SURAT : પાંડેસરાની 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી મુળ બિહારનો વતની છે અને જે પાંડેસરના વડોદ ગામમાં રહેતો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 6:58 PM

SURAT : સુરતના પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી મુળ બિહારનો વતની છે અને જે પાંડેસરના વડોદ ગામમાં રહેતો હતો.આરોપીએ નશાની હાલતમાં દુષ્કર્મ આચર્યું હોવાનો પોલીસ તપાસમાં ચોંકવાનરો ખુલાસો થયો છે…મહત્વપૂર્ણ છે કે આરોપીને પકડી પાડવા માટે પોલીસે 150 જવાનોની ટીમ કામે લગાવી હતી…અને આખરે સફળતા હાથ લાગીછે.ઉલ્લેખનિય છે કે CCTV ફૂટેજ પોલીસ માટે આરોપી સુધી પહોંચવામાં કારગર સાબિત થયા.

તો બાળકીના મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો…રિપોર્ટ મુજબ આરોપીએ બાળકીનું મ્હો દબાવીને હત્યા કરી, એટલું જ નહીં આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો પણ રિપોર્ટમાં ખુલાસો થયો છે.

અઢી વર્ષની બાળકી સાથે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યા બાદ તેનું મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના હેડ ડો.ગણેશ ગોવેકરે આ માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે બાળકી સાથે એ હદે શારીરિક અત્યાચાર કરવામાં આવ્યો છે, જેમાં બાળકીના યોનિમાર્ગમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા.

7 નવેમ્બરના રોજ વડોદ ગામમાં જ ઝાડીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસે અપહરણ અને હત્યાની દિશામાં તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની તપાસ કરતી પોલીસના હાથમાં CCTV ફૂટેજ આવ્યાં હતા, જેમાં બાળકીને તેડીને લઈ જતો વૃદ્ધ શંકાસ્પદ દેખાઈ રહ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : જાણો કેવી રીતે થયું એન્કાઉન્ટર, વાંચો દિલધડક એન્કાઉન્ટરની આખી ઘટના

આ પણ વાંચો : Usha Uthupએ “પંખીડા તું ઉડી જાજે” ગીત ગાયું અને ઝૂમી ઉઠી ઓડીયન્સ, જાણો ઉષા ઉથુપનું ગુજરાત કનેક્શન

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">