કાર તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું બહાર આવતા આરોપી સામે ફિટકાર વરસી રહ્યો છે. આરોપીની ધરપકડ જલ્દી કરવામાં આવે અને બાળકીના પરિવારજનોને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે.
આ પણ વાંચો: Padmshri award 2020: અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને મરણોત્તર પદ્મ વિભૂષણ, કંગના રનૌતને પદ્મશ્રી
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોના કેસ? Corona Update સાથે જાણો અન્ય મહત્વના સમાચાર