ભારતીય બોટ પર ફાયરિંગનો મામલો, ભારતે પાકિસ્તાન રાજદ્વારીને સમન્સ આપ્યું

આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ મામલે બોટ માલિકે નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાક મરીનના 5 કમાન્ડો વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી. બીજી તરફ ભારત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 7:26 PM

OKHA : અત્યાર સુધી સરહદ પર ચાલાકીથી ઘુસણખોરી કરતા અને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતના દુશ્મન નંબર વન પાકિસ્તાને હવે દરિયામાં નિયમોનો ઉલાળિયો કર્યો છે..અત્યાર સુધી ભારતીય માછીમારોને કેદ કરતા પાકિસ્તાની નેવી સેનાએ આ વખતે માછીમારને મારી નવી મુસીબ ઉભી કરી છે.જો કે, ભારતે હવે લાલઆંખ કરી છે.

અત્યાર સુધી સરહદ પર નિયમોનું ઉલ્લંઘન કરતું અને વારંવાર ડરપોક હરકત કરી નિર્દોશ ભારતીય જવાનો પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારતું પાકિસ્તાન હવે દરિયામાં પણ તેની નાપાક હરકત બતાવવા લાગ્યું છે.અત્યાર સુધી જો ભારતીય માછીમાર દરિયામાં સરહદનું ઉલ્લંઘ કરે તો ભારતીય માછીમારોને પાકિસ્તાનની નેવી તેને પકડી લેતી પરંતુ પ્રથમવાર પાકિસ્તાનની નેવીએ દ્વારકાના ઓખાની જલપરી બોટ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં એક માછીમારનું મોત નિપજ્યું છે.તો એક માછીમાર ઈજાગ્રસ્ત થયો.

આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ મામલે બોટ માલિકે નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાક મરીનના 5 કમાન્ડો વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી. બીજી તરફ ભારત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. ભારત સરકારે સખ્ત કદમ ઉઠાવી પાકિસ્તાન પાસે જવાબ માંગ્યો છે અને પાકિસ્તાન સાથે ડિપ્લોમેટિક લેવલ પર વાતચીત શરૂ કરી સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા સૂચના આપી છે.કેમ કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર કન્વેંશન ઓન લો ઓફ ધ સીનું ઉલ્લંઘન કર્યું છે.યુનોના નિયમ પ્રમાણે માછલી પકડતી બોટ પર ફાયરિંગ ન કરી શકાય.. હાલતો આ પાકિસ્તાન તરફથી ફાયરિંગ બાદ ઓખા નજીકના માછીમારોમાં ભય ફેલાયો છે.

બીજી તરફ આ ઘટનાને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું. કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય ફોરમ પર માછીમારોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવે તેવી માગણી કરી.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : જાણો કેવી રીતે થયું એન્કાઉન્ટર, વાંચો દિલધડક એન્કાઉન્ટરની આખી ઘટના

આ પણ વાંચો : Usha Uthupએ “પંખીડા તું ઉડી જાજે” ગીત ગાયું અને ઝૂમી ઉઠી ઓડીયન્સ, જાણો ઉષા ઉથુપનું ગુજરાત કનેક્શન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">