ગુજરાતમાં આ વિસ્તારોમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં આકરી ઠંડી પડશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 08, 2021 | 9:39 PM

ગુજરાતમાં(Gujarat)શિયાળાની(Winter)શરૂઆત સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં બપોરે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં લધુત્તમ તાપમાન પણ સતત ઘટી રહ્યું છે. તેવા સમયે હવામાન વિભાગે(IMD) રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે.

જેમાં આગાહી મુજબ અમદાવાદ(Ahmedabad)સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો વધશે. તેમજ હાલના તાપમાનના ફેરફાર જોવા મળશે. તેમાં ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી ઘટવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ રાજ્યમાં ઉત્તર-પૂર્વ તરફના પવન ફૂંકાવવાની શરૂઆત થતા ઠંડીનું પ્રમાણ વધશે. હાલ રાજ્યમાં વહેલી પરોઢે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં આકરી ઠંડી પડશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. આગામી 3 થી 4 દિવસમાં જ તાપમાન હજુ 2થી 3 ડિગ્રી જેટલુ ઘટી જશે.અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડિગ્રીનો તફાવત છે.

આ પણ વાંચો :  મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરોમાં નવા વર્ષે 275થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો

આ પણ વાંચો : ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્વે કિસાન સંઘે કરી આ માંગ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati